Get The App

વાર્તા : ધુમ્મસ રાત્રિનું .

Updated: Dec 4th, 2023

GS TEAM


Google News
Google News
વાર્તા : ધુમ્મસ રાત્રિનું                                                          . 1 - image


- 'જલધી, અંગારાને હાથમાં નહીં છૂપાવીશ. જે અંગારાનું તું સંતાડી રાખવા માગે છે તે તારી હથેળીને ભસ્મીભૂત કરી દેશે. ધુમ્મસ રાત્રિનો ડર શા માટે રાખે છે? ધીમે ધીમે માર્ગ કાપીશ તો જરૂર આગળ વધી શકીશ. પાયલનું પાપ ઑફિસ સ્ટાફમાં તો ચર્ચાનો મુદ્દો બની ગયું છે. સમય જતાં વાતોનાં સૂર સમાજમાં ફેલાતાં સમય નહીં જાય.'

મમ્મી પ્રીતિ અને દીકરી જલધી આમ તો એકસાથે યુવાજગત વિદ્યાલયમાં કામ કરી રહ્યાં છે, પરંતુ પ્રીતિ વિદ્યાલયની એડમિનિસ્ટ્રેટર હોવાથી, પાંચમા માળ ઉપર કાર્યભાર સંભાળે છે અને જલધી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરજ બજાવું છે. દિવસ દરમિયાન બંનેની મુલાકાત ભલે નહીં થતી હોય, પરંતુ વિદ્યાલય છોડવાનો બંનેનો સમય સરખો છે. જેને જે વાહન મળે તેમાં તે બંને નીકળી જાય છે અને ઘરે ભેગાં થાય છે.

હંમેશ મુજબ આજે પણ જલધી પહેલાં પહોંચી અને પ્રીતિ તો એકાદ કલાક પછી આવી. આવીને તરત જ દીકરીને ભેટી તે બોલી, 'સોરી બેટી. વિદ્યાલય પાસે માર્ગ ઉપર બેસી એક ફેરિયો જાત જાતની આર્ટિફિસિયલ જ્વેલરી વેચી રહ્યો હતો. તને શું કહું, રસ્તાનો માલ સસ્તામાં જેવી કિંમતે મળતી જ્વેલરી જોઈને મારી લાલચ હું રોકી શકી નહીં. તારા માટે પણ લાવી છું. આ વખતે તો જિલ્લા રંગ મહોત્સવમાં મા-દીકરીની જોડીએ ધમાલ મચાવી દેવી છે. તું ફ્રેશ થઈ જાય તો આપણએ આપણા માટે નવા ચણિયાચોરી પણ ખરીદી કરવા છે. મારી દોસ્ત કહેતી હતી, અહીં બાજુમાં વિશાળ મંડપ બનાવી ગુજરાત રાજસ્થાનનાં વેપારીઓ અનેક નવી ડિઝાઈન પ્રસ્તુત કરી સૌના મન હરી રહ્યા છે.'

'મમ્મી તું જાણે છે કે મને આવા બધા નવરાબાજ કાર્યક્રમોમાં કોઈજ રસ નથી. પ્રતિવર્ષ આ ઘસાઈ ગયેલી રેકડ શા માટે તું વગાડે છે? હા, મેં સંકેત ડેડી સાથે વાત કરી હતી અને એમની સૂચના પ્રમાણે મેં ખારી પૂરી, મિલ્કશેક, સેલાડ વગેરે તૈયાર કરી દીધું છે. તું જ્યારે પાછી આવે ત્યારે તું ખાઈ લેજે....' કહી જલધી પોતાના ઓરડામાં આવી બારણા બંધ કરી એ બિછાના ઉપર આડી પડી.... એ સ્વગત બોલી....

