Get The App

આધુનિક યુવતીની નિખાલસતા

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
આધુનિક યુવતીની નિખાલસતા 1 - image

- સેક્સ વિશે બહુ સ્પષ્ટ હોય છે... 

જ્યારથી પુનિતના વિવાહ કવિતા સથે નક્કી થયા ત્યારથી કવિતા આતુર અને રોમાંચિત હતી. તે સ્વપ્નમાં રાચવા લાગી હતી. તેના વિવાહ તેનાં માતાપિતાએ પસંદ કરેલા છોકરા સાથે નક્કી થયા હતા. બંને એકબીજાને પહેલાં મળ્યાં નહોતાં. સાજશૃંગાર કરવો અને ખરીદી કરવી. બસ, એ વિના તેને ખબર નહોતી કે બીજું શું કરવાનું છે?

એકાંત મળતાં જ કવિતાએ તેની બહેનપણી અંજુને પૂછ્યું, 'કહેને, જ્યારે પહેલી રાત્રે 'એ' મારા રૂમમાં આવશે ત્યારે મારે શું કરવાનું હોય છે?'

અંજુ કં બોલે તે પહેલાં જ કવિતાની કાકીએ સાંભળી લીધું.

'ચપ કર છોકરી, આટલી બધી ઉતાવળી કેમ થાય છે. જે કરવાનું છે તે એ જ કરશે. તું કશું ના બોલતી.' અને તે અધિકારપૂર્વક હસતાં-હસતાં ત્યાંથી બહાર જતાં રહ્યાં.

તેમના ગયા પછી કવિતા કટાક્ષ કરતાં બોલી, 'કાકી સમજે છે કે આ તેમનો જમાનો છે. હું ચૂપ કેમ રહું ભઈ... લગ્ન કંઈ તેના એકલાના નથી. મારા પણ છે. મને પણ ખબર પડવી જોઈએ ને. કહેને તું....'

આજની યુવતીની આવી જાગૃતિ જૂના જમાનાના લોકોને ઉતાવળ જેવી લાગતી હતી. જે આજની યુવતીની સામે ઝાંખી પડી જાય છે. આજે તો ઘરઘરમાં કોમ્પ્યુટર છે, ઈન્ટરનેટની સગવડ છે. જે જાણકારી જોઈતી હોય તે સ્વિચ દબાવો એટલે ચપટી વગાડતાં જ મળી જાય છે. જેમની પાસે કોમ્પ્યુટર નથી તેમની પાસે સામયિકો, જાહેરાત, ટી.વી. ફિલ્મો બધું જ તો છે. તેના લીધે હવે સ્ત્રીઓની દબાયેલી, સંકોચાયેલી, શરમાયેલી છબિ બદલાઈ ગઈ છે અને નવા રૂપને નિખારી તે 'ન્યૂ વુમન' બની ગઈ છે.

હવે કવિતાની વાત જ લો ને? તે પોતાની સુહાગરાત વિશે જાણવા માગતી હતી કે તેનો પતિ જ્યારે તેની પાસે આવે ત્યારે શું કરવું જોઈએ? તે કેવી રીતે તેનું સ્વાગત કરે? તેના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપે? જ્યારે તે શારીરિક સંબંધ બાંધે ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? શારીરિક સંબંધોની ક્રિયામાં તેણે કેવો સાથ આપવો જોઈએ?

તેના લગ્નજીવનની શરૂઆતને પણ યાદગાર બનાવવા માગતી હતી. પણ આ બધી વાતો તે ખાનગીમાં પૂછવા માગતી હતી.

કવિતાની કાકીનાં લગ્ન સમયે સામાજિક સ્થિતિ એવી હતી કે પતિ જે કરે તેમાં પત્નીએ ખુશ રહેવાનું. એ ખુશ ના રહે તો પણ કંઈ નીંગ, પતિને એની ખુશી સાથે કોઈ નિસ્બત ન રહેતી. તે જમાનામાં પત્નીઓને શરમાઈને સંકોચાઈને જ રહેવાનું શિખવાડવામાં આવતું હતું. તે વખતે વાતાવરણ જ એવું હતું શરમના આ પડદામાંથી કોઈ ડોકિયું કરતું પણ નહોતું.

સંતોષની ઇચ્છા :

આજની ન્યૂ વુમન લગ્ન પહેલાં પણ સેક્સને સંકોચ અથવા છુપાવવાની વાત નથી માનતી. તેની ખુલ્લી ચર્ચા કરી શકે છે. કોઈ પુરુષની પાસે તેની માગણી પણ કરી શકે છે. સેક્સ માણતી વખતે તેને જે આનંદ થયો તે જણાવતાં તેને શરમ નથી આવતી. સેક્સ ક્રિયાની સમાપ્તિ પછી તેના મોં પર કોઈ ગ્લાનિના ભાવ નથી દેખાતા. સેક્સ ક્રિયા પતી ગયા પછી તે એટલી સહજ અને સરળ હોય છે. જેટલી તે સેક્સ કરતા પહેલાં હતી. તેના ચહેરા પર એક સંતોષનો ભાવ જોવા મળે છે.

