પ્રેમપત્રના પ્રથમ પ્રણેતા - રાણી રુકમણી
- અંતર - રક્ષા શુક્લ
તમારા ઘર સુધી આવી
અને ફંટાય છે રસ્તો,
કદી સીધો જતો'તો પણ
હવે વંકાય છે રસ્તો.
અહીંથી ત્યાં સુધી આજે
હવે જન્મોનું અંતર છે
હું તો દોડી શકું પણ શું કરું
ખચકાય છે રસ્તો.
ચરણ મૂક્યા વિના જેની
ઉપર ચાલી શકાતું'તું.
હવે હિજરાય છે, વિસરાય છે
ભૂંસાય છે રસ્તો.
ઘણાયે રાહબર મળશે અને
રસ્તા સ્વયં મળશે.
ચરણ ચાલી શકે ને! ત્યાં સુધી
લઈ જાય છે રસ્તો
અહીં ચાલ્યા જવાના અર્થનો
પર્યાય છે જંગલ.
છતાં પાછા ફરો ને, ત્યાં
સુધી દેખાય છે રસ્તો.
- કુમાર જૈમીની શાી
વિદર્ભની રાજકુમારી દેવી રૂક્મણીના વિવાહ સાથે જોડાયેલી કથા ખરેખર રોચક છે. કૃષ્ણની લીલાઓ તો અપરંપાર છે. એ બાળલીલા હોય કે રાસલીલા. કૃષ્ણ ભલે રાધાને પ્રેમ કરતા હતા પરંતુ પતિ તો તે રુકમણીના જ કહેવાયા. શ્રીમદ્ ભાગવત્ કથાનાં દશમસ્કંધ(ઉત્તરાર્ધ)માં 'રુકમણી હરણ' પ્રસંગ આવે છે જે 'રુકમણી વિવાહ' તરીકે પણ ઉજવાય છે. રુકમણી હરણનું તાત્પર્ય એ ફલિત કરવાનું છે કે 'મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં.દ શુકદેવજી રુકમણી લગ્નની જે કથા કહે છે તેનો ટૂંકસાર આ પ્રમાણે છે.
વિદર્ભદેશના રાજા ભીષ્મકને પાંચ પુત્રો અને એક કન્યા હતી. રાજાનાં મોટા પુત્રનું નામ 'રુકમી' અને કન્યાનું નામ 'રુકમણી' હતું. રુકમણીના માતાનું નામ શુદ્ધમતિ હતું. રુકમણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર હતાં. રુકમણી પાસે જે લોકો આવતા જતાં હતા. તેઓ કૃષ્ણની પ્રશંસા કરતા હતા. એટલે રુકમણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યા. રુકમણી ઉંમરલાયક થયાં. તેની ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી પણ તેનો મોટો ભાઈ રુકમી પોતાની બહેનને શિશુપાળ જેવા દુરાચારી રાજા સાથે પરણાવવા માગતો હતો.
સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર સૌ તેનું બલિદાન આપે એ રુકમણીને મંજુર ન હતું. 'હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જદ તેવા દ્રઢ નિશ્ચય સાથે ખૂબ વિચાર કર્યા બાદ એણે શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલ્યો. સાથે પેલો પત્ર પણ આપ્યો. જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો..! તેમાં જણાવ્યું હતું કે 'હું આપની સાથે જ વિવાહ કરવા માગું છું. લગ્નના દિવસે આપ આવી જશો.
હું પાર્વતીજીના દર્શન કરવા મંદિરે જઈશ ત્યારે મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો.' બ્રાહ્મણ સુદેવે દ્વારિકા પહોંચી શ્રીકૃષ્ણને હાથોહાથ ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચીને શ્રીકૃષ્ણ તૈયાર થઈ ગયા. સારથી દારૂકે રથ તૈયાર કર્યો. બ્રાહ્મણ સુદેવને સાથે લઈ લગ્નના શુભ દિવસે શ્રીકૃષ્ણ રુકમણીના નગરમાં પહોંચ્યા. બ્રાહ્મણે રુકમણી પાસે જઈ કહ્યું,' બેટા, દ્વારિકાનાથને લઈને આવ્યો છું.'
શિશુપાલ અને અન્ય રાજાઓ સભામાં આવી ગયા હતા. દેવી રુકમણી સહેલીઓની સાથે પાર્વતીજીની પૂજા કરવા મંદિરમાં ગયા. પૂજા કર્યા પછી એ મંદિર બહાર નીકળ્યા. શ્રીકૃષ્ણનો રથ તૈયાર જ ઊભો હતો. રુકમણીને લઈ રથ દ્વારિકા તરફ જવા લાગ્યો. શિશુપાળ અને બીજા રાજાઓએ શ્રીકૃષ્ણને રોકી તેની સાથે યુદ્ધ કર્યું. પણ તે હારી થાકીને વિલા મોંએ પાછા ફર્યા. રુકમણીનો ભાઈ રુકમી પણ શ્રીકૃષ્ણની સામે પડયો પણ શ્રીકૃષ્ણે તેને પણ હરાવ્યો અને બંદી બનાવ્યો.
