ઘરેણાંની જો વાત કરવામાં આવે તો આપણું ધ્યાન સોના, ચાંદી, હીરા, મોતી અને અન્ય કૃત્રિમ ઘરેણાં પર જાય છે. તેમાં પણ અમુક શોખીન લોકોનો ઝોક સોના અને હીરાના ઘરેણાં તરફ વધારે હોય છે. જો માત્ર સોનાની જ વાત કરો તો ચળકતો પીળો રંગ આંખ સામે આવે છે. જ્યારે મજાની વાત તો એ છે કે ફક્ત સોનાના ઘરેણાં પસંદ કરતા લોકો માટે માર્કેટમાં સફેદ સોનું પણ મળે છે. ના ઼ હા, ચળકતા પીળા સોનાની જેમ જ સફેદ સોનાના ઘરેણાં પણ તમને માર્કેટમાં સરળતાથી મળી જશે. સફેદ સોનું, ચાંદી, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, મેંગેનિઝ અને રેડિયમ ધાતુઓના મિશ્રણથી બનાવાય છે અને આ ધાતુઓના મિશ્રણથી પીળા સોનાનો રંગ સફેદ નજર આવે છે.
આવો જાણીએ કે સફેદ સોનાની કઈ કઈ વસ્તુઓ બજારમાં મળે છે અને આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
- તમે સફેદ કપડા પર સફેદ સોનાની ડિઝાઈનર, પ્લેઈન અથવા હીરાજડિત બંગડીઓ અને વીંટી, ચેઈન અને ડિઝાઈનર પેન્ડન્ટ પહેરી શકો છો.
- સફેદ સોનાનો નેકલેસ, મંગળસૂત્ર, વીંછિયો, બાજુબંધ અને બ્રેસલેટ પણ બનાવી શકો છો.
- સોનાના પીળા અને સફેદ રંગના કોમ્બિનેશનવાળા ઘરેણાં પણ મળી જશે. આજકાલ તો વાઈટ ગોલ્ડ પ્લેટેડ કાર પણ માર્કેટમાં છે.
- અમુક સાઈકલ નિર્માતાઓએ તો વાઈટ ગોલ્ડપ્લેટેડ પીળા અને સફેદ ગોલ્ડના કોમ્બિનેશનવાળી ગોલ્ડ પ્લેટેડ સાઈકલ પણ બનાવી છે.
- અમુક શોખીનોએ તો બૂટ અને ચંપલ પર પણ વાઈટ ગોલ્ટ વાપર્યું છે.
- તમે જો વાઈટ ગોલ્ડના શોખીન છો તો તમે વાઈટ ગોલ્ડની ઘડિયાળ પણ વાપરી શકો છો.
- આજકાલ તો વાઈટ ગોડ કવર અને બોર્ડરવાળા મોબાઈલ ફોન પણ ઉપલબ્ધ છે. સફેદ સોના સાથે ચમકતો સફેદ હીરો પણ ફેશનના રૂપમાં વાપરી શકો છો. એટલે ઘરેણાંનું સોનું તો સફેદ હશે જ, તેમાં જડેલ હીરો પણ સફેદ હશે.
- હીરાના ઘરેણાંમાં વીંટી, કાનના ટોપ્સ, નેકલેસ અને બંગડીઓ વગેરેની ખૂબ માંગ રહે છે. બંગડીઓ પણ હીરા વડે ડિઝાઈન કરાય છે. અમુક શોખીન લોકો કપડાં પર પણ સફેદ સોનાના ઝીણા તાર અને હીરાની એમ્બ્રોઈડરી કરાવે છે.
- વાઈટ ગોલ્ડની ચેઈન, નેકલેસ અને મંગળસૂત્રમાં પણ તમે હીરાજડિત પેન્ડેન્ટનો ઉપયોગ કરી શકો છો.
- સફેદ સોનાની હીરાજડિત પાયલ પણ તમે પહેરી શકો છો.
