Get The App

વર્ષ 2025માં વિવિધ ક્ષેત્રની સિધ્ધિએ ચરણ ચૂમ્યા આ મહિલાઓના

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષ 2025માં વિવિધ ક્ષેત્રની સિધ્ધિએ ચરણ ચૂમ્યા આ મહિલાઓના 1 - image

લાંબા વર્ષોના સંઘર્ષ પછી આ વર્ષે ભારતના શિરે મહિલા ક્રિકેટ ક્ષેત્રે વિશ્વ વિજેતાનું મુકુટ મૂકાયું.

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં  નવી મુંબઈ સ્થિત ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને પરાજિત કરીને આઈસીસી વિશ્વ કપ પર કબજો જમાવ્યો. મહિલા ક્રિકેટ ટીમની આ જીતે વર્ષ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વ હેઠળની ટીમે લોર્ડ્સમાં હાંસલ કરેલી વિશ્વ કપ ટ્રોફીની યાદ અપાવી દીધી હતી. મહત્વની વાત એ છે કે આ વિજય સાથે મહિલા ક્રિકેટ ટીમના કોચ અમોલ મજૂમદારની પણ બહુપ્રતિક્ષિત કદર થઈ.

મણિકા વિશ્વકર્માને ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૫નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણે ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ થાઈલેન્ડમાં યોજાયેલા મિસ યુનિવર્સ ૨૦૨૫ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વ્યાપાર અને નાણાકીય ક્ષેત્ર 

નિર્મલા સીતારમણ

 ભારતના નાણામંત્રી, સતત આ વર્ષે પણ સૌેથી શક્તિશાળી મહિલાઓમાં સ્થાન મેળવ્યું. 

 નીતા અંબાણી

૨૦૨૫માં નીતા અંબાણી માટે મુખ્ય હાઇલાઇટ્સ

સાંસ્કૃતિક હિમાયત WAVES  ૨૦૨૫માં  ભારતની કલા, વારસો અને ફિલસૂફીને વૈશ્વિક જોડાણકર્તા તરીકે પ્રોત્સાહન આપ્યું.

રિલાયન્સ AGM  ૨૦૨૫માં મુંબઈમાં ૨૦૦૦ બેડવાળા નવા મેડિકલ સિટી માટેની યોજનાઓનું અનાવરણ.

પુરસ્કારા:  શાંતિ અને સાંસ્કૃતિક સંવાદિતામાં તેમના યોગદાન બદલ ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૫માં સન્માનિત.

ચેન્જમેકર્સ 

વર્ષા દેશપાંડે 

વકીલ અને કાર્યકર્તા જેમણે લિંગ-પસંદગીયુક્ત ગર્ભપાત સામેની લડાઈ માટે ૨૦૨૫ યુએન પોપ્યુલેશન એવોર્ડ જીત્યો.

ડો. અંજલી અગ્રવાલ

અપંગ લોકો માટે સુલભતાના હિમાયતી.

કલા અને મનોરંજન

પાયલ કાપડિયા

દિગ્દર્શક જેમની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ 'કાન્સમાં ગ્રાન્ડ પ્રિકસ જીતી હતી. 

સ્મૃતિ મંધાના

વુમેન્સ ટી ૨૦ ક્રિકેટમાં ૪૦૦૦ રન પૂરા કરનારી પહેલી ભારતીય ક્રિકેટર

 આ વર્ષે  ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી ફીમેલ સેલિબ્રિટીઓ: 

જેમિમા રોડ્રિગ્સ

નંબર ૧

રમતગમતમાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શન (ઓડીઆઈ વર્લ્ડ કપ ૨૦૨૫ સેમિફાઇનલમાં અણનમ ૧૨૭) ને કારણે ટોચની મહિલા સર્ચ નંબર ૧ પર હતી.

