Get The App

આધુનિક કન્યાઓનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
આધુનિક કન્યાઓનું  સ્ટાઈલ સ્ટેટમેન્ટ 1 - image

- માથે-ગળે-હાથે-કટિએ  બાંધેલા રંગબેરંગી સ્કાર્ફ

એક  સમયમાં સ્કાર્ફનો ઉપયોગ માત્ર ટાઢથી  બચવા થતો.  ઠંડા  પ્રદેશોમાં  રહેતી મહિલાઓ  હમેશાં  માથે સ્કાર્ફ બાંધી રાખતી, જ્યારે મહાનગરોમાં  શિયાળાના ચાર મહિના સ્કાર્ફનો ઉપયોગ થતો.  જો કે હવે મહાનગરોમાં  શિયાળો  સંતાકૂકડી રમતો રહે  છે.  પરંતુ  જે દિવસે ટંડી હોય તે દિવસે ફેશનેબલ  પામેલાઓ સ્કાર્ફ  પહેરવાની  તક ઝડપી લે છે. અલબત્ત,  હવે સ્કાર્ફ પહેરવા મહિલાઓ  ટાઢી   મોસમની  રાહ નથી જોતી.  તેઓ માત્ર સ્ટાઈલ  ખાતર  અલગ અલગ  રીતે સ્કાર્ફ  બાંધીને  પોતાના વ્યક્તિત્વને આકર્ષક  બનાવવાનો પ્રયાસ  કરે છે. આજે સ્કાર્ફ તેમે માટે મહત્ત્વની એક્સેસરી બની ગયું છે.

સ્ટાઈલ  નિષ્ણાતો  કહે  છે કે  તમે સ્કાર્ફ કોઈપણ  સ્થળે અને ગમે તે  સમયે પહેરી શકો છો. વળી આ એક્સેસરી ડેનિમનથી લઈને સ્કર્ટ, મેક્સ ડ્રેસ,  લહંગા સુધ્ધાં પહેરી શકાય. તેઓ અભિનેત્રી  આલિયા ભટ્ટે પહેરેલા  સ્કાર્ફનું  ઉદાહરણ આપતાં કહે છે કે  તેણે તેની સહેલીના  વિવાહ સાથે  સંકળાયેલા  એક પ્રસંગે બાંધણીના  રંગબેરંગી  ચણિયા અને આભલા- કોડીનું વર્ક  કરેલી ચોળી  સાથે માથા પર જાંબુડી રંગનું મોટા  ડોટ્સ  ધરાવતું સ્કાર્ફ  બાંધીને અનોખું આકર્ષણ  ઊભું કર્યું હતું. અભિનેત્રીએ આ  એક્સેસરીને હાઈલાઈટ  કરવા કોઈપણ ઘરેણાં નહોતા પહેર્યાં.  તેઓ વધુમાં  કહે છે કે આ સોંઘી  અને હાથવગી એક્સેસરી તમારા પોશાકને પણ ધ્યાનાકર્ષક  બનાવે છે.

એક  ફેશન  ડિઝાઈનર   કહે  છે કે તમે ક્લાસિક પોલો ટી-શર્ટ  અને લીનન  પેન્ટ  કે ડેનિસ સાથે માથા  પર ઘેરા રંગનું  સ્કાર્ફ પહેરો.  તેમાંય જો તે પેસ્ટલ  કલરમાં હેન્ડ પેઈન્ટ કરેલું હોય  તો રંગ રહી જાય. વળી  જરૂરી  નથી કમે તમે સ્કાર્ફ માત્ર માથે જ બાંધી શકો.  તમે ચાહો તો તે ગળામાં, હાથમાં  અને શર્ટનો કોલરમાં ટાઈની જેમ  પણ બાંધી શકો. એટલું જ નહીં,  સ્કાર્ફનો ઉપયોગ કમરપટ્ટા  તરીકે પણ કરી શકાય. અને જો તમને તે શરીરે ન બાંધવું હોય તો તમારી બેગ પર બાંધી દો.  તેો વિવિધ પ્રકારે  સ્કાર્ફ બાંધવાની  રીતો જણાવતાં કહે છે....

