Get The App

ટેટૂ- આર્ટની વધી છે બોલબાલા .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
ટેટૂ- આર્ટની વધી છે બોલબાલા                                         . 1 - image

- સામાન્ય લોકોની જેમ જ બોલીવૂડના સિતારાઓ પર છવાઈ ગયો છે ટેટૂનો જાદુ - સંજય દત્ત,  હૃતિક રોશન, અજય દેવગન અને અનિલ કપૂર જેવા કલાકારોને ટેટુ કરાવવું બહુ પસંદ છે

વ્યક્તિ જ્યારે પોતાના શોખને વ્યવસાયમાં ફેરવે છે ત્યારે તેને સફળતા મળવાની શક્યતા વધી જાય છે કારણ કે તેને પોતાના કામમાં મજા આવતી હોય છે. આવું જ કંઈક બન્યું મુંબઈના એક જાણીતા ટેટુ આટસ્ટ સાથે. મુંબઈના આ ટોચના ટેટુ આટસ્ટે જ્યારે પોતાની કરિયરની શરૂઆત કરી હતી ત્યારે મુંબઈમાં ટેટુનું ચલણ નહોતું. જોકે આમ છતાં તેણે હિંમત હાર્યા વગર આ કામ કરવાનું ચાલુ રાખ્યું અને આજે તે પોતાની આ આવડતને કારણે સારી એવી રકમ રળી લે છે.

ટેટુ આટસ્ટ બનવાના પોતાના સફરની વાત કરતા આ આટસ્ટ કહે છે કે ''હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મિત્રોને ટેટુ દોરી આપતો હતો. એક દિવસે મને અહેસાસ થયો કે હું ભવિષ્યમાં આકામ જ કરવા માગુ છું. મારી ઇચ્છાને પુરી કરવા માટે ગ્રાફિક આર્ટના ડિગ્રી કોર્ષમાં એર્ડમિશન લઈ લીધું. એ સમયે માતા-પિતાને મારી ટેટુ આટસ્ટ બનવાની ઇચ્છા વિશે જણાવવાન ી કોઈ જરૂ૨ જ નહોતી કારણ કે મને ખાતરી હતી કે તેઓ મને ક્યારેય આ કામ કરવાની પરવાનગી નહીં આપે. ડિગ્રી લીધા પછી મેં જ્યારે એક બ્રિટીશ ફર્મમાં ટેટુ કળાની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું હતું ત્યારે તો મારી પર પસ્તાળ પાડવામાં આવી હતી. મેં સૌથી નાના પ્રોફેશનલ ટેટુ આટસ્ટ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ પણ નોંધાયુંછે. આજે લોકો આ કળાને વ્યવસાય તરીકે સ્વીકારતા થયા છે એટલે સ્થિતિ વધારે સરળ બની છે.''

