Get The App

પ્રાણવાયુના ભંડાર છે પીપળો, વડ, લીમડો અને આમલી

Updated: Oct 17th, 2022

GS TEAM

Google News
Google News
પ્રાણવાયુના ભંડાર છે પીપળો, વડ, લીમડો અને આમલી 1 - image

- ભાવિ પેઢીને સુરક્ષિત વાતાવરણ  આપવા વાવો આ દેશી વૃૃક્ષો

ક્લાઈમેન્ટ  ચેન્જને કારણે માત્ર વિવિધ  દેશો જ નહીં, પણ ભારતની આબોહવા  અને પર્યાવરણમાં  કેટલાં ફેરફાર  આવ્યા એ તો આપણે બધા જ જાણીએ છીએ.  આ ફેરફાર માટે જો કોઈ સૌથી વધુ જવાબદાર  હોય તો તે છે, પ્રદૂષણ! આ પ્રદૂષણે દાટ વાળ્યો  છે.  હવામાં  ઓક્સિજન કરાતં કાર્બન ડાયોક્સાઈડ સહિતના ઝેરી વાયુનું  પ્રમાણ  વધી ગયું  છે,  જે  જીવસૃષ્ટિ માટે  મોટું જોખમ છે.  આ માટ ે દેશી વૃક્ષોને સારા પ્રમાણમાં  ઉગાડવા  અને વિકસાવવા વધુ યોગ્ય છે કેમ કે આ વૃક્ષો  મોટા  પ્રમાણ કાર્બન ડાયોક્સાઈડ  શોષી લઈ ઓક્સિજનનું પ્રમાણ  વધારે છે.  આ દેશી  વૃક્ષોમાં પીપળો, લીમડો, વડ, આમલી, કવિટ (કોઠમડી), બિલ્વ,  આવલા , આંબાનો સમાવેશ થાય છે.

આ બધા વૃક્ષો  શીતળ છાયો તો આપે જ છે, પણ તેની સાથે જ વાતાવરણમાંથી  મોટા  પ્રમાણમાં  કાર્બન  ડાયોક્સાઈડ શોષી ઓક્સિજન આપે છે.  બદલાયેલા  સંજોગોમાં  આપણે  આ કિંમતી  વૃક્ષો જે જંગલી વૃક્ષો  જે ગણી કાપી નાખીએ છીએ  અને આપણાં જ પગ પર કુહાડો મારીએ છે.

પીપળો  હવામાંથી  ૧૦૦ ટકા કાર્બન ડાયોક્સાઈડ  શોષી લે છે.  લીમડો  ૮૦ ટકા  કાર્બન ડાયોક્સાઈડ શોષી લે  છે તો અન્ય વૃક્ષો  - જેવાં કે વડ-૮૦ ટકા, આમલી -૮૦  ટકા,  કોઠમડી - ૮૦ ટકા, બિલીનું વૃક્ષ ૮૫ ટકા, આંબળાનું વૃક્ષ - ૭૪  ટકા અને આંબો ૭ ૦  ટકા કાર્બન ડાયોક્સાઈડ  શોષી શુદ્ધ  ઓક્સિજન  પૂરો પાડે છે.

આનો અર્થ એ થયો  કે આવા વૃક્ષો વાવી અને ઉછેરી તેની  દેખભાળ   કરનારાએ  વાતાવરણમાંથી  પોતે તો મુક્ત થશે જ, પણ તેની સાથે ભાવિ પેઢીને પણ  શુદ્ધ  ઓક્સિજન પૂરો પાડવાના  પ્રયાસો કરી જશે. અત્યાર સુધી  આપણે આવા વૃક્ષોને બેરહેમ  બનીને કાપી નાખ્યા છે. તેને હવે વધુ  પ્રમાણમાં   વાવી  વાતાવરણ શુદ્ધ બનાવવાની જરૂર છે. જો કે પરિસ્થિતિ હજુય  એટલી બગડી નથી  કે આપણા  હાથમાં કશું જ નથી રહ્યું.  પરિસ્થિતિ અને વાતાવરણ આપણે  સુધારી શકીએ છીએ.

બીજી તરફ  કેસરી રંગના ફૂલો ધરાવતા ગુલમહોરના  વૃક્ષો અને નિલગીરીના વૃક્ષો પર્યાવરણ માટે સૌથી વધુ  ઘાતક છે. એ પણ એટલું જ સાચું છે. આ બંને વૃક્ષો જમીનમાંથી  વધુ પાણી ચુસી લઈ તેને  સાવ વેરાન  અને સુકીભઠ્ઠ  બનાવી દે છે.

આપણે  પશ્ચિમી  દેશોનું  અનુકરણ  કરવામાં એક્કા છીએ  અને તેથી જ ઉપયોગી વૃક્ષો કાપીને આપણે  આપણું જ નુકસાન કર્યું  છે અને પર્યાવરણ પૂરી ન શકાય એટલું નુકસાન પહોંચાડયું છે. પીપળો, વડ અને  લીમડો  જેવા વૃક્ષો રોપવાનું બંધ કરવાથી દુષ્કાળની  પરિસ્થિતિ વધુ વકરી રહી છે. આ વૃક્ષો  વાતાવરણમાં  ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને તેની સાથે જ પૃથ્વીને ઉષ્ણતામાન ઘટાડવામાં મોટો ફાળો આપે છે.

આજે આપણા  ઘણાં માર્ગોની બંને બાજુએ ઉપયોગી વૃક્ષોેને બદલે  નિલગીરી અને ગુલમહોર  જેવા વૃક્ષો વધારે જોવા મળે છે.  જે ફાયદાકારક  નહીં, પણ નુકસાનકર્તા છે. આપણા શાસ્ત્રમાં  પીપળાના વૃક્ષને  રાજા તરીકે ઓળખવ ામાં આવે છે.  

વાતાવરણ અને  પર્યાવરણને સુધારવા માટે દર ૧૦૦ મીટરે  પીપળો,  વડ, લીમડો જેવા વૃક્ષો રોપવા જોઈએ તો જ વર્ષો પછી  આપણું વાતાવરણ સુધરશે અને ઓક્સિજનનું પ્રમાણ  વધશે- જીવસૃષ્ટિને  સારો, શુદ્ધ ઓક્સિજન  મળશે.

દરેક  ઘરોમાં તુલસીનો  છોડ પણ વાવવો જોઈએ.  માત્ર આપણા માટે જ નહીં, પણ ભાવિ  પેઢી માટે  પણ આ વૃક્ષો  એટલા જ  જરૂરી  છે. આથી, આજથી દરેક વ્યક્તિએ  કોઈપણ  એક દેશી વૃક્ષ ઉછેરવાનો નિર્ણય  કરવો જોઈએ અને તે માટે અભિયાન  ચલાવવું જોઈએ.

- ભૂપેન્દ્ર