Get The App

વાર્તા : પ્રેમનું વિભાજન .

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : પ્રેમનું વિભાજન                                    . 1 - image

''અલકા! એ...  બે હાથથી પકડીને હલાવતાં સૂરજે એને ફરીથી પૂછ્યું, ''બોલને  મારી સાથે લગ્ન કરીશ?''

''હં.... '' જાણે કે ઉંઘમાંથી જાગી. પછી મન પર કાબૂ રાખી બોલી. ''સૂરજ! મારાં દસ વર્ષના દીકરા ગૌતમને તારા દીકરાની જેમ રાખી શકીશ?'' ''અલકા, હું એને એટલો બધો પ્રેમ કરીશ કે તેના પપ્પાને પણ ભૂલી જશે.''

સૂરજને ફોન કરી રહેલી અલકા હેરાન થઈ રહી હતી. એને ખબર હતી કે ફોેન પરની વાત સાંભળીને સૂરજ ચોક્કસ નારાજ થશે.

''હેલો'' ફોન સૂરજે જ ઉપાડયો

''હા, સૂરજ હું અલકા બોલું છું.''

''અલકા, મારો મેસેજ મળી ગયો?'' ખૂબ આનંદમાં આવી ગયેલા સૂરજે અલકાને કહ્યું, ''સાંજના તું સરસ રીતે તૈયાર થઈને આવજે, આપણે આજે પાર્ટીમાં ખૂબ મજા કરીશું.''

''સૂરજ તારો મેસેજ તો મળ્યો પણ ગૌતમને ખૂબ તાવ છે. હું એને દવાખાને લઈ ગઈ હતી. ડોક્ટરો દવા તોે આપી દીધી છે છતાં એને ઠીક નથી, આવી હાલતમાં એને મૂકીને પાર્ટીમાં કેવી રીતે આવું? અલકા ધીમા અવાજે એક સાથે બધું બોલી ગઈ.

સૂરજ  કંઈ બોેલી ના શક્યો. ચૂપ જ થઈ ગયો  'હેલો  સૂરજ, તું સાંભળે છે ને? મારી વાત સમજવાની કોશિશ કરજે.''

''એમાં સમજવાની વાત જ ક્યાં આવે છે?'' સૂરજનો ગુસ્સો એના જવાબમાં દેખાઈ આવતો હતો.

''તું પણ કંઈક કહે ને.''

''શું કહું? બસ, મારે તારો નિર્ણય માનવો જ પડશે.''

''એકલો જઈ આવીશ.'' કહીને, રિસીવર પછાડયું. અલકા ધૂ્ર્રસકે ધૂ્રસસકે રડી પડી અને ખબર હતી જ કે સૂરજ એની વાત સાંભળીને  ગુસ્સે થશે જ, પણ એય શું કરે? પોતાના એકના એક લાડકા દીકરાને તાવમાં તરફડતો મૂકીને પાર્ટીમાં કેવી રીતે જાય?

અલકાની આંખનો તારો હતો ગૌતમ, એ ચાર વર્ષનો હતો ત્યારે એના પતિ હિમાંશુનું મૃત્યુ થયું હતું. એ વિકટ પરિસ્થિતિમાં બાપના મૃતદેહ પાસે બેસીને રડતા એના દીકરાને જોઈને અલકાએ મનમાં જ નક્કી કરી લીધું હતું કે બાપ વગરના એના દીકરાને કોઈ વાતે દુ:ખી નહીં કરે.

સમય પસાર થતાં અલકા અને ગૌતમ ધીરે ધીરે દુ:ખ ભૂલવા લાગ્યાં. એક કંપનીમાં અલકાએ  ક્લાર્કની નોકરી શરૂ કરી. શહેરમાં રહેતાં એનાં સાસુ-સસરા ક્યારેક ક્યારેક એમની ખબર કાઢી જતાં હતાં.

એવામાં એક દિવસ અલકાની ઓફિસમાં યુવાન અને હેન્ડસમ સૂરજ એન્જિનીયર તરીકે જોડાયો. અલકાની ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરવાની રીતથી બધા વાકેફ હતાં. 

એક દિવસ અચાનક સૂરજે અલકાને એની કેબિનમાં બોેલાવીને કહ્યું, ''અલકા, યુસુફભાઈની દુકાનના પેમેન્ટની ફાઈલ લાવ તો.''

''જી, હમણાં આપું'' કહીને અલકા ફાઈલ લેવા ગઈ. પણ ફાઈલ શાની મળે? બધી અભરાઈ, કબાટ વગેરે ફેંદી વળી પણ ફાઈલ ના મળી, પહેલાં ક્યારેય આવું નહોતું બન્યું. લગભગ દોઢ કલાક સુધી શોધ્યા પછી એ તો સૂરજ પાસે જઈને મોઢું નીચું કરી ઊભી રહી.