આ સમયે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે રુકમીને છોડાવ્યો. શ્રીકૃષ્ણ, રુકમણી અને બળદેવજી દ્વારિકા પહોંચ્યા. ત્યારબાદ દ્વારિકામાં ધામધૂમથી શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન થયા. શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુકમણીજી મોખરે હતા.
રુકમણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. એક આધુનિક નારીની માફક તેમનામાં વિચારશીલતા અને દ્રઢ નિર્ણયશક્તિ હતા. તેમણે સ્વસ્થચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવન સાથીની પસંદગી કરી. તેનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતી. શ્રીકૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણીયલ ચરિત્ર ઉપસીને સામે આવે છે. રુકમણીના પ્રેમપત્રમાં કેટલું ચાતુર્ય ભર્યું છે ! પોતે કેવા પતિની અપેક્ષા રાખે છે તે રુકમણી જણાવે છે. ભાગવાનું પોતે પસંદ કરતી નથી એ જણાવવામાં તેની રાજનૈતિક બુદ્ધિ છે, કારણકે કદાચ શ્રીકૃષ્ણ જો તેનો અસ્વીકાર કરે તો પોતે ક્યાંયના ન રહે. વળી શ્રીકૃષ્ણના પૌરૂષની પણ એ કસોટી કરવા માગે છે.
આમ આને મુત્સદ્દીગીરી ભર્યો પ્રેમપત્ર કહી શકાય. આવી કોટીના પ્રેમપત્રો બુદ્ધિમાનો જ લખી શકે..! તે કાળમાં પણ માનસશાનો કેટલો ઊંડો અભ્યાસ હશે ..! શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અુત છે ! તેનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્વાસ, પ્રભુશ્રદ્ધા અને એકનિતાનું તેજ છે.
કામાંધ બનેલા રાજવીઓ રુકમણીના ચારિત્રના તેજથી બેભાન બની ગયા હતા. નારી સામર્થ્યને બળ આપવા માટે આજે જ્યારે દુનિયામાં અવાજ ઉઠયો છે. ત્યારે રુકમણીનું ચરિત્ર ઉદાહરણ રૂપ બને છે. રુકમણી વિવાહ એ જીવ સાથે શિવનું મિલન છે. રુકમણીએ શ્રીકૃષ્ણને લખેલ પત્રમાં 'ભુવનસુંદર' એવું સંબોધન કર્યું છે. જેનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાાન, વૈરાગ્ય અને ધર્મ સઘળું છે એવા ભગવાનનું શરણું સ્વીકારવામાં પણ મર્મ છે. રુકમણીએ નિથશ્ચય કર્યો કે ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરીશ તો શ્રીકૃષ્ણને. શિવ પાસે જવા માટે જીવનો આવો દૃઢસંક્લ્પ હોવો જોઈએ.
શ્રીકૃષ્ણના પત્ની રુકમણી હતા પરંતુ રાધા કૃષ્ણના રોમ રોમમાં હતા. એકવાર રુકમણીએ ભોજન પછી કૃષ્ણને દૂધ આપ્યું. દૂધ ગરમ હતું. પણ કૃષ્ણને દૂધ અતિ પ્રિય તો ઝડપથી પીવા ગયા ને દૂધ છલકાયું. કૃષ્ણ દાઝી ગયા. એ પીડાથી બોલી ઉઠયા 'હે રાધેદ. તેના પતિના મોઢાથી રાધાનું નામ સાંભળીને, રુકમણીએ કહ્યું, હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હંમેશાં રાધાનું નામ તમારા મોંમાંથી બહાર આવે છે.
રાધામાં એવું તે શું છે, તમે મારું નામ કદી લેતા નથી ? શ્રીકૃષ્ણ આ પ્રશ્ન સાંભળીને આછા સ્મિત સાથે એટલું જ બોલ્યા તમે રાધાને મળ્યા છો? એ પછી રુક્મણીથી રહેવાયું નહી. અને એ રાધાને મળવા રાધાના મહેલ પહોંચ્યા. રાધાજી પાસે પહોચીને રુકમણી જુએ છે કે તેઓ અત્યંત સુંદર અને તેજસ્વી હતા. રુકમણી તરત રાધાજીના પગમાં પડી જાય છે. એ જ સમયે રુકમણીનું ધ્યાન તેના શરીર પર પડેલા છાલા પર જાય છે ને એ રાધાજીને કારણ પૂછે છે. રાધાજી કહે છે કે 'ગઇકાલે તમે કાન્હાને ગરમ દૂધ પીવા આપેલું અને કાનજી દાઝી ગયા હતા. હું તો એમના હૃદયમાં વાસ કરું છુ. એટલે મને પણ છાલા પડે જ ને !દ કૃષ્ણ-રાધાનું આવું તાદાત્મ્ય અને નિસ્વાર્થ એકત્વ જોઇને રુકમણી નતમસ્તક બન્યા.