Get The App

વાર્તા : સાવકીમા .

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વાર્તા : સાવકીમા                                       . 1 - image

- આ બાળકો અમારા કુટુંબના છે, એમ વિચારી અમે એ જવાબદારી સ્વીકારી લીધી. ભાઇના બાળકો મારા હેવાયા થઇ ગયા. મારા  વિના તેઓ એક પળ પણ રહેતા  નહીં. ભાભીના  મૃત્યુના બે વર્ષ પછી અમે ભાઇના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. નવી મા  બાળકોને સાચવશે?

''પરંતુ... છોકરો બીજાવર છે. એટલું જ  નહીં પણ તે એક પુત્રનો પિતા પણ છે. શું આપણી

ચંદ્રા. .. '' 

''આ બધો વિચાર કરવાનો કોઇ ફાયદો નથી સરલા. આપણી ચંદ્રાની ઉમર પણ વધવા માંડી છે. ચાલીસની થવા આવી છે. એકાદ-બે વર્ષ પછી તો બીજવર મળવાના પણ ફાંફા પડશે.દદ ''પ્રથમ લગ્નના પુત્રનું શું? આપણી ચંદ્રા એ જવાબદારી ઉપાડી શકશે?''

''હમણાં તો મિતુલનો પુત્ર તેના મામા-મામી પાસે રહે છે. આથી ચંદ્રા પર એની જવાબદારી આવશે નહીં.'' પિતાએ કહ્યું.

''આમ છતાં પણ ચંદ્રા આ પુત્રની જવાબદારી સંભાળશે નહીં એ વાતનો ખુલાસો લગ્ન પૂર્વે જથઇ જવો જોઇએ.''

''સારું, આપણે પહેલેથી જ આ બાબતની સ્પષ્ટતા કરી લઈશું. બાકી છોકરો અને સ્થળ સારું છે. આ ઉંમરે ચંદ્રાને આથી સારું ઠેકાણું મળે તેમ નથી.''

