- વિકાસ આવું જતો ઇચ્છતો હતો. વિકાસે તેને બાથમાં લેતા વધુ નજીક આવતાં કહ્યું, ''સુજાતા હું પણ તને પ્રેમ કરું છું.'' એ પછી બન્ને એકબીજામાં ડૂબી ગયાં. જ્યારે બન્નેનાં તનની આગ ઠંડી થઈ ત્યાર પછી સુજાતા હસીને બોલી. ''વિકાસ, તું મને અહીંથી લઈ ચાલ. હું તને મારા પતિના રૂપમાં જોવાની ઇચ્છા રાખું છું. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા વિના એક પળ પણ રહી શકું તેમ નથી.''
પરેશની હત્યા કરીને સુજાતાએ ખુદ પોતાના પગ પર કુહાડી મારી હતી. આજે તે કોઠા પર સાજશૃંગાર કરીને, ગ્રાહકોની રાહ જોતી હતી. તેનું જીવન આજે બદતર બની ગયું હતું. એ બેઠી બેઠી વિચારતી હતી કે ગઈ કાલે તે શું હતી અને આજે શું છે.
બે વર્ષ પહેલાં તેનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી પરેશ સાથે થયાં હતાં. મધુરજનીની રાત્રે પરેશે તેને બાહોમાં લેતાં કહ્યું હતું, ''સુજાતા, તને પત્નીના રૂપમાં મેળવી હું ખૂબ જ ખુશ છું. મેં સપને પણ વિચાર્યું નહોતું કે મને તારા જેવી ખૂબસૂરત પત્ની મળશે. ખરેખર હું તો ધન્ય બની ગયો.''
પરંતુ સુજાતાએ એની વાત પર જરા પણ ધ્યાન ન આપ્યું અને ચૂપચાપ બેસી રહી. જાણે કે તેણે પરેશના શબ્દો સાંભળ્યા જ નહોતા. આમ છતાંય પરેશ હસતાં-હસતાં કહેવા લાગ્યો. ''અરે સુજાતા, તું આટલી ઉદાસ કેમ છે? એક વાર તો તારો હસતો ચહેરો જોવા દે.''
સુજાતા પરેશ તરફ જોઈને ઉપરછલ્લું હસી અને પછી પરેશની બાહોમાં સમાઈ ગઈ.
સાચી વાત તો એ હતી કે સુજાતાનાં લગ્ન તેની ઇચ્છાવિરુદ્ધ થયાં હતાં. પરેશ તેને પસંદ નહોતો, કારણ કે તે ઉંમરમાં તેનાથી ખાસ્સો મોટો હતો.
પરેશ એક ખાનગી ફેકટરીમાં કામ કરતો હતો. જ્યારે સુજાતા પૈસાપાત્ર પતિની ચાહના રાખતી હતી.
પરેશ સુજાતાને બેહદ ચાહતો હતો. એ જે ચીજ-વસ્તુની માગણી કરતી. પરેશ તરત તેને હાજર કરી દેતો. આમ છતાં સુજાતા તેનાથી નારાજ રહેતી હતી.
કેટલાક દિવસ પછી રજાઓ પૂરી થતાં પરેશ તેની નોકરી પર જવા લાગ્યો ત્યારે સુજાતા ખોટો દેખાડો કરતી રડવા લાગી અને બનાવટી રડમસ અવાજે બોલી, ''તમે મને એકલી મૂકીને જાવ છો, હું અહીં કેવી રીતે રહી શકીશ?''
પરેશે સુજાતાને પોતાની બાથમાં લેતાં કહ્યું, ''સુજાતા, તું અહીં એકલી થોડી જ છે? ભાભી અને તેમનાં બાળકો તો તારી સાથે છે.''
