Get The App

જીન્સનો જાદુઈ ઝગમગાટ કેઝ્યુએલ વેર ગણાતું જીન્સ ઓફિસવેર અને પાર્ટીવેરનો દરજ્જો પામી છે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
જીન્સનો જાદુઈ ઝગમગાટ કેઝ્યુએલ વેર ગણાતું જીન્સ ઓફિસવેર અને પાર્ટીવેરનો દરજ્જો પામી છે 1 - image


ફેશન પરસ્ત કોલેજીયનો, નાના ટાંબરિયા, કોર્પોરેટ એક્ઝીક્યુટીવ કે ગૃહિણી બધાને જીન્સ ગમે છે. ૧૮૭૩થી જીન્સ અસ્તિત્વમાં છે અને આજે ૨૧મી સદીમાં પણ તે વિશ્વમાં લેટેસ્ટ ફેશન ગણાય છે. વિવિધ સ્ટાઈલ, કટ, ફિનીશ અને રંગોમાં મળતી આ જીન્સ બધા જ પ્રસંગે પહેરી શકાય છે. વીક એન્ડ પાર્ટીમાં માદક કાયાનો જાદુ બતાવવો હોય કે મિત્રો સાથે ઘરે બેસીને વાતો કરવી હોય જીન્સ પેન્ટ તમારી આરઝૂ પૂરી કરી શકે છે. પ્રસંગાનુસાર જીન્સ તમને સ્ટનીંગ અતવા કેઝ્યુઅલ લુક આપે છે.

કપાસમાંથી જ જીન્સનું કાપડ બનાવવામાં આવે છે. તેની શોધ યુરોપમાં થઈ હતી અને ઈટાલીયન સ્થળ જીનોવા પરથી જીન્સ નામ આવ્યું હતું.જીનોવામાં ખલાસીઓ જાડા કપડામાંથી બનેલા પોશાક પહેરતા હતા. ૧૮મીમી સદીમાં કપાસની ખેતી વધી અને મજૂરોની સંખ્યામાં પણ વધારો થતાં જીન્સના કપડાની શોધ કરવામાં આવી. વાસ્તવમાં મજૂરોને જાડા, ટકાઉ અને સુવિધાજનક કપડાની જરૂર હતી જે સહેલાઈથી ફાટવું ન જોઈએ. અમેરિકા અને ભારતમાં ઊગતા છોડની ડાયમાંથી તેન ગળી જેવો ભૂરો રંગ આપવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે પણ સૈનિકો માટે જીન્સ બનાવવામાં આવ્યા હતા. અમેરિકન સૈનિકો તેને યુધ્ધ બાદ પણ પહેરતાં હતાં અને આ દ્વારા એક નવી ફેશનનો જન્મ થયો.

૧૯૫૫માં આવેલી અંગ્રેજી ફિલ્મ 'રિબેલ વીથઆઉટ અ કોઝ'માં જેમ્સ ડીનને કારણે ટીનએજરોએ બંડના પ્રતિક રુપે જીન્સ પહેરવાની શરૂઆત કરી. ૬૦ના દાયકામાં તો જીન્સમાં ઘણી નવી સ્ટાઈલનો ઉમેરો થયો જેમ કે, એમ્બ્રોઈડરી જીન્સ, પેન્ટેડ જીન્સ અને સાયકેડેલીક જીન્સ. ૧૯૭૦માં વૈશ્વિક વેપાર પરના નિયંત્રણો ઓછા થયા અને જીન્સ વધુ સસ્તી બની. છેવટે જીન્સનું રૂપાંતર ડિઝાઈનરોએ નવી નવી સ્ટાઈલમાં કરીને તેને હાઈ-ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધી છે.

૬૦ને  ૭૦ના દાયકામાં સ્ત્રી-પુરુષ બંનેમાં રોક એન રોલની ચાહત વધી જેના લીધે સ્કીન ટાઈટ જીન્સ આવી હતી. ત્યારબાદ ઢીલી, ફલેર્ડ, પેચડ અને ફ્રેયડ જીન્સની ફેશન આવી. આજે સ્ત્રીઓ પોતાની સુંદરતા દર્શાવવા અને સેક્સી અપીલ માટે ફ્લેર્ડ જીન્સ પહેરે છે. કપડાની પ્રતિભાને ધ્યાનમાં રાખીને ડિઝાઈનરો અને બ્રાન્ડે ડેનીમને તદ્દન નવું  લુક આપ્યું છે. વિન્ટેજ સ્ટાઈલને આધુનીક ડિઝાઈન સાથે સુમેળ સાધીને ફેબ્રીક અને ફાઈબરમાં નવા-નવા પ્રયોગો કરીને તદ્દન નવી જ ફેશનના જીન્સ તેમણે બનાવ્યા છે.