બાજુના ઓરડામાં બેઠેલી ચંદ્રા મમ્મી-પપ્પાની આ વાત સાંભળતી હતી. તેની આંખો સજળ થઇ ગઇ. ચંદ્રા ભળેલી-ગણેલી હતી. દેખાવે પણ સારી હતી. સંસ્કારી હતી. ઘરકામમાં પણ હોશિયાર હતી. પરંતુ તેના પિતાની સામાન્ય સ્થિતિને કારણે તેના લગ્ન થતા નહોતા. સમાજમાં પ્રસરેલી દહેજ પ્રથા તેના લગ્ન આડે આવતી હતી. તેના જન્માક્ષરમાં પણ કોઇ દોષ હતો. આથી તેની કુંડળી પણ કોઇ જોડે મળતી નહોતી. આ કારણે ચંદ્રાનું ઠેકાણું પડતું નહોતું. ધીરે ધીરે લગ્નની ઉમર વિતવા લાગી અને ચંદ્રા તેના એકાકી જીવનમાં ટેવાઇ ગઇ હતી. એક પછી એક તેના બંને ભાઇઓ પરણી ગયા. ભાઇઓના લગ્ન નક્કી થયા ત્યારે તેને મનમાં ઘણું દુથખ થયું હતું. પરંતુ હૃદયનું દર્દ છુપાવી તેણે હસતા મોઢે ભાઇઓના લગ્નમાં ભાગ લીધો હતો. ઘરમાં બે ભાભીઓ આવી. તેમના સંતાનો જન્મ્યા. ભાભીએ અને તેમના સંતાનોને ખુશ રાખવામાં ચંદ્રાના દિવસો જવા લાગ્યા. નોકરી કરીને કમાતી હોવાછતાં પણ તે ભાઇ-ભાભીઓની  ઓશિયાળી  બની  ગઇ. ભાઇ-ભાભીઓને ખુશ રાખતા રાખતા ચંદ્રા દુલ્હન બની પિયાને ઘર ે જવાનું  સપનું ભૂલી ગઇ. નોકરી અને ભાઇઓની જાળમાં અટવાયેલી ચંદ્રા ઉંમરનાં પગથિયાં ચડતી રહી  અને આજે ઉમરના  ૪૦મા વર્ષે મમ્મી- પપ્પાની વાત સાંભળીતેના દિલમાં ફરી એકવાર અરમાન ઉછળવા માંડયા, પરંતુ   મુરતિયો વિપુર અને એક પુત્રનો બાપ હોવાની વાત તેના દિલમાં એક કાંટાની જેમ ભોંકાતી હતી. શું   જિંદગીભર તેણે બીજાના સંતાનો જ સંભાળવા પડશે? ભાઇ- ભાભીના  છોકરાઓ સંભાળ્યા પછી  તેણે તેની શોકનો છોકરો સંભાળવો પડશે. સાવકી મા બનવું  સહેલું  નથી.  સાવકી  માની જિંદગી ખૂબ  જ ખરાબ છે. જશને માથે ભૂતિયા જ પડે છે. વિધીને મંજુર હશે તે જ થશે. એમ કહી તેણે મન મનાવી લીધું. મિતુલ સાથે વાત આગળ ચાલી. થોડા વર્ષો સુધી ચંદ્રા પર તેના પુત્રની જવાબદારી નહીં નાખવામાં આવે એમ નક્કી થયું. જો કે ચંદ્રાના માતા-પિતા મિતુલની પ્રથમ પત્નીના પુત્રને ચંદ્રા ક્યારે પણ પોતાની પાસે રાખશે જનહીં એવી જીદ પકડીને બેઠા હતા. પરંતુ આ માગુ લઇને આવેલા સંબંધીએ ચંદ્રાના પપ્પાને સમજાવી લીધા કે હમણા આ વાત માની લો. પાછળથી જોયું જશે. પુત્રીની ઉંમર સામે જોઇ ચંદ્રાના મમ્મી-પપ્પા આ વાત માની ગયા અને સાદાઇથી ચંદ્રા અને મિતુલના લગ્ન થઇ ગયા.

૪૦વર્ષની  ચંદ્રા  પરણીન ે સાસરે આવી. તેને માટે આ દુનિયા સાવ નવી હતી. વિવાહિત જીવનની સુંદર કલ્પનાઓને હકીકતમાં ફેરવવાતે આતુર હતી. પરંતુ ુમિતુલ છ વર્ષ લગ્નજીવન માણી ચૂક્યો હતો. તેના મનમાં તેના માસુમ પુત્રને બીજાને ભરોસે છોડવાનું દુ:ખ હતું. પરંતુ આ દુખ તેણે ચંદ્રા પર જાહેર થવા દીધું નહીં. પ્રથમ પત્નીની યાદ તેના દિલને વ્યાકૂળ કરી જતી હતી પરંતુ ચંદ્રા સમક્ષ તેણે ક્યારે પણ પોતાના દિલની વાત જાહેર કરી નહોતી. તે ચંદ્રાને ખુશ રાખવા પ્રયાસ કરતો  હતો.

અઠવાડિયે-પંદર દિવસે એકવાર મિતુલ તેના સાળાને ત્યાં જઇ તેના પુત્રને મળી આવતો. પરંતુ ચંદ્રાએ ક્યારે પણ મિતુલના પુત્ર પ્રેમલને મળવાનો પ્રયાસ કર્યો નહોતો. તેને મન પ્રેમલનું કોઇ અસ્તિત્ત્વ જનહોતું. ચંદ્રા પોતાના સંસારમાં ખુશ હતી. તેના લગ્નને છ મહિના થઇ ગયા. તે ગર્ભવતી હતી. પોતાના ઉદરમાં એક જીવ પાંગરી રહ્યો છે. હવે તે માતા બનવાની છે એ વાતે ચંદ્રા ખુશ હતી.