''તું નથી જાણતી, પરંતુ જ્યારે હું નાનો હતો ત્યારે ભાભી લગ્ન કરીને નવા-નવા અહીં આવ્યાં હતાં, જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે તેમણે જ મને ઉછેરીને મોટો કર્યો. આમ પણ હું તરત પાછો ફરીશ.'' આમ સુજાતાને સમજાવી પરેશ તેની નોકરી પર ચાલ્યો ગયો.
સુજાતાનાં સાસુ-સસરાના અવસાનને ઘણાં વર્ષો વીતી ગયાં હતાં. સુજાતાના જેઠ પણ બહારગામ જ નોકરી કરતા હતા. ઘરમાં સુજાતા તેની જેઠાણી અને દસેક વર્ષનો નોકર ગોપી રહેતા હતાં.
પરેશના નોકરી પર ગયા પછી એક દિવસ તેનો માસિયાઈ ભાઈ વિકાસ તેના વેપારના કામ અંગે ઘરે આવ્યો.
પરેશ અને સુજાતાનાં લગ્ન થયાં ત્યારે વિકાસ કોઈ કારણસર આવી શક્યો નહોતો. આજે અચાનક વિકાસની નજર સુજાતા સાથે મળતાં જ બન્નેના તનમનમાં ઝણઝણાટી પસાર થઈ ગઈ. બન્ને પહેલી જ નજરમાં એકબીજા પર ફિદા થઈ ગયાં.
પરેશની સરખામણીમાં વિકાસ સુંદર, ઊંચો, ભરાવદાર શરીરવાળો અને ઓછી ઉંમરનો હતો. તે મિજાજનો રંગીન પણ હતો. તેનાં લગ્ન હજુ થયાં નહોતાં, પરંતુ પોતાના મનની સ્થિતિ એકબીજાને કહેતાં બન્ને ડરતાં હતાં.
હવે તો વિકાસ કામના બહાને અવારનવાર તેમને ઘેર આવવા લાગ્યો. વિકાસ સુજાતાને 'ભાભી' કહીને બોલાવતો હતો. બન્ને ધીરે ધીરે એકબીજાની નજીક આવતાં ગયાં અને ખુલ્લા મનથી મજામસ્તી કરવા લાગ્યાં. પત્તાં રમતાં હોય ત્યારે ઘણી વાર વિકાસ લુચ્ચાઈ કરી લેતો. પછી બન્ને ઝપાઝપી કરવા લાગતાં.
આ દરમિયાન વિકાસનો હાથ ઘણી વાર સુજાતાની છાતી સાથે અથડાઈ જતો. ત્યારે બન્નેના શરીરમાં વીજળીનો કરંટ પસાર થઈ જતો. હવે બન્ને એકબીજાને સ્પર્શ કરવાનું બહાનું શોધતાં રહેતાં.
આ છતાં સુજાતાની જેઠાણી તેમના પર કશી શંકા કરતી નહોતી. કારણ કે બન્ને સગામાં દિયર-ભોજાઈ હતાં. એ વિચારતી કે ચાલો નવી નવી ભાભી મળી છે એટલે બન્ને એકબીજા સાથે મજાક કરતાં રહે છે.
એક વાર સુજાતા જ્યારે સ્નાન કરતી હતી ત્યારે અચાનક વિકાસ ત્યાં પહોંચી ગયો અને તેને બે હાથમાં જકડી કહેવા લાગ્યો, ''ભાભી, તમે ખૂબ સુંદર છો. હું જ્યારે પણ તમને જોઉં છું ત્યારે ભાન ભૂલી જાઉંછું. મારે તમારા જેવી જ પત્ની જોઈએ છે.''
આ સાંભળી સુજાતા તેની બાથમાંથી જાતને છોડાવતાં હસતાં-હસતાં કહેવા લાગી, ''ધત, દિયરજી, તમે બહુ બેશરમ છો. તમને તો મારા કરતાં પણ વધુ સુંદર સ્ત્રી મળશે. તમે મને જોઈને આટલા...''
