- ડૉ. અવંતિકા ડૉ. સૌરભના માર્ગદર્શનમાં રીસર્ચ કરી રહ્યાં હતાં તે સમય દરમિયાન કેટલાંક મુદ્દઓની ચર્ચા કરવા તેઓ પોતાની એક સહેલી સાથે ડૉ. સૌરભને મળવા ગયાં હતાં. તેઓ જ્યારે ડૉ. સૌરભની કેબિન પાસે પહોંચ્યા ત્યારે ડૉ. સૌરભ અને ડૉ. સ્નેહાને આપત્તિજનક હાલતમાં જોઇને ચોંકી ગયા હતાં. બંને સહેલીઓ ત્યાંથી ચૂપચાપ સરકી ગઇ.
ડૉ. વનિતા સ્ટેજ પરથી નીચે ઉતર્યાં કે તરત જ મીડિયાકર્મીઓ તેમને ઘેરી વળ્યાં. તેમના રીસર્ચ પેપર બદલ તેમને વધામણાં આપવા સાથે તેમણે ડૉ. વનિતાને કેટલાંક પ્રશ્નો પૂછ્યાં. ડૉ. વનિતાએ પણ અત્યંત વિનમ્રતા અને શાંતિથી તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યાં. પોતાનું કામ પૂરું કરીને ડૉ. વનિતાનો આભાર માનતાં મીડિયાકર્મીઓએ ફ્લેશ લાઇટ ઓફ્ફ કરીને ત્યાંથી વિદાય લીધી. હળવાશની થોડી પળો માણવાના ઇરાદાથી ડૉ. વનિતા લોબી તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યાં જ ડૉ. રસિક તેમને સામે મળ્યાં. તેમણે ડૉ. વનિતાને કોફીની ઓફર કરતાં બંને કોફી પીવા બેઠાં. દરમિયાન ડૉ. રસિકે ડૉ. વનિતાના ભરપેટ વખાણ કરતાં લાગલું જ પૂછી લીધું કે તમે અત્યાર સુધી થયેલા બે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ કેમ નહોતો લીધો? જોકે ડૉ. વનિતાએ તેમના પ્રશ્નનો જવાબ ઉડાડી દઇને વાતને અન્યત્ર વાળી દીધી હતી.
ડૉ. રસિકથી છૂટાં પડયા પછી ડૉ. વનિતા પાછળની લોબીમાં જઇને ધીમે ધીમે ચહલકદમી કરવા લાગ્યાં. અહીં પ્રમાણમાં શાંતિ હોવાથી તેમને સારું લાગ્યું. આજના કાર્યક્રમ અને અહીંના એકાંતે તેમને અતિતમાં પહોંચાડી દીધાં. દસમાના બોર્ડની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં ટોચનું સ્થાન મેળવવાને પગલે શાળામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે દિવસે પણ સ્ટેજ પર તેમને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યુ હતુંં અને તેમની પ્રશંસાના પૂલ બાંધવામાં આવ્યાં ત્યારે આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠયો હતો. તઓ ે સ્ટેજ પરથી ઉતર્યાં કે તરત જ પ્રસાર માધ્યમો તમેને ઘેરી વળ્યાં હતાં.તેમેને વધામણાં આપવા આખો દિવસ ફોનની ઘંટી રણકતી રહી હતી. તમેના પરિવારજનો, સ્નેહીઓ, પડોશીઓ, નગરજનો તેમની સિધ્ધિ બદલ ગર્વ અનુભવી રહ્યાં હતાં.
સર્વત્ર તેમેની તેજસ્વીતાની ચર્ચા થઇ રહી હતી. બચપણથી જ મેઘાવી વનિતાએ પુષ્કળ મહેનત કરીને પહેલા ધોરણથી લઇને દસમા ધોરણ સુધી પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. અને આ સિલસિલો કોલેજકાળમાં પણ બરકરાર રહ્યો હતો.
લોબીમાં ધીમે ધીમે ચાલી રહેલાં ડૉ. વનિતા અચાનક ફ્લેશ લાઇટની ચમક જોઇને ચમકી ઉઠયાં.તેઓ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યાં ત્યારે તેમેની સામે કેટલાંક દેશીવિદેશી વિદ્યાર્થીઓ ઊભા હતાં. તેમનું અભિવાદન કરતાં તેમણે બધાની સામે સ્મિત વેર્યું. અને તેમણે પૂૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપીને તેમની શંકાનું સમાધાન કર્યું. ત્યાર પછી તે લોબીમાં મૂકેલી એક ખુરશી પર બેસી ગયાં. છેલ્લા પાંચ-છ દિવસથી જે થઇ રહ્યું હતું તેને કારણે તેઓ થોડાં થાકી ગયા હતાં. આમ છતાં આજની સફળતાએ તેમનો બધો થાક ઉતારી દીધો હતો. તેમનો ગુમાવેલો આત્મવિશ્વાસ પરત ફર્યો હતો. મલેશિયામાં આયોજાયેલા આ સેમિનારનો આજે છેલ્લો દિવસ હતો. અને આજની સફળતા સાથે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો હતો.
