- નવવધૂના ડ્રેસની પેટર્ન, કલર, ફિટિંગ અને સ્ટાઈલ સાથે જોડાયેલી આ માહિતી તમને બનાવશે બ્યૂટિફુલ એન્ડ પરફેક્ટ એન્ડ પરફેક્ટ બ્રાઈડ...
વેડિંગ સીઝનની શરૂઆત થઈ ગઈ છે. જો તમે પણ નવવધૂ બનવાની તૈયારીમાં છો તો તમારા માટે બ્રાઈડલ વેર ખરીદતા પહેલાં એક વાર ફેશન ટ્રેન્ડની માહિતી અચૂક મેળવી લો. તેનાથી તમને વેડિંગ વેર પસંદ કરવામાં સરળતા રહેશે. અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ વેડિંગ વેરની ફેશન ટ્રેન્ડથી લઈને શેડ્સ અને પેટર્ન સુધીની તમામ માહિતી, જેથી તમારું કામ વધારે સરળ થઈ જશે.
લહેંગાચોલી છે નવવધૂની પ્રથમ પસંદ
દાયકાથી ચાલતી લહેંગાચોલી આજે પણ નવવધૂની પ્રથમ પસંદ છે. લહેંગાચોલી સાથે દુપટ્ટાનો સેટ દેખાવે પણ ખૂબ સુંદર દેખાય છે. માથાથી પગ સુધી કવર થવા છતાં આ ડ્રેસમાં નવવધૂની સુંદરતા જોવાલાયક છે.
એક ફેશન ડિઝાઈનરના જણાવ્યા મુજબ, જો તમે પણ તમારા માટે લહેંગાચોલી ખરીદી રહ્યા છો તો તેની પસંદ તમારા બોડી ટાઈપને ઘ્યાનમાં રાખીને કરો. જો તમારો બોડી
શેપ એપ્પલ શેપ છે તો ફુલ લેરવાળો ભરાવદાર લહેંગો ખરીદો. તેનાથી અપર બોડી પાર્ટને કવર કરવા માટે ડીપ કે વીનેક ચોલી પહેરો. પિયર બોડી શેપ માટે એ લાઈન લહેંગો પરફેક્ટ હોય છે. આ તેમના હેવી હિપ્સને સરળતાથી કવર કરે છે, પરંતુ ભૂલથી પણ ફિશ કટ લહેંગો ન પહેરો. તેનાથી હિપ્સ વધારે હેવી દેખાશે. જોકે તેમની ટમી ફ્લેટ હોય છે, તેથી તેની પર શોર્ટ લેંથ ચોલી પણ ખૂબ શોભે છે. ૩૬-૨૪-૩૬ બોડી શેપ પર દરેક સ્ટાઈલના લહેંગાચોલી સૂટ કરે છે.
લગ્નની સાડી
તમે ઈચ્છો તો લહેંગાચોલીને બદલે લગ્નમાં પહેરવા માટે વેડિંગ સાડી પણ ખરીદી શકો છો. બોડી કર્વને હાઈલાઈટ કરવા માટે સાડી બેસ્ટ છે. માર્કેટમાં હેવીથી લઈને લાઈટ વેટ વેડિંગ સાડીની અનેક વેરાઈટી છે. ડિઝાઈનની સાથે જ તમને ડિફરન્ટ ફેબ્રિક અને પેટર્નની સાડી પણ સરળતાથી મળી જશે.
એક ફેશન ડિઝાઈનર કહે છે, ''તમારી પસંદગી મુજબ સાડી પસંદ કર્યા પછી બ્લાઉઝની ડિઝાઈન અને ફિટિંગ પર ખાસ ઘ્યાન આપો. પરફેક્ટ બ્લાઉઝથી સાડીની સુંદરતા વધી જાય છે. જો તમારી ટમી બહારની બાજુ છે તો ફુલલેંથનો ટોપ જેવો બ્લાઉઝ પહેરો કે પછી ચોલી સાથેનો બ્લાઉઝ પણ તમારા માટે બેસ્ટ સાબિત થશે. આ રીતે હોટ લુક માટે સ્લીવલેસ કે હોલ્ટર બ્લાઉઝ ટ્રાય કરી શકો છો. સ્ટાઈલિશ લુક માટે ક્રોપ ટોપ બ્લાઉઝ પણ પહેરી શકાય છે, પરંતુ કોઈ પણ પ્રકારનો બ્લાઉઝ પસંદ કરતી વખતે તમારા બોડી ટાઈપને ઘ્યાનમાં રાખો. સાડીમાં ડિફરન્ટ લુક માટે સાડી ડ્રેપિંગના અલગઅલગ પ્રકાર પણ અજમાવી શકો છો. જેમ કે પેન્ટ સ્ટાઈલ ડ્રેપિંગ, ગુજરાતી સ્ટાઈલ ડ્રેપિંગ વગેરે. તેનાથી તમને ન્યૂ લુક મળશે.''
ઇંડોવેસ્ટર્ન બ્રાઈડલ વેર
જો તમે ટિપિકલ ઈન્ડિયન નવવધુ દેખાવા નથી ઈચ્છતા નો સૌથી વધારે પસંદ કરવામાં આવતા લહેંગાચોલી અને પરંપરાગત વસ્ત્રો સાડી સિવાય ઈંડોવેસ્ટર્ન બ્રાઈડલ વેર પણ ટ્રાય કરી શકો છો. તેનો લુક ન તો પ્યોર ટ્રેડિશનલ હોય છે ન વેસ્ટર્ન. ઈંડોવેસ્ટર્ન પેટર્ન સેમી ઈન્ડિયન, એમ કહો કે સેમી વેસ્ટર્ન લુક આપે છે.