ડેનીમ સુવિધાજનક હોવાથી મોટાભાગના લોકો તે પહેરવાનું પસંદ કરે છે. વીજે સોફિયા ચૌધરી કહે છે કે, મારા વોર્ડરોબમાં સૌથી મહત્ત્વું સ્થાન જીન્સનું છે. મારી પાસે વિવિધ રંગ, કટ અને સ્ટાઈલના જીન્સ છે. હું ઘરમાં આરામ કરું કે મિત્રો સાથે ટહેલવા જાઉં હંમેશા જીન્સ અને કુર્તા ટોપ પહેરવાનું જ પસંદ કરું છું. કોઈપણ વ્યક્તિ પર તે શોભે છે.

અભિનેત્રી રીમા સેન પણ માને છે કે, જીન્સ અને કુર્તા પહેરવાથી કોઈપણ વ્યક્તિ ગ્લેમરસ દેખાય છે. મને ડેનીમનો ક્રેઝ છે. કેજ્યુઅલ વેરમાં દિવસ હોય કે રાત હું જીન્સ અને ટોપ પહેરવાનું જ પસંદ કરું છું. મારા મતે જીન્સ એકદમ સ્ટાઈલીશ છે અને વ્યક્તિત્વને ઝળકાવે તેવા સ્ટાઈલીશ જીન્સ પહેરવા જ મને ગમે છે.

દાયકાઓથી સ્ત્રી અને પુરુષ બંનેમાં જીન્સ એકદમ માનીતો પોશાક બન્યો છે અને આજે તો યુવાનોમાં 'ડેનીમ-ફિવર' જોવા મળે છે અને તેથી જ તેનું ભાવિ ઉજ્જવળ હોવાની અપેક્ષા નિષ્ણાતો રાખે છે.

આજે જીન્સ બનાવતી ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ભારતમાં છે અને તેઓ યુરોપના દેશોમાં ચાલતી સ્ટાઈલ અને ફેશનને ભારતમાં લાવે છે. યુરોપીયન સ્ટાઈલના રંગ અને ફેબ્રીકની માગ આપણે ત્યાં વધારે છે.

સ્ટ્રીટવેર સ્ટાઈલથી પ્રેરણા લઈને બનતાં પેપેજીન્સ આજે ટુંક સમયમાં ખુબ જાણીતી અને માનીતી બ્રાન્ડ બની ગઈ છે અને મહિલાઓ તથા પુરુષો માટે લેટેસ્ટ સ્ટાઈલના જીન્સ બનાવે છે. તેના ઓટમ-વિન્ટર કલેક્શનમાં ફેમીનાઈન ટચ જોવા મળે છે. પોકેટ ઈમ્પ્રેશનવાળા સુપર પ્રેસ્ડ ડેનિમ, પિગમેન્ટસ્ટ્રેચમાં સ્ટ્રાઈપડ જીન્સ અને સાટીનટચ ડેનિમ લેટેસ્ટ ફેશનના લેડીઝ જીન્સ છે. પુરુષો માટે વોશ્ડ જીન્સ, ઈટાલીયન વોશ્ડ જીન્સ, પહોળા કમરપટ્ટા સાથેના સ્ટ્રકચર્ડ ડેનીમ અને પોકેટ ઈમ્પ્રેશનવાળા સુપર પ્રેસડ જીન્સ છે.