એટલામાં દરવાજા તરફથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. હકીકતમાં સુજાતાની જેઠાણી આ તરફ આવી રહી હતી. વિકાસ તરત ત્યાંથી નીકળી પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
એક દિવસ વિકાસ પોતાના કામે સુજાતાને ઘરે આવ્યો. એ સાંજે સુજાતાની જેઠાણી તેનાં બાળકો સાથે પિયર ગઈ હતી. ઘરમાં માત્ર સુજાતા અને તેમનો નોકર ગોપી બે જણાં જ હતાં.
વિકાસ એ રાત્રે ત્યાં જ રોકાઈ ગયો. સુજાતાએ રાત્રિનું ભોજન બનાવી, નોકરને પહેલાં જમાડી સૂવા માટે રવાના કરી દીધો. ત્યાર બાદ બન્ને સાથે બેસીને જમવા લાગ્યાં.
સાથે જમ્યા પછી બન્ને પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યાં ગયાં, પરંતુ બન્નેની આંખોમાં ઊંઘનું નામ નહોતું. બન્નેની અંદર વાસનાનો દાવાનળ સળગતો હતો. વિકાસે તેની રૂમનું બારણું અંદરથી બંધ નહોતું કર્યું. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સુજાતા તેની પાસે જરૂ૨ આવશે. થોડીવાર પછી સુજાતા દરવાજો ખોલી ધીરેથી વિકાસના રૂમમાં આવી.
વિકાસ એ સમયે જાગતો જ હતો. તે મનમાં ને મનમાં ખૂબ ખુશ થયો. પછી બોલ્યો, ''ભાભી આટલી રાત્રે તમે અહીં કેમ આવ્યાં છો?''
આનો જવાબ આપતા સુજાતા કહેવા લાગી, ''વિકાસ, મને આજે ખૂબ જ ડર લાગે છે. એટલા માટે ઊંધ આવતી નથી. આજે હું તારી પાસે સૂઈ જઈશ.'' આમ બોલી સુજાતા વિકાસના પડખામાં સૂઈ ગઈ. વિકાસે ઊભા થઈ દરવાજો અંદરથી બંધ કરી દીધો.
અચાનક સુજાતા વિકાસને બાથમાં લેતાં બોલી, ''વિકાસ, મને હવે વધારે ના તડપાવો, નહીંતર હું મરી જઈશ. જ્યારથી મેં તને જોયો છે ત્યારથી જ હું તને ચાહવા લાગી છું.''
વિકાસ આવું જતો ઇચ્છતો હતો. વિકાસે તેને બાથમાં લેતા વધુ નજીક આવતાં કહ્યું, ''સુજાતા હું પણ તને પ્રેમ કરું છું.'' એ પછી બન્ને એકબીજામાં ડૂબી ગયાં.
જ્યારે બન્નેનાં તનની આગ ઠંડી થઈ ત્યાર પછી સુજાતા હસીને બોલી. ''વિકાસ, તું મને અહીંથી લઈ ચાલ. હું તને મારા પતિના રૂપમાં જોવાની ઇચ્છા રાખું છું. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા વિના એક પળ પણ રહી શકું તેમ નથી.''
વિકાસે તેને બાથમાં ભીંસતાં કહ્યું, ''સુજાતા, થોડા દિવસ થોભી જા. હું તને અહીંથી જલદી લઈ જઈશ. હજુ થોડી મૂંઝવણ છે. એ પતાવી નાખું.'' એ રાત્રે બન્ને એકબીજાની સાથે મસ્તીમાં ડૂબેલાં જ રહ્યાં.
એ પછી વિકાસ ત્યાં વારંવાર આવવા લાગ્યો. ત્યાં સુધી કે સુજાતાના પેટમાં વિકાસનું બાળક ઉછરવા લાગ્યું. સુજાતા આ જોઈ ચિંતામાં પડી ગઈ કે હવે શું થશે?
