Get The App

પહેલું સુખ તે સુદ્યઢ સ્વાસ્થ્ય .

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
પહેલું સુખ તે સુદ્યઢ સ્વાસ્થ્ય                                    . 1 - image

આંખની કાળજી સુધારનારા ફળો

આંખની રોશની  સંબંધી સામાન્ય તકલીફમાં ગાજર ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. ગાજર આંખો માટે ફાયદાકારક છે પરંતુ સાથેસાથે અન્ય ખાદ્યપદાર્થો પણ લાભકારી પુરવાર થયા છે. આપણા ઘણા સુપરફુડ્સમાં વિટામિન અને મિનરલ્સની માત્રા વધુ પ્રમાણમાં સમાયેલી હોય છે. આંખની રોશની અને તેને સ્વસ્થ રાખવામાં માટે ફક્ત વિટામિન ઇ નહીં પરંતુ સાથેસાથે વિટામિન-સી, વિટામિન-ઇ, જિંક અને ઓમેગા-૩ ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. 

લીલીછમ પાંદડાયુક્ત ભાજીઓ

પાલક અને મેથી જેવી પાંદડાયુક્ત ભાજીઓમાં લ્ટૂનિ અનેજેક્સૈંથિન જેવા શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટસ સમાયેલા હોય છે. આ બન્ને પોષક તત્વો આંખના રેટિનામાં પણ હોય છે જે તેને ડિજિટલ સ્ક્રિનમાંથી નીકળતા હાનિકારક બ્લુ લાઇટથી રક્ષણ આપે છે. 

ઇંડા

ઇંડા પ્રોટીનનું એક ઉત્તમ સ્ત્રોત છે. જે આંખ માટે ફાયદાકારક છે. તેની જર્દીમાં સમાયેલ લ્યૂટિન, જેક્સૈંથિન અને જિંકની સારી માત્રા સમાયેલી હોય છે. જિંક આંખની રેટિનાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને તે વિટામિન-એ ને લિવરથી લઇ રેટિના સુધી પહોંચાડવામાં મદદ કરે છે.  જેથી રાતના જોવાની ક્ષમતા બહેતર થાય છે. 

ઓમેગા-૩ ફેૈટી એસિડ

શાકાહારી લોકો ઓમેગા -૩ ફૈટી એસિડ અખરોટ, ચિયા સીડ્સ અથવા અલસીના બિયાંમાંથી મેળવી સકે છ.ે તે આંખને સુકાઇ જવાની સમસ્યાથી રક્ષણ આપે છે. તેના નિયમિત સેવનથી રેટિનાને પોષણ મળે છે અને આંખની રોશની જળવાઇ રહે છે. 

ખાટા ફળ અને સુકામેવા

સંતરા, લીંબુ, અને દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામિન-સીથી ભરપુર હોય છે. જે આંખની રક્ત વાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સુકામેવા જેવા કે અખરોટ, વિટામિન-ઇ અને ઓમેગા-૩ ફૈટી એસિડથી ભરપુર હોય છે. આ બન્ને પોષક તત્વ આંખને ઓક્સીડેટિવ સ્ટ્ર્ેસથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે. 

પાચનક્રિયા માટે સફરજન સાથેનું કોમ્બિનેશન

રોજ સવારે એક સફરજનનું સેવન ફાયદાકારક હોય છે. પરંતુ જો તેની સાથે અન્ય હેલ્ધી ફૂડનો ઉમેરો કરવામાં આવે તો વધુ ફાયદાકારક થાય છે. 

નિયમિત એક સફરજન ખાવ અને ડોકટરથી દૂર રહો તેવી જાણીતી કહેવત પણ છ.ે તેને સ્વાસ્થ્ય માટે સુપરફુડ માનવામાં આવે છે. તેમાં ફાઇબર, વિટામિન અને એન્ટીઓક્સીડન્ટસ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. જે શરીરને ઊર્જા આપવાની સાથેસાથે પાચનક્રિયાને પણ સુધારે છે.પરંતુ સફરજનની સાથેસાથે અન્ય સુપરફુડ્સનું સેવન કરવાથી તે રામબાણ ઇલાજ સમાન પુરવાર થાય છે. 

સફરજન અને પીનટ બટર

સફરજનમાં સમાયેલા ફાઇબર અને પીનટ બટરમાં સમાયેલી સ્વસ્થ ફેટ અને પ્રોટીનનું કોમ્બિનેશન પાચન માટે ફાયદાકારક છે. ફાબિર મલત્યાગને સરળ બનાવે છે, જ્યારે સ્વસ્થ ફૈટ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી કોમ્બિનેશનનું સેવન કરવાથી ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જેથી ઓવરઇટિંગથી બચી શકાય છે. આ ઉપરાંત તે સવારના નાસ્તાને વધુ પોષક કરે છે. 

સફરજન અને દહીં

દહીં પ્રોબાયોટ્કિસનું એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આંતરડામાં સારા બેકટેરિયાને વધારે છે. જ્યારે સફરજન સાથે તેનું સેવન કરવામાં આવે ત્યારે પ્રોબાયોટિક્સ અને સફરજનમાં સમાયેલ ફાઇબરનું એક શક્તિશાળી મિશ્રણ બને છે જે પાચનક્રિયાને સુધારીને કબજિયાતથી રાહત આપે છે. તે પેટના આંતરડા માટે ગુણકારી હોય છે. તેમજ પેટ સાથે જોડાયેલી સામાન્ય સમસ્યાઓથી રાહત આપે છે. 

સફરજન અને ઓટ્સ

ઓટ્સમાં ધુલનશીલ અને અધુલનશીલ બન્ને પ્રકારના ફાઇબર સમાયેલા હોય છે. જે પાચનક્રિયા માટે મહત્વપૂર્ણ છે.સફરજનના ટુકડા સાથે ોટ્સ મેળળીને ખાવાથી એક ફાઇબર-પેક નાસ્તો બની જાય છે. જે ેમળને નરમ બનાવવામાં મદદ કરે છે. જેથી કબજિયાતની તકલીફમાં રાહત થાય છે. આ ઉપરાંત તે શરીરમાં કસ્લેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં સહાયક  હોય છે. 

સફરજન સાથે આ સુપફુડ્સ ખાવાથી પાચનતંત્ર સુધરવાની સાથેસાથે દિવસ દરમિયાન ઊર્જા પણ મળે છે. તેમજ પેટને સ્વસ્થ રાખે છે.

- મીનાક્ષી તિવારી