Get The App

ઊકળાટમાં ઊઘાડે માથે ફરવાનું જોખમ અને ઉપાય .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ઊકળાટમાં ઊઘાડે માથે ફરવાનું જોખમ અને ઉપાય                         . 1 - image


- તડકામાં ફરવા કરતાં સાંજે ઘરની બહાર નીકળો. એ સમયનું વાતાવરણ વધુ રોમેન્ટિક પણ હશે. સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી તડકાનાં કિરણો સૌથી વધુ સ્ટ્રૉન્ગ અને હાનિકારક હોય છે.

મૉડલ, એક્ટ્રેસ, સ્પોર્ટ-પર્સન હોય કે પછી સામાન્ય લોકો બધા જ સૂર્યના હાનિકારક કિરણોનું રિસ્ક લે છે અને એ પણ બધું જાણતા હોવા છતાં. મેડિકલ એક્સપોર્ટો સલાહો આપતા રહે તો પણ લોકો એેને ફૉલો નથી કરતા અને ત્યાર બાદ ખરાબ થયેલી સ્કિન માટે ઉપાયો શોધે છે, પરંતુ જો પહેલેથી જ પ્રિકોશન લેવામાં આવે તો સૂર્યનાં હાનિકારક કિરણોથી ત્વચાને રક્ષણ આપી શકાય છે.

સૂર્યનાં હાનિકારક કિરણો અને હીટના સંપર્કમાં આવવાથી ત્વચાને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. ત્વચા કાળી પડવી, બળતરા થવી, લાલ ચાંઠા પડવા અને બળી જવી. આ રિસ્ક તો છે જ, પણ જો અલ્ટ્રાવાયોલેટ કિરણોને જો વધુ વાર સુધી નજરઅંદાજ કરવામાં આવે તો સ્કિન-કેન્સર કે ચામડીના બીજા રોગો થવાની પણ શક્યતાઓ વધી જાય છે. ફક્ત ત્વચા જ નહીં, ઓવરઓલ શરીર માટે પણ વધુ પડતો તડકો હાનિકારક હોય છે. વધુ તડકાને કારણે માથું દુખવું, વાળનો રંગ ઝાંખો થઈ જવો, વાળ બટકણા થવા, લૂ લાગવી જેવી તકલીફો થઈ શકે છે.

સારામાં સારા ડૉક્ટરો પણ સનસ્ક્રીન કે એન્ટિ-ટેન લોશન લગાવવાની સાથે બીજા ઉપાયો કરવાની સલાહ આપે છે. આ ઉપાયો સરળ હોવાની સાથે અપનાવી શકાય એવા પણ હોય છે.

ટોપી પહેરો કે છત્રી રાખો

આખા શરીરને સૂર્યના તાપથી બચાવવા માટે છત્રી વાપરો. ઘણા લોકોને તડકામાં છત્રી વાપરતી વખતે એવું લાગતું હોય છે કે લોકો શું કહેશે, પણ તેમનું વિચારવાનું છોડો અને તમારી સ્કિન અને હેલ્થ માટે શું સારું છે એ કરો. હકીકતમાં તો હંમેશાં છત્રી લઈને જ તડકામાં નીકળવાથી વાળ ડૅમેજ થતાં અટકશે અને સફેદ નહીં થાય. હૅટ પણ વાળની સાથે સ્કિનને પ્રોટેક્ટ કરે છે, પણ આ હૅટ લૂઝ હોવી જોઈએ જેથી વાળમાં પરસેવો ન થાય. જો હૅટ નહીં તો સાદી કૅપ પણ પહેરી શકાય.

સનસ્ક્રીન લગાવો

ઘરની બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો, પણ એ તમે બહાર જવાની ૨૦ મિનિટ પહેલાં લગાવો એ જરૂરી છે જેથી લોશન સ્કિનમાં અંદર ઊતરીને એને વધારે પ્રોટેક્ટ કરે. ટ્રાવેલ કરતી વખતે સનસ્ક્રીન સાથે જ રાખો જેથી બીજી વાર લગાવવામાં કામ  આઓવે. એટલું યાદ રાખવું કે સનસ્ક્રીન સ્કિનને કાળી પડતાં અટકાવે છે, પણ કૅન્સર કે સૂર્યનાં કિરણોને લીધે થતા ત્વચાના બીજા રોગોને રોકવામાં સમર્થ નથી.

તડકામાં ફરવા કરતાં સાંજે ઘરની બહાર નીકળો. એ સમયનું વાતાવરણ વધુ રોમેન્ટિક પણ હશે. સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી તડકાનાં કિરણો સૌથી વધુ સ્ટ્રૉન્ગ અને હાનિકારક હોય છે.

દિવસ દરમ્યાન ચા-કૉફી કરતાં પાણી અને ફ્રૂટ-જૂસ પીઓ. ધ્યાનમાં રાખો કે ચા અને કૉફી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડવામાં કારણભૂત છે. એ ઉપરાંત યોગ્ય પ્રમાણમાં જમણ અને સાથે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાં પણ જરૂરી છે.

Tags :