Get The App

વાર્તા : કામ-દીક્ષા .

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : કામ-દીક્ષા                                         . 1 - image


- મારા કોઠા પરની સ્ત્રી અને  નસીમના કોઠા પરની સ્ત્રીમાં આ ફરક છે. જે દિવસે તું લાજ-શરમ નેવે મૂકીશ ત્યારથી તું કેવળ એક શોભાનો ગાંઠિયો, એક  મનોરંજન કરનારી સ્ત્રી બની જઇશ. પુરુષ સામે જે સ્ત્રી સંયમ અને ધીરજથી જાય છે તે વાસનાની વસ્તુ નહિ બનતાં  એની ખરેખરી જીવનસંગિની બની રહે છે....

નંદિની ચાળીસીની વય વટાવી ચૂકી હોવા છતાં તેનું દેહલાલિત્ય એટલું મોહક-સંમોહક હતું કે તે સહેજે પચીસ-ત્રીસ વરસની યુવતી લાગે. નમણી આંખો, મરોડદાર નાક, ગુલાબકળી જેવા હોઠ, રતુમડા ગાલ પર પડતાં ખંજન,  ઉન્નત ઉરોજ, ભરાવદાર નિતંબ. વિધાતાએ જાણે ફુરસદમાં ઘડી હોય એવી કમનીય કાયા.

તેનો ઓરડો પણ એટલો જ ભવ્ય હતો. કમાનવાળી બારીઓના રંગબેરંગી કાચમાંથી રેલાતી મેઘધનુષી રોશની અને એ બારીઓની ખૂબસૂરતી ઢાંકવાની કોશિશ કરતા કપડાના ચોકીદારસમાં મખમલી પડદા.

અચાનક કમરામાં એક યુવતી પ્રવેશી. નંદિનીએ આંખો ઊંચી કરીને જોયું તો એક રૂપાળી યુવતી સામે ઊભી હતી. તેણે યુવતીને ધ્યાનપૂર્વક પગથી માથા સુધી નિહાળીને પૂછ્યું, 'તમે ખૂબ જ સુંદર અને  મોહક લાગો છો. પણ મારા થોડાક સવાલોના જવાબ તમારે આપવા પડશે. તમને ખોટું તો નહિ લાગે ને?'

'ના, ના. બિલકુલ નહીં. જે પૂછવું હોય તે પૂછી શકો છો.' યુવતીએ હસતાં હસતાં કહ્યું.

'તમે કયા ઉદ્દેશથી અહીં આવ્યાં છો? અહીં કશું શોધ-સંશોધન કરાતું નથી કે કોઇને નોકરી અપાતી નથી. એવું કોઇ કામ અહીંયાં  થતું નથી, જેનાથી તમે રોજી-રોટી રળી શકો. આ કોઇ બ્યુટી-પાર્લર નથી કે સ્ત્રીઓના મોજશોખની  ચીજોની કોઇ દુકાન નથી. આ મારું ઘર છે. બોલો, તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો?'

'તમે મને એ નહિ પૂછ્યું કે હું કોણ છું, ક્યાંથી આવું છું  અને મારું નામ શું છે. ફક્ત મારા આવવાના ઉદ્દેશ વિશે જ પૂછ્યું.'

નંદિનીએ કહ્યું, 'તમે સાચું કહ્યું. પરંતુ ઉદ્દેશથી બધું જાહેર થઇ જાય છે. ભાષા, રીતભાત અને ઉદ્દેશથી મતલબ જાણી શકાય છે. ખેર, હવે પૂછી લઉં છું. તમે જાતે જ બધું કહેશો કે પછી હું પૂછતી જાઉં તેમ તમે જવાબ આપતાં જશો?'

'મેડમ, અત્યારસુધી તમે મને માનપૂર્વક સંબોધન કરો છો. કાશ, તમે મને બેટી કે તું કે દીકરી કહીને વાત કરી હોત, તો મને ખૂબ સારું  લાગત.'

'ઇમોશનલ થવાની જરૂર નથી. એ બધી વાતો પછીની છે. અત્યારે તો તમે જે કહેવા માગો છો તે કહી નાખો.'