તે સેક્સમાં  ક્વોલિટી ઇચ્છે છે. તેને પતિનું સાંનિધ્ય જોઈએ. તે ભોગવવાની વસ્તુ માત્ર બની રહેવા નથી માગતી. તે પોતે પણ ભોગવવા માગે છે. આ ક્વોલિટીને લાવવા માટે તે ખાણીપીણી, પહેરવેશ, માહોલમાં જો પરિવર્તન લાવવાની જરૂર પડે તો તે પણ કરે છે. સેક્સ માણતી વખતે તે નાની-નાની વાતોને ધ્યાનમાં રાખે છે. શરમને નેવે મૂકીને પરિપકવ થઈ જાય છે. આ ક્રિયા દરમિયાન નાના-નાના તોફાન, ગુસપુસ વાતો કરવી, અંગોના ઉપનામ આપવાં, સ્પર્શસુખ અને આલિંગન વિશેનો અંદાજ મેળવીને તેને ભોગવવા માગે છે.

પરંતુ ૨૧મી સદીની મહિલા જાણતી હતી કે સમય તેનો પોતાનો પણ છે જે ફરીથી નહીં આવે, પરંતુ તે કહી નહોતી શકતી. જો તેણે કહ્યું તોય શરમ અને સંકોચના પડદામાં વીંટીને. પણ આજની નારી પોતાની ઇચ્છાઓને દબાવતી નથી. તે કંઈક નવું ઇચ્છે છે. તે ક્વોલિટી માગે છે.

તે લગ્નનો અર્થ જાણે છે. લગ્ન એ બે વ્યક્તિના નિયમિત શારીરિક સંબંધોની ઇચ્છાપૂર્તિ અને સંતોષનું સાધન છે, માત્ર બાળક પેદા કરવાનું માધ્યમ નથી. પતિની ઇચ્છા જ સર્વોપરી નથી. તેને પોતાની ઇચ્છા અને રુચિને જાળવી રાખવા જ નહીં, પરંતુ તેને કેવી રીતે વધુ આનંદદાયક બનાવાય તેનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે.

પહેલાંના જમાનામાં પતિપત્નીને દિવસ દરમિયાન એકબીજાની સાથે વાતચીત કરવા જેટલોય સમય નહોતો મળતો. રાતના પાંચ-છ કલાક જ પત્નીને મળતા. એમાં પણ જોવા જઈએ તો તે પણ માત્ર પતિના જ હોય. આ પાંચ-છ કલાકમાં પતિ-પત્નીને ભોગવીને છોડી દેતો. પત્ની શું ઇચ્છે છે, તેને શું ગમે છે શું નથી ગમતું આ બાબતમાં તે કંઈ વિચારતો જ નહીં. રાતના એટલા થોડાક સમયમાં તે પોતાની જરૂરની વસ્તુ પતિ પાસેથી માગી નહોતી શકતી તો સેક્સ સંબંધ વિશેની વાત જ ક્યાં રહી? આજે સ્થિતિ તેનાથી બિલકુલ વિપરીત છે.

સેક્સની વિવિધ પ્રકારની મુદ્રાઓ અને ક્રિયાઓથી કેવી રીતે આનંદ મેળવી શકાય છે એ વિશે તે સારી રીતે જાણે છે, તેનો પ્રયોગ પણ કરે છે અને તેના બદલામાં પુરુષ પાસેથી એવી અપેક્ષા પણ રાખે છે. ક્વોલિટી ન આપી શકનારા પુરુષને તે ધુ્રત્કારી, નકારી શકે એટલી હિંમત પણ રાખે છે.

પુરુષોની જેમ મહિલાઓએ પણ સેક્સને જીવનની ખાસ જરૂરિયાતોનો એક ભાગ માની લીધો છે. તેને મેળવવામાં સ્ત્રીને હવે કોઈ શરમ સંકોચ નથી.

પુરુષોએ તો ન્યૂ વુમનની આ છબિને ખુલ્લા દિલથી સ્વીકારી છે. તેને તેણે સાથી માની લીધો છે પછી તે પત્ની હોય કે દોસ્ત હોય.

માનસીને તેનો ભાવિ પતિ શરદ ફિલ્મ જોવા લઈ ગયો. શરદ સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. તેથી તેને ઘણાં લોકો સાથે મળવાનું થતું. તેનો સ્વભાવ, વિચારો ઘણા ખુલ્લા હતા. ફિલ્મ જોતી વખતે શરદે માનસીનો હાથ પકડયો તો માનસી શરમાઈ ગઈ. શરદ જ્યારે તેને કિસ કરવા લાગ્યો તો તેણે ના પાડી દીધી. શરદે તેને જીવનસાથી બનાવવાની ના પાડી દીધી કારણ કે તેના મતે આવી ગમારને શિખવાડવામાં જ તેના જીવનનાં સોનેરી વર્ષો પસાર થઈ જશે.

