શહેરના રસોઈઘર આધુનિક બની રહ્યા છે. ઘણાં રસોડામાં અનેકવિધ રસોઈ કરનારા વિવિધ પ્રકારના સાધનો હોય છે. જો કે ઘણાં રસોડામાં પૂરતા સાધનો-અપ્લાઈન્સ નથી હોતા, તેઓ પણ હવે તો આધુનિક વીજાણું સાધનો લેવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. જો તમે તમારા કુકિંગના અનુભવને માત્ર સારો જ નહીં, પણ વધુ સારો-ઉત્સકૃષ્ઠ બનાવવા ઇચ્છતા હો તો કેટલાંક-ખાસ કિચન અપ્લાઈન્સ તમારા રસોડા હોવા જરૂરી બની રહે છે. વાસ્તવમાં, આ ઉપકરણો માત્ર તમારા રસોડાને જ નહીં, પણ તેને આધુનિક હાઈટેક સુધ્ધાં બનાવી દેશે. આટલું જ નહીં આ સાધનો તમારા કામને પણ વધુ સરળ કરી દેશે. જો તમે એક ગૃહિણી હો તો જલ્દીથી જલ્દી આ કિચન-અપ્લાઈન્સ લઈ આવો. આ ઉપકરણો તમારા સાથી બનીને તમારા પરિવારના દિલ પર રાજ કરીને તમને ખૂબ જ મદદગાર સાબિત થશે. તમારી મહેનતને ઓછી કરી તમારું કામ પણ આસાન બનાવી દેશે. તો જાણો અને ઓળખો આવા કેટલાંક ઉપયોગી રસોડાના સાધનોને!
આઈસ્ક્રિમ-મેકર
ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જમ્યા પછી મેનુમાં આઇસ્ક્રિમ હોવી સાવ સરળ વાત છે. વાસ્તવમાં ગરમીમાં દિવસભરના તાપને થોડો સાંત કરવા માટે આઈસ્ક્રિમની ચુસ્કી ખૂબ કામ આવે છે. જો તમે તમારા પરિવારજનોને બહારની આઈસ્ક્રિમથી બચાવી રાખવા માગતા હો તો ઘરે જ તેનો સ્વાદ મળી જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. જ્યારે તમારા પરિવારજનોને આઇસ્ક્રિમ ખાવાનું મન થાય ત્યારે સેક્સનું આ ઉપકરણ તમારા ઘરમાં હોવું જોઈએ. ક્રીમી આઇસ્ક્રિમ-મેકર એક સારું ઉપકરણ છે, જેની મદદથી તમે શાનદાર આઈસ્ક્રિમ, શરબત અને શેક બનાવી શકો છો. આવું થશે તો તમારા પરિવારજનો બહારની આઈસ્ક્રિમ ખાવાનું ભૂલી જશે.
ફૂડ સાઇકિલર
તમે જ્યારે રસોઈ બનાવો એ પછી ઘણી નકામી બાબતો એકત્રિત થાય છે. શાકભાજીનો છાલ-ડિચા-ફેતરા વગેરેનો સમાવેશ થાય છે. થોડું ખાવાનું પણ બચી ગયું હોય તેને ઠેકાણે પાડવાનું હોય છે. જો વસ્તુ થોડો સમય કિચનમાં રહે તો તેમાંથી દુર્ગંધ નીકળવા માંડે છે. આથી તમારા ઘરમાં ઘણી બીમારી પણ ફેલાઈ શકે છે. જો કિચનના આ વેસ્ટ-મેનેજમેન્ટની સમસ્યાથી સરળતાથી રાહત મેળવવા માગતા હો તો ફૂડ સાઇકિલર એક સારું ઉપકરણ છે. આ ઉપકરણથી તમારા વેસ્ટનો ખૂબ જ સારો ઉકેલ આવી જાય છે. આ ઉપકરણ તમારા નકામા કચરાને એક પ્રાકૃતિક ખાદ્યમાં રૂપાંતર કરી શકે છે, જેનો ઉપયોગ તમે નાનકડાં છોડ ઉગાડવા તેને વિકસાવવા માટે તમે કરી શકો છો. જ્યારે તમારી વેસ્ટ-બિન ભરાય જાય તો તમે તેનો નાના છોડવા માટે પણ ફરી ઉપયોગમાં લઈ શકો છો.