'પ્રીતિ છે તો મારી મમ્મી, પરંતુ મારી પાસે એ ઊભી રહે ત્યારે કોઈ એને ભાગ્યે જ કહી શકે કે એ બે દીકરીની માતા છે. વિદ્યાલયની એડમિનિસ્ટ્રેટટર તરીકે એને વિદ્યાર્થીઓનાં માતા પિતા ભેટસોગાદના નામ ઉપર કેશ કે કાઇન્ડના સ્વરૂપે વારંવાર પાર્સલ આપી જાય છે. મારા અને પપ્પાનાં વિરોધ હોવા છતાં મેં એના વર્તનમાં પરિવર્તન કરવા તૈયાર નથી. સિલ્કની સાડી, કોટન સાડી, ટેરીનની સાડી, ડ્રેસ, ચુડીદાર, સલવાર, કુર્તા પાયજામા, જિન્સ જેવા પરિધાનો કરી એ વિદ્યાલય પહોંચે છે ત્યારે તો એ યુવાજગતમાં એ મોટો વંટોળિયો ફેલાવી દે છે! એના પરિધાનો માટે એણે વિશાળ કબાટ બનાવડાવ્યો છે, જેની બાજુમાં નાના સરખા કબાટમાં મારા ગણ્યાંગાંઠયાં વસ્ત્રો હું મૂકું છું.

સાચે જ પ્રીતિ આધુનિકતાની જાણે એમ્બેસેડર હોય એમ વિદ્યાલયનાં ખૂણે ખૂણે પંડાય ગઈ છે. પ્રીતિમા અને મારી બહેન પાયલ, કદાચ એક જ માટીના નમૂના હોય એમ આવા કાર્યક્રમોમાં વારંવાર રમઝટ બોલાવતાં હતાં. પાયલ તો કૉલેજમાં પણ અનેક ટ્રોફી જીતી હતી. પાયલની યાદ આવતાં જ જલધીની આંખો ભરાય આવી...!  એનું અંતર પતઝડના ઉદ્યાન જેવું ભયાનક બની ગયું! ભૂતકાળના સૂકો વૃક્ષોનાં ખરી ગયેલાં કે ખરવાની તૈયારી કરી રહેલા પાંદડા નજરસમક્ષ ઉડવા લાગ્યાં! ધોમધખતા સૂર્યના કિરણો નહીં સહેવાતાં, કેટલાંક પાંદડાનો ભૂકો થઈ ગયાં છે એની નાની નાની ઝેણ જેવી વિસરાય ગયેલી ઘટનાઓની કજારી, જલધીની આંખોમાં પ્રવેશવા લાગી....! એનાં બંધ અધરો પાછળ ધૂંધળાતા શબ્દો, ધરતીકપનાં લાવારસની માફક બહાર આવ્યા.! જલધી સ્વગત બોલી....

'પાયલ, શગૂન ઇન્ટરનેશનલ ગારમેંટ્સમાં કામ કરતી હતી. જનરલ મેનેજરની પર્સનલ સેક્રેટરી તરીકે કંપનીમાં એનાં શબ્દો કોઈ પાછા ઠેલતું નહીં. એને કંપની તરફથી મળેલી એસ.યુ.વી.માં એ સવારી કરતી હતી. એનાં અને જનરલ મેનેજર વરદાનનાં પાર્કિંગ સ્લોટમાં, ભૂલથી પણ કોઈ પોતાનું વાહન પાર્ક કરવાની હિંમત કરતું નહીં....! એક ઊંડો શ્વાસ લઈ જલધી મોટા સ્વરે બોલી ઉઠી....'

હતી એક પગલી, પણ મારી તો બહુ લાડકવાયી.

બહેન કહું કે સખી તેને, દેહ એકમાં બંને સમાઈ.

રંગમંચ કે નવલા મહોત્સવ ખૂબ ગરબા તે ઘૂમતી

ક્યાં હશે પ્રશ્ન એક સતાવ, ને આંખડી આંસુડે છલકાતી

શોધી તો હતી બહુ તેને ના મળી હતી તે તો રિસાઈ

આવે જ્યારે નવેલા મહોત્સવ જાઉં દર્દ લઈ ઓરડે ભરાઈ.

'પાયલની મની પર્સ હંમેશા દેશી વિદેશી કરન્સીથી છલકાયેલી રહેતી હતી.... એ પોતાની પર્સ ભાગ્યે જ પોતાનાં કબાટમાં રાખતી હતી. એ જાણતી હતી કે મમ્મી પપ્પાને મારા ઉપર અડગ શ્રધ્ધા છે એટલે તેઓ મારી કબાટ  ક્યારે ઉલેચવાનાં નથી એટલે એ પોતાની પર્સ મારા કબાટમાં છૂપાવી રાખતી હતી એને તો મારું કબાટ સેઈફ ડિપોઝિટ લોકર સમાન લાગતું હતું.