એક દિવસ સુજાતા વિકાસના ગળામાં હાથ ભેરવતાં બોલી, ''વિકાસ, હું તારા બાળકની મા બનવાની છું.''
''સુજાતા, તું ગર્ભપાત કરાવી લે, પછી આપણે સહેલાઈથી લગ્ન કરી શકીશું.'' વિકાસે તરત કહ્યું.
સુજાતા આ માટે તૈયાર નહોતી. તે ગુસ્સો કરતાં બોલી, ''વિકાસ, આ તો આપણા પ્રેમની નિશાની છે અને તું કહે છે કે ગર્ભપાત કરાવું.''
વિકાસે સુજાતાનો ગુસ્સો પારખી લેતાં તેને બાહોમાં લઈને હસીને કહ્યું, ''અરે તું તો નારાજ થઈ ગઈ. હું તો માત્ર મજાક કરતો હતો. આ બાળક તો આપણા પ્રેમની નિશાની છે. હું તને અહીંથી જલદી લઈ જઈશ. હજુ થોડા દિવસ થોભી જા.'' આમ કહી વિકાસ તેના ઘરે ચાલ્યો ગયો.
આ દરમિયાન એક દિવસ પરેશ તેના કામ પરથી પાછો આવ્યો. હવે સુજાતા તેનાથી વધુ ને વધુ દૂર રહેવાનો પ્રયત્ન કરવા લાગી.
એક દિવસ પરેશે સહેજ ખચકાતાં- ખચકાતાં સુજાતાને પૂછયું, ''સુજાતા તું મારાથી આટલી નારાજ કેમ રહે છે? શું હું તને ગમતો નથી? શું તું મને ચાહતી નથી?''
આ સાંભળીને સુજાતા હસીને ઠાવકાઈથી બોલી. ''પરેશ, આજે તમે મારી સાથે આવી કેવી વાત કરો છો? હું તો તમારી પત્ની છું. તમારાથી શા માટે નારાજ રહું? મારી સાથે આવી વાતો ન કરો.''
આ દરમિયાન વિકાસ સુજાતાને મળવા આવ્યો. બન્નેએ મળીને એક કાવતરું રચી કાઢયું. પરેશને રોજ રાત્રે સૂતી વખતે દૂધ પીવાની ટેવ હતી. જ્યાં સુધી એ દૂધ ન પીએ ત્યાં સુધી તેને ઊંઘ આવતી નહોતી. સુજાતા એ રાત્રે પરેશ માટે દૂધ લાવી જેમાં ઝેર ભેળવેલું હતું.
પરેશે રોજની જેમ દૂધ પીધું. થોડી વાર પછી તેનું માથું ભરાવવા લાગ્યું. તેણે સુજાતાને કહ્યું, ''સુજાતા, મને ચક્કર આવી રહ્યાં છે.''
આ સાંભળી સુજાતા બોલી, ''તમે ઝટ સૂઈ જાવ તમને કંઈ નહીં થાય.''
થોડી વાર પરેશ તરફડતો રહ્યો પછી એ ત્યાં જ ઢળી પડયો.
રાત્રે બધાં ઘરેણાં અને પૈસા લઈ વિકાસ સાથે સુજાતા મુંબઈ ભાગી ગઈ.
ટ્રેનમાં વિકાસે સુજાતાને કહ્યું, ''સુજાતા, મુંબઈમાં મારી કાકી રહે છે, આપણે બન્ને તેમને ત્યાં જઈશું અને લગ્ન કરી લઈશું.''
બન્ને મુંબઈ સ્ટેશન પર ઉતર્યા અને ટેક્સી પકડી. વિકાસની કાકીને ત્યાં જવા રવાના થયાં. વિકાસે ટેક્સી એક નાના એવા ઘર પાસે ઊભી રખાવી. એ ઘરમાંથી એક આધેડ વયની સ્ત્રી બહાર આવી.
