વાર્તા : ભ્રમ ભાંગી ગયો .
- ઘરમાં કે બહાર આ સુખી પરિવારને જોઈને ભલભલાને અદેખાઈ આવે. દિયરે ભાભીના પ્રેમને જોઈને પણ ઓળખીતા પારખીતા મનમાં ને મનમાં આ પરિવારની વાહવાહ કરતાં. પરંતુ અંતે આ પરિવારને કોઈની નજર લાગી હોય તેમ ભાભી-દિયરના સંબંધો પ્રેમી અને પ્રિયતમાના સંબંધમાં પરિવર્તન પામવા લાગ્યા.
પાછલી રાતથી ધોધમાર વરસી રહેલો વરસાદ હજી સવાર થવા આવી હોવા છતાં બંધ થવાનું નામ લેતો ન હતો. આ સમયે બરાબર વહેલી સવારે પોલીસ ચોકીમાં ઈન્સ્પેક્ટર અમરજીત સવારના ક્રિયાકર્મથી માંડ પરવારી વાતાવરણને અનુરૂપ ગરમ ગરમ ચાની ચુસકી લઈ રહ્યાં હતાં. ત્યાં જ તેમની સામે એક નવયુવાન હાથમાં પિસ્તોલ સાથે ઉપસ્થિત થયો. યુવાન કોઈ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગતું હતું. ઈન્સ્પેક્ટરે કપ ટેબલ પર મૂકી યુવાનને આવી હાલતમાં જોતાં જ સફાળા ઊભા થઈ ગયાં. યુવાનના વસ્ત્રો વરસાદથી લથપથ થઈ ગયા હતા એટલું જ નહિ કોઈ જગ્યાએ રકતનો પણ આભાસ થતો હતો.
'ઈન્સ્પેક્ટર, ગઈકાલે રાતે મેં એક સ્ત્રીનું ખૂન કર્યું છે અને એ સ્ત્રીપણ બીજું કોઈ નહિ પરંતુ મારી સગી ભાભી છે અને હું મારી જાતને પોલીસને સુપરત કરવા આવ્યો છું. કૃપયા મારી ધરપકડ કરો અને આ રીવોલ્વર સંભાળી લો.
આ સાંભળી ઈન્સ્પેક્ટર તથા તેની પોલીસ ચોકીના અન્ય કર્મચારીઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અને અંદરો અંદર વીસથી બાવીસ વર્ષની વયના આ યુવાનને તો સૌપ્રથમ ઈન્સ્પેક્ટર ઘડી ભર તો ધારી ધારીને જોવા લાગ્યા. ઈન્સ્પેક્ટરને લાગ્યું કે ખાનદાન પરિવારનો લાગતો આ યુવાન આમ સહજ રૂપે પોતાની સગી ભાભીનું ખૂન કરવાની ગંભીર પરાકાષ્ઠા સુધી તો ન જ પહોંચે. જરૂર કાંઈ અતિશય ગંભીર ઉપર વિશાદ, નફરત અને આંતરીક વિમાસણની લાગણીઓ જોવા આવી રહી હતી.
'તમે મજાક મશ્કરી તો નથી કરતા ને? કારણ કે મારી કારકિર્દીમાં આ પહેલી ઘટના છે કે જેમાં અપરાધી અપરાધ કર્યા બાદ સ્વેચ્છાએ પોતાની ગિરફતારીૈ કરાવવા સામે ચાલીને પોલીસ સ્ટેશને જાય. મને લાગે છે કે તમને કોઈ ભયાનક સ્વપ્ન આપ્યું હશે અને તેના પ્રભાવના પરિણામે કદાચ તમને ભ્રમ થતો હશે કે તમે તમારી ભાભીનું ખૂન કર્યું છે.'
ત્યારે ઈન્સ્પેક્ટર ગંભીર રૂપે વિચાર કરવા લાગ્યા અને તેમને યુવાન નિવેદનમાં કોઈ તથ્ય હોવાની પ્રતીતિ થવા લાગી.
'બેસો!' તમે ઘણા વિમાસણમાં છો. તમારા હૃદયમાં અને અંત:કરણમાં કોઈ જબરજસ્ત ઉથલપાથલ થઈ રહી છે. જરા શાંત થાવ અને હકીકતનું વિગતવાર વર્ણન કરો અને સૌપ્રથમ તમારો પૂરો પરિચય આપો.