-  ચોરસ સ્કાર્ફને ત્રિકોણાકારમાં વાળો.  હવે તેનો ત્રિકોણ  ભાગ ગરદનની  આગળના ભાગમાં રાખીને  તેના ખૂણા પાછળ  તરફ લઈ જાઓ.  બંને ખૂણા  પકડીને   સ્કાર્ફની ગાંઠ બાંધીને ખૂણા બહાર તરફ ખેંચી લો.  જો સ્કાર્ફ સિલ્કનું ખે શાટિનનું  હોય તો બે ગાંઠ બાંધો.  ત્યારબાદ બંને છેડા આગળ તરફ લઈ લો. જો કે સિલ્કના સ્કાર્પના છેડા વારંવાર   ઉડી જવાની  કે સરકી જવાની  સંભાવના  રહે છે. તેથી બંને છેડે  આકર્ષક  હેગિંગ્સ  બાંધી  દો. આ  રીતે  બાંધવામાં આવેલું  સ્કાર્ફ અત્યંત  આકર્ષક  લાગશે.   તમે સિલ્કની  પ્લેન કુરતી અને લેગિંગ સાથે પણ  આ પ્રકારે  રંગબેરંગી  સ્કાર્ફ બાંધી શકો.

ઠંડીની ઋતુમાં  નાની સાઈઝની  શૉલનો ઉપયોગ પણ સ્ટાઈલિશ  સ્કાર્ફ   તરીકે કરી શકાય.  ગરમ શૉલને  દુપટ્ટાની જેમ  બંને ખભે નાખો. હવે ડાબી  બાજુનો છેડો પાછળથી  આગળ જમણી  તરફ અને જમણી  બાજુનો   છેડો પાછળથી  આગળ ડાબી તરફ લઈ લો આ સાવ  સાદી - સરળ  રીત તમને ટાઢમાં  હૂંફ આપવા સાથે  સ્ટાઈલ સ્ટેટમેન્ટ  પણ બની જશે.

- ચોરસ સ્કાર્ફને  ત્રિકોણાકારમાં  વાળો. હવે તેનો વચ્ચેનો ભાગ કપાળ  તરફ આવે.  એ રીતે ગોઠવીને   સ્કાર્ફના  બંને છેડા  પાછળ  તરફલઈ જાઓ.  બંને છેડાને  પાછળના વાળની  નીચે સેરવીને ગાંઠ મારી દો. જો પાછળ  હાથ રાખીને  ગાંઠ મારવાનું ન  ફાવે  તો તમારી ગરદન  નીચે તરફ  કરીનેબધા વાળ આગળ લઈ લો.  ત્યાર પછી બંને છેડેથી બે-ત્રણ   ગાંઠ મારીને સ્કાર્ફ ટાઈટ કરી લો.

તમારા પ્રિન્ટેડ સ્કાર્ફને  ત્રિકોણાકારમાં વાળ્યા પછી  તેને વચ્ચેથી   બહાર તરફ વાળતા જાઓ.  તેનો આકાર  ટાઈ  જેવો થઈ  જાય ત્યારે  તેને ટાઈની  જેમ બાંધીને  આગળથી ખુલ્લું કરી દો.  આમ કરવાથી  સ્કાર્ફની  પ્રિન્ટ ઉડીને આંખે  વળગશે.  આ પ્રકારનું  સ્કાર્ફ સફેદ અથવા  અન્ય કોઈ  હળવા  રંગના શર્ટ સાથે  ખૂબ જચશે.

 તમારા  સિલ્કના પ્રિન્ટેડ  સ્કાર્ફને  ત્રિકોણાકારમાં  વાળ્યા પછી  તેના બંને છેડા  પકડીને ગોળ ગોળ ફેરવો.   હવે તે તમારી કટિ  ફરતે  વીંટાળીને  એક બાજુએથી  ગાંઠ મારી  દો. તમે ચાહો તો તેને ટાઈ જેવી  ગાંઠ  પણ  મારી શકો.  જો  ડેનિમ  કે  અન્ય પેન્ટ  સાથે  સ્કાર્ફ  પહેરો તો તેના હૂકમાંથી  પણ પસાર  કરી શકાય.  અને ખુલતી કુરતી  પહેરી  હોય તો તેના ઉપર કોટનનું  કલરફૂલ  સ્કાર્ફ બાંધી લો.  આ સ્ડટાઈલ પ્લેન  લોંગ કુરતી અને લેગિંગ સાથે પણ  સરસ દેખાશે.  તેમાંય  એકવડો  બાંધો ધરાવતી  કામીનીઓને   તે વધારે  શોભશે.

સિલ્ક અથવા  શાટિનના  રંગબેરંગી પ્રિન્ટ  ધરાવતા  સ્કાર્ફને  ત્રિકોણાકારમાં વાળીને  વચ્ચેના ભાગમાંથી  છેક ખૂણા  સુધી વાળતા  જાઓ.  હવે તે તમારા કાંડા પર સરસ રીતે બાંધી લો. તમે ચાહો  તો આ સ્કાર્ફ બાજુબંધની  જેમ પણ બાંધી શકો.