Get The App

રાસ-ગરબાની રમઝટ માણવાની સ્ટાઈલિશ સજાવટ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
રાસ-ગરબાની રમઝટ માણવાની સ્ટાઈલિશ સજાવટ 1 - image

દાંડિયા રાસની રંગીન, મસ્તી ભરેલી રાતો અને સાજશણગાર ભર્યા વાતાવરણમાં દરેક યુવતી ઈચ્છે છે કે તે એવી  સજીધજીને તૈયાર થાય કે બધાની નજર બસ, તેની પર જ ઠરેલી રહે અને નવરાત્રિ માટે તો કપડાં ે અને એક્સેસરિઝ પણ. કંઈક હટકે જ હોવા જોઈએ તો તમે તૈયાર છો તે ખાસ લુક માટે?

ફેશન ડિઝાઈનર્સ આ અવસર માટે પરંપરાગત પરિધાન અને મોડર્ન આઉટફિટ્સના ફ્યુઝનને પોતાના સંગ્રહમાં ખાસ સ્થાન આપે છે. નવરાત્રિ માટે તમારી તૈયારી કેવી હોવી જોઈએ, તેની શરૂઆત કરીએ ગરબાના ખાસ ડ્રેસ ચણિયાચોળીથી:

સ્ટાઈલિશ ચોળી

તમે ઈચ્છો તો તમારી પસંદ અને વ્યક્તિત્વને અનુરૂપ અપનાવી શકો છો સ્પેગેટી ટોપ, જે થોડું ટ્રેડિશનલ ટચ ધરાવતું હોય. સ્ટ્રેપ્સ સાથે ચોળી પણ  આજકાલ ફેશનમાં છે. જો તમે સ્લીવવાળું ટોપ પસંદ કરતા હો, તો ધ્યાન રાખો કે સ્લીવ્સ ૩-૪ ઈંચ લાંબી હોય આ સિવાય પહોળા ગળાના ટોપ પણ ખૂબ ફેશનમાં છે. જો ચોળીની બેકની વાત કરીએ તો દોરી સાથે બેકલેસ ચોળી ન્યૂ ટ્રેન્ડ તરીકે શ્રેષ્ઠ પસંદગી છે. તે સિવાય હોલ્ટરનેક બ્લાઉઝ અથવા ચોળી પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમારું ફિગર પરફેક્ટ હોય, તો તમે શોર્ટ ચોળી પણ પસંદ કરી શકો છો. જો તમને શોર્ટ ટોપ ન પસંદ હોય, તો સાઈડ્સમાં સ્લિટ્સ લઈને લાંબી ચોળી ધારણ કરી શકો છો.

સુંદર ઘાઘરો હોય

જો તમને ટ્રેડિશનલ ઘાઘરો પસંદ હોય તો ધ્યાન રાખો કે ઘાઘરો ઘેરદાર હોય. ગરબા  માટે ઘેરદાર સ્કર્ટ પણ તમે પરંપરાગત ઘાઘરાની જગ્યાએ પસંદ કરી શકો છો. રંગો અથવા કલર ટોનની વાત કરીએ તો ઘાઘરાનો રંગ, દાંડિયાના રંગીન અવસરને અનુરૂપ ઘણો ચમકતો હોવો જોઈએ. રિચ ગોલ્ડ, રેડ અથવા સિમરીટોન, મરૂન અને ચમકતો ગ્રીન શ્રેષ્ઠ રંગ છે.

ફ્યૂઝન રંગ

જો તમે પરંપરાગત પરિધાનથી હટકે કંઈક અલગ પહેરવા ઈચ્છતા હો, તો ફ્યુઝન ફેશન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, ગરબાની નવ રાતો માટે. ટાઈટ લેયર્ડ સ્કર્ટ  અથવા ફ્લેયર્ડ પીજેંટ સ્કર્ટ, જે પરંપરાગત પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈ ડરીથી સજ્જ હોય, ઘાઘરાનો એક ઉત્તમ વિકલ્પ બની રહેશે.

