- 'બહાર ચાંદની રાતમાં ચમેલી મહેકી રહી છે. તેની સુવાસ મારા બદનમાં વસી ગઈ છે.તમે અહીં હોત તો આપણે બગીચામાં આરસના બાંકડા પર બેસીને વાતો કરી હોત. તમારા બાહુપાશમાં હું ઘેરાઈ ગઈ હોત. હું બહેકી રહી છું, પરાગ.' પણ સ્પર્શ કરવાનું 'અઘરું જ નહીં અશક્ય છે પણ આ એક પળ માટે એક આલિંગન પણ પૂરતું છે.'
'હાય સરિતા...' 'હેલ્લો પરાગ...' 'વોન્ટટુચેટ?'
'યસ. બટડિસન્ટચેટ,'
'અફકોર્સ'
'સરિતા, આર યુ ઈન્ડિયન?'
'મીન્સ?'
'એટલે કે ઇન્ડિયન-ઇન્ડિયન કે અમેરિકન-
ઇન્ડિયન?'
'યસ. ઈન્ડિયન,ટિપિકલ ઈન્ડિયન,' 'ઈન્ટરેસ્ટિંગ.નહિતરઅમેરિકન-ઈન્ડિયન્સતો કન્ફયુઝ ડ દેશી લાગતાહોય છે. તેઓ ન તો ઈન્ડિયન હોયછેકે નહિ અમેરિકન,' 'અને તમે?'
'હું? વેલ, એન.આર.આઈ....એટલે કે નોન-રિલાયેબલ ઈન્ડિયન. હું બોસ્ટનમાં એક સોફ્ટવેર એન્જિયિયર તરીકે કામ કરું છું.ટેલ મી સમથિંગ એબાઉટ યુ? તમારા શોખ કયા કયા છે?' 'મારા નામ જેવા જ ઈન્ટરેસ્ટિંગ. મ્યુઝિક,
સાહિત્ય.'
'ઓહ સરિતા, વેરી ગુડ.'
બસ... આવી રીતે જ શરૂઆત થઈ હતી અમારા સંવાદની. એ વખતે ઈન્ટરનેટ ૫૨ ભલે અમે અમારાં ખરાં નામ છુપાવ્યાં હતાં. પરંતુ આ સિલસિલો રોજિંદો બની ગયા પછી અમે બંનેએ સારા મિત્રોની માફક એકમેકની જિંદગીનાં પાનાં ખુલ્લાંકરી દીધાં હતાં. તે પરિણીતા હતી. નર્સરીમાં ભણતા એક પુત્ર સૌરભનીમમ્મી અને એક બિઝી તથા સફળ ડોક્ટરની પત્ની. મેં પણ એને ટૂંક સમયમાં જ કહી દીધું કે હું એક વિધુર છું અને બે ટીનએજર દીકરીનો પિતાછું.
અમે જાતજાતના વિષયો પર વાતચીત કરતાં. સંગીત-કલા-સાહિત્ય-અધ્યાત્મ- પોલિટિકસ, પ્રેમ, દામ્પત્ય-ગુનાખોરી-બાળકોનું પાલન-પોષણ અને પોતપોતાની જિંદગીનાં સુખદુ:ખ,હાર-જીત વગેરે.
અમે ચોક્કસ સમયે ઈન્ટરનેટ પર મળતાંઅને કમ સે કમ બે કલાક ચેટિંગ કરતાં દિલ્હી અને બોસ્ટનની ઘડિયાળો વચ્ચેનું ૧૩-૧૪ કલાકનું અંતર પણ અમને રોકી નહોતું શકતું. હું બોસ્ટનમાં બેઠો બેઠો સ ાંજે ઓફિસેથી પાછો ફરીને એના જાગવાની અધીરાઈથી રાહજોતો... ત્યાં સવારના ચારવાગ્યા હોય. એ છ વાગ્યે ઊઠી જતી. પતિઅને સૌરભ માટે નાસ્તોબનાવતી, તેમને ેસ્કૂલમાં અને નસગ હોમમાં રવાના કરતી. ત્યાર પછી ઈન્ટરનેટ પર આવી શકતી. પછી અમે ચેટિંગ કરતાં અને રાત્રે જ્યોરે હું કોઈક વૃક્ષની કપાયેલી ડાળીની માફક પડયો પડયો સૂતો હોઉં ત્યારે તે ઈ-મેલ કરતી. સવારે હું ઊઠતો, ઈ-મેલ વાંચીને નિયત સમયે ઈન્ટરનેટ પર આવી જતો. અમે બસ આ રીતે જ સમય કાઢતાં રહેતાં અને ઘણીબધી નકામા વાતો કર્યાં કરતાં.
