પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે કેવા કપડાં પહેરવા એવી મુશ્કેલી તો અનેક મહિલાની હોય છે. જો કે અનેકવિધ વસ્ત્રો, પરિધાનોમાં શરારા અને ઘરારાનું સ્થાન તો સદાય અવ્વલ રહે છે. પરંપરામાં વણાયેલા અને ગતિશીલતા માટે ડિઝાઈન કરાયેલા આ બંને ડ્રેસ તો તહેવારોમાં આગવું સ્થાન ધરાવે છે. આ માત્ર કહેવાની વાત નથી, પણ અનુભવવાની અને અમલમાં મુકવાની વાત છે. અહીં વાત માત્ર મુસ્લિમ મહિલાઓની જ નહીં, પણ આધુનિક યુવતીઓનો પણ તેમાં સમાવેશ થાય છે.
રમઝાન મહિનામાં ખાસ કરીને ઈદની ઉજવણીમાં તો વિવિધ પોશાકો અને પહેરવેશના વિવિધ વિકલ્પો વચ્ચે આત્મવિશ્વાસ પૂર્વક પુનરાગમન કરતાં બે ડ્રેસ છે, શરારા અને ઘરારા! આ બંનેની લોકપ્રિયતાની તો વાત જ ન થઈ શકે.
શરારા અને ઘરારાનું મૂળ ક્યાંથી શરૂ થયું એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે. ઘણાં તો કહે છે કે ૧૬મી સદી અને ૧૯મી સદી વચ્ચેના મુગલ દરબારમાં આ બંને પોશાકો તેમની અનેરી છાંટ પ્રસરાવતા, બેશક, સાતથી આઠ સદી પહેલા શરૂ આ પોશાકે સમય વિતતા પોતાની સ્ટાઈલ તો બદલી જ છે, પણ તેની લોકપ્રિયતા જરાય ઘટી નથી.
આ બે પોશાકોમાં સૌ પહેલા ઘરારાની વાત કરીએ તો તેમાં પણ ફેરફાર થયા છે, પણ મૂળભૂત સ્ટાઈલમાં ઝાઝા પરિવર્તન આવ્યા નથી. ઘરારામાં તેના ઉપરના પગમાં ફિટ અને નાટકીય વળાંક, ગોટા અથવા લેસ બેન્ડથી સજ્જ હોય છે. ઘણીવાર દુલ્હનના ટ્રાઉસોનો ભાગ હોય છે. શરારા તો સામાન્ય રીતે ઘૂંટણના સાંધા વિના કમરથી સીધો લટકતો હોય છે, જે તેને વધુ પ્રવાહિતા બક્ષે છે.
જાણીતી ડિઝાઈનર માને છે કે સરળતાની ભાવના જ તેના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ પોશાક તમને હિલચાલની સ્વતંત્રતા આપે છે, જે કોઈ પણ વ્યક્તિને વધુ અનુકૂળ બને છે. તહેવારો દરમિયાન સ્ત્રીઓ કોઈ પણ પ્રકારનું બંધન અનુભવ્યા વિના આ પોશાક પહેરીને સરળતાથી નૃત્ય કરી શકે છે અથવા ફ્લોર પર બેસી શકે છે. આજે તમે તેને ટૂંકા કુર્તા, કોર્સેટ, લાંબા કાલીદાર અથવા તો અનારકલી સાથે આધુનિક બનાવી શકો છો, એમ આ ડિઝાઈનરે જણાવ્યું હતું.
રમઝાનના મૂડમાં યોગ્ય રીતે બંધ બેસે છે!
ડિઝાઈનર એવું પણ નિર્દેશ કરે છે કે તેનો ગહન ઐતિહાસિક પાયો તેમને હવે ખાસ અર્થપૂર્ણ બનાવે છે. બંને વસ્ત્રોનો પાયો મુગલ અને ભારતીય ઈતિહાસમાં છે, એવું સ્પષ્ટપણે સમજાવે છે. આ બાબત તેમને ઘણી પરંપરાગત લાગે છે, વધુ સમકાલીન કુર્તા અને પેન્ટથી તે સાવ વિપરિત છે આ બાબત તહેવારના ડ્રેસિંગમાં આવેલા પરિવર્તનની પણ નોંધ લે છે. જ્યારે લહેંગા તો લોકપ્રિય રહે છે ઘણી સ્ત્રીઓ વધુ વજન ધરાવતા પોષાક પસંદ નથી, પણ દરેક પ્રસંગ માટે આ પોશાક ઉત્તમ છે. શરારા એક સરળ અને આરામદાયક વિકલ્પ બની જાય છે, એમ ડિઝાઈનર ઉમેરે છે.
બહુમુખી વસ્ત્રો
રમઝાનની બધી સાંજ એકસરખી હોતી નથી. ઈફતાર (મહિના દરમિયાન દૈનિક સાંજનું ભોજન) માટે જે એક અત્યંત આત્મીય પ્રસંગ હોય છે. સોફ્ટ પ્રિન્ટ, સૂક્ષ્મ ભરતકામ અને પેસ્ટલ ટોન સાથે સુતરાઉ, માલ માલ અને ચંદેરી જેવા શ્વાસ લેવા યોગ્ય કાપડનું સૂચન કરે છે. જ્યારે ઈદ (મહિનાના અંતને ચિહિનત કરતો તહેવાર) જે ભવ્ય અને આનંદદાયક હોય છે, તે માટે તેઓ ઝરદોઝી, ચિકનકારી અને સમૃધ્ધ બ્રોકેડ સાથે વધુ વિગતો સૂચવે છે. નીલમણિ, ઊંડા મરુન અને રોયલ બ્લ્યુ જેવા રત્ન ટોન પ્રભુત્વ ધરાવે છે. ઘરારા તેના નાટકીય લહેર સાથે, ઘણીવાર દિવસની ઈદ મુલાકાતો માટે સ્ટાર બની જાય છે.
રમઝાન પહેલા જ ઘણી અભિનેત્રી અને સેલિબ્રિટીઓએ રંગબેરંગી ઘરારા અને શરારા તૈયાર કરાવી દીધા છે, જે તેમના સૌંદર્યને એક નવો ઓપ અને આકર્ષણ આપે છે. આ સુશોભન તહેવારને એક અદ્ભુત રંગ આપે છે અને વ્યક્તિત્વને નોખો નિખાર આપે છેે.
- ભૂપેન્દ્ર પટેલ