ચંદ્ર ભૂલેચૂકે પણ પ્રેમલ વિશે કોઇ વાત કરતી નહીં. ગર્ભવતી બન્યા પછી તો તે વધુ ગભરાવા લાગી. પ્રેમલ આ ઘરમાં   આવશેતોતેની અને તેના આવનાર સંતાનના જીવનની બધી ખુશીછીનવી લેશે એવો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો. પ્રેમલ ત્રણ વર્ષનો હતો.  તે  હવે શાળાએ જવા માંડયો હતો. મનમાંને  મનમા ં મિતુલ પ્રેમલ માટે હિજરાતો હતો. પરંતુ આ વાત તે ચંદ્રાને કહી  શકતો નહોતો. પ્રેમલ પાસેથી  પોતે તેનું બાળપણ છીનવી રહી છે પિતાના છત્રથી તેને દૂર રાખી રહી છે એ વાતનો વિચાર ચંદ્રાના મનમાં ક્યારે પણ આવતો નહોતો. પ્રેમાળ ચંદ્રા  પ્રેમલ માટે સાવ કઠોર બની  ગઇ હતી. કેટલીકવાર તેને આ પોતાના આવા વર્તનની નવાઇ લાગતી. પરંતુ પોતાનું વર્તન સુધારવાનો  પ્રયાસ  ચંદ્રા  ક્યારે પણ કરતી નહીં. આ દરમિયાન ચંદ્રાની પાડોશમાં એક નવો પરિવાર રહેવા આવ્યો  હતો. પતિ-પત્ની અને તેમના બે સંતાનો આમ ચાર જણનો આ સુખી પરિવાર હતો આ કુટુંબની મહિલા સીમા ચંદ્રાની સખી બની ગઇ. સીમાને બે પુત્રો હતા. વિશાલ અને વિનય. એક દિવસ વાતવાતમાં સીમાએ વિશાલ તેનો સાવકો પુત્ર હોવાની વાત કહી.  આ  સાંભળીને ચંદ્રાને ઘણી નવાઇ લાગી. કારણ કે સીમાના વર્તન પરથી વિશાલ તેનો સાવકો પુત્ર હોવાની જાણ સુધ્ધાં થતી નહોતી. ઊલટાનુંસીમા તેના સગા પુત્ર વિનય કરતા વિશાલને વધુ પ્રેમ કરતી હતી. ચંદ્રાએ પોતાને પણ એક સાવકો પુત્ર છે અને તે તેના મામા-મામીને ત્યાં રહે છે એમ કહ્યું  ત્યારે  સીમાઅ ેચંદ્રાન ે પોતાની  જીવનકથા  જણાવી.

ચંદ્રા તારા તો  ૪૦ વર્ષની  ઉમરે લગ્ન થયા હતા. પરંતુ મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર ૩૪ વર્ષની જહતી. મારે કોઇ વિધુર સાથેલગ્ન કરવાની પણ કોઇ જરૂર નહોતી. પરંતુ  અમારા કુટુંબમાં એક એવી ઘટના બની કે સામે ચાલીને હું મલય સાથે પરણવા તૈયાર થઇ હતી ''