'મારું નામ મધુકર છે અને હું તમારા પોલીસ સ્ટેશનની હકુમત હેઠળ આવતા સેક્ટર-૩ માં બંગલા નંબર ૧૧માં મારા મોટાભાઈ સર્વોદયકુમાર અને ભાભી અંજલિ સાથે રહું છું. આ અંજલિ મારી ભાભી જ નહિ. પરંતુ મારી સાથે અનૈતિક સંબંધ ધરાવતી એક બેવફા પત્ની પણ હતી.
'લાશ ક્યાં છે.
ઘરમાં જ શયનખંડમાં પલંગ પર.
બીજું કોઈ ઘરમાં હયાત છે?
ના, ના મોટાભાઈ કંપનીના ચીફ સીક્યોરિટી ઓફિસર હોવાને નાતે કંપનીના કામે બહારગામની બીજી ઓફિસમાં તપાસાર્થે ગયા છે.
ઈન્સ્પેક્ટર અમરજીતે તુરત જ જીપ કાઢવા હવાલદારને આદશ આપ્યો અને બે હવાલદાર અને મધુકર સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયાં. આ સમયે સવારના છ એક વાગ્યા હોવાથી રસ્તા પર કે સેક્ટર ૩માં લોકોની ખાસ અવરજવર જોવામાં આવતી નહતી. તદ્ઉપરાંત પાછું વરસાદનું જોમ થોડું વધી ગયું હોય તેવું લાગતું હતું.
બંગલે પહોેંચી જ્યારે ઈન્સ્પેક્ટર ફક્ત મધુકર સાથે શયનખંડમાં પહોંચ્યા ત્યારે પથારીમરાં પડેલી અંજલિની લાશને જોઈને સ્તબ્ધ થઈ ગયાં.
પલંગની કિનારી પર ઢળેલાં માથાના કેશ છેક જમીન ઉપર પથરાયેલા હતા અને ડાબો હાથ પલંગથી નીચે લટકી રહ્યો હતો. કંચુકીનો ેહુક નીકળી ગયો હોવાને કારણે ઢીલી કંચુકી હોવા છતાં બંને સ્તનો મહદંશે અર્ધ ઢંકાયેલા જોવામાં આવતાં હતાં. ચણિયાની ઝાલર છેક ઘુંટણથી ઉપર સુધી ખેંચાઈ ગઈ હોવાથી સાથળનો પ્રદેશ લગભગ સ્પષ્ટ જોવામાં આવતો હતો. અંજલિનોે જમણો પગ ઘુંટણથી વળેલો હતો. પરંતુ ડાબો પગ સીધો પરંતુ પલંગના કિનારેથી થોડો બહાર લટકતો હતો. બાજુની ટી-પોય ઉપર બે ગ્લાસમાં થોડી વ્હીસ્કી હજી પણ પીધા વિનાની હયાત હતી. પરંતુ બાજુમાં પડેલી ક્વાર્ટર બોટલ સાવ ખાલી હતી. ગોળી વાગ્યાનું નિશાન ગળાની જમણી બાજુએ હતું.
ઈન્સ્પેક્ટરે પંચનામું તૈયાર કર્યું. મધુકરનું નિવેદન લીધું અને લાશને પોસ્ટમોર્ટમ માટ મોકલવા હવાલદારોને આદેશ આપી મધુકરની સાથે બહાર વરંડામાં આવી સીગારેટ સળગાવી આ ઘટનાની વિચારધારામાં ખોવાઈ ગયા.
મધુકર અને સર્વોદય બે ભાઈઓ આમ તો સાધારણ પરિવારના હતા. પરંતુ સર્વોદય ભગવાનનો માણસ અને સાદાઈમાં માનતો જ્યારેં મધુકર મસ્તકલંદર અને ફાંકડો જવાન હતો. મધુકરને ભણાવવા ગણાવવા અને બધી રીતે સુખી રાખવામાં સર્વોદયે લગીરે કચાશ રાખી ન હતી. પોતે પણ ભણી ગણીને મોટી કંપનીમાં ચીફ સિક્યોરિટી ઓફિસર બની ગયો હતો. જતે દહાડે શહેરના જ એક અમીર પરિવારની કન્યા અંજલિ સાથે સર્વોદયના લગ્ન થઈ ગયાં. અંજલિ એકની એક પુત્રી હોવાથી ઘણા લાડથી ઉછરી હતી. તેથી તેનામાં ઓેછાવતા પ્રમાણમાં સ્વચ્છંદતા, ઉદારતા, ઉડાઉપણું, નખરાં, આધુનિક જીવનશૈલી સાથે ભોગવિલાસને જિંદગીને ફાવે તે રીતે ભોગવવાની ભાવના વિશેષરૂપે તેના આચરણમાં જોવામાં આવતી. લગ્ન પહેલાં બંને ભાઈઓ અંજલિને જોવા ગયા હતા ત્યારથી જ અંજલિની દાનત મધુકરના યૌવન ઉપર ઉતરી આવી હતી. પરંતુ ગમે તેમ તોય ભણેલી ગણેલી અને શ્રીમંત ખાનદાનની હોવાથી એટલી અધિરાઈથી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત થવા દે તેવી અંજલિ કમજોર ન હતી. આમ જોતાં તો સર્વોદય પણ શારીરીક બંધારણની દ્રષ્ટિએ જોતા કાંઈ ઓછો ન હતો પરંતુ તેનો સ્વભાવ, સંસ્કાર અને વ્યવહાર અને આચરણ ઘણાં ખાનદાની હતાં. જ્યારે અંજલિ, આઝાદ મિજાજની અને બોલવે ચાલવે વાણી વર્તનમાં પણ બિનધાસ્ત હતી.
