Get The App

સ્તન-સૌંદર્યની ગરિમા .

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
સ્તન-સૌંદર્યની ગરિમા                                    . 1 - image

- માતૃત્વ, સૌંદર્ય અને સેક્સ એમ ત્રિવિધ રીતે મહત્ત્વનાં ઘાટીલાં સ્તનનું અનોખું આકર્ષણ

પોતાના સૌંદર્ય વિશે સભાન એવી યુવતી અવિકસિત સ્તનને કારણે સતત લઘુતાગ્રંથિનો ભોગ બનેલી રહે છે. એના અભ્યાસમાં, પ્રવૃત્તિઓમાં, સંપર્ક-સહચારમાં કે તમામ સામાજિક વ્યવહારોમાં આ લઘુતાગ્રંથિ એને પાછળને પાછળ પાડતી રહે છે. પરિણામ એ કે ધીમે ધીમે જીવતર આખું પોતાની નજરમાં અને પ્રિયજનની નજરમાં ઝેર બની જાય છે.

એક નાની અમથી ઉણપ આખા જીવતરને કેવું ધૂળધાણી કરી નાખે છે? જમાનો ગમે તેટલો બદલાયો હોય, પણ સૌંદર્ય અંગેના ધોરણોમાં ઝોઝો કશો ફરક પડયો નથી. સ્ત્રીને માટે એના સુપુષ્ટ ઉરોજ અદકેરું આકર્ષણ ગણાતા રહ્યા છે અને તેથી અવિકસિત સ્તનની સમસ્યાથી મૂંઝાતી યુવતીઓના સમગ્ર વ્યક્તિત્વ પર આ નાનકડી ખામીની ખતરનાક અસર પડે છે.

પોતાના સૌંદર્ય વિશે સભાન એવી યુવતી અવિકસિત સ્તનને કારણે સતત લઘુતાગ્રંથિનો ભોગ બનેલી રહે છે. એના અભ્યાસમાં, પ્રવૃત્તિઓમાં, સંપર્ક- સહચારમાં કે તમામ સામાજિક વ્યવહારોમાં આ લઘુતાગ્રંથિ એને પાછળને પાછળ પાડતી રહે છે. પરિણામ એ કે ધીમે ધીમે જીવતર આખું પોતાની નજરમાં અને પ્રિયજનની નજરમાં ઝેર બની જાય છે.

વળી સુપુષ્ટ, સુડોળ સ્તનનો અભાવ યુવતીઓને વધુ કઠે એવી આજની સામાજિક પરિસ્થિતિ છે. ફિલ્મો વગેરેમાં સિનેતારિકાઓની આકર્ષક દેહયષ્ટિ સાથે પોતાની તુલના કરી તો પોતાના અભાવનો ઉપચાર કરવાની ધીરજ તેમનામાં રહેતી નથી. અને પરિસ્થિતિ દિનપ્રતિદિન દ્રઢ બને છે. આત્મવિશ્વાસ ઉણો ઉતરે છે અન ેજીવનમાંથી તમામ રસકસ શોષાઈ ચુસાઈ જાય છે.

અવિકસિત સ્તનથી અકળાયા વિના એ અભાવને નિવારવા ધીરજપૂર્વક ઉપચારો કરવા ઘટે. એવા ઉપચારોની અહીં સ્પષ્ટ માહિતી રજૂ કરી છે.

આહારમાં કાળજી 

કૃશ, પાતળા, શિથિલ અને સાવ અવિકસિત સ્તનવાળી યુવતીઓને મોટે ભાગે કબજિયાતની તકલીફ હોય છે. કબજિયાતથી પેટમાં વાયુ થાય છે અને તેનાથી સ્તન સુધી પહોંચતી રસ ધાતુના સ્ત્રોતો સુકાઈ જાય છે એટલે સૌથી પહેલો કબજિયાત દૂર કરવો જોઈએ.

કબજિયાત દૂર થયા પછી આહાર અંગે નીચે પ્રમાણે પૂરી કાળજી લો.