એક ફેશન ડિઝાઈનરના મત મુજબ, ''કન્ટેમ્પરરિ ફ્લોયર્ડ સ્કર્ટને જો ટ્રેડિશનલ ચોળી સાથે મેચ કરીને પહેરવામાં આવે તો આ અવસરને અનુરૂપ તમને પરંપરાગત લુક પણ આપશે, તે સાથે  આધુનિક અને ટ્રેન્ડિ પણ લાગશે. તેનાથી વિપરીત ચમકતાં રંગથી સજ્જ ચોળીને ડેનિમ જીન્સ કે કેપ્રી સાથે પણ મેચ કરીને પહેરી શકાય છે. તેની સાથે ખભા પરનો રંગબેરંગી દુપટ્ટો કે પછી કમર પર બાંધેલો એમ્બ્રોઈડર્ડ બેલ્ટ તમારા લુકને વધારે સુંદર અને સંપૂર્ણ બનાવશે. આ જ રીતે  એમ્બ્રોઈડરી કરેલી કુર્તીઓ, પોંચા અને કાફતાના સ્કર્ટ, કેપ્રી અથવા જીન્સ સાથે સુંદર લુક પ્રદાન કરીને આ અવસરને અનુરૂપ તમને સજાવી દેશે.

એમ્બ્રોઈડરી

લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે એમ્બ્રોઈડરી વધારે કલાત્મક અને બારીક હોવી જોઈએ.

ગોટાવર્ક

ઘાઘરા અથવા ચોળી પર ડલ ગોલ્ડ, સિલ્વર કે કોપન રિબન બોર્ડર પર સજાવેલી અથવા ફૂલ-પાંદડાંની ડિઝાઈન્સ રૂપે ગોટાનું કામ તમારા  પહેરવેશને આ ખાસ પ્રસંગ માટે સજજ કરે છે.

થોડી કિએટિવિટી

થોડાક એમ્બ્રોઈડર્ડ કપડાંની પટ્ટીઓ અથવા ટુકડા ખરીદીને તમે તમારા કન્ટેમ્પરરિ સ્કર્ટ અથવા ડેનિમ પર બોર્ડર  અથવા પેચ તરીકે લગાવી શકો છો. તે તમારા કુરતા અથવા ચોળી માટે એક સુંદર કોમ્બિનેશનનું કામ કરશે, જે સિમ્પલ પણ છે, ખિસ્સાને પરવડે પણ ખરું અને ફ્યુઝન લુકની ડિમાન્ડને પણ પૂરી કરે છે.

તમે ઈચ્છો તો નવરાત્રિ પછી તમારા સ્કર્ટ અથવા જીન્સ પહેલાંની જેમ પહેરી શકો છો.

એક્સેસરિઝ

નવરાત્રિ જ્વેલરી તરીકે ઓક્સોડાઈઝ્ડ જ્વેલરી હંમેશાં પહેલી પસંદ રહી છે. તેમાં પણ થોડું પરિવર્તન ઈચ્છતા હો તો ફેશન ગુરુ સલાહ આપે છે કે ડલ સિલ્વર સિવાય તમે રંગીન મોતી અને સ્ટોનની જ્વેલરી પસંદ કરી શકો છો. શેંડલિયર અથવા લટકતા  એરિંગ્સ પરંપરાગત, વેસ્ટર્ન અથવા ફ્યુઝન દરેક પ્રકારના પરિધાન પર ખૂબ સુંદર લાગે છે. મેટલિક લુકવાળા બીડ્સથી  સજેલા એરિંગ્સ પણ પસંદ કરી શકો છો.

બંગડીઓ

ગરબાના તાલ સાથે બંગડીઓથી ખણખણતા હાથ પણ જરૂરી છે. તમે પહેરેલા પરિધાનને અનુરૂપ રંગબેરંગી અથવા ઓક્સોડાઈઝ્ડ વેરાઈટીમાંથી મેચ થતી બંગડીઓ પહેરો.

નેકલેસ

ભારે ચોકીસેટ અથવા નેકલેસની જગ્યાએ રંગીન બીડ્સની માળા પહેરી શકો છો. ચાંદીની પાયલની જગ્યાએ મિરર વર્ક અને સિક્કાની ડિઝાઈનવાળી ટ્રેન્ડિ પાયલ પણ પહેરી શકાય છે. ભારે કપડાં સાથે જ્વેલરી થોડી સિમ્પલ રાખો.

ટ્રેન્ડમાં છે બેલ્ટ

બેલ્ટ આધુનિક કે ફ્યુઝન બંને પ્રકારનાં કપડાં પર સુંદર લાગે છે. પ્લેન અથવા એમ્બ્રોઈડરીવાળા વેસ્ટ બેન્ડ પણ પસંદ કરી શકો છો.

ફૂટવેર

સામાન્ય દિવસોની જેમ દાંડિયારસની નવરાત્રિમાં ફિલ્મ ફ્લેપ્સ બિલકુલ ન પહેરો. આ અવસર માટે કોલ્હાપુરી ચંપલ અને ટ્રેડિશનલ મોજડી ઉત્તમ વિકલ્પ છે.