Get The App

અધરની છાપ આપે સ્વભાવની ઓળખ બોલ્યા વિના જ ઘણું કહી દે આ હોઠ

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
અધરની છાપ આપે સ્વભાવની ઓળખ બોલ્યા વિના જ ઘણું કહી દે આ હોઠ 1 - image

આપણી  ફિંગર  પ્રિન્ટ આપણી  ચોેક્કસ ઓળખ બની રહે છે. કારણ કે કોઈપણ બે વ્યક્તિની આંગળીની છાપ એકસમાન  નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે  તમારા અધરની  છાપ પણ તમારા સ્વભાવની  ઓળખ આપે છે. તમે  એક કોરા કાગળ પર તમારા હોઠના નિશાન બનાવો. અને તેની પ્રિન્ટ પરથી તમારો સ્વભાવ જાણો.

(૧) ઉપરનો હોઠ નીચેના અધર કરતાં સહેજ નાનો હોય એવા લોકો એવી વ્યક્તિના પ્રેમમાં  પડવાનું પસંદ કરે છે જે તેમને અસીમ  મહોબ્બત કરે. આ લોકો હમેશાં સત્યની સાથે રહે છે. 

અન્ય કોઈને  અન્યાય થાય તે પણ તેઓ સાંખી નથી શકતા. તેમનું તન-મન તેમના આત્મા  સાથે એવી રીતે જોડાયેલું હોય છે  કે તેમનો નિર્ણય આત્માના અવાજને  અનુસરે છે.

(૨)  ઉપર  અને નીચેનો, એમ બંને હોઠ લગભગ એકસરખા હોય એવા  લોકોને  રોમાન્સમાં  ઝાકઝમાળ અને કલ્પના ખૂબ રોમાંચિત કરે છે. તેઓ અન્ય લોકો સામે આસાનીથી મનની વાત પ્રગટ નથી કરી શકતા. મનથી ભાવુક  હોવા છતાં  જીવનનો આનંદ લૂંટવામાં   પાવરધા હોય છે. જો કે તેઓ બુધ્ધિશાળી હોવાથી પોતાને ચોક્કસ મર્યાદાઓમાં  જ  બાંધી રાખે છે.

(૩) પ્રમાણમાં નાના હોઠ ધરાવતા  લોકો સ્વભાવે રમૂજી હોય છે. તેઓ પડકાર ઝીલવાવાળા લોકો  તરફ ઝડપથી  આકર્ષાય છે. જો કે   તેમને  પોતાની ટીકા સાંભળવાનું બિલકુલ નથી  ગમતું.  પરંતુ સ્વયં વાતો કરવામાં અને નેતૃત્વ લેવામાં પાવરધા હોય છે. તેમના મગજમાં  જો કોઈ  વાત ઘર કરી જાય તો તેને દૂર કરવી લોઢાના ચણા ચાવવા જેવું કપરું બની જાય છે.

(૪) નાના અને સહેજ પહોળા અધર ધરાવતા લોકોનો ચંચળ- આનંદી સ્વભાવ બધાને ગમી  જાય છે. તેથી તેઓ બધાના વ્હાલા લાગે છે. આ  લોકો બહુ ભાગ્યશાળી પણ ગણાય છે. એમ કહેવાય છે કે સફળતા તેમના ચરણ ચૂમે છે. પરંતુ આ સફળતા તેમની તેજસ્વીતા અને યોેગ્યતાને આભારી હોય છે. તેઓ હમેશાં કાંઈક નવું - અનોેખું કરવા ઉત્સુક રહે છે.

(૫) ઉપલો હોઠ નાનો અને પહોળો, જ્યારે નીચલા ઓષ્ટ પાતળો અને લાંબો હોય એવા અધર ધરાવતા લોકો પોતાનો પ્રેમ કવિતા કે શાયરી દ્વારા પ્રગટ કરે છે. જો કે તેઓ મોહબ્બતની બાબતે અત્યંત માસૂમ  હોય છે. અને તેમનો પ્રેમ અને નફરત બંને  અંતિમ ધૂ્રવો પર હોય છે. પોતાની વાત આ લોકો બહુ  સરસ રીતે રજૂ  કરી જાણે છે. અને  પ્રેમને મનભરીને માણે છે. તેઓ અધ્યાત્મ  તરફ  પણ ઢળેલા હોય છે.

(૬)  જેના બંને અધર મધ્યમ કદના હોય તેઓ પોતાની સંવેદનાઓ  ઝડપથી પ્રગટ નથી કરી શકતા, પરંતુ મિત્રતા નિભાવવામાં વફાદાર હોય છે. તેઓ પોેતાની વાત બહુ ઓછા શબ્દોમાં રજૂ કરી શકે છે.  તેથી ઘણાં લોકોને તેઓ રહસ્યમય લાગે છે. આવા અધર ધરાવતા લોકો પોતાના જીવનસાથીનો પ્રેમ પામવા સદાય તત્પર રહે છે.

(૭)  ઉપરનો ઓષ્ટ પાતળો અને લાંબો  જ્યારે નીચલો હોઠ નાનો અને પુષ્ટ હોય એવા લોકોના અધર પર હમેશાં  સ્મિત રમતું જોવા મળે છે, પોતાના પ્રેમીજનને તેઓ તસતસતું  ચુંબન કરે છે. આ  લોકો અત્યંત મહત્ત્વકાંક્ષી અને આત્મવિશ્વાસુ હોવાથી  હમેશાં  પડકારો ઝીલવા તૈયાર રહે છે. 

(૮)  પતંગિયા જેવા અધરવાળા લોકો સ્વભાવે મિલનસાર  હોય છે. પ્રેમમાં  પહેલ કરવામાં   તેમને જરાય વાંધો નથી આવતો. તેમને સ્ટાઈલીશ દેખાવાનું અત્યંત પ્રિય હોય છે. તેઓ પગરખાંના ભારે શોખીન હોય છે. અને તેમને જો પ્રેમીજનનો સાથ મળે તો આગનો દરિયો પાર કરવા પણ તૈયાર થઈ જાય છે.