(૧) ભૂખથી ઓછું જરા પણ ન ખાઓ.

(૨) ઉપવાસ કે એકટાણાં ન કરો. 

(૩) મેવા મિઠાઈ, ભાત, બટાટા વગેરેનું સેવન કરો.

(૪) તળેલાં, તીખાં, વાયડાં અને વાસી આહાર દ્રવ્યોનો ઉપયોગ બિલકુલ ન કરો. આવા ખાદ્ય પદાર્થોથી પેટમાં વાયુ વધે છે.

ભરપેટ પ્રસન્નતાથી જમ્યા પછી બપોરે અડધો કલાક કે કલાક આરામ કરો.

પૌષ્ટિક અને ચરબી વધે તેવા ખાદ્યપદાર્થો ભોજનમાં નિયમિતપણે લેવાથી ધીમે ધીમે શારીરિક બંધારણનો વિકાસ થશે અને પરિણામે સ્તન સ્તનયુગમાં પણ ચરબી જમા થતાં એનો આકાર વિકસિત અને પુષ્ટ બનશે. સ્તનમાં દ્રઢતા આવશે.

માલિશનો ઉપચાર

સ્તનના વિકાસમાં ચરબી મહત્ત્વનો ભાગ ભજવે છે. આહારની આદતો બદલી, ખાટાં, ખારાં,તીખાં તળેલાં ખાણાં છોડી પોષ્ટિક આહારની આદત પાડયા પછી પણ સ્તનના ઝડપી વિકાસ માટે માલિશ ખૂબ મદદરૂપ નીવડી રહે છે. માલિશથી સ્તનનાં રૃંધાઈ કે સુકાઈ ગયેલા સ્ત્રોતો ફરી વહેતા થાય છે અને ફરી રસધાતુ સ્તન સુધી સુયોગ્ય પ્રમાણમાં પહોંચતાં સ્તનના કોષો પુષ્ટ બને છે. માલિશ માટે તલનું તેલ ઉત્તમ ગણાય છે, પરંતુ એ સિવાય ઓલિવ ઓઇલ કે કોઈ પણ સારું ચીકાશવાળું ક્રિમ ઉપયોગમાં લઈ શકાય છે.

કૃશ સ્તનોને માલિશથી પોષણ મળી રહે છે, માલિશ માટે નીચે દર્શાવેલી રીત અજમાવો :

(૧) આંગળીના ટેરવા વડે, ઉપર દર્શાવેલા કોઈ તેલ કે ક્રીમ વડે સ્તન ઉપર ગોળાકારે એક હાથે અગર તો બંને હાથે ધીમે ધીમે માલિશ કરવી.

(૨) સ્તન ઉપર તેલ કે ક્રિમ બરાબર લગાવી આંગળા વડે સ્તનમાં કંપન પેદા કરો. ધીરજ હોય તો શક્ય એટલો લાંબો સમય આવી ધૂ્રજારી પેદા કરો, આનાથી જડ થઈ ગંઠાઈ ગયેલી ગ્રંથિઓ ફરી જીવંત અને ચેતનવંતી બનશે. પાંચ મિનિટ તો અવશ્ય આવા કંપનમાં ગાળવી.

(૩) ત્યારબાદ હથેળી, આંગળા અને અંગૂઠાની મદદથી સ્તનના સમગ્ર ભાગને ધીમે  ધીમે દબાવો અને તેલ અંદર ઉતરે તે રીતે ધીમે હાથે ઘસીને માલિશ કરો.

(૪) ત્યાર બાદ આંગળાં અને અંગૂઠા વચ્ચે સ્તનના માંસલ ભાગને પકડીને ચીમટા ભરો. સહન થાય તેટલા જોરથી આવા ચીમટા ભર્યા કરો.

(૫) સ્તન ઉપર તેલ લગાડયા પછી હાથના આંગળાં વડે સ્તનને થપથપાવો.

