Get The App

લહંગાના બ્લાઉઝમાં વેસ્ટકોટ પેટર્નની બોલબાલા

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
લહંગાના બ્લાઉઝમાં વેસ્ટકોટ પેટર્નની બોલબાલા 1 - image

- હવે ફોર્મલ નથી રહ્યું વેસ્ટકોટ

સામાન્ય   રીતે બોર્ડરૂમના  પોશાક તરીકે જાણીતો વેસ્ટકોટ હવે તેના  ફોર્મલ  કોચલામાંથી  બહાર નીકળીને  રેમ્પ વૉક  કરવા માંડયો છે.  આ પેટર્ન  હવે તેમને નવવધૂઓના  લહંગા  અને તહેવારોમાં  પહેરાતાં વસ્ત્રોમાં  જોવા મળે તો નવાઈ નહીં પામતા.   હમણાં  હમણાં ફેશન  ડિઝાઈનરોએ  વેસ્ટકોટની પેટર્નની  બ્લાઉઝમાં  ઉતારી છે.  એક તબક્કે  લહંગામાં  બ્લાઉઝમાં  તમને ડીપ-નેક  અને બેક જોવા મળતાં. અકત્યંત બિન્દાસ્ત પામેલાઓ  (ખાસ કરીને  મનોરંજન  જગત સાથે સંકળાયેલી )  બ્રાલેટ , એટલે  કે બ્રા જેવી પેટર્ન  ધરાવતાં  બ્લાઉઝ  પર પસંદગી ઉતારતી. પ હવે આ ફેશને  યુ-ટર્ન  લીધો છે. અત્યાધુનિત  ટ્રેન્ડમાં  તમને લહંગાના  બ્લાઉઝમાં  વેસ્ટકોટ  પેટર્ન  અચૂક  જોવા મળશે.

જ્યારે આ પેટર્ન લહંગાના બ્લાઉઝમાં  હોય  અથવા ઉત્સવોમાં  પહેરવામાં આવતા પરિધાનમાં સમાવી  લેવામાં આવે ત્યારે  ભરચક્ક પણ હોવાનું.  સાથે સાતે તેમાં વિવિધ પ્રકારના ફેબ્રિકનો ઉપયોગ થાય તે પણ સ્વાભાવિક  છે. 

ફેશન  ડિઝાઈનર કહે છે કે એક તબક્કે ફોર્મલ  ડ્રેસિંગમાં  ગણના  પામતું વેસ્ટકોટ  હવે ભારતીય  પોશાકમાં  પણ ભળી ગયું  છે. ખાસ કરીને ઈન્ડો-વેસ્ટર્ન લુક  અને લહંગામાં  તે મોસ્ટ  ફેવરિટ  બન્યું છે.  વાસ્તવમાં  જે યુવતીઓને લહંગામાં  પહેરાતા ફોર્મલ  પેટર્નના  કે પછી અલ્ટ્રા મોડર્ન  પેટર્નના બ્લાઉઝ  પહેરવાનું ન ગમતું હોય, જેમને એમ લાગતુ ંહોય  કે તેમને અંગ ઢંકાઈ  જાય એવી પેટર્નનું  બ્લાઉજ પહેરવું  છે  તેમને માટે વેસ્ટકોટ  પેટર્ન બેસ્ટ  ઓપ્શન ગણાય.  મહત્ત્વની વાત એ  છે કે  આ પ્રકારના  બ્લાઉઝ  સાથે તમે ઓઢણી  પહેરવાનું  પણ  ટાળી શકો.  અથવા માત્ર  દેખાવ ખાતર પાછળથી આગળ તરફ હાથ   પર ઓઢણી  વીંટાળી  લો તોય ચાલે.  આ પેટર્ન  લગભગ બધાને  કમ્ફર્ટેબલ  લાગે એવી છે.

આધુનિક  નવવધૂઓ  ભારે  વસ્ત્રો  પાછળ નાણાં  ખર્ચે  છે ત્યારે  તેનું પૂરેેપૂરું  મૂલ્ય મળે  તેની કાળજી પણ   કરે  છે.  વેસ્ટકોટ  પેટર્નનું  બ્લાઉઝ તમે લહંગા સાથે    એક કે બે વાર પહેરો ત્યાર પછી માત્ર કબાટના ખૂણામાં  ન પડયું રહે . આ બ્લાઉઝ  તમે 'ટ્રાઉઝર  કે સ્કર્ટ સાથે  પણ પહેરી શકો.  તેઓ ઉમેરે  છે કે આજે  અનેકવિધ ફેબ્રિકમાં  સુંદર એમ્બ્રોઈડરી  કરેલાં વેસ્ટકોટ  બ્લાઉઝ  ફેશન  શોઝની  શાન બન્યાં છે.  અને  ટૂંકમાં  આવી રહેલી લગ્નસરા  તેમ જ ઉત્સવો  દરમિયાન  તે   મોટા  પ્રમાણમાં   જોવા  મળશે એ  વાતમાં બે મત નથી. 

તેમની  વાતમાં તથ્ય  પણ છે. સામાન્ય રીતે સાડીમાં જોવા મળતી અભિનેત્રી  વિદ્યા બાલને પણ બ્લેક લહંગા   સાથે ભરચક્ક  વર્ક કરેલું  વેસ્ટકોટ  બ્લાઉઝ  પહેર્યું ત્યારે લોકોની આંખો  ચાર થઈ ગઈ હતી. જ્યારે  ફેશનની  પુતળી   ગણાતી શિલ્પા શેટ્ટી   આ નવી  સ્ટાઈલ કરવામાંથી   બાકાત રહે ખરી?  તાજેતરમાં યોજાયેલા  એક  ફેશન શોમાં  શિલ્પાએ   હળવા લીલા રંગના લહંગા સાથે લહંગા  સાથે  ઘેરા  ગુલાબી  અને જાંબુડી  રંગના વેસ્ટકોટ  બ્લાઉઝ  તેમ જ ઓઢણીમાં  ગજબનું  આકર્ષણ  જમાવ્યું હતું.  તેના  બ્લાઉઝનું  જરદોશી  વર્ક અને ઓઢણીમાં  એવા જ વર્કની બોર્ડર  લોકો  નિષ્પલક નિહાલી રહ્યાં  હતાં.

ટૂંક  સમયમાં  આવનારા  તહેવારોમાં   'શું પહેરું?' ની મૂંઝવણ  અનુભવતી  માનુનીઓ માટે હવે વેસ્ટકોટ બ્લાઉઝ   હાથવગી  ફેશન  બની રહેશે એ વાત ચોક્કસ.

-  વૈશાલી ઠક્કર