આજે માનસી જેવી ઘરની ચાર દીવાલોમાં બંધ કોઈ એકલદોકલ છોકરી જ ન્યૂ વુમનની છબિ દૂર હશે.

આજે તો લગ્ન પહેલાં ૮૦ ટકા છોકરીઓ સેક્સનો ભરપૂર આનંદ લેતી હોય છે. તેમને સેક્સ વિશેનું જ્ઞાાન છે તેથી જ તો તેનો ભરપૂર આનંદ મેળવી શકે છે. જો એમ કહીએ કે ૨૧મી સદીની મહિલાઓ ક્વોલિટી સેક્સના મામલામાં પણ પુરુષોથી ૨૧ છે તો તેમાં કશી અતિશયોક્તિ નથી.

હોલિ ડે સેક્સ :

ટ્રિંગ... પથારીથી બાથરૂમ, કિચન, બાળકોનો રૂમ, ફરી કિચન, ચા, દૂધ, નાસ્તો, લંચપેક પછી પોતાનો નાસ્તો, પતિ-પત્ની તૈયાર થઈને ઓફિસે જાય, દોડતાં-દોડતાં પાછા આવે. વળી પાછા ચા, દૂધ, નાસ્તો, બાળકોનું હોમવર્ક, પછી રાતનું જમવાનું, સવારની તૈયારી પછી થાકીને લોથપોથ થઈ પલંગ પર પડવાનું....

પતિ જો જાગતો હશે તો પત્નીની પાસે એવી રીતે આવશે જાણે ઓફિસની ફાઈલ ખોલીને સાઈન કરી પછી બંધ કરી એક બાજુ મૂકી દીધી. નહીંતર આંખો બંધ અને સવારે ફરીથી એ જ ધમાલ.

ક્યાં છે પતિનો પ્રેમ, રોમાન્સ અને સેક્સ? સમય જ ક્યાં છે? જે સેક્સના આકર્ષણથી જિંદગીની શરૂઆત થઈ હતી તે પ્રેમ, રોમાન્સ, સેક્સ જીવનમાંથી ગાયબ થઈ ગયા છે. પણ આ બધું ખોટું છે. તમારી પાસે એક રજાનો દિવસ તો છે ને? તમે તમારા રોજિંદા જીવનને થોડું રોમાન્ટિક બનાવી શકો છો.

રજાના દિવસે એલાર્મ ના લગાવો. આરામથી સૂતાં રહો. બાળકોને પણ ઊંઘવા દો. ઊઠયા પછી એમને જે કરવું હોય તે કરવા દો. પતિ-પત્ની બંનેને એકલાં રહેવાની તક મળતી હોય તો ઝડપી લો.

રજાના દિવસે ઢીલાં વસ્ત્રો પહેરવાં, હલકો મેકઅપ કરો. ઠંડીના દિવસોમાં તડકામાં અને ગરમીના દિવસોમાં કૂલર સામે બેસો.

સાથે મળીને નાસ્તો બનાવો અને ખાઓ. એકબીજાને બ્લીચિંગ, ફેશિયલ વેક્સિંગ, હેરડાઈ કરો.

તક મળે તો સાથે નહાઈ પણ લો. ટી.વી.માં સારો કાર્યક્રમ આવતો હોય તો સાથે બેસીને જુઓ અથવા ટેપરેકોર્ડર પર કોઈ રોમાન્ટિક ગીત વગાડો અને સાથે બેસીને સાંભળો.

આછા પ્રકાશમાં એકબીજા સામે જુઓ. એકબીજાના મનને સ્પર્શવાનો પ્રયત્ન કરો. તનને નિહાળો અને આંખોથી સેક્સ કરો.

આ બધી ક્રિયાઓ નૈનસુખ, સ્પર્શસુખ, આત્મીય સુખની અનુભૂતિ આપશે. એવું બની શકે કે કે કિસ કરવાની ઇચ્છા થાય, આલિંગન કરવાનું મન થાય કે પછી ધીમે-ધીમે અંતિમ ક્રિયા સુધી પહોંચી શકાય. આસપાસ બધું બદલાતું લાગે. સંગીત વિના જ સંગીત સંભળાય. ગરમી વિના જ વાતાવરણ ગરમ થઈ જાય, વરસાદ વિના જ મધુર મહેક આવવા લાગે, અંધારા વિના જ કેન્ડલ લાઈટ થઈ જાય... આવું ઘણુંબધું થઈ શકે છે, જો તમારી ઇચ્છા હોય તો...

- અનિતા