બનાના, પાઈનેપલ, કોકોનટ ....... ના આ કોઈ ફ્રૂટ સલાડ બનાવવા આવશ્યક વાનગીનું નામ નથી. પરંતુ આ તો કપડાના નામ છે. ચોંકી ગયા ને.... પણ હા એકદમ બરાબર વાંચ્યું તમે બનાના ફાઈબર, કોકોનટ મલાઈ અને પાઈનેપલના ફાયબરમાંથી બનેલું મટેરિયલ પાઈનાટેક્સ એ હાલ ફેશન જગતમાં ઈકો-ફેશનનો નવો ટ્રેન્ડ છે. તાજેતરમાં જ એક જાણીતી ડિઝાઈનરે તેની નવી કંપનીની સ્થાપના કરી હતી. તેમાં તેણે બનાના ફાઈબર, મલાઈ કોકોનટ અને પાઈનેક્સની ઢગલાબંધ ઈકો ફ્રેન્ડલી ડિઝાઈનો બનાવી છે. જે ખૂબ જ આકર્ષક અને મનમોહક પણ છે. તેણે જ્યારે તેની લેપટોપ કેસ દેખાડી ત્યારે તો તેના પર દ ફિદા ન થવું અસંભવ જ હતું. ટેક્સાઈલ ફેક્ટરીના ઈન્ડસ્ટ્રીયલ કચરો પણ પર્યાવરણ માટે ઘાતક છે તેથી હવે પર્યાવરણપ્રેમીઓએ નવી 'સ્ટેનેબલ ફેશન' ની ઝુંબેશ ઉપાડી છે જેમાં પર્યાવરણને હાનિકારક ન હોય તેવા વસ્ત્રોે અને ડાઈનો ઉપયોગ કરાય છે. જે બજારમાં ધીમે ધીમે તેની જગ્યા નવાબી રહ્યા છે.
જાણીતી ડિઝાઈનર કહે છે કે મારા માટે પર્યાવરણ સૌથી પહેલા છે. મારો વ્યવસાય મારા આદર્શો સાથે જોડાયેલો છે. હું મારા કામમાં લોકોને લેતી પહેલા પણ સુનિશ્ચિત કરું છું કે સામેની વ્યક્તિ માટે પણ પર્યાવરણ એટલું જ મહત્ત્વ આપતા હોય. તે જેટલી વ્યક્તિને કામે રાખે છે તે કહે છે કે પર્યાવરણ સાચવવાનું અને તેનું જતન કરી શકું. તેની ઓફિસમાં તેણે એક કીટલી વરાખી છે જેમાં તેઓ ઓફીસના સ્ટાફને ચા આવે છે અને દરેક કર્મચારી તેની ચા માટે કપ લઈને આવે છે.
લંડન કોલેજમાં ફેશનના વિષયમાં માસ્ટર્સ કરીને ડિઝાઈનરે અસ્ટેઈનેબલ ફેશનનું ઊંડાણમાં જ્ઞાાન મેળવી ભારતમાં નવોદિત કંપનીની શરૂઆત કરી હતી.
ખાદી, ઓર્ગેનિક રેશમ વગેરે પારંપરિક કપડાં ભારતના પ્રાચીન ઈતિહાસનું એક અભિન્ન અંગ હતાં જે અજ્ઞાાતપણે સસ્ટેનેબલ ફેશનનો જ ભાગ હતાં. ઘણા ડિઝાઈનરો તે પારંપરિક ત વસ્ત્રોને પુન: ફેશનમાં ક લાવવાની વેતરણમાં છે તે માટે તેઓ તે વસ્ત્રોથી જોડાયેલી જગ્યાએ જઈ તેનું ઊંડાણપૂર્વક જ્ઞાાન મેળવવા પણ આતુર છે.
જમીનમાં મળી ન શકનારા કપડા માટે ઘણા ડિઝાઈનર્સ બાયોડિગ્રેડેબલ કપડાઓ ખાસ લાકડા, રેશમ અને ફાઈબરમાંથી કપડા બનાવવાને માન્ય આપવા લાગ્યા છે જેનાથી લેન્ડફીલની સમસ્યાનું પણ સમાધાન થઈ શકે. તે સિવાય ડિઝાઈનરો બાકી બચેલા કપડાને પણ ફેંકી ન દેતા તે કપડાનો યોગ્ય ઉપયોગ કરી કારીગરો ડિઝાઈનરોએ કહ્યા પ્રમાણે તદ્ન જુદા જ પ્રકારના કપડાં સીવે છે. આવા કારીગરોની ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હોય છે. આવા ઘણા બધા કસબીઓ એક સાથે મળીને બ્લોક પેટર્ન બનાવતા હોય છે. જે દેશની પારંપરિક પરંપરા સાથે સંબંધ રાખી શકે છે.