હું અને પાયલ જ્યારે કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે પણ અમે બંને એક સાથે હરતાં-ફરતાં હતાં. અમારા બંને વચ્ચે ફરક એટલો જ હતો કે એની આધુનિક જીવન શૈલી ક્યારેય મારી પસંદગી પામી ન હતી. બલ્કે હું તો એને વારંવાર સમજાવતી હતી કે આધુનિકતા એવું ઝેર છે કે જે આજની યુવા પેઢીના લોહીમાં ફેલાયને તેમને મોતની સૈયા ઉપર લઈ જઈ રહ્યું છે....! પરંતુ પાયલ તો બધી વાતો હસીને ગળી જતી હતી. કૉલેજનાં ક્લાસીસ છોડી દઈ એ નજીકની એક નૃત્ય સ્કૂલમાં જતી હતી. એને ભારતીય નૃત્યકળામાં ખાસ રસ હતો નહીં. એ અમેરિકન હિપ હીપ ફન્ક ડાન્સ, લિન્ડી હીપ ડાન્સ જેવા વિવિધ ડાન્સમાં નિષ્ણાત હતી. અ..રે..એ તો મને પણ કહેતી, 'જલધી ડાન્સિંગ દરમિયાન આપણા શરીરમાં જેટલું લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એટલું તો તારા મોર્નિંગ વોક દરમિયાન પણ પેદા થતું નથી ડાન્સિંગ કરનારનાં હૃદય, ફેફસાં, હાડકાં, સાંધા, સ્નાયુ વગેરે મજબૂત બને છે.' પાયલ હંમેશા પરફેક્ટ મેકઅપ કરતી હતી. ચહેરો, આંખ, પાંપણ, હોઠ વગેરેને ઉત્કૃષ્ઠ દેખાવ આપવા તે મોંઘાદાટ મેઈકઅપ બોક્ષ રાખતી હતી. હું જ્યારે એને પૂછતી કે તારી પાસે આ બધુ ખરીદવાનાં પૈસા ક્યાંથી આવે છે. પાયલ ક્યાંક તું એવા માર્ગે તો જઈ રહી નથીને કે જે માર્ગનાં કંટકો તારું જીવતર કોરી નાંખે. પાયલ ગુપ્તજ્ઞાાન અને ગુપ્ત વાતો ભૂલા પડેલા વટેમાર્ગુ જેવાં છે. આપણે આપણી આર્ય સંસ્કૃતિ જાળવીને જીવી જવું જોઈએ, પરંતુ મારી મીઠી વાતો એનાં આધુનિકતાના ખારાં જળોમાં જઈ ખાજા બની જતા. અને હું હસીને મૌન સેવી લઈ મને ભેટી પડતી હતી.

અચાનક જલધીના આવાસનો કોલબેલ રણક્યો એટલે એની વિચારશૃંખલા તૂટી. એણે વોલક્લોક તરફ નજર કરી સાંજના સાડા સાત વાગ્યા હતા. કદાચ પપ્પા આવ્યા હશે, એવું માની મેં ઝડપથી બારણા ખોલવા આગળ વધી. દરવાજો ખોલતાં જ એને મમ્મી પપ્પા એક સાથે ઉભેલા નજરે પડયાં. એ હસીને બોલી 'આજે રાહુ કેતુ એક સાથે ધુમ્મસ બંગલોઝમાં ક્યાંથી ચમક્યાં.'

'બેટી જલધી.., હું અને પ્રીતિ ભલે વાદવિવાદ કરીએ, પરંતુ મારા માટે તો મારી પત્ની હૈયાંનો હાર છે. મને જેટલી તુ વ્હાલી છે, એટલી જ તારી મમ્મી પણ વ્હાલી છે અને હાં આ વર્ષે આપણે બંને પણ નવરાત્રિનાં દાંડિયા રાસ રમવાનાં છીએ. મેં તારા માટે પણ દાંડિયા ખરીદ્યા છે. તું તારા પપ્પાને પ્રેમ કરતી હોય તો અમારી સાથે નવરાત્રિ મહોત્સવમાં તારે જરૂર આવવાનું છે.' જલધીના પપ્પા સંકેતે મરક મરક હસતાં કહ્યું.

