Get The App

ત્વચા-વાળના સૌંદર્ય માટે કૉલાજન સપ્લીમેન્ટ્સ લેવાની ઘેલછા

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
ત્વચા-વાળના સૌંદર્ય માટે કૉલાજન સપ્લીમેન્ટ્સ લેવાની ઘેલછા 1 - image


- સોશ્યલ મીડિયા-સેલિબ્રિટીઓનું નવું ગતકડું

સુંદર  દેખાવા માટે સ્ત્રીઓને  જે નુસખા  અજમાવવાનું  કહેવામાં આવે તેનો અમલ કરવા તૈયાર થઈ જાય.  અને  કાંતિવાન ત્વચા તેમ જ  રેશમ  જેવા સુંવાળા વાળ  આકર્ષક  દેખાવામાં સૌથી મહત્ત્વનો  ભાગ ભજવે છે. અલબત્ત, સૌંદર્ય  નિખારવામાં કંઈ ખોટું   નથી.  પરંતુ  તેના માટે આંધળુકિયા  કરવા, અક્કલને હૉંસિયામાં  ધકેલીને સેલિબ્રિટીઓને  અનુસરવું  કેટલું યોગ્ય ગણાય? છેલ્લાં  કેટલાંક સમયથી  ત્વચા અને વાળના  રખોપાં  કરવા માટે લેવામાં આવતી  કોલેજન સપ્લીમેન્ટ્સ  આવું જ એક આંધળુકિયા  ગણી શકાય.

એ  વાત સર્વવિદિત  છે કે ત્વચા અને કેસને  સુંવાળા  રાખવામાં  કૉલાજન મહત્ત્વનો  ભાગ ભજવે  છે. બસ, થઈ  રહ્યું. સોશ્યલ  મીડિયા, સેલિબ્રિટીઓ દ્વારા  કરાતો તેનો પ્રચાર  અને સૌંદર્ય  નિખારવાની  ઘેલછાનો  ત્રિવેણી સંગમ થતાં  જ  જુવાનજોધ મહિલાઓ  પણ કૉલાજન  સપ્લીમેન્ટ  લેવા  માંડી.  જેનિફર  એનિસ્ટન, કોર્ટની કર્દાશિયન  અને હેલ બેરી  હોલીવૂડ સેલિબ્રિટીઓ  તો લાંબા સમયથી  કૉલાજન  સપ્લીમેન્ટ્સનો  પ્રચાર કરે છે.  જેનિફર  એનિસ્ટન  એક કૉલાજન  બ્રાન્ડ પોતાના  ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રમોટ  કરે છે. જ્યારે  કોર્ટની  કર્દાશિયને એ જ બ્રાન્ડના અન્ય ઉત્પાદનોની જાહેરાતો  કરી  છે,  અને તે પણ પોતાની  એક   બ્રાન્ડને  પ્રમોટ  કરવાના હેતુતી નિષ્ણાતો  કહે છે કે  સોશ્યલ મીડિયા  ઈન્ફ્લુએન્સરો આવા પ્રચાર માટે સૌતી મોટા જવાબદાર  છે.  સંબંદિત  ઉત્પાદનોની  કિંમતને  લગતા  ફાયદાનું  વિશ્લેષણ  કરતાં સ્પષ્ટ થયું હતું.  કે તે ગેરમાર્ગે દોરનારા હતાં. વિસ્વસનીય તજજ્ઞાોના જણાવ્યા અનુસાર જે સોશ્યલ  મીડિયા  ઈન્ફ્લુઅન્સરને  જે તે પ્રોડક્ટના  પ્રચાર માટે નાણાં  આપવામાં આવે તેન ાસિવાય અમન ે એવું કોઈ  નથી મળ્યું   જેમની ત્વચા  અને વાળને  કૉલાજન  સપ્લીમેન્ટ્સને કારણે  ફાયદો થયો હોય. 

