એપ્રિલ મહિનથી જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. કાળઝાળ ગરમીમાં હીટસ્ટ્રોકની સમસ્યા સામાન્ય થઇ જતી હોય છે. લૂથી શરીરનું રક્ષણ અને તેના લૂ લાગવાથી થતા ઉપચાર વિશે અહી માહિતી આપવામાં આવી છે. જે વ્યક્તિની પ્રક્રુતિને અનુસરીને કરવી.
હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગવી, એક એવી સ્થિતી છે,જેમાં શરીરનું તાપમાન અચાનક વધી જતું હોય છે. ખાસકરીને બાળકો, વૃદ્ધો અને બહાર તડકામાં કામ કરનાઓ સપાટામાં વધુ આવતા હોય છે.
એવામાં જરરી છે કે, સમય સાથે ધ્યાન રાખવું અને મહત્વની જરૂરી બાબતોને અનુસરવું જોઇએ.
પ્રયાપ્ત પાણી પીવુ
ગરમીમાં શરીરમાંથી પરસેવા દ્વારા પાણી અને જરૂરી ઇલેકટ્રોલાઇટસ તેજીથી બહાર નીકળી જતા હોય છે. તેવામાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધી જતી હોય છે. જેમાં નબળાઇ, ચક્કર આવવા, અને વધુ થાક લાગતો હોવાનું જણાતું હોય છે. તેથી ઉનાળામાં દિવસ દરમિયાન વારંવાર પાણી પીવું જોઇએ, સાથે જ લીંબુ પાણી અથવા શરીરને હાઇડ્રેટ રાખતા પીણાં પીવા.
તડકામાં બહાર નીકળવું નહીં
શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર નીકળવું નહીં. ખાસ કરીને બપોરના ૧૨ થી ૪ દરમિયાન સૂરજના કિરણો તેજ હોવાથી શરીરનું તાપમાન જલદી વધી જવાની શક્યતા હોય છે. જેથી લૂ લાગવાનું જોખમ વધી જતું હોય છે. જો આકરા તડકામાં બહાર નીકળવું પડે એમ હોય તો માથા પર ટોપી પહેરવી અથવા તો કપડું બાંધવું અથવા તો છત્રી ઓઢીને નીકળવું જેથી સીધો તડકો માથા પર પડે નહીં.
હળવા અને ઢીલા પરિધાન
ગરમીમાં સુતરાઉ અને હળવારંગના કપડાં પહેરવા જોઇએ. સુતરાઉ કપડું શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેમજ પરસેવો જલદી શોષી લે છે. જેથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. ટાઇટ અને સિન્થેટિક પોશાક ગરમીને વધારી શકે એમ હોવાથી આવા કપડા પહેરવા નહીં.
ઠંડા પીણાં
છંડા પીણાંનો મતલબ રેફ્રિજરેટરમાં રાખેલા નહીં પરંતુ શરીરને શીતળતા આપે તેવા પીણાં પીવા જોઇએ. જેમાં લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અને બેલનું શરબત,તકમરિયાનું સેવન, શેરડીનો રસ કલિંગરનો જ્યુસ, સકરટેટી, જેવા પ્રવાહીનો સમાવેશ થાય છે. જે શરીરને ઠંડક પ્રદાન કરે છે અન ેઇલેક્ટ્રોલાઇટસની કમીને પુરા કરે છે. આ પીણાં શરીરને શીતળતા પ્રદાન કરવાની સાથેસાથે ઊર્જા પણ જાળવી રાખતું હોવાથી થાક ઓછો લાગે છે.
સમતોલ આહાર
ગરમીમાં હળવોઅને પોષ્ટિક ભોજન કરવું જરૂરી છે. તાજા ફલ-શાક અને સલાડ શરીરને ઠંડક પહોંચાડે છે. તેમજ ઉનાળામાં સરળતાથી પાચન થાય તેવા આહારનું સેવન કરવું.તળેલા, મસાલેદાર, અને ભારી ખાવાનું ખાવાની શરીરનું તાપમાન વધીજાય છે. જેથી લૂનું જોખમ વધવાની શક્યતા રહે છે.
લૂના લક્ષણ
લૂ લાગી હોય તેના લક્ષણ ચક્કર આવવા, તાવ, કમજોરી અને ઊલટી,તેમજ માથું દુખતું હોવાની ફરિયાદ વધી જતી હોય છે. ગળું સુકવું, ત્વચા રૂક્ષ અને લાલાશ પડતી થવી.
લૂના લક્ષણ શરીરમાં દેખાય કે તરત જ શરીરને ઠંડુ કરવાના પ્રયાસ કરવા. કપાળ,ગરદન અને હાથ-પગ પર ઠંડા પાણીના પોતા મુકવા અથવા તો ભીના કપડાથી શરીરને લુછવું , જેથી શરીરમાંની ગરમી ધીમે-ધીમે ઓછી થાય. શરીમાં પાણી અને ઇલેક્ટર્લોઇટસની કમી પુરી કરવા માટે ગ્લૂકોઝ ભેળવેલું પાણી પીવું. નારિયેળ પાણી અથવા મીઠું અને સાકર ેપાણીમાં ભેળવીને પી શકાય. વધુ પડતો તાવ, સતત ઊલટીઓ અને ચક્કરથી રાહત ન થતી હોયતો તબીબની સલાહ લેવી.
- મીનાક્ષી તિવારી