નિરૂત્તર જલધી કિચનમાં આવી. ખારી પૂરીનો બાઉલ, મિલ્કશેકનો જગ તથા સેલાડના પાત્ર લઈને એ બહાર આવી અને બધું ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવ્યું. એ બધુ જોતાં પ્રીતિ બોલી....

'બેટી, તું શા માટે આ બધામાં સમય બગાડે છે? આપણે ઓનલાઈન ઓર્ડર કરી શક્યાં હોત ને....!'

પરંતુ જલદીએ મૌનનો સાથ નીભાવ્યો. એ સ્વગત બોલી 'મમ્મી તું અને હું જાણીએ છીએ કે પપ્પા ઘરે પડેલી સૂકી રોટલી ખાઈ લે છે, પરંતુ રેડીમેઈડ નાન કે પુરણપોળી પણ પસંદ કરતા નથી.' જલધીને મૌન જોતાં પ્રીતિ પતિને ઉદ્દેશી બોલી 'સંકેત આજ કાલ તો ટીચરો પણ વિદ્યાર્થી જેવા બની ગયા છે. ફરક એટલો જ છે કે ટીચરો ઘરે તૈયારી કરે છે. વિદ્યાર્થી ક્લાસમાં તૈયારી કરે છે.' અને એ હસી પડી. ડિનર પૂર્ણ થતાં જ સંકેત અને પ્રીતિ પોતાના કમરામાં ગયાં. વાસણો સાફ કરીને જલધી પણ પોતાના કમરામાં આવી. એણે કમરાના કમાડ બંધ કર્યો મને નાઇટશૂટ પહેરી લીધા એની નજર ટીપોઈ ઉપર પડેલા બે પુસ્તક ઉપર પડી. એ સ્વગત બોલી 'આવતી કાલનાં લેકચર્સ ઉપર મારી નજર જવી જોઈએ. અમુક સ્કોલર વિદ્યાર્થીઓ તો નાની સરખી ભૂત પણ શોધી કાઢે છે અને જાહેરમાં કંઈ જ બોલે નહીં, પરંતુ એકાંતમાં મળે ત્યારે તો ટીચરની પરેડ લે છે....'

જલધીએ લેક્ચર તૈયાર કરી દીધાં. એણે ઓરડાની વિદ્યુતબત્તી બંધ કરી. હળવું એરકન્ડિશનર કર્યું. ચાદર ઓઢી લઈ, એણે બહેન પાયલના વિચારીને કમરાના ખૂણે દફનાવવા કોશિશ કરી, પરંતુ વાણી, વિચાર, વેદના ત્રણેય તો એકજ કાંટાળા ત્રિકોણનાં ત્રણ ખૂણા છે. ત્રણેય વારંવાર છલકાયા વિના રહે એવા તો નથીને.....!

એની બંધ આંખો બહાર અટકી ગયેલા પાયલનાં વિચારીએ, પરાણે જલધીની આંખોનાં પોપચાં ખોલી નાખ્યાં. કાંકરી જેવા વિચારો એની આંખોમાં ખૂંચવા લાગ્યા અને તે શબ્દ બની બહાર આવ્યા....! જલધી સ્વગત બોલી.

'હું એક દિવસ ફાગૂન ઇન્ટરનેશનલ કંપનીની કચેરી ઉપર ગઈ હતી. જલધીને તેની કેબીનમાં નહીં જોતાં, તેના અંગે પ્રશ્ન પૂછવાનું મેં ટાળ્યું હતું અને મેં જનરલ મેનેજર વરદાન અંગે પૂછ્યું હતું. મારું મુખ્ય પ્રયોજન પાયલનાં કોઈક રહસ્યો શોધવાનું હતું.

વરદાનનાં આસિસ્ટંટે. મને વરદાનને શા માટે મળવું છે, એવો પ્રશ્ન કર્યો હતો. ઉત્તરમાં મેં કહ્યું હતું, 'એમણે મને કોઈક ઈવેન્ટનાં આયોજન માટે ચર્ચા કરવા બોલાવી છે.' મેં તદ્દન કપોળકલ્ચિત વાર્તા ઘડી નાંખી હતી.

