તોફાની સમુદ્રના પાણીને ભૂ કહેવડાવનારી
- રૂપા અને દિલનાની વૈશ્વિક સાગર પરિક્રમાની દિલધડક કહાણી
જ્યારથી મહિલાઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પગભર થવા માંડી ત્યારથી તેમને 'પુરૂષ સમોવડી ' કહેવડાવવાની ચાનક ચડી છે. એવું નથી કે અગાઉ સ્ત્રીઓ નાણાં રળવા ઘરથી બહાર ન નીકળતી. પરંતુ તેની ટકાવારી નજીવી હતી અને છેલ્લાં કેટલાંક વર્ષથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારી યુવતીઓ માત્ર પૈસા ખાતર નહીં, બલ્કે ગૌરવભેર જીવવા તેમ જ 'પુરુષ સમોવડી' કહેવડાવવા નોકરી-વ્યવસાય કરવા લાગી છે. પરંતુ ખરા અર્થમાં પુરૂષોની બરાબરી શી રીતે કરી શકાય કે તેમનાથી ચડિયાતા કેવી રીતે બની શકાય તે બે નેવી (નૌસેના) અધિકારી લેફ્ટનન્ટ કમાંડર રૂપા અને દિલનાએ પુરવાર કરી બતાવ્યું છે. રૂપા એ. અને દિલના કે.એ ગયા વર્ષે બીજી ઓક્ટોબરે શરૂ કરેલી તેમની સાગર પરિક્રમા આ વર્ષની ૨૯મી મેએ સફળતાપૂર્વક પૂરી કરીને ઈતિહાસ રચ્યો છે. લગભગ આઠ મહિનાની અવધિ સુદી ભારતીય જહાજ 'આઈએનએસવી તારણી' પર સવાર આ સાહસિક યુવતીઓ ની જોડીએ સમુદ્રના પહાડ જેટલી ઊંચાઈએ ઉછળતાં મોજાં વચ્ચેથી પોતાની નૌકા માટે માર્ગ કાઢીને અંદાજે ૨૫,૪૦૦ નોટિકલ માઈલ (લગભગ ૫૦,૦૦૦ કિ.મી.) ની યાત્રા કરીને આખી દુનિયામાં ફરી વળી. આ દિલધડક યાત્રા દરમિયાન તેમણે ચાર મહાદ્વીપ , ત્રણ મહાસાગર અને ત્રણ ગ્રેટ કેપ્સ પાર કર્યાં.
'સાગર પરિક્રમા' મિશન હેઠળ કેરળસ્થિત કોઝીકોડેની લેફ્ટનન્ટ કમાંડર દિલના કે. અને પુડ્ડુચેરીની વતની લેફ્ટનન્ટ કમાંડર રૂપા એ. પોતાની સમુદ્રી યાત્રા પૂર્ણ કરીને ગોવા પહોંચી ત્યારે ્ ભારતીય નૌસેનાના મોટા માથાં તેમનું સ્વાગત કરવા ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં. તે વખતે તેમના મોઢામાંથી શબ્દો સરી પડયાં હતાં, હા, અમે એ કરી બતાવ્યું.'
આશ્ચર્યની વાત એ છે કે રૂપા અને દિલનામાંથી કોઈની પશ્વાદ્ભૂ નૌસેનાની નહોતી. રૂપા એક તબક્કે એનસીસી કેડેટ હતી. વર્ષ ૨૦૧૪માં તેને લોજિસ્ટિક ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. તે કહે છે કે ડેસ્ક જોબમાંથી છૂટવા મેં નૌકા હંકારવાનું શરૂ કર્યું. જ્યારે રૂપા વર્ષ ૨૦૧૭માં નૌકાદળમાં આમમન્ટ્ (ચસિચસીહા ) કેડર તરીકે જોડાઈ હતી. તેનું કામ બંદૂકી અને રોકેટ લોંચર્સનું નીરિક્ષણ કરવાનું હતું. સમુદ્રી યાત્રા સાથે તેને કોઈ નાતો નહોતો. તે કહે છે કે મારી બદલી મુંબઈમાં થઈ ત્યારે મેં પહેલી વખત સમુદ્રમાં સફર કરી અને તરત જ તેના પ્રેમમાં પડી ગઈ.