'મેડમ, હું એક વાર્તા કે કહાણી છું. દરેક વાર્તાનું જેમ કોઇક શીર્ષક હોય છે તેમ મારું નામ આ કહાણીનું શીર્ષક છે. મારું નામ છે 'કામ્યા'. મને આ શબ્દના અર્થની કશી ગતાગમ નહોતી. એકવાર મારા એક પ્રોફેસરે મને પૂછ્યું હતું કે તું 'કામ્યા'નો અર્થ જાણે છે? કામ્યા એટલે કામદેવની પુત્રી. મેં તેનો વિરોધ કર્યો, તો તેમણે કહ્યું, તો પછી એનો અર્થ કામદેવની પત્ની થતો હશે. મેં એનો પણ વિરોધ કર્યો, તો તે ચૂપ થઇ ગયા.

'અચ્છા, તો પછી એનો અર્થ છે એક કામુક સ્ત્રી' મેં એનો પણ જોરદાર વિરોધ કર્યો, તો તે એકદમ ધુંધવાઇને બોલી ઊઠયા, તો તું જ એનો અર્થ શોધી કાઢ.

'પછી તેં એનો અર્થ શોધ્યો ખરો, કામ્યા?'

'મેડમ, શું કોઇ નામનો અર્થ શોધવાથી એનાં લક્ષણો આપણામાં આવી જાય ખરા? મેં મારા નામનો  અર્થ ગોતવાની કોશિશ કરી હતી. તમને ખબર છે, મારા નામના મને કેવા કેવા અર્થ મળ્યા હતા?

શું તેં એ અર્થો ડિક્શનેરીમાં શોધ્યા હતા? કયા અર્થ શોધ્યા હતા તેં કામ્યા?'

'મેડમ, એક અર્થ તો એ શોધી કાઢ્યો કે મારું નામ જાણતાંવેંત તમે મને 'તમે'ને બદલે 'તું' કહેવા લાગ્યાં. એનો  અર્થ એ કે નામ, બે વ્યક્તિને એકબીજાની નિકટ લાવે છે. તેમનામાં આત્મીયતા અને પ્રેમ પેદા કરે છે. તેથી જ મારા નામનો પહેલો અર્થ મને તમારા વ્યક્તિત્વના પુસ્તકમાં મળ્યો: 'પ્રેમ'.

'હવે હું તમને મારો ઉદ્દેશ પણ કહી દઉં. હું તમારી પાસે પ્રેમના પાઠ ભણવા આવી છું.'

'કામ્યા, તને કોણે કહ્યું કે હું પ્રેમના પાઠ  શિખવાડું છું? પ્રેમ તો કેવળ પ્રેમ કરીને જ શીખી શકાય. ખેર, આગળ બોલ. બીજા કયા અર્થ છે તારા નામના?'

'મેડમ, મેં એ અર્થો મારી ભીતરથી જ શોધ્યા. મારા નામનો બીજો એક અર્થ મને જાણવા મળ્યો તે 'દેહ'. શરીર સુંદર હોય, અને જ્યાં સુધી સુંદર રહે, ત્યાંસુધી 'કામ્યા' ગણાય. જે કાયામાં ખેંચાણ હોય, જે કોઇ જુએ, તે પરવશ બની તેને જોતો જ રહે. તેને અડવાનું મન થાય. સ્પર્શ કરવા જાતજાતનાં બહાનાં શોધે. ધારો કે કામ્યા એક કાયા છે, તો કાયાનો પણ બીજો એક અર્થ થાય છે. કાયા એટલે ભોગ. શરીરમાં જ ભોગ સમાયેલો છે.....

'હું સાહિત્યની વિદ્યાર્થિની હોવાથી મેડમ, મેં ભોગનો અર્થ પણ શોધ્યો. ભોગનો અર્થ છે ભૂખ. કેવળ પેટની નહિ, પરંતુ શરીરની ભૂખ. શરીરની ભૂખનો અર્થ શોધતાં મને સ્ત્રીની પુરુષદેહ માટેની અને પુરુષની સ્ત્રીદેહ માટેની ભૂખની ખબર પડી.  આમ, કામ્યાના એક પછી એક અર્થો મારા દિમાગમાં પ્રગટ થતા ગયા.....