ઘણા ડિઝાઈનરો માને છે કે ઘણી સસ્ટેનેબલ ફેશન ઈન્ડોવેસ્ટર્ન ડિઝાઈનોને કારણે જાણીતી બની છે. એમાં પણ કાળા અને સફેદ રંગ તો અતિશય લોકપ્રિય પણ છે. પારંપરિક પધ્ધતિના વસ્ત્રોનું આવી સસ્ટેનેબલ ફેશન સાથેનું નવું બજાર ઊભું કરવાનું લક્ષ્ય હાલ પર્યાવરણની આવશ્યકતાને અનુલક્ષીને ડિઝાઈનરો રાખી રહ્યા છે. તેઓ હજી પણ તેમની જુદી જુદી ભૂલોમાંથી શીખી રહ્યા છે અને ફાસ્ટ ફેશનની નકારાત્મક બાજુઓને પણ સમજી રહ્યા છે.
જો કે આવી ફેશનની સફળતાનું શ્રેય પણ કસબીઓને ન મળતા ડિઝાઈનરોના ફાળે જતું હોય છે. તે સિવાય પણ એક મોટી દ સમસ્યા અને ડિઝાઈનરો સમક્ષનો પડકાર એ છે કે લોકોની આ બાબતે જાગૃતતા ખૂબ જ ઓછી છે. કારણ યુવાનોના મતે આ એક ઓર્ગેનિક ઉત્પાદન છે પરંતુ વાત એમ નથી પરંતુ હવે ફેશન અને ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ફેશનનો વિષય શીખવાડાઈ રહ્યો છે જેના દૂરગામી પરિણામની સાથે જ આવા નવા ડિઝાઈનરો માટે આશાનું નવું કિરણ છે. ડિઝાઈનરો ભારતીય ફેશન ઈન્ડસ્ટ્રીએ વિશ્વના લોકોે સમક્ષ પારંપરિક પ્રાચીન ફેશન તરીકે મૂકવા સજ્જ છે. જેમાં તેઓએ ૨૧મી સદીને અનુલક્ષીને કેટલાક પરિવર્તનો પણ કર્યાં છે. આ ભારતના ઝડપી વૈશ્વિકિકરણ અને આર્થિક વિકાસનું ચિહ્ન છે. જો કે હાલ તો ભારતમાં સસ્ટેનેબલ ફેશનની માંગ વધી રહી છે.
અત્યાર સુધીની ફેશનની માંગમાં પર્યાવરણની કાળજી લીધા વિના ઘણા કાર્યો થયા. તેને કારણે પર્યાવરણની ઘણી હાનિ પણ થઈ. પરંતુ હવે નૈસર્ગિક પદાર્થોનો વપરાશ કરી બિલકુલ કચરાનું ઉત્સર્જન ન કરીને ઉત્તમ ડિઝાઈનના પર્યાવરણ ફ્રેન્ડલી કપડાની ડિઝાઈનોની માંગમાં વધારો થઈ રહ્યો છે.
ફાસ્ટ ફેશનમાં ભલે ઈકો ફેશનની સરખામણીમાં ઓછા નૈસર્ગિક સ્ત્રોતનો વપરાશ થતો હશે અને સિન્થેટિક કપડા વધારે ટકાઉ પણ હબોય છે. પરંતુ તેઓ વિઘટનક્ષમ નથી હોતા અને જમીનમાં વિઘટિત ન થઈ શકતા હોવાથી પર્યાવરણ માટે જોખમી સિદ્ધ થાય છે.
તેમજ ભારતનો પ્રાચીનકાળથી ઓછી કાર્બન ફૂટ પ્રિન્ટ અને સસ્ટેનેબલ જીવનશૈલીનો ઇતિહાસ રહ્યો છે. આજે દેશમાં ફરીથી તે જ જીવનશૈલી નું મોજું કાર્યરત કરવાની આવશ્યક્તા છે. હાલ વાતાવરણમાં આવેલા ધરખમ ફેરફાર વધારે પ્રમાણમાં વધેલા પ્રદૂષણનું જ દુષ્પરિણામ છે.
ભારતે વિશ્વને પ્રાચીન સમયથી જ પર્યાવરણ રક્ષક જીવનશૈલી અપનાવીને ક વિશ્વને આવી જીવનશૈલી સીખવી છે. હવે સમય છે કે આપણે ફરી એકવાર આપણી પ્રાચીન જીવનશૈલીને ૨૧મી સદીના આધુનિક વાઘા પહેરી વધાવીએ છીએ. પર્યાવરણની રક્ષામાં આપણું નાનું અમસ્તું યોગદાન આપીએ.