આ ટેટુ આટસ્ટ પાસે સામાન્ય લોકોથી માંડીને મોટા ગજાના સેલિબ્રિટી ટેટુ દોરાવવા માટે આવે છે. પોતાના સેલિબ્રિટી ક્લાયન્ટ્સ વિશે વાત કરતા તેઓ કહેછેકે 'મેં સેલિબ્રિટીઓમાં સૌથી પહેલાં સલમાન ખાન સાથે ૧૯૯૯માં કામ કર્યું હતું. એ સમયે સલમાન પર કાળિયારના શિકારનો કેસ ચાલી રહ્યો હતો. એક દિવસે કોર્ટથી પાછા ફરતી વખતે નાભિ વીંધાવવા માટે આવ્યો હતો કારણ કેતેને નાભિમાં હિરોપહેરવાની ઇચ્છા હતી. મારા નિયમિત ગ્રાહકોમાં સંજય દત્તનો સમાવેશ છે. સંજય દત્તને હું અને મારા સલુનના બધા આટસ્ટ  પ્રેમથી સંજુબાબા તરીકે  ઓળખીએ છીએ. મેં તેના પર પહેલું ટેટુ તેની ગર્લફ્રેન્ડના નામનું બનાવ્યું હતું. મને તેના શરીર પર ટેટુ બનાવતી વખતે બહુ બીક લાગતી હતી અને મારા હાથ ધ્જતા હતા. જોકે સંજયે મને સધિયારો આપ્યો હતો અને પછી જ હું  સારી રીતે કામ કરી શક્યો હતો. મારા અન્ય સેલિબ્રિટી ક્લાયન્ટ્સમાં મને અનિલ કપૂર સાથે કામ કરવાની પણ બહુ મજા આવે છે, અનિલ તો મને પ્રેમથી 'ખુની દરિંદા'ના નામે બોલાવે છે. આ બધા સિતારા લોકપ્રિય હોવા છતાં એકદમ નિરાભિમાની અને સરળછે, અભિનેત્રીઓમાં ઉમલા માતોન્ડકરે મારી પાસે એકવાર તેના ખભા પર પરીનું ટેટુ બનાવડાવ્યું હતું. મને અઘરું અને જટિલ ટેટુ બનાવવાનું કામ વધારે ચેલેન્જિંગ લાગે છે કારણ કે એમાં મને મારી સર્જકતા બતાવવાની તક મળે છે. મને દુઃખી ચહેરાવાળા ઇશુ ખ્રિસ્ત અને આંખમાંથી આસુ ટપકાવતા મધર મેરીનું ટેટુ બનાવવાનું બહુ અઘરું લાગે છે કારણ કે આ પ્રકારના ટેટુમાં આકારની સાથે લાગણી પણ બનાવતા મને ઓછામાં ઓછા સાતથી આઠ કલાક લાગે છે. મારા સ્ટુડિયોમાં બાળકો અને કોલેજિયનો પણ આવે છે. બાળકોમાં ૫ો૫ઈ જેવા કાર્ટુન કેરેક્ટરના હંગામી ટેટુ લોકપ્રિય છે તો યુવાનોને ફંકી, બોલ્ડ અને ટ્રેન્ડી ટેટુ વધારે પસંદ પડેછે.''

સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે ટેટુ બનાવતી વખતે બહુ દર્દ થાય છે અને એના કારણે એઇડ્સ જેવા રોગોથવાની શક્યતા વધી જાય છે. 

આ માન્યતાનો છેદ ઉડાડતા ટેટુ એક્સપર્ટ કહેછે કે ''આ ટેટુ બનાવતી વખતે બહુ દર્દ થાય છે એ વાતમાં ખાસ દમ નથી. હા, થોડું દર્દ થાય છે, પણ એ સહન ન થાય એવું નથી હોતું. આ સિવાય માનવામાં આવે છે કે ટેટુ કરાવવાથી એઇડ્સ થઈ જાય છે, પણ સાવ એવું નથી. હા, ટેટુ કરાવતી વખતે તે સ્ટરિલાઇઝની નીડલ વાપરતા વિશ્વાસ પાત્ર આટસ્ટ પાસે જ કરાવવામાં આવે અ ેબહુ જરૂરી છે. ટેટુ કરાવતી વખતે ટેટુ આટસ્ટની પુરતી તપાસ કરાવી લેવી હિતાવહ છે. આ ટેટુ વ્યક્તિત્વને નિખાર આપે છે અને સેક્સ અપીલ ઉભારે છે. હવેતો યુવાનો અન ેપ્રેમીજોડીઓ પગ, ખભાને હાથ સિવાય શરીરના અંગો પર પણ ટેટ ુકરાવવાનું સાહસ કરતા થયાછે.  