'પછી મેં વિચાર્યું કે આ અર્થો તો મેં જ શોધી કાઢ્યા છે. હું તમારી પાસે  આવું અને તમારી પાસેથી પાઠ ભણું. મારા નામના પાઠ, મારા દેહના પાઠ, ભોગના પાઠ, ભૂખના પાઠ, સ્ત્રી હોવાના પાઠ, પુરુષને પામવાના પાઠ......'

નંદિની આ બધું સાંભળીને ચોંકી ઊઠી. તે બોલી, 'બેટા, તેં તો ખુદ મારી સામે જ સવાલો ખડા કરી દીધા. તારા સવાલોના હું શું જવાબ આપું? હું તો તારી જેમ બહુ ભણેલીગણેલી પણ નથી. મેં તો અનુભવોની પાઠશાળામાં તાલીમ લીધી છે. મારું કોઇ ગુરુકુળ નથી કે જ્યાં આવા પાઠ  ભણાવાતા હોય......

'મારો જે આ કમરો છે, તેને કેટલાંક 'કોઠો' પણ કહે છે. ફક્ત એટલા માટે કે  અહીં કેટલાંક જુવાન યુવક-યુવતીઓ આવે છે. કેટલાંક પરીણિત, કેટલાંક કુંવારાં, કોઇક પ્રેમમાં ફસાયેલા, કેટલાંક ભાગેડું, જેઓ નથી કુંવારાં, નથી પરણેલાં કે નથી પ્રેમી. છતાં કંઇક ને કંઇક જરૂર છે.'

'જોયું ને, મેડમ? તમે 'તું' પરથી 'બેટા' પર આવી ગયાં. આ છે નામનો  મહિમા. આ પણ એક અર્થ મને જાણવા મળ્યો. હું તો આવી છું પાઠ ભણવા અને અનુભવના પાઠ તો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હું પણ તમારા અનુભવો પરથી શીખીશ. એજ મારો પાઠ બનશે.'

'નહિ કામ્યા, પહેલાં તું તારી કહાણી સંભળાવ. તને કોણે કહ્યું કે હું તને પાઠ  ભણાવી શકું?'

'અચ્છા, તો સાંભળો. હું એક એવી છોકરી છું, જેને ૧૪ વર્ષની ઉંમરે સ્ત્રી બનવા મજબૂર કરાઇ હતી. મારો બાપ એક એવો માણસ હતો જેણે મારી મા સાથે બળાત્કાર કર્યો હતો અને એવે ટાણે જ્યારે મારી મા પરણી પણ નહોતી.....

'એને બાપ કહેવો એ પણ 'પાપ' છે, કેમ કે તે બાપ બન્યા પછી મારી મા પાસે રહ્યો જ નહોતો. મને એક લાવારિસ સંતાનની જેમ એક મસ્જિદનાં પગથિયાં પાસે ફેંકી દીધી હતી.  મને અસલમ નામના એક મજૂરે ઉપાડી લીધી  અને તેના ઘેર લઇ ગયો. તેની પત્નીએ મને ઘરમાં રાખવાની ચોખ્ખી ના પાડી દીધી.  એટલે તેણે મને એક કોઠાવાળી નસીમબાનુને હવાલે કરી દીધી. ત્યાં મને લાડકોડથી ઉછેરવામોં આવી. તેણે મારું નામ 'હસીના' રાખ્યું....

એકવાર ત્યાં કોઇક પંડિતજી આવ્યા. તેમણે મારામાં શું જોયું, કોને ખબર, પણ તેમણે નસીમબાનુને કહ્યું કે આનું નામ 'કામ્યા' રાખો. એની રગેરગમાં રૂપરૂપના એવા અંબાર ભર્યા છે કે આ કોઠી જાણે કોઇ અપ્સરાની કોઠી જેવી લાગશે.'

'તારી રામકહાણી તો ખૂબ દિલચસ્પ છે.  આગળ કહે. પછી શું થયું?'

