- આપણું નેશનલ ફ્ટ કેરી શેકી નાખતી ગરમીમાં ઠંડક આપી શરીરનું તાપમાન જાળવનારુ ઉનાળાનું શ્રે ફળ છે
દરેક તુમાં શરીરને જોઈતાં પોષક તત્વો મળી રહે એવાં ફળ એ જ તુમાં ઉપલબ્ધ થાય એ કુદરતની કરામત છે.એ મુજબ ઉનાળાનાં ફળોમાં એક અૂત ફળ કેરી છે.જે કાચી તથા પાકેલી એમ બન્ને સ્વરુપે ખાવી સૌને ગમે.અલબત્ત બન્ને અવસ્થામાંની કેરીને ખાવાની રીત અલગ અલગ છે, બન્નેના સ્વાદ અને લહેજત અલગ અલગ છે તો બન્નેનાં પોષક તત્વોમાં પણ ફરક છે.કેરી પાકેલી હોય તો મીઠી અને કાચી હોય તો ખાટી એ મુખ્ય તફાવત દર્શક ગુણ છે.પાકી કેરીને ફળોના રાજાનું બિરુદ મળ્યું છે તો કાચી કેરી ખરેખર તો પોષક તત્વોનો ભંડાર છે.તેની કેટલીક જાતોમાં તો પાકી કરતાં કાચીમાં ફાઈબર અને વિટામીન સી વધુ પ્રમાણમાં હોય છે.
આપણા દેશમાં જેટલા પ્રદેશ એટલી કેરીની જાત એવી સ્થિતિ છે.એમાંય પણ બારમાસી તરીકે ઓળખાતી બારે માસ મળે એવી પણ એક જાત છે.પરંતુ મોટા ભાગની જાણીતી જાત ઉનાળામાં તૈયાર થાય છે.કેરીની વિશેષતા છે કે ઉનાળામાં તો વિવિધ રીતે એને ખાઈ શકાય છે તે ઉપરાંત અનેક પ્રકારનાં અથાણાં,છૂંદા, મુરબ્બા એમ ઘણા બધા સ્વરુપે તે આખું વર્ષ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
ઉનાળામાં રોજિંદ આહારમાં કાચી કેરીનો વિવિધ સ્વરુપે સમાવેશ કરવામાં આવે તો ભોજન વધુ રુચિકર, સ્વાદિષ્ટ અને પથ્ય બને છે. ચટણી, મરચુંમીઠાવાળું તેનુ કચુંબર,ગાળ- જીરું, મરચાં પાવડર નાખેલો ડુંગળી સાથેનો તેનો છુંદો,કેરીના ટુકડા બાફી બનાવેલું મસાલેદાર બફાણું (કામચલાઉ અથાણું)વઘાર કરેલો છુંદો, બાફલો કે દાળશાકમાં ખટાશ તરીકે એમ અનેક રીતે કાચી કેરી રોજિંદા આહારમાં લઈ શકાય.
અસહ્ય ગરમીમાં લીલાં શાકભાજી ઝાઝાં મળતાં ન હોય, અતિશય ગરમીમાં જમવાની ઈચ્છા ન થાય એ સ્થિતિમાં કાચી કેરી શાકભાજીનો વિકલ્પ બનવા સાથે ભોજનને વધુ રુચિકર,સ્વાદિષ્ટ બનાવે છે એ સાથે તેના આરોગ્યવર્ધક લાભ પણ અનેક છે જે અછડતી નજરે જોઈએ તો આ પ્રમાણે છેત
(૧) પાચનતંત્રને સક્રિય કરે છે : મંદાગ્નિને કારણે ભૂખ મરી જાય,જમવાની ઈચ્છા ન થાય ત્યારે કોઈ પણ રીતે કાચી કેરી ખાવાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને ભૂખ ઊઘડે છે.
(૨) એન્ઝાઈમ્સ : કાચી કેરીમાં વિવિધ એન્ઝાઈમ્સ(પાચક રસ)હોય છે.જે ખોરાકમાંના પ્રોટિનનું વિઘટન કરી(તોડી) તેને પચવાને યોગ્ય બનાવે છે.આ રીતે તે મંદ પાચનક્રિયાને સુધારે છે.