પાવર બ્લેન્ડર
પાવર બ્લેન્ડર સાથે તમારું કિચન એક્સિપિરિચન્સ વધુ લાજવાબ બની શકે છે. તમે આ ખૂબ જ સારા ઉપકરણથી સ્મુધી, કોકટેલ, આઇસ્ક્રિમ, આઈસ ક્રશિંગ જેવું કંઈ પણ કરી શકો છો. ૧૨ અલગ-અલગ સ્પીડ સેટિંગ્સ સાથે બ્લેડિંગ અને મિક્સિંગ પણ સરળતાથી કરી શકે છે, જેનાથી તમારું રસોઈનું કામ હળવું થઈ શકે છે. તમારા કિચનનો લુક પણ બદલાઈ જાય છે. ચટણીથી માંડીને સ્મુધી સુધી તમે કંઈ પણ બનાવી શકો છો અને પરિવારજનોનો કેમ મેળવી શકો છો.
સ્માર્ટ કિચન સ્કેલ
કિચનમાં સ્વાદ સાથે ડાયેટનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે પરિવારની તબિયતનું ધ્યાન રાખવા ઇચ્છતા હો તો તમારે સ્માર્ટ કિચન સ્કેલનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપકરણની મદદથી તમે પરિવારજનોનો વજન કરીને સ્વાદિષ્ટ અને સુયોગ્ય રસોઈ બનાવી શકો છો. માપ અને માત્રાની સાથે તમારું કુકિંગ પણ આસાન થઈ જશે. આ ઉપકરણથી તમે સરળતાથી નવી નવી રેસિપી બનાવી શકશો અને બધાને યોગ્ય ભોજન પણ બનાવી શકશો.
સ્માર્ટ વોટર પ્યુરિફાયર
તમારા ઘર માટે-સુયોગ્ય સ્વાસ્થ્ય માટે સારું વોટર-પ્યુરિફાયર હોવું પણ જરૂરી છે. આ માટે તમારે મિનરલ વોટરને પ્રિઝર્વ કરે એવું વોટર-પ્યુરિફાયર શોધવું પડશે, જે તમને અને તમારા પરિવારને અયોગ્ય પાણીથી બચાવશે અને સાથે જ પાણીમાં મોજુદ આવશ્યક પોષક તત્ત્વોથી પણ સંરક્ષણ કરશે.
ઘરમાં જ શાનદાર કોકટેલ બનાવવા માટે કોકટેલ-મેકર મશીન લાવી શકો છો. આ ઉપકરણને ઘરમાં લાવવાથી તમે વિવિધ પ્રકારના કોકટેલ ઘરે જ બનાવી શકો છો. કેટલાંક સરળ પગલાં લઈ તમે કોકટેલ-કેપસ્યૂલ મશીનમાં નાખી તેની ઇન્ટેન્સિટી સિલેક્ટ કરી મશીનને ઓન કરી શકો છો. ઓટોમેટિક પેન-સ્ટિરર
સાધારણ પેનમાં સતત શાકભાજી અથવા તો ડેઝર્ટ બનાવવાનું હોય તો મુશ્કેલ બને. જો તમે શાકભાજી બની જાય એવા પેનથી બચવા માટે ઓટોમેટિક પેન-સ્ટિરર લઈ શકો છો. બસ, આ પેન-સ્ટિરરમાં તમે શાકભાજી નાંખીને અન્ય કામગીરી સરળતાથી પાર પાડી શકો છો. આ ઉપકરણ તમને કુકિંગમાં ઘણી બધી ચિંતાથી મુક્ત કરી દેશે.