'મને વરસાદ ખૂબ ગમે છે.' 'મને પણ...જો, આપણી બંનેની ચોઈસ કેટલી સરખી છે.
'પણ મને ઉનાળો નથી ગમતો. 'મને તો ગમે છે.'
કેટલીક બાબતો સિવાય અમારા બંનેના ગમા- અણગમા વચ્ચે ખૂબ તાલમેલ હતો. બંનેની દ્રષ્ટિ જિંદગીને દિમાગકરતાં દિલથી જવાની વધુ હતી. બંનેની કળા પ્રત્યેની રસ-રુચિ એકસરખી હતી. હું નવરાશની પળોમાં વાયોલિન વગાડતો રહેતો. તે શાસ્ત્રીય સંગીતની જાણકાર હતી. જોકે બંનેને કલામાં માન- પ્રતિા મેળવવાનો કે નામ કાઢવાનો મોકો મળ્યો નહોતો. બંને પાસે સારા મિત્રોની સંગત ઓછી હતી. બંને અંતર્મુખી જીવો હતાં. ટોળામાં કે એકાંતમાં જાત સાથે વાત કરવા સદા તત્પર દિવાસ્વપ્રો જોવાં એ બંનેની જાણે આદત બનીગઈહતી.
'આ ઇન્ટરનેટે આપણી વચ્ચે એક અત્યંત કીમતી, અણમોલ અનામી સંબંધનો સેતુ રચી આપ્યોછે.'
'તે અતૂટ-અડીખમ રહે તેનું ખાસ ધ્યાન રાખજે, સરિતા. આ સંવાદસેતુના પ્રતાપે જ આપણે એક્બીજામાં પોતાને શોધતાં રહીએ છીએ. ક્યારેક અમે વાદવિવાદ કરતાં કરતાં નારાજ થઈ જતાં. પરંતુ તરત એકમેકને મનાવી પણ લેતાં. વારંવા૨ વિનંતીઓ કર્યા બાદ તેણે એક ફોટો ઈ- મેલથી મોકલ્યો. ભારતીયતાની આગવી ઓળખ આપતી હળદરિયા પીળા રંગની લાલબોર્ડર વાળી સાડીમાં, લાંબો ચોટલો છાતી પર ધરીને, કેનની હીંચકામાં બેઠેલી મુદ્રામાં... ત્યારે પહેલીવાર મેં તેને કહ્યું હતું: 'સરુ, તું ખૂબ જસુંદર અને મોહક લાગેછે, જ્યારે હું તો ચાળીસી વટાવી ચૂકેલો એક આધેડ છું.'
'પરાગ, દોસ્તીમાં વળી વયને શી નિસ્બત? વય શું, કોઈપણ ચીજવસ્તુનો શો બાધ? મૈત્રીતો માત્ર આત્મીયતાનો એક અહેસાસ છે, સંબંધના સુમનની સુવાસ છે.' ત્યારે મે બારી બહા૨ નજ૨કરી હતી. વસંતની પ્રતીક્ષામાં વૃક્ષો લાલા રતુમડાં પાંદડાથી છલકાઈ રહ્યાં હતાં. પરોઢના પાંચ વાગ્યા હતા. પ્રભાતની લાલિમામાં મને સરિતાનો લાલ બોર્ડરવાળો પાલવ લહેરાતો દેખાયો, તેનો પડછાયો નજરે પડયોઅને અચાનક મેં કેટલાક શબ્દો ટાઈપ કર્યા... 'અને આ દોસ્તી જો આગળ જતાં આકર્ષણ અથવા એવાજ કોઈ અલગ સંબંધમાં પલટાઈ જાય તો...?
'પ..રા...ગ....' 'સ..રિ...તા....'