લગ્ન બાદ મધુકર અને અંજલિ વચ્ચે એવો તો મનમેળ જામી ગયો કે જે જોેઈને સર્વોદયે સંતોષનો સ્વાદ લીધો. ઘરમાં કે બહાર આ સુખી પરિવારને જોઈને ભલભલાને અદેખાઈ આવે. દિયરે ભાભીના પ્રેમને જોઈને પણ ઓળખીતા પારખીતા મનમાં ને મનમાં આ પરિવારની વાહવાહ કરતાં. પરંતુ અંતે આ પરિવારને કોઈની નજર લાગી હોય તેમ ભાભી-દિયરના સંબંધો પ્રેમી અને પ્રિયતમાના સંબંધમાં પરિવર્તન પામવા લાગ્યા. આ માટે કદાચ સર્વોદયની વેળા કવેળાની નોકરી પણ જવાબદાર હતી. ઘણીવાર કંપનીના કામે બહાર ગામ જવાના પરિણામે દિયર ભાભીને ચોેવીસ કલાક એકાંતવાસનો લાભ મળતો. શરૂઆતમાં તો બંને વાણી, વ્યવહાર અને આચરણમાં થોડો ઘણો સંકોચ કરતાં. પરંતુ એકવાર એવોે પ્રસંગ આવ્યો કે બંનેના હૃદયમાં દીર્ધસમયથી સુષુપ્ત જ્વાળામુખીએ જ્વલંતરૂપ ધારણ કર્યું.
એકવાર સર્વોદય રાબેતા મુજબ કંપનીના કામે બહાર ગયો હતો ત્યારે અંજલિની એક સહેલીના બાબાના જન્મદિવસની પાર્ટીમાં જવાનું થયું. મધુકર તો તૈયાર થઈ વરંડામાં બેઠો હતો અને ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદના વાતાવરણની ખુશનુમા ખુશબોની મજા માણી રહ્યો હતો. તે વખતે અંદર બેડરૂમમાં પલંગ પ ર બેઠી અંજલિ તૈયાર થઈ રહી હતી. તેણે અચાનક બૂમ મારી 'મધુકર, જરા અંદર તો આવ તો.' મધુકરે અંદર જઈને જોયું તો આ અંજલિ પોતાની કંચૂકીનો હુક લગાડવા બંને હાથ પાછળ રાખી એકધારો પ્રયાસ કરી રહી હતી, બંને હાથ પાછળ જતાં સ્ત્રીનાં સ્તનોમાં સામે જે ઉભાર આવે તે જોઈને ભલભલા પુરુષો પાણી પાણી થઈ જાય. તો વળી મધુરકર કયા ખેતરનો મૂળો? તેમ છતાં જ્યારે અંજલિએ કહ્યું ત્યારે તે તેનો હુક લગાડવાની હિંમત ન કરી શક્યો. 'આમ ઉભો ઉભો જોઈ શું રહ્યો છે? જલ્દી હુક લગાડને આપણે જવાનું મોડું થાય છે.' એમ બોલી અંજલિ મધુકરની સામોસામે આવી ઊભી.
'ક્યારનો જોયા શું કરે છે? આપણે પાર્ટીમાં જવું છે ને? ત્યારે સાડી પહેર્યા વિના ફક્ત ચણિયામાં જ આટલી અડોઅડ ઉભેલી અંજલિને આલિંગનમાં લઈ સહશયન કરવાની વૃત્તિનોે પ્રતિકાર મધુકર તો શું પણ કોઈ મહારથી પણ ન કરી શકે.