(૩) એસિડિટી અને હાર્ટબર્ન : મધ અને નમક સાથે કાચી કેરીનું સેવન અપચો તથા મોનગ સિકનેસ (સગર્ભા ીને સવારે કે દિવસ દરમિયાન થતી ઊબકા કે ઊલટીની તકલીફ)માં રાહત આપે છે. અપચો દૂર થતાં એસિડિટી અને છાતીનીબળતરામાં રાહત મળે છે.
(૪) આંતરડાંની કામગીરીનું નિયમન : કાચી કેરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબરઅને પેક્ટિન(ગુંદર જેવું ઘટ્ટ તત્વ) હોય છે.જે આંતરડાંની ક્રિયા(હલનચલન)ને વ્યવસ્થિત કરે છે લૂ સામે રક્ષણથકાચી કેરીને બાફી તેનો ગર કાઢી તેમાં જીરું,મરી અને સંચળ નાખી બનાવેલું શરબત ગ્રિષ્મની ગરમીમાં લાગેલી લૂ(હીટસ્ટ્રોક) સામેનો રામબાણ ઈલાજ છે.તેનાથી ડિહાઈડ્રેશન(શરીરમાંથી પાણી ઘટવું)અટકે છે અનેશરીરને ઠંડક મળે છે.આ સિવાય કાચીકેરી પર નમક લગાવીને કે તેની ચટણીખાવાથી પણ ગરમીથી તાત્કાલિક રાહત મળે છે.
(૫) ઈલેક્ટ્રોલાઈટસની આપૂત : શરીરમાં પાણીનું સંતુલન જાળવવાનું તથા સ્નાયુઓ અને ચેતા(નર્વઝ)નું કાર્ય ઈલેક્ટ્રોલાઈટસ(વીજદ્રાવણ અથવા શરીરમાં વીજળી ઉત્પન્ન કરતા ક્ષારો) સંભાળે છે. કાળઝાળ ગરમીમાં ઈલેક્ટ્રોલાઈટસ નાશ પામે છે. તેનું પ્રમાણ ઘટતાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. પન્ના તરીકે પણ જાણીતો કાચી કેરીનો બાફલો નાશ પામેલા ઈલેક્ટ્રોલાઈટસના સ્થાને નવા આવે તેમાં સહાય કરે છે.
(૬) વિટામીન સી નો ભંડાર : મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક વિટામીન સી કાચી કેરીમાં વિપુલ માત્રામાં હોય છે.વિટામીન સી વિવિધ પ્રકારનાં ઈન્ફેકશનનો નાશ કરવામાં સહાય કરે છે અને કોલેજન નામક પ્રોટીનનું ઉત્પાદન વધારે છે. આ એજ પ્રોટિન છે જે ત્વચાને યુવાન અને કરચલી મુક્ત રાખે છે.
(૭) લિવર માટે સ્વાસ્થ્યવર્ધક લિવર (યકૃત)માં પિત્તનું ઉત્પાદન થાય છે. કાચી કેરીમાંના એસિડ્સ પિત્તના ઉત્પાદનને વેગ આપે છે.પરિણામે લિવર સ્વચ્છ રહે છે તથા ચરબી(ફેટ) પચવામાં મદદ કરે છે.આપણી ઈન્ટરનલ ફિલ્ટરેશન સિસ્ટમ તરીકે કિડની કામ કરે છે.તે લોહી તથા ખોરાક, પીણાં કે દવાઓ દ્વારા શરીરમાં દાખલ થયેલા અન્ય કચરાને ગાળવાનુંકાર્ય કરે છે.આ વિષારી તત્વ દૂર કરવામાં કાચી કેરીના એસિડ્સ સહાય કરે છે.આ રીતે શરીરના ડિટોક્સિફિકેશનમાં કાચી કેરી ઉપયોગી છે.