કેટલાક ખાસ ટેટૂ ચિન્હોની સમજણ

પતંગિયું : આઝાદી પ્રત્યેના લગાવનું  પ્રતિક

પરી : પ્રેમ, મિત્રતા,  જાદુ

ડોલ્ફિન : આધ્યાત્મિક શાંતિ

પંચ તત્ત્વો : જીવન

કરોળિયો : સર્જનાત્મકા 

એન્જલ : રક્ષણ

રાશિ ચિન્હો : સ્થાયીત્વ

ઘોડાની નાળ : સારા નસીબની તલાશ

પ્રેમીપાત્રનું નામ : ગાઢ  પ્રેમમાં હોવાનો એકરાર

સૂર્ય, ચંદ્ર અને તારા : પ્રકૃતિ તરફનો લગાવ

બોલીવૂડની સેલિબ્રિટીઓનો  ટેટુ ક્રેઝ

સાતેક વર્ષ પૂર્વે દીપિકાએ  એના બીજા નંબરના પ્રેમી રણબીર  કપૂરના  પ્રેમમાં   ટેટૂ ચીતરાવ્યું હતું.  સદ્ભાગ્યે  બાદમાં એ રણવીર  સિંહના પ્રેમમાં પડી અને લગ્ન પણ કર્યાં. એટલે માત્ર કે ભૂંસાવી  એસ કરવું પડયું. બોલીવૂડમાં એવા  ઘણા સ્ટારો  છે જેમણે  છૂંદણા ત્રોફાવ્યા   હોય.

પ સૈફ અલી ખાન : નવાબ સાહેબે  ડાબા કાંડે દેવનાગીરી  લિપિમાં  કરીના લખેલું ટેટૂ   બનાવડાવ્યું  છે. દેવનાગીરીમાં કરીના શબ્દ  પૂરો થતા સૈફની  આંખમાં આંસુ  આવી  ગયા હતા એટલી વેદના  એને થઈ હતી. 

પ અજય  દેવગણ : અજયે  પણ છાતી પર  ન્યાસા (દીકરીનું) ટેટૂ ચીતરાવ્યું  અને પુત્ર યુગ આઠ વરસનો  થયો પછી હાથે એના  નામનું ટેટૂ ચીતરાવ્યું. મજાક મજાકમાં  એણે કાજોલને  કહ્યું  છે કે એના નામનું  ટેટૂ  એ કોઈ દિવસ નહીં કરાવે.

પ અક્ષય  કુમાર : ટેટૂને  લાગે-વળગે  ત્યાં સુધી આ ખેલાડી કુમારે  પત્ની  ટીના,  પુત્ર આરવ અને પુત્રી  નિતારાના  નામના  ટેટૂ પોતાના શરીર પર ત્રોફાવ્યા  છે.  પોતાના આ ટેટૂના  કલેક્શનમાં  હવે એ બીજા જ કોઈ અન્ય  નથી ઉમેરવાનો.

પ શાહિદ કપૂર : ઘણા  સુપરસ્ટાર એવા હોય  છે જે શરીર પર કાયમી  અથવા  હંગામી  ટેટૂ મૂકાવે.   પરંતુ શાહિદે દ્રઢતાપૂર્વક  કહ્યું  છે કે એ પત્ની  મીરા અને બાળકો  મિશા અને જૈનના નામના ટેટૂ નહિ કરાવે.  

પ પ્રિયંકા ચોપરા : પ્રિયંકા નિક જોનાસે  ડાબા કાંડે પિતા ડો. અશોક ચોપરાને કાયમી  સ્થાન આપ્યું છે. એની  વિશિષ્ટતા  એ  છે કે એના હેન્ડરાઈટિંગ પણ ડો. ચોપરાની  અદલોઅદલ  નકલ છે.

પ હૃતિક રોશન : હૃતિક  અને  સુઝાને બંનેના કાંડા પર એકસરખી ડીઝાઈન  ઉપસાવી છે. બંને છૂટા  થયા  છતાં આ ડિઝાઈન  બંનેના કાંડે  યથાવત્  છે.  બંનેના ટેટૂ  આર્ટિસ્ટે  કહ્યું કે  ટેટૂ  કરાવતા  બંનેમાંથી  એક પણની  આંખમાં  નામમાત્રનું  આંસુનું  ટીપું નહોતું  ટપક્યું. 

પ અર્જુન રામપાલ : અર્જુન રામપાલ  સેફ ગેમમાં  માને  છે.  આથી  એણે દીકરી માહિકા અને માયરાના ટેટૂ  ત્રોફાવ્યા  છે.

પ સંજય દત્ત : સુનીલ અને નરગીસ  બીજા અનેક ટેટૂની સાથે માતા-પિતાના નામ  શરીર  પર પરમેનન્ટ   કરાવ્યા છે.

પ દીપિકા પદુકોણ : ગરદનના પાછલા  ભાગે લાંબી ડીઝાઈનનું  ટેટૂ  દ્રશ્યમાન થાય છે.