'મેડમજી, આપ બેસો સર એની સેક્રેટરી પાયલ મેડમ સાથે કંઈક ચર્ચામાં વ્યસ્ત છે.' અને પેલો આસિસ્ટંટ તો કંઈક કામનું બહાનું કાઢી બહાર નીકળી ગયો હતો. હું જે સોફા ઉપર બેઠી હતી તે બરાબર કેબિનના દરવાજા પાસે હતો. તેથી અંદર ચાલતી વાતચીત સાંભળવા મેં કોશિશ કરી હતી, પરંતુ મને કંઈજ સંભળાયું ન હતું.

દશેક મિનિટ પછી હાથમાં કરન્સી નોટોની થપ્પી લઈને પાયલ બહાર આવી હતી. મેં વર્તમાનપત્ર આડે મારો ચહેરો ઢાંકી દીધો હતો. પાયલનાં અસ્તવ્યસ્ત કપડાં, વિખરાયેલા વાળ જોતા કેબીનમાં શું ખેલ ખેલાયો હશે, એ મને સમજાય ગયું હતું. તે દિવસે તો મેં પાયલને મળવાનું ટાળ્યું હતું. હું ઝડપથી ઑફિસ બહાર આવી હતી. હું ઑટો રિક્ષા સ્ટેન્ડ ઉપર આવી ઊભી રહી હતી. મારી પાછળ ત્રણ ચાર યુવાનોનું વૃંદ ઊભું હતું. તેમની વાતચીતનાં શબ્દો વરદાન અને પાયલનાં બીભત્સ ચેનચાળાની ચાડી ખાતા હતા! એમાં પણ એક યુવકના શબ્દો પાયલે બે વખત એબોરર્શન કરાવ્યું છે.' સાંભળીને તો મારું બ્લડપ્રેસર તદ્દન નીચે ઉતરી ગયું હતું!

તે દિવસે તો હું ક્લાસિસ છોડી જલ્દી આવાસ આવી ગઈ હતી. હું અકલ્પ દ્વિધામાં ફસાય ગઈ હતી. શું કરં  આ વાત પપ્પાને કહું કે નહીં - એવો પ્રશ્ન મને અંગારાની માફક દાઝ પહોંચાડી રહ્યો હતો. મારું મન બોલી ઉઠયું હતું. 'મૌન રહે તું જલધી! ધસવસતા જળરાશિમાં પગ નહીં મૂકીશ નહીં તો તારા અને પાયલની સ્નેહરાત્રિ મિલનમાં ધુમ્મસથી ઘેરાય જશે.' મનની વાત સાંભળી હૃદય બોલ્યું હતું, 'જલધી અંગારાને હાથમાં નહીં છૂપાવીશ જે અંગારાનું તું સંતાડી રાખવા માગે છે તે તારી હથેળીને ભશ્મીભૂત કરી દેશે. ધુમ્મસ રાત્રિનો ડર શા માટે રાખે છે. ધીમે ધીમે માર્ગ કાપીશ તો જરૂર આગળ વધી શકી. પાયલનું પાપ ઑફિસ સ્ટાફમાં તો ચર્ચાનો મુદ્દો બની ગયું છે. સમયજતાં વાતોનાં સૂર સમાજમાં ફેલાતાં સમય નહીં જાય. જેમ ઉજાસ અને અંધકાર સમયસર ધરતીને ડૂબાડવા જરૂર આવે છે, એમ તારે તારો દ્વિધા સ્વરૂપ અંધકાર હટાવી રોશની ફેલાવવી પડશે.' આત્માનું સૂચન જલધીને પસંદ આવ્યું. એ પોતાના બંગલાની લોબીમાં આવી ઊભી રહી હતી.

રાત્રિનાં આઠ વાગ્યા. ઝાકળની મોસમ શરૂ થઈ ગઈ હતી એટલે હળવી ગતિએ ઠંડી પ્રસરવા લાગી હતી. આજની રાત્રિ ધુમ્મસથી પણ ઘેરાવા લાગી હતી. એ સ્વગત બોલી, 'પપ્પા કેમ નહીં આવ્યા હશે? પ્રીતિ મમ્મી તો નવરાત્રિની તૈયારીમાં એકાદ કોચિંગ ક્લાસમાં પણ પહોંચી ગઈ હોય તો નવાઈ નહીં, પરંતુ પપ્પા તો સમયનાં બંધાણી છે.'