'પછી શું થવાનું હતું? કોઠા પરની છોકરીઓ કોઇની બહેન-દીકરી થોડી હોય છે. તેમને તો માત્ર દેહનું પ્રદર્શન અને તનરંજન કરવાનું હોય છે. પરંતુ નસીમબાનુએ ક્યારેય મને પ્રદર્શનની ચીજ ન બનવા દીધી. તેમણે મારા દેહની દુકાન ન બનાવી......

મને ગીત-સંગીત અને નૃત્યની તાલીમ  આપીને વાસનાભૂખ્યા ગ્રાહકોની નજરોથી બચાવીને એક અણમોલ હીરા તરીકે જાળવી રાખી. મેં તેને અનેકવાર 'મા' કહીને બોલાવવાની કોશિશ કરી. પરંતુ દરેક વખતે તેણે મને ટોકીને કહ્યું, 'મા એક પવિત્ર શબ્દ છે. એક જવાબદારી અને એક નિષ્ઠા છે. હું એવી નહિ બની શકું. તેથી મને ક્યારેય 'મા' કહીશ નહિ. ફક્ત 'નસીમ' કહેજે.

'પણ કામ્યા, નસીમ તો કોઠાવાળી હતી. છોકરીઓની લે-વેચ કરતી હતી. પછી તને શા માટે અલગ રીતે ઉછેરી?'

'મને ખબર નથી, મેડમ. પરંતુ તે કાયમ પોતાના મિજાજ અને ખુમારીથી જ નિર્ણય લે છે. તેમના કહેવાથી જ હું તમારી પાસે આવી છું.'

'પણ હું તો તેને ઓળખતી પણ નથી. તેને કેવી રીતે ખબર પડી કે હું તને પ્રેમના પાઠ ભણાવી શકું? તું કોઇ આશ્રમ કે ગુરુકુળમાં કે ધર્મગુરુ પાસે જા.'

'બિલકુલ નહિ. નસીમે મને કહ્યું છે કે  આવા પાઠ શીખવાની એકમાત્ર જગ્યા નંદિનીનો કોઠો છે.'

'ઠીક છે. પણ તાલીમ માટે તારે એક વરસ સુધી મારી પાસે રહેવું પડશે. આ જ તારું ઘર. અહીં જુવાન-બૂઢા, મૂરખ-પંડિત બધા આવશે. તારે બધા સાથે હસીને રહેવું પડશે અને હું કહું તેમ કરવું પડશે.'

'કબૂલ. પણ હું તમને 'મા' કહું તો ચાલશે ને?'

'ના, જરાપણ નહિ. મને માત્ર 'મેડમ' કહેવાનું.'

કામ્યાને નવાઇ લાગી કે નસીમ અને નંદિની બંને જણ પોતાને 'મા' કહેવાની ના કેમ પાડતાં હતાં. એનો અર્થ એ કે નંદિની પણ મારી જિંદગી વિશે ઘણું જાણે છે.

નંદિનીએ શરૂઆત કરી. સાંભળ બેટા, અહીં કોઇ શિક્ષણ અપાતું નથી. મારા કેટલાક અનુભવો સંભળાવું. હું એક અંગ્રેજ સ્ત્રી છું. બાળપણમાં પિતા સાથે આવી હતી. તે લશ્કરમાં મેજર હતા. તેમને લડાઇ દરમિયાન સતત બહાર રહેવું પડતું. મારી મા  અને હું ઘરમાં એકલાં રહેતાં. એવામાં  એક સૈનિક સાથે માને સંબંધ બંધાયો. બંને સાથે સૂઇ જતાં. તેમને પથારીમાં વિવિધ ચેષ્ટાઓ કરતાં જોઇને મને અચરજ થતું કે તેઓ કેમ આવું બધું કરે છે.

પછી એક દિવસ મેં માને પૂછી લીધું. તેણે કહ્યું, તું અત્યારે એ બધું નહિ સમજી શકે. દરમિયાન મારી ઉંમર વધતા મારાં અંગ-ઉપાંગો નીખરવા લાગ્યાં. એકવાર મારા અંગમાંથી લાલાશ પડતું કથ્થઇ રંગનું પાણી વહેતાં હું મા પાસે દોડી ગઇ. તેણે કહ્યું, ચિંતા ન કર ત્રણ-ચાર દિવસમાં આપોઆપ બંધ થઇ જશે. છોકરી જુવાન થાય ત્યારે આવું થાય.