તેમણે ખુરશી પર બેઠાં બેઠાં આંખો મીંચીને હળવા થવાનો પ્રયાસ કર્યો ત્યાં તેમની સહેલી ડૉ. લવિનાનો કોયલના ટહૂંકા જેવો સ્વર સંભળાયો. 'અરે વનિતા, તું અહીં એકલી એકલી શું કરી રહી છે? જમવું નથી તને?' ડૉ. વનિતા કોઇ ખુલાસો આપવાના મૂડમાં નહોતા તેથી ડૉ. લવિનાને કહ્યું, 'હા, ભૂખ તો મને પણ લાગી છે. ચાલ જમી લઇએ'. બંને સહેલીઓ ડાઇનિંગ એરિયા તરફ આગળ વધી અને પોતપોતાની પ્લેટ્સ ભરીને એક ટેબલ સામે બેસીને ભોજન કરવા લાગી. ભોજન પૂરું કરીને બેઉ ડેઝર્ટ લેવા જઇ રહી ં હતીં ત્યાં તેમને ડૉ. સ્નેહા અને ડૉ. સૌરભ સામા મળ્યાં. સામસામે મળતાં તેમણેે નાછૂટકે એકબીજાને હાયહેલ્લો કરવું પડયું. જોકે ડૉ. વનિતાએ ડૉ. સૌરભની સદંતર ઉપેક્ષા કરી.અને ડૉ. સ્નેહાએ ઔપચારિક્તા ખાતર ડૉ. વનિતાને અભિનંદન આપ્યાં. ડૉ. વનિતાએ પણ તેની સામે આભાર પ્રગટ કર્યો અને બંને સહેલીઓ ડેઝર્ટ લેવા આગળ વધી ગઇ.
***
એક સમયની પોતાની પ્રતિસ્પર્ધી ડૉ. સ્નેહા પ્રત્યે ડૉ. વનિતાને આજે સહાનુભૂતિ થઇ રહી હતી. શાળાના સમયથી બેઉ વચ્ચે પ્રથમ સ્થાન માટે સ્પર્ધા ચાલતી હતી. પરંતુ વનિતા હંમેશા બાજી મારી જતી. સ્નેહા દેખાવમાં વનિતા કરતાં ઘણી વધુ સુંદર હતી. તે અભ્યાસમાં જેટલું ધ્યાન આપતી એટલું જ ધ્યાન ટાપટીપમાં પણ આપતી. જ્યારે વનિતાને અભ્યાસ સિવાય બીજી કોઇ વાતમાં ઝાઝો રસ ન પડતો. વળી સ્નેહાના પિતા તેની માતાને અને તેને ત્યજી ગયા હતાં તેથી પોતાની ઉદ્વીગ્નતા સંતાડવા પણ સ્નેહા વધુ સુંદર દેખાવાનો પ્રયાસ કરતી. બચપણથી જ પિતાના પ્રેમથી વંચિત રહેલી સ્નેહાને કોઇ પ્રેમથી બોલાવે તો તે તેના તરફ ઢળી પડતી. ડૉ. સ્નેહાના વિચારોમાં ખોવાયેલાં ડૉ. વનિતાને ફરીથી ડૉ. લવિનાએ કહ્યું,'કેમ, આખી રાત અહીં જ બેસી રહેવું છે કે રૂમમાં સુવા પણ જવું છે?' સહેલીની વાત સાંભળીને ડૉ. વનિતા અચાનક ઝબકી ગયાં. 'ચાલ સુવા જઇએ', કહીને બંને સખીઓએ રૂમ તરફ પગ ઉપાડયાં.