પછી લાગલગાટ બેદિવસ સુધી તે ઈન્ટરનેટ પર ન આવી. હુ ંઆકળ વિકળ થઈગયો. મને થયુ, મ ેંકદાચ એની લાગણીઓ સાથે છેડછાડ કરી છે. મારે એવું નહોતું કરવું જોઈતું. તેણે મારા પર પૂરેપૂરો ભરોસો મૂકીને મૈત્રીનો હાથ લંબાવ્યો હતો સ્વચ્છ- નિર્મળ.. પરંતુ ત્રીજા દિવસે તે આવી પહોંચી. 'સરુ..'
'પરાગ...'
'કંઈક લખો.'
'પરાગ..'
'હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.
'હુંપણ...'
'તું શા માટે?'
'તમારી સાથે ચેટિંગ કર્યા પછી એક
વાઈરસ છે ઘૂસી ગયો હતો.'
'તારા કમ્પ્યુટરમાં' 'ના, ના, મારા મનમાં.. 'એટલે'
'તમારી આકર્ષક વાણી ખૂબ જ ચેપી હતી.' 'એટલે કે આ રોગ મને પણ લાગુ પડી ગયો.' અને ઈન્ટરનેટ પર પ્રેમની ચિનગારી એ તરત જ્વાળાનું રૂપ ધારણ કર્યું. સરિતાના પતિ કોઈક મેડિકલ સેમિનાર માટે જાપાન ગયા પછી થોડાક દિવસ આ જ્વાળા ભભૂકતી રહી. તન-મનના વિકારો બળીને ભસ્મ થઈ ગયા અન ે વિશુદ્ધ પ્રેમ પ્રગટ થયો. આમ કેમ થયું? એ કેવળ હું જાણું છું. ત્યારે તો અમે પ્રેમની ભરતીમાં સતત લહેરાતાં રહ્યાં.
'સરુ, તારા સાદગી ભર્યા સૌંદર્યએ મને પાગલ કરી મૂક્યો છે.' 'પરાગ, પ્રેમમાં આટલી દીવાનગી પહેલાં ક્યારેય અનુભવી નહોતી. અને તે પણ કોઈક અજાણ્યા અને અગાઉ નહિ જોયેલા એક જણ સાથે.'
'સરુ, આ તારા ગાલ પર જેતલ છે, એને શું હું ક્યારેક સ્પર્શી શકીશ?'
'એ તો આટફિશિયલ છે.' 'અને તારા લાંબા મુલાયમ વાળની ખુશબૂ . .' 'પરાગ, હવે એ પણ લાંબા નથી રહ્યા.'
'સરુ, મારા અડધોઅડધ વાળ ધોળા થઈ ગયા
'તો શું થયું?'
'મને મારા આ પ્રેમનો ડર લાગે છે સરુ.' 'આતો સાઈબર લવ છે.'
'ના. કમ સે કમ તું તો આવું ન બોલ. આ કોઈ સાઈબર લવ કે સાઈબર-સેક્સ જેવી હલકી ચીજ નથી. આ તો શુદ્ધ પ્રેમ છે.' 'મને તો એ પણ ખબર નથી કે આ પ્રેમ છે કે બીજું કંઈક. પરાગ, ક્યારેય પ્રેમ નથી કર્યો, બસ કેવળ લગ્ન કર્યાં અને લગ્ન પછી જે કંઈ સારું-નરસું થયું, એને જ પ્રેમ માની લીધો.'
મ ેંતો લવ-મેરેજ કર્યાં ં હતા ંસરિતા, પણ મારા પ્રેમ સાથે હું જીવું એ કદાચ ઈશ્વરને મંજૂર નહોતું.' 'ઈશ્વરને દોષ નહિ આપો.'
'હું નથી જાણતો ઈશ્વર કોણછે. મારા માટે તો તું જ આરાધ્યની માફક મારા મનમાં વસી ગઈછો. તારા આવવાથીજ મારી જિંદગી ફરી ધબકતી થઈ છે.'