''મારા ભાભી  એક નાનકડી  માંદગીમાં   મૃત્યુ પામ્યા હતા. પાછળ તેમના  બેવર્ષનો પુત્ર અને પાંચ વર્ષની  પુત્રીને  અમારે  ભરોસે  મૂકી  ગયા હતા. આ આઘાતથી મારો ભાઇ સાવ ભાંગી પડયોહતો. આ બે સંતાનોને કેવી રીતે ઉછેરવા એ ચિંતા તેના મગજને કોરી ખાતી હતી. તે સમયે  હું કુંવારી હતી. મેં મારા ભાઇના સંતાનોને ઉછેરવાની જવાબદારી સંભાળી હતી. મારી મમ્મીની  ઉમર થઇ હતી. તે આ બાળકોને સંભાળી શકે તેમ નહોતી. ભાભીના પિયરમાં તેના ભાઇ-ભાભી હતા. પરંતુ અમારા કુળ-દિપકો તેમને ત્યાં ઉછરે  અનૈતિક રીતે પણ  યોગ્ય નહોતું.    આ બાળકો અમારા કુટુંબના છે અને એમની જવાબદારી અમારી છે. એમ વિચારી અમે એ જવાબદારી સ્વીકારી લીધી. ભાઇના બાળકો મારા હેવાયા થઇ ગયા. મારા  વિના તેઓ એક પળ પણ રહેતા  નહીં. ભાભીના  મૃત્યુના બે વર્ષ પછી અમે ભાઇના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. નવી મા  બાળકોને સાચવશે? તેમને સગી માનો પ્રેમ આપશે? એવા પ્રશ્નો અમને પરેશાન કરતા હતા. પરંતુ આજે  નહીં તો કાલે સીમાના લગ્ન કરવા જ પડશે એ વિચારે મારા મમ્મી-પપ્પાએ મારા ભાઇના લગ્ન કરવાનો  નિર્ણય કર્યો. મંજુ  નામની એક સ્ત્રીનું  માગું આવ્યું. તે મારા ભાઇ માટે બધી રીતે યોગ્ય હતી. આથી  અમે  મંજુ સાથે મારા ભાઇના લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના થોડા મહિના પછી મારા ભાઇની અમદાવાદ  બદલી થઇ. ભાઇ-ભાભીની અમદાવાદ જવાની તૈયારી કરવા માંડયા. ભાભી બેગ ભરતા હતા . અમન ે હતું કે  ભાઇ- ભાભી એકલા જ જશે. લગ્નના ત્રણ મહિનામાં ભાભીને તેની શાકના બે સંતાનોની જવાબદારી ઉઠાવવી નહીં ગમે. આથી થોડા મહિના ભલે એ  બંને અમારી સાથે રહે. ''સીમાબહેન, રીતુ અને શુભમના કપડા તેમજ તેમનો સામાન મનેબતાવો એટલે હું  તેમની  બેગ તૈયાર કરી નાખું.''  મંજુ ભાભીઅ ે કહ્યું. ''ભાભી, બાળકો મારા હેવાયા છે. થોડા દિવસો ભલે  અહીં રહેતા.'' 

''નહીં  સીમા  બહેન, અત્યાર સુધી આ બાળકોને સંભાળનાર કોઇ નહોતું.  હવે હું છુંને તેઓ અમારી સાથે જ રહેશે. આ બાળકોની જવાબદારી મારી છે. મારે  એમને  સગી  જનેતાનો પ્રેમ  આપવાનો  છે. એ જાણીને જ હુંઅહીં આવી છું. હું  આ જવાબદારીમાંથી  જરા પણ  ઉણી ઊતરું તો તમારી પ્રથમ ભાભીનો આત્મા મને ક્યારે પણ માફ નહીં કરે. આ બંને બાળકોની હુંમા છું. મારા તરફથી ક્યારે પણ તમને કોઇ ફરિયાદ સાંભળવા નહીં મળે. હા, અગર તમને મારા પર વિશ્વાસ નહીં હોય અથવા મને એ યોગ્ય નહીં સમજતા હો તો જુદી વાત છે. પરંતુ આ બાળકોનું દિલ હું જીતી લઇશ એ વાતનો મને  વિશ્વાસ છે. 