જીન્સમાં પણ કેટલી વેરાયટી જોવા મળે છે. જેમકે, ક્લાસીક ફાઈવ પોકેટ જીન્સ, સ્પ્રેડ અને સેન્ડબ્લાન્ટેડ જીન્સ, સ્ટ્રેઈટફીટ, ટાઈટ ફીટ, લો-સ્લંગ એન્ટીફીટ સ્પાયકાર જીન્સ, ફેશન ડેનીમ, બુટ-કટજીન્સ, લુઝ ફીટ જીન્સ વગેરે. સ્પાયકાર ડિઝાઈનમાં કોર્ડરોય, ડેનીમ, પોલી કોટન, નાયલોન કોટન, રીંગ ડેનીમ અને સ્ટ્રકચર્ડ ડેનીમનું ફ્યુઝન જોવા મળે છે. આ જીન્સ ખાસ ૧૫થી ૨૫ વર્ષની વય જૂથના યુવાનો માટે બનાવવામાં આવી છે. આ પહેરવાથી યુવાનો વધુ આત્મવિશ્વાસુ, ફેશનપરસ્ત અને એર્ન્જેટીક દેખાય છે.

નવા સ્પાયકાર કલેક્શનમાં વિવિધ પ્રિન્ટ, વોશ્ડ આઉટ સ્પ્રે અને હેવી કોમ્બેટ કાર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાસ્ટ સ્ટીચ, એડજેસ્ટબેલ લેન્થ, કનવર્ટેબ્લસ અને પ્રિન્ટેડ કેનવાસના પેચ પણ આ જીન્સની ખાસિયત ગણાય છે. ઝીપર્સ, પિગમેન્ટસ્પ્રે, બેજ, એપ્લીક, પેચવર્ક અને ડિસ્ટ્રેસ્ડ પ્રિન્ટ પણ જીન્સમાં ચાલે છે.

આજની યુવા પેઢીમાં જીન્સનો ક્રેઝ વધતો જાય છે અને લેટેસ્ટ જીન્સ પહેરનાર ટીનએજરનો રુઆબ જ વેગળો હોય છે. જીન્સના ફિટિંગમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. લૂઝ એન્ટિફીટ, કોરફીટ, ફેશન ફીટ વગેરે. કોઈપણ ઋતુમાં કોર ફીટજીન્સ પહેરી શકાય છે. ફેશન ફીટમાં પુરુષો માટે લો-વેસ્ટ જીન્સ અને યુવતીઓ માટે અલ્ટ્રા લો-વેસ્ટ જીન્સ હોય છે. જીન્સની લંબાઈ પણ બુટથી નીચે સુધીની હોવી જોઈએ અને તે ફેશનેબલે ગણાય છે. સ્ટ્રેઈટ લેગ, બુટકટ ફલેર્ડ અને સોફ્ટ સ્લેક સિલ્હટ્સ પણ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ ગણાય છે.

ડિઝાઈનરોના મતે જીન્સ સ્ટાઈલનું બેરોમીટર છે. લેટેસ્ટ ફેશનની જીન્સ પહેરવાથી તમે આધુનીક અને સમયની સાથે ચાલનારા દેખાશો. હા, જુની ડિઝાઈનના ક્લાસિક પેન્ટ પહેરવાથી પણ તમે હંમેશા સુંદર દેખાવ છો.

જીન્સના ફિટિંગ વિશે વિચારીએ તો બધા જ લુઝ ફિટને મહત્ત્વ આપે છે. લુઝ ફિટિંગની ડેનિમ જીન્સ વર્ષો સુધીક લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ ગણાતી હતી. આ પેન્ટ એકદમ સુવિધાજનક છે. ડિસ્ટ્રેસ્ડ ફિટ જીન્સતી પણ પહેરનારને અનોખો અનુભવ થાય છે. આ પ્રકારના જીન્સમાં 'એસિડ વોશ્ડ' અથવા 'વોશ્ડ' સ્ટાઈલ હોય છે. જે કેમિકલ બ્લીચીંગ અથવા મેકેનીકલ રબીંગ અથવા અબ્રેડીંગ અથવા કોઈપણ બે પધ્ધતિના સમન્વયથી કરવામાં આવે છે.

બુટકટ જીન્સની લંબાઈ પહેરનારના બુટને પણ ઢાંકી દે છે. આજે મોટાભાગની જીન્સ સ્ટોન વોશ્ડ હોય છે. પહેલાં પ્યુમાઈસ પથ્થરથી પેન્ટને સ્ટોનવોશ્ડ કરવામાં આવતી હતી. હવે ચોક્કસ પ્રકારના એન્ઝાઈમ્સ, રેતી, સિરામીક બોલ્સ, અને અન્ય પ્રકારે જીન્સને સ્ટોન વોશ્ડ કરવામાં આવે છે. પહેલાં જીન્સમાં નાની બોટમની ફેશન હતી. પરંતુ હવે પાછી મોટી બોટમની ફલેર્ડ જીન્સનકી ફેશન છે. સિગારેટ પેન્ટ પણ ઘણી લોકપ્રિય થતી જાય છે.