(૮) ઓરલ હેલ્થ : દાંત અને પેઢાંના સ્વાસ્થ્ય અને એકંદર મુખશુદ્ધિ માટે કાચી કેરી ગુણકારી છે.કેરીની ખટાશથી વધુ પ્રમાણમાં લાળ પેદા થાય છે.જ્યારે તેમાંનું વિટામીન સી પેઢાંને સોજા તથા સ્કર્વી(શીતાદ)થી બચાવે છે. વિટામીન સીની ગંભીર ઉણપથી સ્કર્વી રોગ થાય છે.જેથી પેઢાંમાંથી લોહી નીકળવું,ત્વચા પર ડાઘ,અશકિત,સાંધાનો દુથખાવો અને ન રુઝાય તેવા ઘા જેવી સમસ્યા થઈ શકે છે.બાળકોમાં આ રોગને બાર્લાનો રોગ પણ કહેવાય છે. કેરીનો બેક્ટેરિયા વિરોધી ગુણ મોંમાંના હાનિ કરે તેવા બેક્ટેરિયાનો નાશ કરે છે. ખાસ ધ્યાન રહે કે કાચી કેરી ખાધા પછી કોગળા કરી મોં બરાબર સાફ કરવું.કેમકે મોંમાં રહી ગયેલી કેરીની વધુ માત્રામાંની ખટાશ દાંત પરના એનેમલ(દંતવલ્ક)ના પડને નુકસાન કરી શકે છે.
(૯) વજન ઘટાડો : અનિયમીત અને અનિયંત્રિત જીવનશૈલી તથા જંક ફૂડ, ફાસ્ટફૂડના જમાનામાં શરીરની મેદસ્વિતા અને એ ચરબીના થર કેમ ઉતારવા એની સમસ્યા નવી નથી. વજન ધટાડવા લોકો જિમ,વેલનેસ સેન્ટરોમાં પરસેવો પાડે અને પાણીની જેમ પૈસા ખર્ચે ત્યારે કેરી એમાં સહાયરુપ બને એ પણ એક આશીર્વાદરુપ છે.
કેરીમાં ઓછી કેલેરી અને ફાઈબર હોય છે.ફાઈબર ભૂખ ઘડાટવા સાથે તૃપ્તિનો અનુભવ કરાવે છે.પરિણામે,જરુર વગર ખાધે રાખવાની વૃત્તિથી વ્યક્તિ બચે છે. આમ, વજન ઘટાડવામાં કેરી ઉપયોગી છે.
(૧૦) મોસમી રોગ સામે રક્ષણ : કેરીમાં રહેલા વિટામીન સી,એ,ઈ અને બીટા કેરોટીન એન્ટીઓક્સિડન્ટથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.કાચી કેરી રોજ ખાવાથી મોસમી રોગોથી બચી શકાય. લૂ ઝરતી ગરમીમાં શરીરનું તાપમાન વધે ત્યારે નર્વસનેસ,બેચેની,બેભાન થવા જેવી તકલીફ થાય છે.કાચી કેરી શરીરને ઠંડક આપી શરીરનું તાપમાન જાળવે છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ઉનાળાનું શ્રે ફળ કેરી છે. અમાસની રાતે આકાશમાં ટમટમતા તારાની અગણિત સંખ્યા જોઈ ધગણ્યા ગણાય નહીં વિણ્યા વિણાય નહીંધનો જે અહોભાવ તારાઓ માટે જાગે એવું જ કંઈક કાચી કેરીના ગુણધર્મ બાબતે છે.તેના અનેક આરોગ્યવર્ધક ફાયદા છે. વળી,સૌને પરવડે એ કિંમતે કાચી અને પાકી એમ બન્ને સ્વરુપે સહેલાઈથી મળી રહેતી અનેક જાતની કેરી ગ્રામ્ય અને શહેરી લોકોમાં અત્યંત પ્રિય એવું અમૃત ફળ છે.
ઘણા ઓછાને ખબર હશે કે આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે.ત્યારે,સ્વાદની બાબતે લહેરીલાલા ગુજરાતીના ભાણામાં કાચી કે પાકી કેરીની એકાદ આઈટમ પણ હોય ત્યારે તેને ભયો ભયોનો સંતોષ થાય તે સ્વાભાવિક છે!
- મહેશ ભટ્ટ


