છેલ્લા કેટલાક સમયથી રેડ કાર્પેટથી લઈને બ્રંચ પાર્ટીઓ સુધી હેર બોની ફેશન પૂરબહારમાં ખિલેલી દેખાય છે. હોલીવૂડ સેલિબ્રિટીઓ સુધ્ધાં વાળમાં હેર બૉ લગાવીને ઈતરાતી ફરે છે. ચાહે તે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેથરીન હોય, દુઆ લિપા હોય, ઝેન્ડાયા હોય કે પછી બોલીવૂડની સુંદરી આલિયા ભટ્ટ.
હેરસ્ટાઈલિસ્ટો કહે છે કે હેર બૉ ફેમિનોઈન અને રોમાન્ટિક લાગે છે. એક તબક્કે આ સ્ટાઈલ અત્યાધુનિક ગણાતી. કહેવાનો અર્થ એ છે કે ૯૦ના દશકમાં હિન્દી ફિલ્મોદ્યોગની ટોચની અભિનેેત્રીઓ શ્રીદેવી, દિવ્યા ભારતી, જૂહી ચાવલાએ હેર બૉ પહેરીને સામાન્ય યુવતીઓમાં પણ આ હેરએક્સેસરી પ્રિય બનાવી હતી. તેઓ વધુમાં કહે છે કે હેર બૉ સદાબહાર દેખાય છે. તે વાળમાં લગાવ્યા પછી જે તે માનુની આત્મવિશ્વાસુ લાગે છે. જુવાનજોધ સુંદરીઓને પણ એવું લાગે જાણે તેઓ તરૂણાવસ્થામાં કે કોલેજ કાળમાં આવી ગઈ હોય.
હવે હેર બોશી રીતે લગાવી તેની વાત કરીએ તો તે લો પોની, હાફ-અપ-ડાઉન સ્ટાઈલ તેમ જ ઊંચી પોનીમાં પણ લગાવી શકાય.
જો તમે વાલને ગરદન પાસેથી બાંધવા માગતા હો તો પ્રિન્ટેડ અથવા સિકવન્ડ સ્ટાઈલમાં બનાવેલી હેર બૉ લગાવો. જો તમારા વાળ લાંબા હોય તો લાંબી પૂંછડીવાળી હેર બૉ લગાવો. અને જો તમારા ક વાળ ટૂંકા હોય તો નાની પૂંછડીવાલી હેર બૉથી કેશ સજાવો. કહેવાનો અર્થ એ છેકે હેર બૉના લટકતાં છેડા તમારા વાળ કરતાં વધુ લાંબા ન હોવા જોઈએ.
જો હાફ-અપ હાફ-ડાઉન સ્ટાઈલ, જેને આપણે સામાન્ય રીતે હાફ પોની તરીકે ઓળખીએ છીએ તેમાં હેર બૉ લગાવવી હોય તો તેમાં નાની-મોટી બંને પ્રકારની પૂંછડીવાળી સારી લાગશે. તમે તમારા પોશાકને મેચ કરતી હેર ાબૅ પણ લગાવી શકો.
હા, ઊંચી પોનીટેલમાં શાટિનની લાંબી રિબિન સરસ લાગશે. તેમાંય તમારા પોશાકને મેચ થતી શાટિનની લાંબી રિબિનને બૉ સ્ટાઈલમાં બાંધ્યા પછી તેના બંને છેડા પોનીની આજુબાજુ લટકતાં મૂકી દો.
અન્ય એક હેરસ્ટાઈલિસ્ટ કહે છે કે જરૂરી નથી કે તમે મેચિંગ હેર બૉ જ લગાવો. તમે ચાહો તો તમારા પરિધાનથી તદ્ન વિરોધા-ભાસી રંગની, પ્લેન ડ્રેસ સાથે પ્રિન્ટેડ હેર બૉ, પ્રિન્ટેડ વસ્ત્રો સાથે પ્લેન હેર બૉ, ખાસ પ્રસંગે સિકવન્સ વર્ક કરેલી હેર બોનો શણગાર કરી શકો.