થોડાક દિવસો બાદ મને રોમેન્ટિક સપનાં આવવા માંડયાં. સુંદર પુરુષોના ચહેરા દેખાવા લાગ્યા. મારી છાતીના ઊભાર જોતાં મને થતું કે માની માફક મારી સાથે પણ કોઇક જવાન હોવો જોઇએ. મેં મા પાસે  આવી ઇચ્છા વ્યક્ત કરી, તો તેણે મને તમાચો મારીને ઠપકારી, કે મેજરની દીકરી થઇને તને આવી ઇચ્છા પ્રગટ કરતાં શરમ નથી આવતી? મેં કહ્યું, મેં તો તને જવાન સાથે જોઇ છે!

મા આ સાંભળીને ડરી ગઇ. પિતા આવે તે પહેલાં તે ઘર છોડીને ઇંગ્લેન્ડ ચાલી ગઇ. પછી મને  ખબર પડી કે તેણે છૂટાછેડા લઇ લીધા હતા.

પિતા પાછા ફર્યા પછી  અમે બંને સાથે રહેવા લાગ્યા. તે ચિક્કાર દારૂ પીને બેહોશ પડયા રહેતા. આ દરમિયાન કેપ્ટન જેમ્સ અમારા ઘરે આવતા. જેમ્સની પત્ની હેલન ખૂબ રૂપાળી હતી. ધીમે ધીમે હેલન અને પિતાની દોસ્તી વધવા લાગી. જેમ્સ રણમેદાન પર લડવા ગયો અને હેલન અમારા ઘરે આવવા લાગી. પિતા અને હેલન સાથે સૂવા લાગ્યાં, જેવી રીતે મા અને પેલો જવાન સૂતાં હતાં.

એકવાર પિતાએ મને કહ્યું કે તું પણ એક બોયફ્રેન્ડ શોધી લેને. મેં પૂછ્યું, બોયફ્રેન્ડ કેવો હોય?

પિતા બોલ્યા,  અરે મૂરખ, છોકરીઓ છોકરા સાથે દોસ્તી કરે અને પછી તેને આજીવન દોસ્ત બનાવીને પરણી જાય.

'પણ હું કોને દોસ્ત બનાવું?'

'અરે, અહીં ઘણા લશ્કરી જવાનોના પુત્રો છે. તેમની સાથે ખા,પી અને મોજ કર.'

પછી મેં એક મિત્ર બનાવ્યો. એણે ચુંબન, આલિંગનથી શરૂઆત કરી અને ધીમે ધીમે મારા અંગે અંગને ખૂબ માણ્યું. મેં તેને કહ્યું, હવે લગ્ન કરી લે. તેણે કહ્યું, શી ઉતાવળ છે, કરીશું. 

મેં પિતાને વાત કરી. તેમને પણ છોકરો ગમતો હતો. પણ એના બાપે ના પાડી. એણે કહ્યું, મારો દીકરો તો લંડન ઊપડી ગયો છે. લગ્ન શક્ય નથી. તમારી દીકરી સાથે તો કેવળ  મોજ-મસ્તી માટે દોસ્તી કરી હતી.

મારા પિતા રોષે ભરાયા. તેમણે રિવોલ્વરમાંથી છોકરાના પિતા પર ધડાધડ ગોળીઓ વરસાવી તેમની હત્યા કરી નાખી. પિતાને  ફાંસી થઇ.

'હવે હું એકલી અટૂલી બની ગઇ. હું ભણેલીગણેલી, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિથી પરિચિત હતી. આથી મેં જુવાન યુવક-યુવતીઓને પ્રેમ અને દેહસંબંધો શીખવવાનું શરૂ કર્યું.

મારો કોઠો એક પ્રયોગશાળા છે. તારે એક વરસ મારી સાથે રહીને હું કહું તેમ કરવાનું રહેશે, કેમકે તારું યૌવન હજી અબોટ અને અક્ષત છે. 

કામ્યા બોલી, 'યસ મેડમ, આજથી તમે મારાં ગુરુ.

