Get The App

આંખો કરે મનની વાત .

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
આંખો કરે મનની વાત                                    . 1 - image


કોઈ પણ વ્યક્તિની આંખો તેના મનનું દર્પણ હોય છે. જે રજૂઆત મન નથી કરી શકતું  તે  વાતની પ્રસ્તુતી ઘણી વાર આંખો કરી દેતી હોય છે. માનુની માટે પણ તેના નયનોનો શણગાર કરવો જરૂરી છે. આ આંખોના અનોખા શણગારમાં પણ હવે કલર કોસ્મેટિકે કબજો જમાવ્યો છે, પણ સ્થળ અને ઉંમર સાથે તેને  લેવા દેવા છે. આ રહી ટિપ્સ જે તમને તમામથી ડિફરન્ટ લુક્સ આપશે. તમે લાગશો ખૂબસૂરત  અને ટ્રેન્ડી  દરેક રંગમાં તમારી  કામણગારી આંખોના  કામણને ઓર વધારવા માટે માર્કેટમાં  રંગબેરંગી  આઇ  લાઇનર હવે ઉપલબ્ધ છે.

ટીનેજર્સ

ટીનેજર્સ માટે બજારમાં અત્યારે હોટ ફેવરિટ છે. પિન્ક, ઓરેન્જ અને બીજા તમામ રંગ. આ રંગોની આઇ લાઇનર તમને તમારા ગ્પમાં અને સ્કૂલમાં એકદમ અલગ પ્રકારની ઓળખ આપશે. પણ હા, જો-જો ચાલુ સ્કૂલે આ લપેડો સારો નહીં લાગે, પણ પિકનિક અને ફંક્શનમાં તમે જરૂર છવાઈ જશો. કોલેજિયન

કોલેજિયન માટે પણ તેમના હોટ ફેવરિટ ક્લરની આઇ લાઇનર તેમની રાહ જોઈ રહી છે. તેમને કોઈ પણ કલરની આઇ લાઇનર શોભશે. તમે કોઈ પણ કલર આઇ લાઇનર લઈને આંખો પર થોડી જાડી આઇ લાઇનર આંખોની બહારની બાજુ સહેજ ઘોડી કાઢશો તો વળી એકદમ કુલ દેખાશો.

કોર્પોરેટ લુક

નોકરી કે કોઈ અન્ય વ્યવસાય કરતી મહિલાઓ માટે હાલમાં સ્મોકી ગ્રીન કલર ઇન છે.

તે તમારા વ્યક્તિત્વને એકદમ નિખારી દેશે. વળી, હાલમાં તો બ્રાઉન અને પર્પલ કલરમાં પણ તમે ચમકી ઊઠશો. વળી, નોકરીને કારણે ઘણી વાર બે-ત્રણ ક્લાક સુધી તૈયાર થવાનો સમય મળતો નથી. એવા વખતે આ પેન્સિલ આઈ લાઇનર તમને રાહત આપશે.

પાવર

કોઈ પણ પાર્ટી માટે તમારી આંખોની ચમક ગોલ્ડન અને સિલ્વર આઇ લાઇનર વધારશે. પાર્ટીમાં તમે છવાઈ જશો. સાથે તમે સ્ટાર કે નાના સ્ટોન પણ લગાવી શકો. તમારા ડ્રેસને મેચિંગ આઇ લાઇનર તો ખરી જ. આ આઇ લાઇનરનો બીજો એ ફાયદો છે કે તે ફેલાતી નથી. કેરી કરવી ઈઝી છે. ગરમીમાં જેમને પરસેવો થતો હોય તે પા નિશ્ચિત થઈ આ આઇ લાઇનર વાપરી શકે છે. જોઈએ તેટલી કોન્ટિટીમાં લિક્વિડ અને પેન્સિલ- બેઉ પ્રકારની આઇ લાઇનર દરેક રંગમાં બજારમાં અવેલેબલ છે તો સમથિંગ ડિફેન્ટ ક્લેર ટ્રાય કરો.

Tags :