રૂપા અને દિલનાએ કહ્યું હતું કે સાગર પરિક્રમા માટે અમારા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો ત્યાર પછી ત્રણ વર્ષ સુધી અમને આપવામાં આવેલી સઘનતાલીમ દરમિયાન અમે, ૈનૌકા હંકારવાથી લઈને ઓછામાં ઓછા સંસાધનોથી કામ લાવી લેવાનું, કટોકટીની સ્થિતિમાં પોતાને સંભાળવાનું શીખ્યા. આ ત્રણ વર્ષમાં અમને દરેક પ્રકારના પડકારોનો સામનો કરવાનું શીખવવામાં આવ્યું હતું. આ કારણે જ તોફાન અને મોસમના માર દરમિયાન અમે એકમેકને સંભાળી લેતા. દરિયો ખેડવો એટલે અનિશ્ચિતતાઓના વાવાઝોડા સામે ચાલીને કૂદી પડવું. પરંતુ આ સાહસ દરમિયાન અમે અમારી જાતને પારખી અને મજબૂત બનાવી.
પોતાની દિલધડક યાત્રા વખતના એકાદ-બે અનુભવો વર્ણવતા તેઓ કહે છે કે એક વખતઘોર અંધકારમાં નેવિગેશન પેનલ, જીપીએસ, ઓટોપાયલટ અન ેપવનની દિશા સૂચવતું યંત્ર અચાનક બંધ પડી ગયાં. અમે તે વખતે પ્રશાંત મહાસાગરની મધ્યમ હતાં. ઉપર આભ અને નીચે જળ સિવાય અમને કંઈ નજરે નહોતું પડતું. અમને લાગ્યું કે અમે સાગરમાં જ ક્યાંક ખોવાઈ ગયા છીએ જો અમન ેમદદની જરૂર પડત તોય ત્યાં પહોંચચા કોઈને પણ ચારથી પાંચ દિવસ લાગી જાત. પરંતુ ત્રણ કલાકની જહેમતને અંતે અમારી સઘળી મુશ્કેલીઓ પાર પાડી દીધી. આવા સમયને અમે હસીને હળવો કરવાનો પ્રયાસ કરતાં સાતે સાતે ઉજ્જવળ ભાવિના શમણાં જોઈને આત્મવિશ્વાસ અકબંધ રાખતા.
તેઓ અન્ય એક શ્વાસ થંભાવી દેતો અનુભવ જણાવતાં કહે છે કે અમે કેપ હોર્ન ગયા ત્યારની એ પહેલી રાત હતી. કેપ હોર્નને સમુદ્રનું માઉન્ટ એવરેસ્ટ કહેવામાં આવે છે. અહીંની મોસમ સતત બદલાતી રહે છે અને દરિયામાં અવિરત ઉથલપાથલ ચાલતી રહે છે. એવું લાગે જાણે સાગર ઉકળી રહ્યો છે. સાગરનું જળ વોશિંગ મશીનમાં ચાલતા પાણીની જેમ ફરી રહ્યું હતું. નાખી નજર પહોંચે ત્યાં સુધી દૂધ જેવા ધોળા ફીણનું સામ્રાજ્ય હતું. પહાડ જેવડા ંઊંચા મોજા સાથે ઉછળતી અમારી નૌકા પાછી નીચે પટકાતી ત્યારે અમને એવું લાગતું જાણે અમે પર્વતની ટોચ પરથી ખીણમાં ખાબક્યાં છીએ. આવી સ્થિતિમાં અમારી નૌકા એક તરફ ઢળી ગઈ અને બૂમ (પાલનો સળિયો પાણી સાથે ભટકાયો) અમારી સમગ્ર યાત્રા દરમિયાન અમે આટલો તોફાની સમુદ્ર નહોતો જોયો. અમારી તાલીમ દરમિયાન પણ અમને આવો ભયાવહ અનુભવ નહોતો થયો.
જો કે આ સફર દરમિયાન તેમને આજીવન સંભારણા સમાન કેટલાંક અનુભવો પણ થયા ંહતાં. આમાંનું એક સંભારણું એટલે વિશ્વનો દુર્લભ ખગોળીય નઝારો. રૂપા અને દિલના કહે છે કે અમે ર્બસીા-છ૩ નામનો દુર્લભ ધૂમકેતુ જોયો હતો. આ ધૂમકેતુ ૮૦,૦૦૦ વર્ષમાં એક જ વખત દેખા દે છે. અમે આ ચળખતા ધૂમકેતુને લગભગ એક અઠવાડિયા સુધી જોયો અનેઅમારા મોબાઈલમાં તેની તસવીરો પણ લીધી.
રૂપા અને દિલનાની આ સાહસિક-દિલધડક યાત્રાએ ઈતિહાસ રચ્યો છે. તેઓ પુરુષ સમોવડી નહીં, પણ મૂછાળા મર્દો કરતાં પણ બે કદમ આગળ નીકળી ગઈ છે. આ બંને વીરાંગનાઓએ ખરા અર્થમાં સાગરના પાણીને ભૂ કહેવડાવ્યાં છે.