'આપણે ક્યારે મળીશું?' 'ખબરનથી.' 'તમે ભારત નથી આવતા?' 'ત્રણ વરસમાં એકવાર. બાળકોને એની નાની સાથે મેળવવા માટે.' 'અને તમારો પરિવાર?' 'હવે મારું ત્યાં કોઈજ નથી સરિતા. એક ભાઈ છે. તે અહીં અમેરિકામાં જ છે, ન્યુ જર્સીમાં.' 'કેમ? હું છું ને.' ''તું તો હવે ઘણું બધું છે. કાલે ઓફિસમાં પણ હું તારા વિશ ે જ વિચારતો હતો અને એકલો જ મલકાતો હતો.
'પરાગ, આજકાલ હું પણ ખૂબ ખુશ રહુંછું.' 'પતિદેવ જાપાન ગયા છે એટલે કે?' 'ના. તેમની પ્રત્યે તો મન અપાર પ્રેમછે. ખૂબ જ સારા માણસ છે.મને હંમેશાં ખુશ જોવા ઈચ્છ છે. બસ કેવળ સમયનો અભાવ છે તેમની પાસે.'
'સરુ, એકવાર...બસ એકવાર તને જોવાની, મળવાની અને સ્પર્શવાની ઈચ્છા છે.'
'જોવા-મળવાનું તો ઠીક છે. પણ સ્પર્શ કરવાનું 'અઘરું જ નહીં અશક્ય નથી ને. એક પળ માટે એક આલિંગન પણ પૂરતું છે.'
'પરાગ, મારી પાંપણો શરમથી ઝૂકી જાય છે.' 'એટલે કે મંજૂર છે.' નહિ...ચાલો, હવે મને સાઈન ઓફ કરવા દો. હજી બ્રેક ફાસ્ટ બનાવવાના ેછે.'
પછી ક્યારેક એવું પણ બનતું કે મારે ઓફિસ જવાનો વખત થાય અને એ લખતી :
'બહાર ચાંદની રાતમાં ચમેલી મહેકી રહ ીછે. તેની સુવાસ મારા બદનમાં વસી ગઈ છે.તમે અહીં હોત તો આપણે બગીચામાં આરસના બાંકડા પર બેસીને વાતો કરી હોત. તમારા બાહુપાશમાં હું ઘેરાઈ ગઈ હોત. હુંબહેકી રહી છું, પરાગ.'
'સરુ, અહીંતો તડકો છવાયો છે. ઓફિસે જવાદે હવે.'
'ઓ.કે. તો જાઓ. પણ હવે પાછા ફરશો ત્યારે સવારના પહોરમાં હું વહેલી નહિ ઊઠું. ઓનલાઈન નહિ મળે.'
'રોકાઈ જા ને. જો, દિલ કેવું ધડકી રહ્યું છે.' 'તમારા દિલને મનાવી લો. આજે તમે સૌરભની સ્કૂલ બસ ચૂકાવશો. કપિલ અને ચૈતાલીની પરીક્ષાઓ કેવી રહી?'
અમને એકબીજાનાં સંતાનોનાં નામ, સ્કૂલ, ક્લાસ બધું મોઢે થઈ ગયું હતું. મારાં બાળકો ચેન્જ અનુભવી રહ્યાં હતાં. ૧૪ વરસની ચૈતાલી બોલી ઊઠી ડેડી, વ્હાય ડોન્ટ યુ રિ-મેરી?
અને અચાનક મારી નજર સામે લાંબા ભીના વાળનો અંબોડો વાળતી, પીળા કલરની સાડીમાં સજ્જ સરિતાનું ચિત્રજીવંત થઈ ગયું. મનમાં પ્રેમ અંકુરિત થવા લાગતાં ભારત જવાનો સંજોગ પણ ઊભો થયો. મેં બાળકોને વાત કરી તો તેઓ ખુશખુશ થઈ ગયાં.
હવે તો રાતભર તેને બાહુપાશમાં અનુભવતો, તેની વાતો મને બેચેન કરી મૂકતી. હું પડખાં ફેરવ્યા કરતો, કલ્પનાઓમાં તેને મારી જ માનતો. કોણ જાણે કેમ, હૃદય વાસ્તવિકતા તરફ જોવા જનહોતું માગતું. ઢળતી વયમાં મારામાં આવેલું આ પરિવર્તન મને વિવશ કરી મૂકતું. મન માનવા માટે તૈયાર જ નહોતું કે એક પરિણીતા કઈ રીતે મને અપનાવી શકે? એને એકાંતમાં મળવાનું શક્ય બનશે કે?