''ઈડોવેસ્ટર્ન વેડિંગ વેરની વેરાઈટીમાં કોઈ કમી નથી. બ્રાઈડલ ડ્રેસથી લઈને બ્રાઈડલ ગાઉન સુધ્ધાંમાં પણ ડિફરન્ટ ટાઇપ્સ મળે છે જેમ કે સાડી ગાઉન અને લહેંગા ગાઉન. આ દિવસોમાં વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે. આ રીતે અનારકલી લહેંગા વિથ જેકેટ અને ઈંડોવેસ્ટર્ન સૂટ પણ ટ્રેન્ડમાં છે. ઈડોવેસ્ટર્ન બ્રાઈડલ વેરમાં મોર સ્ટાઈલિશ લુક માટે લહેંગા વિથ ક્રોપ ટોપ અને દુપટ્ટો, બ્રાઈડલ ટ્રાઉઝર વિથ ચોલી અને દુપટ્ટો પણ ટ્રાય કરી શકો છો.''
લાલના બદલે અપનાવો ગુલાબી શેડ્સ
બ્રાઈડલ વેરમાં રેડ શેડ નવવધૂ માટે ક્યારેય આઉટડેટેડ કે આઉટ ઓફ ફેશન ન થાય. તેને કોઈ પણ સીઝનમાં પસંદ કરી શકાય છે. રેડના અલગઅલગ શેડ જેમ કે લાઈટ રેડ, ડીપ રેડ, ટોમેટો રેડ, ઓરેન્જ રેડ, મરૂન રેડ વગેરેમાંથી તમારા સ્કિનટોન પર સૂટ કરતા રેડ શેડ પસંદ કરો. રેડ કલરના લહેંગાચોલી જ નહીં, વેડિંગ સાડી, બ્રાઈડલ ગાઉન પણ ખરીદી શકો છો. જો તમે ટિપિકલ રેડ શેડ પહેરવા નથી ઈચ્છતા તો રેડને બદલે પિંક શેડના બ્રાઈડલ વેર પણ પહેરી શકો છો.
પિંકના અનેક શેડસ બ્રાઈડલ વેર માટે પરફેક્ટ છે જેમ કે પેસ્ટલ પિંક, બ્રાઈટ પિંક, પીચ પિંક, કોરલ પિંક, લાઈટ પિંક, નિયોન પિંક, રાની પિંક વગેરે. તમે ઈચ્છો તો પિંક સાથે અન્ય શેડનું કોમ્બિનેશન જેમ કે પિંકબેઝ, પિંકઆયવરી, પિંકસિલ્વર, પિંકરેડ, પિંકરોયલ બ્લૂ પણ ટ્રાય કરી શકો છો.
કંટ્રાસ્ટ શેડ્સનો ક્રેઝ
સિંગલ શેડના બદલે કંટ્રાસ્ટ શેડ્સના બ્રાઈડલ વેર પણ પસંદ કરી શકો છો. તે ખૂબ જ આકર્ષક દેખાય છે. કંટ્રાસ્ટ શેડ્સ માટે પિંકઓરેંજ, ચોખ્યું, રેગ્રીન, પિંકબ્લૂ, ઓરેંજયલો, પિંકપર્પલ, ગ્રીનઓરેંજ, ક્રીમબ્રાઉન જેવા કલર કોમ્બિનેશન પસંદ કરી શકાય છે. તેની સાથે જ લાઈટ અને ડાર્ક શેડનો ઉપયોગ કરીને બનાવેલા બ્રાઈડલ વેર પણ તમે પસંદ કરી શકો છો જેમ કે આસમાની બ્લૂ સાથે ડાર્ક બ્લૂ, સી ગ્રીન સાથે ડાર્ક ગ્રીન, બેબી પિંક સાથે ડાર્ક પિંક વગેરે.
કંટ્રાસ્ટ શેડ્સ પહેરવાના અનેક પ્રકાર છે જેમ કે લહેંગો અને દુપટ્ટો એક કલરના અને ચોલી અલગ ક્લરની કે લહેંગાચોલી એક કલરના અને દુપટ્ટો અલગ કલરનો કે પછી એક રીત એ પણ છે કે કંટ્રાસ્ટ શેડનો ઉપયોગ કરતા લહેંગાચોલી અને દુપટ્ટો બનાવવામાં આવે.
ફેશનેબલ છે પેસ્ટલ શેડ્સ
જો તમે ટિપિકલ રેડ, પિંક, ગ્રીન જેવા ડીપ અને ડાર્ક શેડ્સના બ્રાઈડલ વેર પહેરવા નથી ઈચ્છતા, તો પેસ્ટલ શેડ્સ પણ પસંદ કરી શકો છો. તે ખૂબ જ ફેશનેબલ દેખાય છે અને આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં છે. પેસ્ટલ શેડ્સ ડે વેડિંગ માટે બિલકુલ પરફેક્ટ છે. તેનો લાઈટ શેડ શાંતિનો અનુભવ કરાવે છે. પેસ્ટલ શેડ્સના બ્રાઈડલ વેરમાં નવવધૂની જ્વેલરી પણ ઊપસી આવે છે.