''નમસ્તે કાકી, આ છે મારી થનારી પત્ની.'' વિકાસે સુજાતા તરફ ઇશારો કરતાં કહ્યું, ''અમે બન્ને અહીં લગ્ન કરવા માંગીએ છીએ.''
એ સ્ત્રીએ હસીને સુજાતાને કહ્યું, ''આવ દીકરી, આ તારું જ ઘર છે.''
પછી પેલી સ્ત્રી અને વિકાસ વચ્ચે કશીક ખાનગી મસલત થઈ.
એ સ્ત્રીએ વિકાસને એક બેગ આપતાં કહ્યું, ''બેટા, તું આ તારા કાકાને આપી આવ. એમાં જરૂરી ચીજવસ્તુઓ છે. એ બેગ અહીં જ ભૂલી ગયા છે.''
વિકાસે સુજાતાને કહ્યું, ''સુજાતા, તું અહીં રહે. હું કાકાને બેગ આપીને આવું છું.' આમ બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો.
થોડી વાર પછી ચિંતા વ્યક્ત કરતા સુજાતાએ કાકીને પૂછયું, ''વિકાસ, હજુ સુધી કેમ નથી આવ્યો?''
''વિકાસે હમણાં જ ફોન કર્યો હતો કે સુજાતાને લઈને અહીં આવી જાવ એટલે તારે હમણાં જ ત્યાં પહોંચી જવું પડશે.'' કાકી બોલ્યાં.
સુજાતા કાકી સાથે કારમાં બેસીને ચાલી નીકળી. કાર એક ગલીમાં પહોંચીને એક મકાન સામે ઊભી રહી. સુજાતાએ નજર કરી તો તેની ઉંમરની એકથી એક સુંદર છોકરીઓ ત્યાં શૃંગાર સજીને તૈયાર થઈને ઊભી હતી.
ત્યાંનો માહોલ જોઈ સુજાતાએ કાકીને પૂછયું, કાકી, તમે મને અહીં ક્યાં લઈ આવ્યાં છો? ''મારે વિકાસ પાસે જવું છે. હું અહીં નહીં રહું.''
તે સ્ત્રીએ કુટિલ હાસ્ય કરતાં કહ્યું,
''હું વિકાસની કોઈ કાકીબાકી નથી. વિકાસે તને પચાસ હજાર રૂપિયામાં મને વેચી દીધી છે. હવે તું અહીં જ રહીશ. તારે અહીં ગ્રાહકોને ખુશ કરવાના છે. વિકાસ ફરી અહીં ક્યારે પણ નહીં આવે.''
આ સાંભળતા જ સુજાતા ઊંધા મોંએ પડી અને બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને જાણવા મળ્યું કે તેનો ગર્ભપાત થઈ ગયો છે.
સુજાતા વેશ્યા બનવા તૈયાર નહોતી. તેને ચાર દિવસ સુધી ભૂખી-તરસી એક નાના રૂમમાં પૂરી રાખી. ઉપરાંત મારઝૂડ કરી.
આખરે હારીને સુજાતા ધંધો કરવા તૈયા૨ થઈ. સુજાતાનું નામ શમા રાખવામાં આવ્યું. ત્યારથી સુજાતા ત્યાં ગૂંગળામણભર્યું જીવન જીવી રહી છે. તે વિચારતી હતી કે જો પતિ સાથે તેણે દગો ન કર્યો હોત તો તેની આવી હાલત ક્યારે પણ ન થાત.
અચાનક તે તેના વિચારોનીદુનિયામાંથી બહાર આવી. એક આધેડ સ્ત્રી તેને કહેતી હતી. ''ચાલ શમા, ગ્રાહક આવી ગયો છે.''
શમા બનેલી સુજાતાએ પોતાની આંખનાં આંસુ લૂછયાં અને પોતાના ગ્રાહકને ખુશ ક૨વા ઊભો થઈ ગઈ.