નંદિનીએ કામ્યાને વાળની સંભાળથી માંડીને આંખો, ગાલ, કાન, નાક, હોઠ અને સ્તન, કમર તથા નિતંબના સૌંદર્યની સમજ આપી  અને કામક્રીડામાં એ અંગ-ઉપાંગોનું મહત્ત્વ સમજાવ્યું. ચુંબન કેવી રીતે કરવું, હોઠો પર જીભ કઇ રીતે ફેરવવી, સ્તન કઇ રીતે દબાવવાં એ બધું નંદિનીએ કામ્યાને પોતાની બાંહોમાં જકડીને  કરી બતાવ્યું.

એક મહિના પછી  નંદિનીએ તેને એક કમરામાં રહેવા કહ્યું. તેને કામશાસ્ત્રનાં સચિત્ર પુસ્તકો, શૃંગારનું સાહિત્ય વાંચવા આપ્યું અને મોહક-માદક અદાઓ શિખવાડી તેમજ કામુક વસ્ત્રો પહેરતાં શિખવાડી દીધું.

ત્યારબાદ એક દિવસ કામ્યાને પથારીમાં સુવાડીને પોતે તેની બાજુમાં સૂઇ ગઇ. તેને કહ્યું, હવે તું તારા ભીતરના સૌંદર્યની ઝાંખી કર.  

કામ્યા સ્તબ્ધ બની ગઇ. તેને થયું : કોણ જાણે આ મેડમ હવે શું કરવા માગે છે? તેણે શરમાતાં શરમાતાં બ્લાઉઝ ઢીલું કર્યું અને પછી ખૂબ જ સંકોચાઇને સ્કર્ટ ઉતાર્યું તો પણ ફરીથી પોતાનાં સ્તન અને જાંઘ ઢાંકવા એ વસ્ત્રો ખેંચવા હાથ લંબાવ્યા.

નંદિનીએ સ્મિત વેરતાં કહ્યું,  'આ જ સ્ત્રીનું સાચું સ્વરૂપ છે. લજ્જા. તારા રૂપની સદા રક્ષા કરજે.

કામ્યા વિસ્મય સાથે નંદિની સામે જોઇ રહી. મારા કોઠા પરની સ્ત્રી અને  નસીમના કોઠા પરની સ્ત્રીમાં આ ફરક છે. જે દિવસે તું લાજ-શરમ નેવે મૂકીશ ત્યારથી તું કેવળ એક શોભાનો ગાંઠિયો, એક  મનોરંજન કરનારી સ્ત્રી બની જઇશ. પુરુષ સામે જે સ્ત્રી સંયમ અને ધીરજથી જાય છે તે વાસનાની વસ્તુ નહિ બનતાં  એની ખરેખરી જીવનસંગિની બની રહે છે....

'કામ્યા જે સ્ત્રીનાં જીવનમાં જ્યારે પુરુષ સીધે સીધો  આવે છે ત્યારે તે સ્ત્રી અનેક ભૂલોનો શિકાર બને છે. એટલે પહેલાં સ્ત્રીએ પોતાની જાતને બરોબર ઓળખી લેવી જરૂરી છે. પથારીમાં પડેલી સ્ત્રીને પુરુષ કેવળ એક વાસનાની નજરે જુએ છે. ભાવાવેશમાં બંને સંયમ ગુમાવી બેસે છે. હકીકતમાં આવું મિલન 'સંભોગ' ન કહેવાય.

સંભોગ તો બે દેહોનો ઉત્સવ છે, આત્મીયતાની  અભિવ્યક્તિનું પર્વ છે. સંવેગનો સંસ્કાર છે. સંસ્કારહીન સંભોગ તો બળાત્કાર સમાન છે. પછી તે પતિ-પત્નીનો હોય કે પ્રેમી યુગલોનો. 

એટલે જ બીજી  સ્ત્રીના માધ્યમથી પોતાની ભીતરની સ્ત્રીને સમજ. પુરુષ સામે ખૂલતાં પહેલાં તારું સ્ત્રીત્વ  ઓળખ. તો જ પુરુષનું સાચું પુરુષત્વ પામી શકીશ. બસ, આજે આટલું જ શીખ.

