મચ્છરોના ઉપદ્રવને ઘરમાંથી દૂર કરવાના સચોટ ઉપાય
દુનિયાભરમાં દર વરસે મચ્છરોના કારણથી થતી બીમારીમાં લાખો લોકોના મૃત્ય થતા હોય છે.મચ્છર ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવે છે. મચ્છરોના ઉપદ્રવને રોકવા સાફ-સફાઇ અભિયાન પણ ચલાવામાં આવે છે. તેમજ તેને ભગાડવા માટે બજારમાં વિવિધ પ્રકારના સ્પ્રે, ઇલેકટ્રીક બેડમિન્ટન તેમજ અગરબત્તી મળે છે. પરંતુ મચ્છરોને ભગાડવા માટે ઘરગ્થુ ઉપાયો પણ કરી સચોટ છે.
લીમડાનું તેલ
લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં કારગર રહ્યું છે. અમેરિકાની મોસ્કૂટો કન્ટ્રોલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસરા કોપરેલ અને લીમડાના તેલને સપ્રમાણ માત્રામાં લઇને શરીર પર લગાડવાથી મચ્છર આસપાસ ફરકશે નહીં. એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટિરિયલ ગુણોથી ભરપૂર લીમડાની ગંધથી મચ્છર દૂર ભાગે છે.
ફુદીનો
મચ્છરોને ભગાડવા માટે મિન્ટ ઓઇલ એટલે કે ફૂદીનાનું તેલ બહુ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઇલને શરીર પણ લગાડી પણ શકાય છે. તેમજ ઘરમાંના પ્લાન્ટ પર ફુદીનાના તેલનું સ્પ્રે પણ કરવાથી મચ્છર નજીક આવતા નથી. ફુદીનાના પાનને પાણી સાથે ઉકાળીને તે પાણીનું ઓરડામાં સ્પ્રે કરવાથી પણ મચ્છર આવતા નથી.
તુલસી
મચ્છરોને દૂર કરવામાં તુલસીનું મહત્વ છે. રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશ કરતા નથી. આ વાતનો ઉલ્લેખ આર્યુવેદમાં પણ કરવામાં આવ્યો છે. તુલસીના છોડ મચ્છરને ભગાડવામાં કારગર છે.
કપૂર
મચ્છરને ભગાડવા માટે કપૂર અસરકારક સાબિત થયું છે. રૂમના દરવાજા અને બારીને બંધ કરીને કપૂર સળગાવીને મુકવું. ૧૫-૨૦ મિનીટ સુધી રૂમને બંધ રાખવો. આમ કરવાથી રૂમમાં રહેલા મચ્છરો દૂર થશે તેમજ બહારના મચ્છરો રૂમમાં પ્રવેશ નહીં કરે.
- દિજીતા