અચાનક પટાંગણનાં બંધ ગેઈટની બહાર કારની ઝબુકતી હેડલાઈનટ ઝળકી. જલધી બોલી.. 'પપ્પા આવી ગયા- હવે મને હિંમત ભેગી કરવા દે. પાયલની પ્રેમકહાણીના શબ્દે શબ્દ એણે યાદ કર્યાં. પરંતુ એ કંઈક બોલે તે પહેલાં એની પાસે આવેલો સંકેત ઊચા અવાજે બોલ્યો.. 'બેટી જલધી મારે સ્નાન કરવું છે. તારી પ્રીતિ મમ્મીને પણ મેં સ્નાન કરવા મનાવી લીધી છે. તારે પણ સ્નાન કરવાનું છે. અમે બજારમાંથી લાડુ અને ભજિયાં લાવ્યાં છે. એક કલાકમાં બધાં જ શ્રાધ્ધ કરાવી દીધાં છે.'

જલધીએ મમ્મી તરફ નજર કરી, પરંતુ પ્રશ્નોત્તરમાં તેણે જલધીનાં હાથમાં સાંધ્ય વર્તમાનપત્ર પકડાવ્યું અને એ પોતાના કમરામાં પ્રવેશી.

જલધીની વાત તો એનાં મોંમાઈ રહી ગઈ. એની નજરે વર્તમાન પત્રનાં બોલ્ડ લેટરો નજરે પડયા.. 'ફાગૂન ઈન્ટરનેશનલ'ની જનરલ મેનેજર વરદાન અને તેની એસોસિયેટ પાયલ પચ્ચીસ કરોડ રૂપિયાની ઉચાપાત કરી ફરાર થઈ ગયાં. પોલીસ બંનેની શોધખોળ કરી રહી છે..' શબ્દો વાચી જલધી બોલી, 'તો પપ્પા પાયલનું અંતિમ સ્નાન કરવાની વાત કરે છે..' પાયલનું કૌભાંડ પોતાના મોંએ ખુલ્લું કરવાના નિર્ધારનો પથ્થર તો હટી ગયો, પરંતુ પાયલ ક્યાં હશે? શું વરદાન એનો જીવનભર સાથ નીભાવશે ખરો? શું વરદાન પણ અન્ય ભ્રમર પુરુષોની જેમ પાયલનાં પત્રોમાં બેડી પહેરાવી ભાગી તો નહીં જાયને? શું હું હવે પછી ક્યારેય મારી સખી કે બહેન પાયલને ફરીથી ક્યારેય જોઈ શકીશ જ નહીં? આવા પ્રશ્નોનાં ભાર નીચે દબાય ગયેલા પથ્થરોના બોજા નીચે એ કચડાવા લાગી. હટી ગયેલા પથ્થરે બીજા અનેક પથ્થર જલધી ઉપર ફેંક્યા.

આ રહસ્યમય ઘટના હવે આઠ વર્ષ જૂની થઈ ગઈ છે. મમ્મી પપ્પા તો મારી બહેન પાયલને ભૂલી ગયાં છે, પરંતુ જ્યારે જ્યારે મને એની યાદ આવે છે ત્યારે મારુ અંતર વિનાશકારી ધરતી કંપના આંચકા ખાઈને હચમચી ઉઠે છે. એ સ્વગત બોલી ભલે મમ્મી-પપ્પા એની દીકરીને ભૂલી ગયા અને મારા પડખે આવી બેઠાં છે, પરંતુ હું કોના પડખે જઈને બેસું? બહેનની તુલનામાં મમ્મી પપ્પા થોડાં બેસવાનાં છે? બંનેયનું મારા જીવનમાં ભિન્ન ભિન્ન મહત્ત્વ છે. મેં પાયલની શોધ કરવા માટે ઠીક ઠીક નાણાં ખર્ચ કર્યાં છે, પરંતુ આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું છે. વારંવાર ક્રિકેટ મેદાન ઉપર શૂન્ય રન કરી આઉટ થતા કોઈ ફેંકાય ગયેલાં ક્રિકેટવીરની માફક હું પણ મારી બહેનનાં પ્રેમાળ પ્રેમસંબંધ સ્વરૂપ પ્લેગ્રાઉન્ડમાંથી ફેંકાય ગઈ છું.