''કેમ, અલકા, ફાઈલ કયાં ગઈ?''  સૂરજને પૂછ્યું હતું.

''સોરી સર? એ ફાઈલ નથી મળતી.'' કહેતાં જ અલકા રડી પડી. 

એને રડતી જોઈને સૂરજને યાદ આવી ગયું. એ બોલ્યો, ''આઈ એમ વેરી સોેરી. અલકા, એ ફાઈલ તો મેં કાલે અતુલ પાસે મંગાવી હતી.''

''ઈટ્સ ઓ.કે.'' કહીને અલકા હસી પડી.

એના સુંદર ગુલાબી ગાલમાં પડતાં ખંજન સામે સૂરજ જોેઈ રહ્યો.

હવે તો સૂરજ રોજ કંઈકને કંઈક બહાના કાઢીને અલકાને એની કેબિનમાં બોલાવવા લાગ્યો. પણ સ્ત્રીમાં કુદરતે અજનબી શક્તિ. મૂકી છે. સામેના પુરુષના ભાવ પારખવાની શક્તિ અલકા સૂરજના ભાવ સમજી ગઈ હતી. સૂરજની લાગણી જોઈને એની ભાવનાઓ તથા ઈચ્છાઓ ફરી જાગી ઉઠી.  એક દિવસ ખૂબ આગ્રહ કરીને સૂરજ અલકાને કોફી પીવા લઈ ગયો. ''ચાલને અલકા, બાજુમાં આવેલા બાગમાં થોેડીવાર બેસીએ.'' કોફી પી રહ્યા પછી સૂરજે કહ્યું.

પહેલાં તો ''ના ના'' કહીને છેવટે એ માની ગઈ. બંને ખૂણામાં આવેલા એક બાંકડા પર બેઠા. સૂરજે કોઈપણ જાતની પૂર્વભૂમિકા બાંધ્યા વગર સીધું જ કહી દીધું, ''અલકા હું તને પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન કરીશ?''

આ સાંભળીને અલકા તો સ્તબ્ધ બની ગઈ અને વિચારતી રહી શું એના ભાગ્યમાં હવે  સુખ લખ્યું હશે? તે ખુશીની મારી કંઈ બોલી શકી નહીં.

''અલકા! એ...  બે હાથથી પકડીને હલાવતાં સૂરજે એને ફરીથી પૂછ્યું, ''બોલને  મારી સાથે લગ્ન કરીશ?''

''હં.... '' જાણે કે ઉંઘમાંથી જાગી. પછી મન પર કાબૂ રાખી બોલી. ''સૂરજ! મારાં દસ વર્ષના દીકરા ગૌતમને તારા દીકરાની જેમ રાખી શકીશ?''

''અલકા, હું એને એટલો બધો પ્રેમ કરીશ કે તેના પપ્પાને પણ ભૂલી જશે.''

અલકા સૂરજ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. એના સાસુ-સસરાને પહેલાં તો આંચકો લાગ્યો, પણ પાછળથી અલકાના સુખ માટે હા કહી દીધી. અલકા અને સૂરજે સાદાઈથી લગ્ન કરી લીધાં.

લગ્ન પછી નોકરી છોડી દઈને એ સૂરજના આલીશાન ફ્લેટમાં રહેવા આવી ગઈ. કિશોરવયે પહોેંચી રહેલો ગૌતમ ગંભીર બની રહ્યો હતો. પરિસ્થિતિએ એને ઉંમર કરતાં વધારે મોટો બનાવી દીધો હતો.

પોતાના દીકરાને ખોટું લાગી જાય નહિ એમ વિચારીને અલકા એના વર્તનમાં ખૂબ કાળજી રાખતી. જોકે સૂરજ પણ અલકાની સ્થિતિ સમજતો હતો, તેથી એને પૂરેપૂરો સાથ આપતો હતો. છતાં ક્યારેક ક્યારેક ગૌતમના લીધે અલકા એને સમય આપી શકતી નહીં તો અકળાઈ ઉઠતો.

એ દિવસે પણ ફોેન પર આ કારણથી જ એ ગુસ્સે થઈ ગયો હતો.

સૂરજ ગુસ્સે થશે, એને ખોેટું લાગશે એમ વિચારીને અલકા દુ:ખી થઈ રહી હતી એવામાં દરવાજે ઘંટડી વાગી. એણે દરવાજો ખોલ્યો. સામે એની પાડોશી તથા ગાઢ બહેનપણી સુષ્મા ઊભી હતી. અલકા સુષ્માને બધી વાત કહી મન હળવું કરી લેતી હતી.