વરાળનો પ્રયોગ

માલિશ પછી છાતી ઉપર વરાળ લેવાથી સ્તનવૃદ્ધિમાં સારો ફાયદો થાય છે. એક નાની તપેલીમાં પાણી ઉકાળો એને આછા તાપવાળી સગડી પર રાખીને એક નાના સ્ટૂલ ઉપર તમારી ઊંચાઈને અનુરૂપ રીતે ગોઠવો. ખુરશી પર બેસી, કમરે વાંકા વળી, બંને સ્તન ઉપર વરાળ લો. પીઠ ઉપર ચાદર કે બ્લેન્કેટ લપેટેલાં રાખો, જેથી વરાળ બહાર નીકળી ન જાય.

અવિકસિત સ્તનની સમસ્યાનો ઉકેલ

ગંઠાઈ ગયેલી ગ્રંથિઓમાં ફરી નવી તાજગી આણવા વરાળનો આ પ્રયોગ, માલિશની સાથે કરવાથી ખૂબ ફાયદો થાય છે.

આહાર અને માલિશની સાથે વ્યાયામ પણ સ્તનવિકાસમાં ખૂબ લાભદાયી નિવડે છે.

ઉપયોગી કસરતો

કસરતો ભૂખ્યા પેટે નિયમિત રીતે કરવી જોઈએ. સ્તનના વિકાસ માટે વારસાગત કારણો અને તે ઉપરાંત ગળાના ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિમાંથી ઝરતા સ્ત્રાવો જવાબદાર છે. ઘણી વખત છાતીના સ્નાયુઓનું વારંવાર  ખેંચાણ કરવાથી અને  તે સ્નાયુઓના કોષોને પૂરતું પોષણ આપવાથી સ્તનના સ્નાયુઓનો વિકાસ થાય છે. તે માટે જરૂરી કસરતો આ પ્રમાણે છે.

(૧) બંને પગ વચ્ચે છ ઇંચનું અંતર રાખી સીધા ઊભા રહો. ત્યાર પછી બંને હાથ કમર પાછળ રાખી આંગળાઓના અંકોડા ભેરવી દો. હવે કમરમાંથી પાછળના ભાગમાં વળો. આ સ્થિતિમાં દસ સેકંડ રહી ધીરે ધીરે પાછા મૂળ સ્થિતિમાં આવો. આ પ્રમાણે દસ આવર્તન કરવા.

(૨) તે પછી ઉપર બતાવ્યા પ્રમાણે ઊભા રહી આગળની તરફ વળો અને માથું ઢીંચણને અડકાડો. આ પ્રમાણે પણ દસ આવર્તનો કરો.

આ બંને કસરતો બેઠા બેઠા પણ કરી શકાય.

(૩) મત્સ્યાસન : પદ્માસનમાં બેસો, ડાબો પગ જમણી સાથળ ઉપર અને જમણો પગ ડાબી સાથળ ઉપર મૂકો. ત્યાર પછી સીધા જમીન ઉપર સૂઈ જાઓ. હવે બંને હાથના ટેકા વડે ખભા અને કમરમાંથી ઊભા થઈ માથું જમીન પર ટેકવો. આ આસન એકથી પાંચ મિનિટ સુધી કરવું. આ આસન કરવાથી થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવો નિયમિત થાય છે. અને છાતીના સ્નાયુઓ ખેંચાવાથી સ્તનના  સ્નાયુઓના કોષોને વધુ પોષણ મળી રહે છે. સ્તન વિકાસ પામે છે. (૪) ધનુરાસન : જમીન ઉપર પેટ પર સૂઈ જાઓ. દાઢી જમીનને અડકેલી રાખો. ત્યાર પછી બંને પગ  ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટી બંને હાથ વડે પકડી લો. ત્યાર પછી બંને નાસિકા દ્વારા શ્વાસ અંદર લઈ પગ તથા હાથને વિરુદ્ધ દિશામાં ખેંચવાથી માથું ઢીંચણ સુધીના પગ અધ્ધર થશે. આ આસનના અભ્યાસથી સ્તનના સ્નાયુઓનું વિસ્તરણ થાય છે અને તેનો વિકાસ થાય છે.