ભાભીની આ વાત મને ઘણી સ્પર્શી ગઇ.  સાવકી માતા પણ સગી જનેતા કરતા જરા પણ   ઊતરે તેમ નથી એ વાત મંજુભાભીએ  સિધ્ધ  કરી  દીધી. થોડા જ સમયમાં મંજુભાભીએ ભાઇના બંને સંતાનોનું દિલ જીતી લીધું. એવામાં અમારી પડોશમાં રહેતા મલયની પત્ની એકવર્ષના વિશાલને રડતો- કકળતો મૂકી મૃત્યુ પામી. મારી નજરસમક્ષ મંજુભાભીનો ચહેરો આવી ગયો અને મેં બીજા મંજુભાભી બનવાનું નક્કી કર્યું અને મલય સાથે લગ્ન કરી વિશાલની સાચી જનેતા બનવાનો નિર્ણય કર્યો. મારો આ નિર્ણય સાંભળી મારા ઘરના લોકોએ ધણો વિરોધ કર્યો પરંતુ હું મારી જીદ પર અડગ રહી. છેવટે મારા કુટુંબીજનોએ મારી સામે નમતું જોખ્યું અને મલય સાથે મારા લગ્ન કરાવી આપ્યા. આજે વિશાલની જનેતા બની મને ગર્વ છે. વિશાલ મારો પેટનો જણ્યો નથી પરંતુ તે મારી મમતાનું દૂધ પી ઉછર્યો છે. તે મારા વિનયથી જરા પણ ઉતરતો નથી. મનેએ કહેવામાં જરા પણ  દુ:ખ નથી થતું કે હું  વિનય  કરતા  વિશાલને વધુ ચાહું  છુ.

''સીમા, આજ સુધી  હુ ંસ્વાર્થમાં  આંધળી  બની  ગઇ હતી. એક માસુમ બાળકના રૂદન મારે બહેરા કાને અથડાતું હતું. આજે તે મારી આંખ નાખી છે.  હુ ં તારી જેમ જ પ્રેમલની સગી જનેતા બનવા કોશિશ કરીશ.'' ગળગળી થતી ચંદ્રા  બોલી.

સીમાની  સામે જતેણે ફોનના ચકરડાં ધૂમાવ્યા અને પ્રેમલના મામાને આજે જ પ્રેમલને ઘરે મૂકી

જવાની  સૂચના આપી. સાંજે મિતુલઘરે આવ્યો ત્યારે પ્રેમલ અને તેના મામા-મામીને જોઇ તે અવાચક  થઇ  ગયો અને દરવાજા પર જ ઊભો રહ્યો.

''તમે  અંદર આવશો કે પછી બહાર જ ઊભા રહેશો?'' ચંદ્રાનો  અવાજ  સાંભળી  મિતુલ ઘરમાં આવ્યો અને સોફા પર બેઠો.

તેની આંખો પ્રશ્નાર્થ ચિહ્ન જોતા પ્રેમલના મામાએ  કહ્યું,  ''ચંદ્રા દીદીએ ફોન કરી અમને અહીં બોલાવ્યા છે. આજથી પ્રેમલ અહીં જ રહેશે.''  ''શું...?''મિતુલ આશ્ચર્યચકિત થઇ ચંદ્રા સામે જોવા લાગ્યો? ચંદ્રાચા-નાસ્તો લેવા અંદર ગઇ ત્યારે મિતુલ પણ તેની પાછળ-પાછળ રસોડામાં ગયો. ''ચંદ્રા, મને સમજનથી પડતી કે ક્યા શબ્દોમાં તારો આભાર માનું?' ''આભાર માનવો હોય તો બાજુવાળા સીમ ાભાભીનો માનો . તેણે જ મારી આંખ ખોલી છે. મને મારા કૃત્યનો પસ્તાવો થાયછે. શું તમે મને ક્ષમા કરી શકશો? ચંદ્રાની આંખ ભીની થઇ ગઇ. પ્રેમલને પિતા સાથે આજે મા પણ મળી ગઇ એ વાતનો સંતોષ મિતુલની આંખોમાં જુતા જ ચંદ્રા ધન્ય ધન્ય બની ગઇ. તેના સંતાનના જન્મને તો હજુ ત્રણ મહિનાની વાર હતી. પરંતુ ત્રણ મહિના પહેલા જ તેણે પ્રેમલને ગળે વળગાડી માતૃત્વ પ્રાપ્ત કરી લીધું  હતું.