અચાનક વીજળીના ત્રાટકા સાથે વાદળાંની ભયાનક ગર્જના થઈ. ગભરાઈને અંજલિ મધુકરના શરીરને વળગી પડી અને મધુકરે પણ સમયના સથવારે અંજલિને બાહુપાશમાં જકડી લીધી. થોેડા સમય બાદ બંનેને કામવાસનાને તૃપ્તત કરવા તણાઈ રહેલાં તાંતણા તૂટી ગયા. વીજળીના ચમકારાના ક્ષણિક પ્રકાશ ક્ષણિક અંધકારમાં આંખ મિંચામણા સાથે મધુકર અને અંજલિના અંગે અંગ એકબીજામાં સમાઈ ગયાં.
આવા વરસાદી વાતાવરણમાં અંજલિના આવકાર સાથે મધુકરની મર્યાદા પ્રેમના પ્રલયમાં તણાઈ ગઈ. આખી રાત અંજલિ અને મધુકર સહશયનનું સુખ અમર્યાદિત પ્રમાણમાં ભોગવ્યું. આમ હવે દિયર ભાભી વચ્ચેના સંકોચ, શરમ અને સદાચારના બંધનો તૂટી જતાં બંને જ્યારે પણ તક મળે ત્યારે સાન્નિધ્ય અને સહચર્યનું સુખ ભોગવવાની વૃત્તિથી વંચિત રહેવાનું પસંદ કરતા નહીં.
સર્વોદય જાણતો હતો કે અંજલીનોે સ્વભાવ, મોજીલો, આનંદી, હસમુખો, ચંચળ અને મશ્કરો હોવાથી મધુકર સાથે તેને સારો મનમેળ જામી ગયો હશે, પરંતુ મધુકર સાથે જાતિય સંબંધ વિષે ભાભીના ભરડાથી સર્વોદય અજાણ હતો. અંજલિનો આધુનિક અંદાજ ધીરે ધીરે તેને મધુર સાથે વાસના તૃપ્તિના મુકામ સુધી દોરી ગયો અને આમ દિયર ભાભી વચ્ચેનોે શોખીયા સંબંધ આદતનો અવતાર બની ગયો. પરંતુ જેમ દરેક વૃત્તિના અતિરેકનો અંત હોય છે તેમ મધુકર હવે આ અનૈતિકનો અંત લાવવા માંગતો હતો. પરંતુ અંજલિ મધુકરની મદનલીલાથી એટલી હદે મુગ્ધ થઈ ગઈ હતી કે તેને માટે પાછું વાળીને જોવામાં આત્મઘાતની અનુભૂતિ થતી હતી. પરંતુ મધુકર, ભાભી સાથેની આ અનૈતિક યાત્રાનોે અંત લાવવા માંગતો હતો. ત્યારે અંજલિએ એકવાર ઘટસ્ફોટ કર્યો. ''મુધકર જો હું તને બહુજ ગમતી હોઉં તો એવું ન બને કે આપણે બંને એક થઈ જઈએે અને સર્વોદયનોે હમેશ માટે આપણી વચ્ચેથી કાંટો કાઢી નાખીએ.
મધુકરને માથે જાણે વ્રજાઘાત થયો. અંજલીના જીવનમાં સળવળતા વાસનાના કીડાને પાળવા, પોષવા અને પંપાળવા ખાતર તે સર્વોેદયનો ભોગ લેવા માગતી હતી. હવે મધુકરને અંજલિના અસલ સ્ત્રી સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. દરમિયાન મધુકરનાં લગ્ન એક ગ્રામીણ યુવતી સાથે થયાં અને તે મધુકર સાથે રહેવા લાગી. સ્ત્રી કદાપિ પોતાના માનીતા પુરુષને ભોગવવામાં અન્ય સ્ત્રીને સહભાગી થતી સાંખી શકતી નથી. તેમ અંજલિ પણ મધુકરની પત્નીની ઉપસ્થિતિથી આકુળ વ્યાકુળ થઈ ગઈ.
એકવાર સંજોગોવશાત્ મધુકરની ગ્રામીણ પત્ની મધુકર અને અંજલિ વચ્ચેની પ્રેમલીલાને જોઈ ગઈ. તેને એટલો આઘાત લાગ્યો કે થોેડા દિવસો બાદ તે મરી ગઈ. પરંતુ પોેતાના પતિ અને જેઠાણી વચ્ચેના શરીર સમાગમ ગમના દ્રશ્યને લઈને એકવાર ઘરમાં મોટું રમખાણ ઊભું થયું હતું. પરંતુ સર્વોદયને તેનો અણસાર સુધ્ધાં આવવા દીધો ન હતો.