મસાજપંપ

સ્તનના વિકાસમાં કેટલાંક બાહ્ય ઉપકરણો પણ ઉપયોગી થઈ પડે છે. આ સાધન છે વેક્યુમ મસાજ  પંપ, આ પંપનું નામ ઘણું જાણીતું છે. અને ઘણી સ્ત્રીઓ તેનો ઉપયોગ કરવા ઇચ્છતી હોય છે. આ પંપનો વ્યવસ્થિત અને નિયમિત રીતે ઉપયોગ કરવાથી અવિકસિત સ્તનોનો વિકાસ થાય છે અન ેતે સુદ્રઢ અને સુડોળ બને છે. આવો પંપ કોઈ પણ દવાવાળાને ત્યાં મળે છે.

આ પંપમાં એક છેડે કાચનો પ્યાલો જે સ્તનના આકારનો જ હોય છે. જ્યારે બીજે છેડે પમ્પ હોય છે. અને પંપને જોડતી એક નળી તેમની વચ્ચે હોય છે અને મધ્યમમાં હવા કાઢી નાખવા માટે એક ચાકી હોય છે.

પંપનો ઉપયોગ

પંપનો ઉપયોગ શરૂ કરતા પહેલાં એક સ્વચ્છ નેપકીન વડે બંને સ્તનોને બેથી ત્રણ મિનિટ સુધી ભાર દઈ લૂછી નાખવા, મેલ, કચરો કે પરસેવો ન રહે તે રીતે બંને સ્તન સ્વચ્છ કર્યા પછી કાચના પ્યાલાને બરાબર એક સ્તન પર ગોઠવો. સ્તન પ્યાલામાં પૂરેપૂરા ગોઠવાઈ ગયો છે કે તેની ચકાસણી કરો. હવે એક સાથે સ્ક્રૂચાકી બરાબર ટાઇટ કરો જેથી હવા ન નીકળી જાય.

હવે સ્તન ઉપર ગોઠવેલા પ્યાલાને એક હાથે બરાબર પકડી રાખી બીજા હાથના આંગળા વડે પંપ દ્વારા હવા ભરો. જેમ જેમ પ્યાલામાં હવા ભરાતી જશે તેમ તેમ સ્તનના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થશે. હવાના દબાણથી ઉદ્ભવેલા આ ખેંચાણના કારણે સ્તનના સ્નાયુઓમાં લોહીના ભ્રમણમાં વેગ આવશે. એથી સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા, ચેતના અને કાર્યશક્તિમાં વધારો થશે અને સ્તનના વિકાસની પ્રક્રિયા ઝડપી બનતાં સ્તન ભરાવદાર અને દ્રઢ થવા લાગશે. 

પ્યાલામાં હવા ભરીને બે મિનિટ રહેવા દઈ પછી ઢીલો કરી હવા છોડી દો. હવે સ્તન ઉપરથી પ્યાલો ઉઠાવી લો અને હળવા હાથે સ્તનના સ્નાયુઓ પર ગોળાકારે મસાજ કરો. આ જ પ્રમાણેની આખીયે પ્રક્રિયા બીજા સ્તન પર અજમાવો. ફરી પાછા પહેલાં સ્તન ઉપર આવો. આ રીતે વારાફરતી બંને સ્તન પર બારથી પંદર મિનિટ સુધી કરો. પંપના ઉપયોગ પછી હળવા હાથે સ્તનના સ્નાયુઓ પર મસાજ કરવાનું ભૂલવું નહીં. કારણ કે મસાજ કરવાથી લોહીનું ભ્રમણ વ્યવસ્થિત અન ેવેગીલું બને છે. 

આ તમામ પ્રયોગો ખૂબ ધીરજપૂર્વક કરવા જોઈએ. ઉતાવળે આંબા પાકતા નથી. એ કહેવત સતત યાદ રાખી પ્રયોગો ખંતથી કરવા જોઈએ. આહાર, મસાજ, વ્યાયામથી અવિકસિત સ્તનની સમસ્યાને અચૂક દૂર કરી શકાશે.