પછી બીજે દિવસે નંદિની કામ્યાને બાથરૂમમાં લઇ ગઇ. પોતે નિર્વસ્ત્ર થઇ. પછી કામ્યાને ચુંબન કર્યું. આલિંગન  આપ્યું અને બાંહોમાં જકડી લીધી. કામ્યાને કહ્યું, 'તું પણ મારી સાથે એવું જ કરી બતાવ.'

'મારાથી આવું નહિ થઇ શકે'. કામ્યા એકદમ શરમાઇને બોલી ઊઠી.

'તારે આ જ કરવાનું છે. તેં મને ગુરુ કહી છે.'

પછી કામ્યાને પથારીમાં લઇ ગઇ.   તેની સાથે કામક્રીડામાં ડૂબી ગઇ, અને કહ્યું, રાતભર મને આમ જ ચીપકીને સૂઇ રહે.

સવારે નંદિની વસ્ત્રો પહેરીને પોતાના રૂમમાં જતી રહી. કામ્યા રડમસ અને ઉદાસ ચહેરે તેની પાસે ગઇ. તે બોલી, મેડમ, તમારી આ કામ-દીક્ષા મને સમજાઇ નહિ.

નંદિની બોલી, 'પુરુષ વાસનામાં મોહાંધ બની જાય છે, જ્યારે સ્ત્રી વાસનાને વિશેષ રોશનીમાં જોઇ શકે છે. સ્ત્રી સેક્સ સાથે પોતાનું શીલ ગુમાવતી નથી. એકવાર શીલ ખોયા પછી સ્ત્રી કેવળ વાસનાની પૂતળી બની જાય છે.

આમને આમ એક વરસ પૂરું થયું. નંદિનીએ કામ્યાને પૂછ્યું, હવે ક્યાં જઇશ, તું? નસીમ પાસે કે મારી પાસે રહીશ અથવા બીજે ક્યાંક?

'જઇશ તો નસીમ બાનુ પાસે જ.'

'તને ખબર છે? આ 'ઘર' છે અને તે 'કોઠો' છે? તને શું ગમે છે?'

'કોઠો'.

'કેમ?'

'નસીમબાનુએ મને તમારી પાસે સ્ત્રી બનવા મોકલી હતી. હવે હું સ્ત્રી બની ગઇ. હું તેમની અમાનત છું. તેમને મારું જે કરવું હોય તે કરે.'

'આટલો સુંદર દેહ, મોહક રૂપ અને મધુર સ્વર લઇને તું કોઠા પર જઇશ તો બીજી નસીમબાનુ નહિ બની જાય?' નંદિનીએ માર્મિક સવાલ કર્યો.

'ના મેડમ, મા કોને કહેવાય તેની મને ખબર નહોતી. પિતા કેવા હોય તેની પણ મને ગતાગમ નહોતી. નસીમબાનુ પાસે રહીને હું 'દીકરી' બનતાં શીખી અને તમારી પાસે આવીને હું 'સ્ત્રી' બનતાં શીખી. હવે પુત્રી અને સ્ત્રી મળીને હું એક ત્રીજી વ્યક્તિ બનીશ.

'શાબાશ. તારી કામ-દીક્ષા પૂરી થઇ ગઇ. તું તેમાં શ્રેષ્ઠ રીતે સફળ નીવડી. જે સ્ત્રી એકસાથે પુત્રી અને સ્ત્રી બની શકે, એજ સંબંધો રચી શકે. 

હવે તું માત્ર એક 'દેહ' નથી રહી. સ્ત્રી બની છો. તું ત્યાં જઇશ તો નસીમબાનુનો કોઠો જવાનીનું એક મંદિર બની જશે. મને વિશ્વાસ છે કે તે પણ નસીમને બદલે 'મા' બનવાનું પસંદ કરશે.

કામ્યા ભીની આંખે વિદાય લઇને નસીમબાનુના કોઠા તરફ નીકળી પડી. એણે જેવો કોઠામાં પ્રવેશ કર્યો કે નસીમે કામ્યાનું માથું ચૂમી લીધું અને બોલી, 'બેટી, અબ મૈંને કોઠા ઊઠા દિયા હૈ!' 

Tags :