Get The App

સમર ફેશન ટિપ્સ .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
સમર ફેશન ટિપ્સ                                               . 1 - image

ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો કંટાળી જતા હોય છે. શરીરમાં પરસેવો વળતાં થાક લાગે છે તેમજ તાજગી નહીંવત રહે છે. તેવામાં  માનુનીઓ પરિધાન અને પોતાની સુંદરતા બકરાર રાખવામાં નિષ્ફળ જતી હોય છે. તેથી સમરની ગરમીમાં ઠંડક મહેસૂસ કરાવતા અને તડતાતથા લૂથી બચવા માટે ફેશનને જાળવી રાખવી મુશ્કેલ થઇ જતું હોય છે. 

ઉનાળામાં મોટા ભાગે લોકો સુતરાઉ કપડા પહેરવાને પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ આ ઋતુમાં વિવિધ ફેબ્રિકના આઉટફિટ પણ પહેરી શકાય છે.

સામાન્ય લુક

ઉનાળામાં સામાન્ય લુક માટે ઓછામાં ઓછો મેકઅપ, શાલીનતાથી પહેરેલા પરિધાન, હળવા રંગઅન ેસાદગી પ્રેરિત કરે છે. તેથી હેવી એન્બ્રોડરી અથવા ડાર્ક કલરના આઉટફિટ પહેરવાની બદલે હળવા રંગા લાઇટ  વેટઆઉટફિટની પસંદગી કરવી. 

યુવાન યુવતીઓ કોલેજમાં ફ્લોલર લોન્ગ ડેર્સે  પહેરી શકે છે. સ્લીવ લેસ તેમજ હાફ સ્લીવના પોષાક ઘરમાં પહેરવા. તડકામાં બહાર નીકળતી વખતે ત્વચાને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા માટે  લાંબીબાંય  અથવા શ્રગ પહેરવું જેથી તડકાથી ત્વચા ટેનિંગથી બચી શકે.

સ્કાર્ફ

સ્કાર્ફ અને કોટન જેકેટ પહેરીને ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવાની સાથેસાથે સ્ટાઇલિશ  લુક પણ મળે છે. 

પેસ્ટલ રંગ

આઉટફિટ માટે લેમન, મૂન લાઇટ પિંક, પીચ, સ્કાઇ બ્લૂ, કેસરિયા, યલો,  ઓરેન્જ, લવન્ડર,સ્કાય બ્લ્યૂ અને હળવો લીલો રંગ પસંદ કરી શકાય છે. આ રંગના આઉટફિટ ઉનાળામાં સુંદર લાગતા હોવાથી આ રંગના પરિધાન પહેરવા. ઉપરાંત સફેદ રંગ આંખને ચુભતો હોતો નથી તેમજ ગરમીથી ઠંડક ાપતો હોય છે. તેથી સફેદ રંગના પોષાકને પણ પ્રાધાન્ય આવું. 

ફેબ્રિક

ઉનાળામાં સુતરાઉ કપડું પરસેવો શોષી લેતું હોવાથી ઉત્તમ વિકલ્પ છે. પરંતુ સાથેસાથે રેયોન,  લિયન, શિફો, મલમલ, હોઝરી, ઓર્ગેન્જા અથવા જ્યોર્જટ ફેબ્રિક  પણ પહેરવામાં હળવા લાગે છે. 

હેટ્સ અને સનગ્લાસીસ

સ્ટાઇલીશ મોટા કાચના સનગ્લાસીસ અન ેહેટ પહેરવાથી તડકાથી રાહત મળવાની સાથેસાથે ફેશનેબલ લુક આવે છે. 

જૂતા 

પગને ઠંડક અને આરામ આપવા માટે હળવા અન ેહવાદાર જોડા પહેરવા જોઇએ. સ્ટાઇલિશ ફિલ્પ-ફ્લોપ્સ, સ્લાડિસ  અથવા સ્ટ્રેપી સેન્ડલ્સ લુકને સુંદર બનાવે છે. 

એકસેસરીઝ

હળવી એક્સેસરઝી જેવી કે નાના-નાના બીડ્સની માળા અથવા લેયરિંગ વાળી ચેન,  મોતીના હળવા  બ્રેસલેટ્સ, નાના સ્ટડ ઇયરિંગ કોલેજ તેમજ ઓફિસમાં બન્ને જગ્યાએ પહેરી શકાય છે.             

- જયવિકા આશર