આમ  છતાં  આશ્ચર્યની  વાત એ છે કે યુવાન મહિલાઓ પણ કૉલાજન  સપ્લીમેન્ટ્સ  લેવા લાગી છે.  એક ૨૫ વર્ષીય યુવતી કહે છે કે હું છેલ્લાં  એક વર્ષથી  કૉલાજન  સપ્લીમેન્ટ લઉં છું.  વાસ્તવમાં  તેના વિશે આટલું બધું જોયા-સાંભળ્યા  પછી મને એમ લાગ્યું  કે તેને કારણ ેત્વચા ચોક્કસપણે લવચિક રહેતી હશે અને  વાળ સુંવાળા  થતાં હશે. પરંતુ એક વર્ષના અંતે   પણ મને તેની કોઈ  જાદુઈ અસર  જોવા નથી મળી.   હવે હું એમ કહીને મન મનાવું છું કે આ સપ્લીમેન્ટ મારા હેલ્ધી  ડાયટ અને   સ્કીનકેર  રૂટિનનો એક ભાગ  છે.

તેનીજેમ જ અન્ય એક ૩૦ વર્ષીય યુવતી  કહે છે કે મને છ  મહિનાના  અંતે પણ કૉલાજન  સપ્લીમેન્ટથી  કોઈ  ફાયદો થયો હોય એમ નથી લાગતું.  મારા વાળ  કે ત્વચામાં લગીરેય  ફરક નથી પડયો.  મેં તેની  પાછળ જે  ખર્ચ કર્યો  છે તે એળે ગયો છે.

એક જાણીતા  કૉસ્મેટોલોજિસ્ટ  કહે  છે  કે એક અભ્યાસ અનુસાર  કૉલાજન  સપ્લીમેન્ટ્સ ત્વતાની લવચિકતા  વધારવામાં અને તેની  ભીનાશ  જાળવી  રાખવામાં ખપ લાગી શકે. તે સાંધા માટે  પણ ફાયદાકારક  બની શકે.  પરંતુ તેના પરિણામનો  આધાર કૉલાજનનો  પ્રકાર, સ્રોત  તેમ જ જે તે વ્યક્તિના શરીરમાં  કૉલાજન  કેટલા પ્રમાણમાં  શોષાય  છેતેના પર રહેલો છે.

હવે  અહીં  એ પ્રશ્ન   થવો  સહજ  છે કે કૉલાજન  કેટલા પ્રકારના હોય?  આના જવાબમાં  તજજ્ઞાો કહે છે કે કૉલાજનમાં  મુખ્યત્વે  ઘટકો હોય છે.  ટાઈપ-૧ , ટાઈપ-૨ અને ટાઈપ-૩.  કૉલાજન  સપ્લીમેન્ટ્સમાં ત્રણે ઘટકો  હોય તો જ તે તે અસરકારક  બની શકે. પરંતુ મોટાભાગની કૉલાજન  સપ્લીમેન્ટ્સમાં  મરીન કૉલાજન  અને એનિમલ  કૉલાજન એ બે ઘટકો જ હોય છે.   વળી  કૉલાજન  સપ્લીમેન્ટ્સ ખાસ્સી ખર્ચાળ   પણ હોય છે.  આવી સ્થિતિમાં   આપણા રોજિંદા  આહારમાં  પૂરતા પ્રમાણમાં  પ્રોટીન અને વિટામીન 'સી' લેવામાં આવે તો તે શરીરમાં  કુદરતી રીતે જ કૉલાજનનું  ઉત્પાદન વધારવામાં મદદ કરે. તેઓ  વધુમાં કહે છે કે સામાન્ય રીતે  જે જુવાનજોધ  મહિલાઓ સ્વસ્થ હોય  તેમને કૉલાજન   સપ્લીમેન્ટ લેવાની આવશ્યક્તા  જ નથી  હોતી.  પરંતુ તે લેવાથી મોટાભાગે  કોઈ હાનિ પણ નથી થતી.  હા, વધતી જતી વય સાથે ત્વચાની  લવચિકતા  ઓછી થતાં કરચલીઓ દેખાવા માંડે  તેમ જ સાંધામાં દુખાવો  થવા લાગે ત્યારે આ સપ્લીમેન્ટ ખપ લાગી શકે. વળી કોઈપણ  સપ્લીમેન્ટ માત્ર દેખાદેખીથી લેવી એ આંધળુકિયા કરવા  સમાન  ગણાય.  બહેતર  છે કે તમારા તબીબની  સલાહ  લીધા પછી જ   કોઈપણ પ્રકારની  સપ્લીમેન્ટ  લેવાનું   શરૂ કરો. 

- વૈશાલી ઠક્કર

Tags :