છેલ્લાં થોડાં વર્ષમાં ડૉ. વનિતા અને ડૉ. સ્નેહાના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. સમજો કે પાસાં સમગ્રપણે પલટાઇ ગયાં હતાં. કાયમ પ્રથમ સ્થાને રહેનારાં ડૉ. વનિતાને પાછળ છોડીને ડૉ. સ્નેહા આગળ વધી ગયાં હતાં. ડૉ. સૌરભના સહલેખનમાં તેમના નામના પુસ્તકો પ્રકાશિત થઇ રહ્યાં હતાં. તેમની કારકિર્દીનો ગ્રાફ ઝપાટાબંધ ઊંચે જઇ રહ્યો હતો. તેઓ વિભાગાધ્યક્ષ બની જતાં ડૉ. વનિતા સાથે બદલો લેતાં હોય તેમ તેમને ઉતારી પાડવાની એકે તક હાથમાંથી સરવા નહોતા દેતાં. આ બધું જોઇને ડૉ. વનિતા દિગ્મૂઢ થઇ ગયાં હતાંે. હંમેશાં સકારાત્મક રીતે વિચારતાં ડૉ. વનિતાના મનમાં ડૉ. સ્નેહા પ્રત્યે ઇર્ષ્યાના વમળો ઉઠવા લાગ્યાં હતાં.તેમના મનમાં એક પ્રકારની નિરાશા વ્યાપી ગઇ હતી. જો તેમના પતિ તેમને ન સંભાળત તો કદાચ તેઓ હતાશામાં સરી પડત. જોકે તેમણે આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં જવાનું ટાળ્યું હતું.અને જો તેમની સહેલી ડૉ. લવિના તેમને ડૉ. સ્નેહાની સચ્ચાઇથી વાકેફ ન કરત તો તેઓ આ સેમિનારમાં પણ ન આવત....
***
બન્યું એમ કે પાછલા સેમિનારમાં ડૉ. લવિનાની મુલાકાત તેમની સહપાઠી ડૉ. અવંતિકા સાથે થઇ હતી. અને ડૉ. અવંતિકાએ ડૉ. સ્નેહા વિશે જે કહ્યું તેસાંભળ્યા પછી ડૉ. લવિનાને ડૉ. સ્નેહાની ઝપાટાબંધ થઇ રહેલી પ્રગતિનું રહસ્ય સમજાયું હતું. અને આ વાત તેમણે ડૉ. વનિતાને કરી ત્યારે ડૉ. વનિતાને ડૉ. સ્નેહા પ્રત્યે સહાનુભૂતિ થઇ હતી. ડૉ. લવિનાએ ડૉ. અવંતિકાએ તેમને જણાવેલી વાતનું વર્ણન કરતાં ડૉ. વનિતાને કહ્યું હતું કે ડૉ. અવંતિકા ડૉ. સૌરભના માર્ગદર્શનમાં રીસર્ચ કરી રહ્યાં હતાં તે સમય દરમિયાન કેટલાંક મુદ્દઓની ચર્ચા કરવા તેઓ પોતાની એક સહેલી સાથે ડૉ. સૌરભને મળવા ગયાં હતાં. તેઓ જ્યારે ડૉ. સૌરભની કેબિન પાસે પહોંચ્યા ત્યારે ડૉ. સૌરભ અને ડૉ. સ્નેહાને આપત્તિજનક હાલતમાં જોઇને ચોંકી ગયા હતાં. બંને સહેલીઓ ત્યાંથી ચૂપચાપ સરકી ગઇ. ડૉ. અવંતિકાએ તો પોતાનું મોઢું સીવી રાખ્યું. પરંતુ તેમની સહેલીથી આ વાત સંતાડી ન શકાઇ.
તેણે કેમ્પસમાં આ વાત ફેલાવી દીધી. ડૉ. સૌરભની પત્ની સુધી આ વાત પહોંચી ત્યારે તેમના ઘરમાં પણ હોબાળો મચી ગયો હતો. પરંતુ પોતાની દીકરીના ભાવિને ધ્યાનમાં રાખીને તેમની પત્નીએ ડૉ. સૌરભ સાથે સમાધાન કરી લીધું. બીજી તરફ ડૉ. સ્નેહાની સગાઇ નક્કી થઇ ગઇ હતી તે તૂટી ગઇ. બસ, ત્યારથી ડૉ. સ્નેહા ડૉ. સૌરભના ઉપવસ્ત્ર બનીને રહે છે.
ડૉ. લવિનાની વાત સાંભળીને ડૉ. વનિતાને પોતાની બચપણની પ્રતિસ્પર્ધી પર સહાનુભૂતિ થઇ આવી. ડૉ. સ્નેહાની પ્રગતિનું રહસ્ય છત્તું થતાં તેમના મનનો સઘળો ભાર હળવો થઇ ગયો અને આ વખતે તેઓ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પોતાનું રીસર્ચ પેપર રજૂ કરવા તૈયાર થયાં.
***
વિમાન મથકની બહાર આવેલાં ડૉ. વનિતાની સામે તેમના એન્જિનિયર પતિ હાથમાં પુષ્પગુચ્છ લઇને સ્મિત વેરતાં ઊભા હતાં. તેમને જોતાં જ ડૉ. વનિતાનો ચહેરો પણ ખીલી ઉઠયો. તેમને એ વાતનો આનંદ હતો કે તેમણે પ્રગતિના સોપાન સર કરવા કોઇ શોર્ટ કટ નહોતો લીધો. મોરેશિયસમાં તેમને જે સન્માન હાંસલ થયું તે તેમની પોતાની મહેનત,લગન અને તેજસ્વીતાને આભારી હતું. અને હવે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો હતો.