દરમિયાન સર્વોદયને ઠેકાણે પાડવાની અંજલિની અભિલાષા વધુને વધુ બળવત્તર બનતી ગઈ. હવે મધુકરને સમજાઈ ગયું કે જો અંજલિને સર્વોેદયનો કાંટો કાઢી નાખવામાં મારો સહકાર મળશે નહીં તો તે કોઈ અન્ય પુરુષને મદદે લઈને પણ પોતાના પાશવી પરાક્રમને પાર પાડવાનો પુરુષાર્થ કરે. હવે મધુકરને અંજલિમાં ખુદગર્જ, હિંસક, ખતરનાક અને નરાધમની નારીનાં દર્શન થવા લાગ્યાં. પરંતુ તે કોઈપણ સંજગોમાં પોેતાના મોટાભાઈની હત્યામાં અંજલિને સાથ આપવા તૈયાર ન હતો.
'મધુકર! તમને મારા બનાવવા માટે હું કોઈપણ જોખમ ખેડવા તૈયાર છું. મધુકર તમે જાણો છો ને કે એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વૉર' અત્યારે મારા શરીરમાં લવનો લાવારસ ઉકળી રહ્યો છે તો બીજી બાજુએ વાસનાની વોર ચાલી રહી છે. મને આમાંથી ઉગારી લે મધુકર.'
પરંતુ મધુકર ટસનો મસ ન થયો. તેને અંજલિમાં એક કુટીલ અને કલંકિત નારીના દર્શન થયાં. ભાઈની હત્યા કરવા માટે ભાભીના ભેજા પર સવાર થયેલા ભૂતને ભગાવવા મધુકર માટે હવે ફક્ત એક જ વિકલ્પ હતો. અંજલિની જ હત્યા અને તેણે મનોમન મનસુબોે કરી લીધો. જે સ્ત્રી મારા માટે મારા ભાઈનોે ભોગ લેવા તૈયાર થઈ છે તે કાલે ઉઠી બીજા પુરુષને ખાતર મારો ભોગ લેવા પણ તૈયાર થઈ શકે છે. એવોે વિચાર આવતાં મધુકર મરણિયો થઈ ગયો.
આવી અતિશય વિલાસી અને વાસનાપ્રિય સ્ત્રીનોે વિશ્વાસ રાખી શકાય નહીં. એવું ધારી એકસવાર ચોમાસાની ભયાનક રાતે જ્યારે સર્વોદય બહારગામ ગયો ત્યારે મધુકરે ભાઈના આગમન સાથે તેને પતાવી દેવાનું વચન આપી અંજલિ સાથે તેના સધવા જીવનની અંતિમ રાત્રી સૌભાગ્યના શણગાર સાથે વીતાવવાની ઈચ્છા વ્યક્ત કરી. અંજલિના આનંદની મર્યાદાઓ માઝા મૂકી દીધી. અને તે સોળે શણગારે સજ્જ થઈ મધુકરના શયનખંડમાં પ્રવેશી. મધુકરે પણ તેને આલિંગન સાથે આવકાર આપ્યો. વ્હીસ્કીના ઘુંટડા સાથે મદહોશ કરી.
એક બાદ એક તેના શણગાર અને સાડી દૂર કર્યા. અંજલિ તો જાણે મધુકરની સાથ મધુરજની ભોગવી રહી હોય તેમ મદહોશ થઈ ગઈ અને મધુકરે પણ મદહોશ અંજલિને અંતિમવાર ચરમસીમાનું સુખ પ્રદાન કર્યું અને લાગ જોઈને જ્યારે અંજલિ વાસના તૃપ્તિના તરવરાટની અનુભૂતી કરી રહી હતી ત્યારે તેના ગળાના જમણા ભાગમાં રીવોલ્વરની ગોળી ધબરાવી દીધી.
સિગારેટો ઉપર સિગારેટો પીધા બાદ પણ ઈન્સ્પેક્ટરને એ ન સમજાયું કે સ્ત્રી ખરેખર આટલી હદે પતનનો માર્ગ અપનાવી શકે? થોડીવાર બાદ મધુકરને લઈ ઈન્સ્પેક્ટર પોતાની જીપમાં પોેલીસ ચોકી જવા માટે રવાના થઈ ગયાં.