બ્યુટિ પ્રોડક્સમાં ઉપયોગ -
આ તો થઈ બાહ્ય સુંદરતાને વધારતા ઘરેણાંની વાત પણ પીળા સોનાની જેમ સફેદ સોના અને હીરાનો પણ બ્યુટિ પ્રોડક્ટસમાં ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કે એ પ્રોડક્ટસમાં કેવી ખૂબી હોય છે :
- સફેદ સોનું અને હીરાજડિત કામ અને મોઈશ્ચરાઈઝર લગાવવાથી સ્કિનની ગુણવત્તામાં સુધારો થાય છે અને સ્કિનની ઈમ્યુનિટી વધે છે. સફેદ સોનાનું ફેસિયલ એટલે વાઈટ ગોલ્ડ ફેસિયલ અને હીરાનું ફેસિયલ કરવાથી સ્કિનની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્કિન બેજાન અને મુરઝાયેલી દેખાય છે તે અને તેની કાળાશ પણ દૂર થાય છે. સાથે જ શુષ્ક, ૨ફ અને ખરાબ સ્કિન સ્વસ્થ બને છે.
- વાઈટ ગોડ પેક અને ડાયમંડ પેકથી ખીલ અને સ્કિનના ડાઘા દૂર થાય છે. સ્કિનમાં મજબૂતાઈ આવે છે અને સ્કિન પર આવી ગયેલી ઝલી રેખાઓ દૂર થાય છે. સ્કિન લચીલી અને મૃદુ દેખાય છે. આમ જ સ્કિનની શુષ્કતા દૂર થાય છે. વાઈટ ગોલ્ડ અને ડાયમંડ પેકથી સ્કિન પરના બ્લેકહેડ્રેસ અને વાઈટહેડૂસ દૂર થાય છે અને સ્કિન સાફ, ચમકદાર અને તાજગીસભર દેખાય છે.
વાઈટ ગોલ્ડ અને ડાયમંડના બ્યુટિ પ્રોડકટ્સ નીચે મુજબ છે :
- ડાયમંડ એન્ડ વાઈટ ગોહડ
પીલ ઓફ માસ્ક.
- બીબી ક્રીમ
- નેલપોલિશ
- શેમ્પૂ
- ક્રીમ, મોઈશ્ચરાઈઝર
- સ્કિન અંબર ડાયમંડ ગ્લોઈંગ ફેસપેક
તમે તેમાંથી કોઈપણ બ્યુટિ પ્રોડકટનો ઉપયોગ કરીને તમારી સુંદરતામાં નિખાર લાવી શકો છો.
ડાયમંડ ફેસિયલ
તેને માટે સૌ પ્રથમ ડાયમંડ રિહાઈડ્રેટિંગ ક્લિન્ઝર લગાવી કોટનથી સ્કિન લૂછી લો. તેનાથી સ્કિન પરની મૃત સ્કિન નીકળી જાય છે. પછી પૂરતા પ્રમાણમાં ડાયમંડ મસાજ જેલ લઈને ૨૦ મિનિટ સુધી ચહેરાનો મસાજ કરો. પછી ડાયમંડ ગ્લોઈગ માસ્કનો લેપ ચહેરા પર કરો અને ૧૦-૧૫ મિનિટ સૂકાવા દો. પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો. તેના પછી પૂરતા પ્રમાણમાં બોડી કેર ૨૪ કેરેટ ડાયમંડ સ્કિન સીરમ સ્કિન પર લગાવો અને થોડી મિનિટ પછી ચહેરો લૂછી લો. તમે આ ઉપાય ઘરે કરી શકો છો. છતાં તેમાં વપરાતા પ્રોડકસને ધ્યાનમાં લેતા તેના માટે સૌંદર્ય નિષ્ણાત પાસે જવું વધારે લાભકારી સાબિત થશે
ડિઝાઈનિંગની પદ્ધતિ
હીરાજડિત પેનમાં પેનના ઉપરના ભાગમાં હીરાનું ડિઝાઈનર ટોપ હોય છે.
- મોબાઈલ ફોનની ચારે બાજુ વાઈટ ગોલ્ડ પ્લેટેડ બોર્ડર હોય છે અને તેની પર હીરા જડેલા હોય છે.
- વાઈટ ગોલ્ડ અને હીરાની ઘડિયાળોમાં ઘડિયાળ વાઈટ ગોલ્ડની બનેલી હોય છે. જેમાં ૧ થી ૧૨ સુધીના આંકડાની જગ્યાએ હીરા જડેલા હોય છે.