કૃતિ સેનન

૯.૭૫

મિલિયન સર્ચ 

શર્વરી વાઘ

૯.૧

મિલિયન સર્ચ 

દીપિકા પાદુકોણ

૯.૧ 

મિલિયન સર્ચ 

શ્રદ્ધા કપૂર

૯ 

મિલિયન સર્ચ 

તૃપ્તી ડિમરી

૮.૫

મિલિયન સર્ચ 

આ વર્ષે કાન્સ ફિલ્મોત્સવની લાલ જાજમ પર પહેલી વાર પગલા પાડનાર સુંદરીઓ

જગવિખ્યાત  કાન્સ  ફિલ્મોત્સવની  લાલ જાજમ  પર પોતાના પગલાં પાડવાની  તમન્ના  ગ્લેમર વર્લ્ડની  પ્રત્યેક હસ્તી રાખતી  હોય  છે.  અત્યાર સુધી આપણા દેશની  ઘણી સેલિબ્રિટીઓએ  આ બહુમાન  સંખ્યાબંધ  વખત મેળવ્યું છે. અને તેમાં આ વર્ષે કેટલીક  નવી  સેલિબ્રિટીઓનો ઉમેરો પણ  થયો  છે. મહત્ત્વની  વાત એ  છે કે  તેમણે પહેલી વખત કાન્સ  ફિલ્મ ફેસ્ટિવલની  રેડ કાર્પેટ  પર વૉક કરીને વાહવાહી  મેળવી   

રુચિ  ગુજ્જર

મૂળ હરિયાણવી  આ સુંદરી કાન્સમાં  ચીલો ચાતરીને  ચાલી. તેણે આ આંતરરાષ્ટ્રીય  મંચ પર હરિયાણાની  સંસ્કૃતિને હાઈલાઈટ કરી.  જોકે  તેનું આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની  તસવીરોવાળું નેકલેસ  આકર્ષણનું  કેન્દ્ર રહ્યું હતું.  આ રીતે તેણે દુનિયા સમક્ષ  આપણા રાષ્ટ્ર  અને પોતાના  રાજ્યને  સન્માન  આપ્યું હતું.

 જાન્હવી કપૂર  

 કાન્સ  ફિલ્મ  ફેસ્ટિવલમાં  અભિનેત્રી  જાન્હવી કપૂરે પોતાના સૌંદર્ય અને  અદાઓથી ત્યાં ઉપસ્થિત  રહેલી અન્ય હસ્તીઓની  આંખો પહોળી કરી દીધી હતી.  તેના સ્લીક બન સાથે  જોડાયેલા  દુપટ્ટા  જેવા ડ્રોપ  સાથેના  ડ્રેસે  કમાલ કરી હતી.  તેના આ આઉટફીટનું હેન્ડવર્ક  ઉડીને આંખે વળગતું હતું.   

અનુષ્કા સેન 

 અનુષ્કા  સેને આ વર્ષના કાન્સ  ફિલ્મોત્સવમાં  ૨૨ વર્ષની વયે ડેબ્યુ કરીને પોતાની સુંદરતા- સ્ટાઈલનો પરચો બતાવી દીધો હતો.  જાંબુડી કલરના  ગાઉનમાં  તેનું રૂપ સોળે  કળાએ  ખીલ્યું હતું.  તેમાં વળી તેણે  કાનમાં પહેરેલી   મોટી મોટી  ઈયર રિંગે વધારાનું છોગું ઉમેર્યું હતું.

મૌની રોય  

 આ અદાકારાની  નમણાશ  તેની સુંદરતાનું  સૌથી મોટું જમા પાસું છે.  મૌનીએ  તેના કાન્સના રેડ કાર્પેટ  ડેબ્યુમાં  બ્લેક ડ્રેસ, આકર્ષક  નેકલેસ અને બાંધેલા  વાળમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. 

નિતાંશી ગોયલ 

  'લાપતા લેડીઝ'  ફેમ નિતાંશી  ગોયલે માત્ર ૧૭ વર્ષની  ઉંમરે રેડ  કાર્પેટ  શોભાવીને  બોલીવૂડનું  નામ રોશન  કર્યું.  તે કાન્સ  ફિલ્મ ફેસ્ટિવલમાં  ફિલ્મ 'ડોઝિયર ૧૩૭'  ની સ્ક્રીનિંગ   માટે ગઈ હતી,  પણ અહીંની રેડ કાર્પેટ પર વૉક કરનારી  હિન્દી  ફિલ્મોદ્યોગની  સૌથી નાની  વયની સુંદરી બની ગઈ.  તેના બ્લેક  કલરના ગોલ્ડન વર્કવાળા  ઓફ શોલ્ડર  ગાઉને રંગ રાખ્યો.

શાલીની પાસી 

'ફેબુલસ લાઈફ ઓફ બોલીવૂડ  વાઈવ્સથી જાણીતી  બનેલી શાલીની  પાસીએ પણ આ વર્ષે કાન્સના  રેડ કાર્પેટ પર ડેબ્યુ કરવાનુ ંસન્માન  મેળવ્યું.  મલ્ટીકલર ગાઉનમાં  લાલ જાજમ પર પર ચાલી રહેલી શાલીની જલપરી જેવી ભાસતી હતી.