પિતા સંકેતની ઇચ્છાને માન આપી જલદીએ જિલ્લા રંગ મહોત્સવમાં જવાની તૈયારી કરી. એણે નૃત્ય કરતાં મોરલાની પ્રીન્ટ વાળા ચણિયા ચોળી પહેરી લીધાં. એ ઓરડાની બહાર આવી એ જ વખતે મમ્મી-પપ્પા પણ બહાર આવ્યા.

ત્રણેય જિલ્લા ઇન્ડોર હોલ ઉપર આવ્યાં અને મહોત્સવમાં જોડાયાં. અડધા-પોણા કલાક પછી જલધીનાં પગની પાનીમાં દુખાવો થયો. એ રાસોત્સવનું ટોળું છોડી દૂર ગોઠવેલી ખુરસી ઉપર આવી બેઠી. એણે મોબાઈલ હાથમાં લીધો.

'જલધી મેડમ.. કેમ છો? મને ઓળખી? હું યશ્વી, તમારી વિદ્યાર્થિની. સાત વર્ષ પહેલાં હું તમારા ક્લાસમાં ભણતી હતી. એક અન્જાન યુવતી જલધી પાસે આવી બોલી.. જલધીનું ધ્યાન મોબાઈલના બદલે તે યુવતી તરફ ગયું. તેણે ઉમેર્યું.. 'મેડમ મારા લગ્ન પણ થઈ ગયાં છે. હું એક દિકરાની મમ્મી છું. શરીર પણ ફૂલી ગયું છે એટલે તમે મને ઓળખી નહીં હશે. હું અને મારો પતિ ઓસ્ટ્રેલિયામાં શેટલ થયાં છીએ અને મેડમ, ઇફ આઈ એમ નોટ રોંગ યુ હેવ વન સિસ્ટટ નેઈમલી પાયલ. ઈઝંટ ઇટ? આઈ હેવ મીટ હર ફોર ઇયર્સ બેક. એ એનાં પતિ વરદા સાથે મળી હતી. જો કે આ વાત પણ હવે તો ચાર વર્ષ જૂની થઈ ગઈ છે. મારા પતિએ વાત વાતમાં વરદાનને કહ્યું પણ હતું કે હું યુવાજગત વિદ્યાલયેની ટીચર છું ત્યારે તેની પત્ની પાયલે મને તમારી ઓળખાણ એની બહેન તરીકે આપી હતી. અચાનક યશ્વીનો દિકરો મમ્મી પાસે આવી બોલ્યો.. મમ્મી... લેટ્સ મૂવ બેક ટુ ઓસ્ટ્રેલિયા.. આઈ ડોન્ટ લાઈક ઓલ ધીસ નોનશેન્સ જિલ્લા મહોત્સવ એકસ્ટ્રા.' યશ્વી મારી તરફ માર્મિક હાસ્ય કરી ઉઠી. જાણે એ કહી રહી હતી કે મેમ અને સંપત્તિ રામ રચીલાં અને આધુનિક સુવિધાઓના માલિકો તો છીએ, પરંતુ ભારતીય સંસ્કૃતિથી તો જોજનો દૂર નીકળી ગયા છીએ. અમારા સંતાનોની નવી પેઢી ક્યાં આવી બધા ઉત્સવો મનાવશે?

જલધીને પપ્પાએ ઈશારો કરી નજીક બોલાવી. એ ઉઠી. એ સ્વગત બોલી આ જિલ્લા રંગ મહોત્સવે મને મારી બહેનનાં શુભ સમાચાર રૂપી મુક્તાફળ ભેટ આપ્યું છે.. કદાચ સમય જતાં મને મારી બહેન પાયલ પણ જરૂર મળશે. જલધીનો અંતરઆત્મા બોલ્યો.. 'જલધી કાનૂની મુઝરિમ લોકો ક્યારેય માદરે વતન આવતા નથી. તું હવે એને ભૂલી જા.. વરદાને એને તરછોડી નથી. એ શુભ સમાચાર તારા માટે પૂરતા નથી? શાંતિથી સંકેતની એકલોતી પુત્રી બની જા.

Tags :