મન કહેતું કે જો પ્રેમ હશે, તો તે આઉટ ઓફ ધવે જઈને પણ મને મળશે. મેં એને ફોન કર્યો, અને એણે મારો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ ખરો કે તે મને મળશે. એકવારતો અચૂક મળશે. તેણે મારી સાથેની મૈત્રી વિશે ડોક્ટર સાહેબને પણ જાણ કરી છે અને તેમણે અમારી દોસ્તીને ઉદારતાથી સ્વીકારી છે.
મનમાં કેટલાક વિપરીત વિચારો ઘુમરાતા શું તે પોતાના બિઝી ડોક્ટરને છુટાછેડા છું? એક ભલીભોળી સ્ત્રીને મારે નથી હતા:
પણ બીજી જાણે લાગતું કે નહિ, હું આ વિચારી રહ્યો
બહેકાવવી. તેના સુંદર સંસારમાં તિરાડ પડે એવું મારો સાચો પ્રેમ નહિ ઈચ્છે,પછી એમલાગતું કે હું વિધુર છું એટલે સુંદર સ્ત્રીના સહવાસની વાસનાથી આવું વિચારું છું. પણ પછી વળી મન કહેતું કે ના, આ વિશુદ્ધ પ્રેમ છે.
પછી એ દિવસે પણ આવી પહોંચ્યો. અમે બધાએ ઉત્સાહભેર મારી બેગો ભરી. બાળકોએ પોતાના કઝિન્સ માટે ઘણીબધી ભેટ સોગાદો લીધી. મેં પણ ચૂપચાપ પ્લેટિનમ જડેલા નાના હીરા અને રુબીનું પતંગિયાના આકારનું એક નાનકડું પેન્ડન્ટ મખમલની ડબીમાં મૂકીને છુપાવી લીધું. પ્લેનમાં પણ બાળકો હોંશભેર વાતો કરતાં, પુસ્તકો વાંચતાં. હું મારી ચંચળ પ્રેમિકાના ખ્યાલોમાં ગળાબૂડ હતો: કેવી દેખાતી હશે એક કેવી હશે એની પ્રતિક્રિયા? એનો પ્રથમ સ્પર્શ કેવો કરો. સમય થમી ગયાના અહેસાસનાં કોણ જાણે ક્યારે વીતી ગયો એની ખબર જ ન રહી બાળકોને મુંબઈમાં તેમના મોસાળમાં મૂકીને બીજા દિવસે સવારની ફ્લાઈટમાં જ હું દિલ્હી પહોંચી ગયો.
મેં જ્યારે પહેલીવાર એના ઘરનો ડ્રોઈંગરૂમ જોયો, તો મેં કલ્પના કરી હતી એવોજ તે હતો. એવા જ ચમકતા રંગો, મનોહર રૂપ, પરંતુ એમાં મારા મનની મોહક ચંચલ મૂત, બાંનો ફેલાવીને ઊભેલી સરિતા ક્યાં હતી? સૌરભ એનો દુપટ્ટો પકડીને ઊભો હતો.
તે એક મમતાળુ માં હતી. ડોક્ટર સાહેબ ખૂબ વિનયપૂર્વક મળ્યા. તેમની પાસે બેઠેલી તે એક સૌમ્ય પત્ની હતી.
'સરિતાના મિત્રો મારા જ મિત્રો હોય છે. મને નો મિત્રો બનાવવાનો સમય જ નથી મળતો. તમામ સોશિયલ ઓબ્લિગેશન્સ એ જ નિભાવે છે.' મારા શરીરનું તાપમાન નોર્મલ થઈ ગયું હતું. તેમણે ઉમળકાભેર મારી આગતા સ્વાગતા કરી. બીજે દિવસે સવારે ઊઠો ત્યારે તે બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી. તેના પવિત્ર, સૌમ્ય રૂપ ે મને પણ શીતળતા અહીં. મને જોતાવેંત મારી નજીક આવી.
