Get The App

શેરડીનો રસ: ગુણોનો ભંડાર

Updated: Apr 4th, 2022

GS TEAM


Google News
Google News
શેરડીનો રસ: ગુણોનો ભંડાર 1 - image


શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આર્યન,પોટેશિયમ અને ફોસ્ફોરસ સમાયેલા હોય છે. શેરડીના રસનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. તેના સેવનથી ડિહાઇડ્રેશન થતું નથી.શરીરમાંની ગરમીને ઉનાળામાં ઠંડક આપે છે અને શિયાળામાં ગરમી આપવાની ક્ષમતા ધરાવે છે. તે આપણી ઇમ્યૂનિટીને વધારે છે.સ્વાદમાં તે મીઠો હોય છે, તેમજ તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે. તેમાં લીંબુ અને સિંધવ ભેળવીને પીવાથી વધુ સ્વાદિષ્ટ થવાની સાથેસાથે શરીરને ઉર્જા આપે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી કમળો, એનીમિયા અને એસિડિટીને રોકવામાં મદદ કરે છે. 

કમળામાં રાહત આપે છે

કમળાના દરદીને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ જ્યૂસના સેવનથી લિવરનું કામ સુધરે છે તેમજ લીવર સાથે જોડાયેલી બીમારીને દૂર કરે છે. 

ઇમ્યૂનિટી વધારે છે

કોરોના મહામારીમાં મજબૂત ઇમ્યૂન સિસ્ટમ મહત્વની બની ગઇ હતી. એક ગ્લાસ શેરડીના રસનું સેવન કરવાથી ઇમ્યૂનિટી વધે છે અને વાયરલ સંક્રમણથી રક્ષણ પણ મળે છે. 

વજન ઘટાડવામાં મદદ કરે છે

શેરડીના રસમાં ફાઇબરની માત્રા વધુ હોવાથી તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાંના કોલેસ્ટ્રોલ લેવને ઓછો કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. 

ત્વચાને ચમકીલી રાખે છે

ખીલને દૂર કરવામાં શેરડીનો રસ રામબાણ ઇલાજ છે. તેમાં સુક્રોઝની માત્રા વધુ હોય છે, તેથી તે ઝખમ રૂઝાવામાં પણ સહાયક છે. તે ત્વચા પરના નિશાનને દૂર કરે છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક

શેરડીના રસમાં શરીરમાં ગ્લુકોઝની માત્રાને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. તેથી શેરડીના રસનું સેવન ડાયાબિટીસના દરદીઓ કરી શકે છે. તેમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું હોવાથી શુગરના દરદીઓ માટે લાભકારી છે. 

કેન્સરથી રક્ષણ કરે છે

શેરડીમાં અલ્કલાઇનનું પ્રમાણ પ્રયાપ્ત માત્રામાં હોય છે. તેથી તે શરીરને કેન્સર જેવી ઘાતક બીમારીથી બચાવે છે. શેરડીનો રસ પીવાથી સ્તન, પેટ અને ફેંફસાના કેન્સરનું જોખમ ઘટે છે. 

હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે

શેરડીમાં ભરપુર માત્રામા ંઆર્યન સમાયેલું હોય છે. એવામાં શેરડીનો રસ પીવાથી શરીરમાં હેમોગ્લોબિનની ઊણપ દૂર થાય છે. 

હાડકા મજબૂત કરે 

શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,આર્યન, ફોસ્ફોરસ અને પોટેશિયમ પ્રચૂરમ ાત્રામાં સમાયેલા  છે જે હાડકાને મજબૂત કરવામાં  મદદ કરે છે. 

ચહેરા પર લાવે છે નિખાર

ઉનાળાના આકરા તડકા અને પરસેવાને કારણે ચહેરાની ત્વચા નિસ્તેજ થઇ જતી હોય છે. તેવામાં શેરડીનો રસ નિયમિત પીવાથી ચહેરા પર ફરીથી તાજગી આવે છે. 

પેશાબમાંની બળતરા દૂર કરે છે

ગરમીથી અથવા તો અન્ય કોઇ કારણોસર પેશાબમાં બળતરા થતી હોય તો તે શેરડીના રસનું સેવન કરવાથી જલન દૂર થાય છે.

- મીનાક્ષી તિવારી

Tags :