આધુનીક ટેકનોલોજીને કારણે જીન્સના રંગોમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પારંપરિક ગ્રે અને ઈન્ડિગોની જગ્યાએ ગ્રીન, બ્રાઉન અને બ્લુના અન્ય શેડસ વધારે પસંદ કરવામાં આવે છે. માત્ર કેઝ્યુઅલ વેર તરીકે ગણાતી જીન્સ આજે ઓફિસવેર અને પાર્ટીવેરનો દરજ્જો પામી છે. પહેલાંની કલાસિક બ્લુ જીન્સમાં તમે હંમેશા ફેશનેબલ દેખાશો. તે ક્યારેય ાુટ ઓફ ફેશન બનતી નથી.

જીન્સમાં 'કિલર' બ્રાન્ડ પણ યુવાનોમાં પ્રિય છે. હાલમાં કિલરે 'રિવિલિન્ગલી લો' નામની લો-વેસ્ટ જીન્સ બનાવી છે. આજના ફેશન પરસ્ત પુરુષોમાં અનોખી ચાહના ધરાવનાર કિલરની આ નવી શ્રેણી સમકાલીન પુરુષોની ફેશન દર્શાવે છે. વો-વેસ્ટ જીન્સમાં કિલરની ખાસ વોશ, અસર અને વિવિધ રંગની અનોખી ખાસિયત જોવા મળે છે. આ લો-વેસ્ટ કલેક્શન વિસ્કર્સ, કેટ વિસ્કર્સ, ફ્રેયડ એડ્રજીસ અને સ્ટાઈલ પોકેટ્સ જેવી વિવિધ શ્રેણીમાં ઉપલબ્ધ છે. બ્રાઉન, ઓલીવ, ઓફ વ્હાઈટ, સોલ્ટ એન્ડ પેપર, પેટ્રોલ એન્ડ બ્લુ જેવા રંગો અને સબ-ડેનીમ તથા સ્ટ્રકચર્ડ ડેનીમ જેવા ટેક્ષચરમાં તે ઉપલબ્ધ છે.

સૈનિકોના વપરાશ માટે બનાવવામાં આવેલી જીન્સ આજે ડિઝાઈનર વેર બનીને સમારંભો અને ક્લબમાં પહેરાવવા લાગી છે. જીન્સ પહેરવાથી અનોખી ફેશન કર્યાનો સંતોષ મળે છે. તમારા વ્યક્તિત્વ પ્રમાણે તે કુલ, કેઝ્યુઅલ, સ્પોર્ટી અથવા ફંકી દેખાય છે. હવે તો એમ્બ્રોઈડરી ચોલી અથવા સેક્સી કોર્સેટ સાથે પણ જીન્સ પહેરી શકાય છે. જીન્સ અને ટી-શર્ટની જોડી તો અમર જ ગણાય છે.

જીન્સની સાથે સ્પોર્ટી ટોપ, ટ્રેક શુઝ, ચકી ઘડીયાળ અને સ્માર્ટ બેગ હોય તો દેખાવ એકદમ સ્માર્ટ લાગે છે. હવે આજ લુકને પાર્ટી લુકમાં પરિવર્તિત કરવું હોય તો ટોપને બદલે કોર્સેટ, ઘણી બધી એસેસરીઝ, પગમાંસ્ટિલટોસ પહેરવા અથવા ઊભા કોલરનું એમ્બ્રોઈડરીવાળું ટોપ પણ સરસ લાગે છે. આના લીધે દેખાવ ફાંકડો થઈ જાય અને કમફર્ટેબલ પણ રહે છે.

આજની યુવાપેઢી એમટીવી અને વી ચેનલની દિવાની છે. આ ચેનલો પર આવતા વીજે પણ મોટેભાગે ડેનીમના જ દિવાના હોય છે. તેમની દેખાદેખીથી યુવાપેઢી પણ જીન્સ જ પહેરે છે અને તેથી જ ડિઝાઈનર જીન્સનું ભાવિ ઊજળું છે.


Google NewsGoogle News