Get The App

હળવાં - નાજુક મંગળસૂત્ર પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
હળવાં - નાજુક મંગળસૂત્ર  પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય 1 - image

સાધનાના વિવાહને   ગયા મહિને જ ૧૫ વર્ષ પૂરાં થયાં.  બે સંતાનોની માતા  બનેલી સાધના હજી   પણ એટલી જ  નમણી અને નાજુક  દેખાય છે.  પતિ સાથેનો તેનો  રોમાન્સ સુધ્ધાં અગાઉ  જેવો અકબંધ  છે.  તેની અને સુરેશની  જોડી જોઈને  કોઈપણ ચોક્કસ  કહે કે યુગલ હોય તો આવું. સાધના આટલાં વર્ષે પણ  ક્યારેય મંગળસૂત્ર  પહેરવાનું કે ચાંદલો કરવાનું નથી  ચૂકી.  આધુનિક  વિચારધારાની  હોવા છતાં તેણે આ પરંપરા  જાળવી રાખી છે તે જોઈને તેની  ઓફિસની  અન્ય મહિલાઓ  પણ તેની પ્રશંસા કરવાનું નથી ચૂકતી. જો કે તેમાંની  કેટલીક સહકર્મચારીણીઓ  તેને એમ પણ કહે  છે કે આ ડ્રેસ સાથે આવડું મોટું  મંગળસૂત્ર નથી જામતું.  પણ સાધના  તેમની વાતને હસીને ટાળી દે છે.  

જો કે વિવાહની  ૧૫મી  વર્ષગાંઠે  સુરેશે તેને સરસ સરપ્રાઈઝ  આપ્યું. તે સાધના  માટે 'ન્ર્ંફઈ' ડિઝાઈનનું  પેન્ડન્ટ ધરાવતું નાનું નાજુક  મંગળસૂત્ર લઈ આવ્યો.  તેણે સાધનાને  આ મંગલસૂત્ર  ભેટમાં આપ્યું ત્યારે તેની આંખો  ખુશીના  આંસુથી છલકાઈ ઉઠી હતી.  તે પતિને જોરથી  વળગી પડી હતી.  ત્યાર પછી સુરેશે  પોતાના હાથે એ મંગળસૂત્ર  સાધનાના ગળામાં  પહેરાવી આપ્યું હતું.  અને બીજે દિવસે સાધનાને  આ મંગળસૂત્ર  સાથે બ્લેઝરમાં  જોઈને  તેની સહકર્મચારીણીઓ   પણ ખુશ થઈ  ગઈ હતી.

આજની  તારીખમાં  આધુનિક  યુવતીઓ  આવા જ હળવા વજનના અને અનેકવિધ  ડિઝાઈનમાં   મળતા નાના નાના  પેન્ડન્ટવાળા મંગળસૂત્ર  પહેરવાનું  પસંદ કરે છે.  તેઓ કહે છે કે અગાઉ પહેરાતા  હતાં એવા કાળા મોતી અને સોનાના મોટા  પેન્ડન્ટવાળા મંગળસૂત્ર  પ્રસંગોપાત સાડી સાથે પહેરીએ  ત્યાં સુધી   ઠીક છે,  પરંતુ ઓફિસના   દરેક જાતના  પરિધાન  સાથે તે નથી  જચતા.  વળી  સોનાના  ભાવ આસમાનને આંબી ગયા  છે ત્યારે  જાહેર પરિવહનમાં  પ્રવાસ કરતી વખતે આટલું  સુવર્ણ  પેહરવું પણ  જોખમી થઈ  પડયું  છે.  બહેતર  છે કે સાડીથી લઈને  ચુડીદાર- કુરતા,  બ્લેઝર,  ડેનિમ-ટી-શર્ટ  કે સ્કર્ટ સુધ્ધાં  સાથે પહેરી  શકાય એવા નાજુક  મંગળસૂત્ર  પર જ પસંદગી  ઉતારવામાં આવે.

જ્વેલરી  ડિઝાઈનરો  પણ  તેમની આ વાત સાથે  સંમત  થતા ંકહે છે કે એ સમય વિતી ગયો    જ્યારે   મહિલાઓ  લાંબા મંગળસૂત્ર  પહેરતી.  આધુનિક  યુવતીઓ  આ પવિત્ર ઘરેણાંનું  માન જાળવી રહી છે, પરંતુ પોતાની મરજી  અને   સમયની  માગને અનુસરીને. તેઓ વધુમાં  કહે  છે કે અમે  પણ  તેમને ગમે એવા સોના-હીરાના  કે પછી રત્નજડિત  પેન્ડન્ટ  બનાવી આપીએ- રાખીએ છીએ.  ઘણી પરિણીતાઓ પોતાના અને પોતાના પતિના નામના  પ્રથમ અક્ષર  ધરાવતાં  પેન્ડન્ટ બનાવડાવે છે.   તો કોઈકને  પ્રેમના  પ્રતિકસમા હૃદયાકારના પેન્ડન્ટ ગમે છે.  કોઈક વળી  ઁ, ગણેશજી,  લક્ષ્મીજી કે કૃષ્ણની  ડિઝાઈનના પેન્ડન્ટ  ગમે  છે.  તેઓ  નાના-નાજુક  મંગળસૂત્રમાં  આ પ્રકારના પેન્ડન્ટ  લગાવડાવવાનું પસંદ કરે છે.  છેલ્લાં કેટલાંક વર્ષથી  આ બદલાવ   સર્વત્ર જોવા મળી રહ્યો છે. 

-  વૈશાલી ઠક્કર