'ગુડમોનગ,' એની આંખોમાં સંકોચ તરવરતો
'ગુડમોનગ.'
અમે આરસના બાંકડા પર બેઠાં. ચી પીપી. સાહજિક સંકોચવશતેની પાંપણો ઝુકી ગઈ હતી. અને થાઈ ઔપચારિક વાતો કરી. ડોક્ટરસાહેબની ગેરહાજરીમાં તમે બીજું શું કરો છો
'કેટલાક શોખ વિકસાવ્યા છે. 'જેમકે ઈન્ટરનેટ, ' મેં કહ્યું.
અને અમે બંને ખડખડાટ હસી પડયાં. મેં તેની સામે મખમલી ડબી ધરતાં કહ્યું: એક પ્રેમાળદીનીની ભેટ સ્વીકારો તો મને આનંદ થશે.
બાકી બધુ ં સુખદ લાગતું હતું, પરંતુ પેલી જ્વાળા રડી પડતી જતી હતી. સ્પર્શ માટે હાથ પર ઊઠતા જ નહોતા. તે એકદમ નિકટ હતી. એક સમપતા જેવી, હોઠ ધુ્રજી રહ્યા હતા. દુપટ્ટો પણ સરકી ગયો હતો. તેના ભીના વાનની ખૂશબુ પણ ચમેલી જેવી મધુર હતી, પરંતુ આજે એ મહેક કોઇક અગરબત્તીની સુગંધમાં ભળી ગઇ હતી. તે એક પવિત્રજ્યોતિ જેવી મારી સામે હતી. પણ એને અપવિત્ર કરવાનું મન થતું નહોતું. મેં એને હૈયાથી ચૂમી. તેણે કોઇ આરતીના દીવાથી આરતી જે તેવા ભાવથી મેં તેનું કપાળ ચૂમ્યું...અને એને હતપ્રભ છોડતાં કહ્યું: સરિતા, નાસ્તો નહિ કરાવે? તે જાણે તંદ્રામાં જાગી ગઈ હોય એમ બોલી :
ઓહ, સોરી. હમણાં જલાવું છું અમારા બંનેના ચહેરા પર એકસરખી ઉદાસી હતી પણ મને કે વાતનો સંતોષ હતો કે મેં એક નિષ્પાપ અને કોઈક ની સૌભાગ્યવતી પત્નીને મારા સ્પર્શથી અભડાવીને અપવિત્ર નહોતી કરી.
બીજે દિવસે એરપોર્ટ પર તેમને મૂકવા એકલી આવી હતી. થોડીક પળોની ચુપકીદી બાદ તે બોલી: પરાગ, તમે આવ્યા ત્યારે હું ભારે અવઢવમાં હતી કે તમને કઈ રીતે મળી શકીશ તમે કેવી આશાઓ લઇને અહીં આવ્યા હશો... પરંતુ તમે તો...?
'કોઈ ક્લેરિફિકેશનની જરૂર નથી, સરિતા.' પ્રેમનું આરૂપ જ શાશ્વત અને ચિત્તન છે, હું જ્યારે પણ આવીશ ત્યારે તને મળ્યા વગર નહિ જાઉં. હું પણ મારી એકમાત્ર આત્મીય, સંબંધી, દોસ્ત, સખી કે જે કંઈ માનોછે, જે ભારત સાથે મારો સંપર્ક-સેતુ જાળવી રાખીશ. હું તને કાયમ યાદ કરતો રહીશ એક અખંડ સૌભાગ્યવતીના પવિત્ર સ્વરૂપમાં. '
તેણે મારો હાથ તેના હાથમાં લીધો. કોણ જાણે કેટલી વાર સુધી અમે મૂતની માફક ઊભાં રહ્યાં હોન, જો મારી ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ ન થયું. હોત તો.
'અને પેલી લાગણીઓ અને આપણી વાતો- ચેટિંગનું શું થશે?' એ સિલસિલો અવિરત જારી રહેશે, પરાગ.' એનો આભાર માનવા મારા હોઠ સહેજ ફફડયા, પણ પછી થયું કે એના આવા એકરાર પછી કોઈ ક્લેરિફિકેશનની જરૂરત નહોતી.