અલકાની સામે જોઈ સુષ્મા તરત સમજી ગઈ કે એ રડી રહી હતી એણે પૂછ્યું, ''શું વાત છે, અલકા, કેમ રડતી હતી?'' 

આટલું  સાંભળીને એ તોે વધારે રડવા લાગી.

''પણ તને શું થયું છે, એ તું કહીશ?''

''ગૌતમને ખૂબ તાવ આવ્યો છે.''

''એમાં શું થઈ ગયું? તાવ જ આવ્યો છે 

ને, મટી જશે.''

''એમ નહીં, આજે સાંજે  સૂરજની ઓફિસમાં પાર્ટી છે. એ ઈચ્છે છે કે હું પણ પાર્ટીમાં જાઉં હવે તું જ કહે, ગૌતમને આવી હાલતમાં મૂકીને જવાનું મને ગમે? મેં એને ફોન કરી કહી દીધું કે હું પાર્ટીમાં નહીં આવું.... પણ એણે ગુસ્સે થઈને ફોન પછાડયો હતો.''

''અલકા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું તું પતિ અને  દીકરાની વચ્ચે ફસાઈ  છે. તારે સૂરજનું પણ ધ્યાન રાખવું જોેઈએ. આજે એ ઈચ્છે છે તો તું પાર્ટીમાં જા.''

''પણ.... ગૌતમ ... બીમાર છે, એને તાવમાં તરફડતો મૂકી જવા માટે મારું મન માનતું નથી.''

''કેવી વાત કરે છે તું....! ગૌતમ કંઈ સીરિયસ નથી. તું તારે ચિંતા કર્યા વગર પાર્ટીમાં જા. હું એની સાથે બેસીશ. તું પાર્ટીમાંથી પાછી આવીશ ત્યાં સુધી હું એનું ધ્યાન રાખીશ. બસ....'' સુષ્માએ અલકાને સમજાવી.

સુષ્મા ગૌતમ સાથે રહેવા તૈયાર થઈ એટલે ખુશ થતી અલકા સૂરજને ફોેન કરવા લાગી. ફોેન કરતાં ખબર પડી કે સૂરજ ઓફિસમાં નથી. નિરાશ થયેલી અલકા વિચારવા લાગી કે ગુસ્સામાં એ કયાં ચાલ્યો ગયો હશે? પરેશાન થઈ રહેલી એ સોફા પર પડી ત્યાં જ ઘંટડી વાગી અને એ તંદ્રામાંથી જાગી.

''કોણ હશે?'' વિચારતા એણે બારણું ખોલ્યું. સામે સૂરજ ઊભો હતો.

''હાય, અલકા! ગૌતમની તબિયત હવે કેમ છે....'' પૂછતો પૂછતો ગૌતમ પાસે ગયો. તે ગૌતમ માટે કોમિક્સ લાવ્યો હતો. પોતાને ગમતી કોમિક્સને જોઈને એ ખુશ થઈ ગયો.

થોડીવાર સુધી ગૌતમ સાથે વાતો કરી એ રસોડામાં કામ કરી રહેલી અલકા પાસે ગયો. ''સોરી અલકા, મારે ફોન પર ગુસ્સે થવું ન હતુંં. 

મારે સમજવું જોેઈતું હતું કે તું એક પત્ની છે એની સાથે સાથે એક મા પણ છે. જવા દે, આપણે પાર્ટીમાં નથી જવું. આપણે બંને આજે આપણા દીકરા સાથે જ રહીશું.'' પછી ધીમેથી અલકાને એની તરફ ખેંચતા એ બોલ્યો, ''હવે તો ખુશ ને?''

''જી.... નહીં! આપણે પાર્ટીમાં જઈશું. સુષ્મા ગૌતમ સાથે રહેશે. આપણે પાછા આવીએ ત્યાં સુધી એ ગૌૈતમનું ધ્યાન રાખશે. મારી એની સાથે વાત થઈ ગઈ છે.''

આ સાંભળીને સૂરજ  ખુશ થઈ ગયો. એને આનંદમાં આવેલો જોઈને અલકા પણ રંગમાં આવી ગઈ અને ગુલાબી સાડી સૂરજને બતાવતાં બોલી, તમે શું કહો છો? શું હું સિલ્કની ગુલાબી સાડી પહેરું?''

''અરે, હવે તારે જે પહેરવું હોય તે પહેર. પાર્ટીમાં તારો જ  વટ પડવાનો છે.'' અલકાને ભેટતા સૂરજ બોલ્યો.

બંનેને ખુશ કરવા બદલ, આ સમસ્યાનો ઉપાય બતાવવા બદલ અલકા મનોમન સુષ્માનો આભાર માની રહી હતી.