- ભાગ-2
- જીવનમાં ઘણા દુખો સહન કર્યા છે એક ઓર સહી. પ્લીઝ પુનિત એક તમે જ છો જે મારી બગડતી જિંદગીને સુધારી શકો એમ છો... હાં કહો પુનિત' કહેતા માનસીએ પુનિતના બંને હાથ પકડી લીધા. પુનિત ઊભો થયો અને બંને હાથ ફેલાવી દીધા. માનસી એના મજબૂત બાહુઓમાં સમાઈ ગઈ. પ્રેમનું મિલન થયું બે શરીર એક થઈ ગયા. બે આત્મા એક થઈ ગયા.
(ગતાંકનું ચાલુ)
'શું થયું મિસ્ટર મહેતા?'
'યુ.સી....માઈ વાઈફ ઈઝ ઓલ્સો પ્રેગનેન્ટ....'
''વોટ?''
'યુ ડોન્ટ વરી... માનસી.. હું પૈસા પાછ નહીં માગું. 'હવે?' સહસા એણે ફોન મૂકી દીધો. અને પછી તરત જ મિસ્ટર અમર દેસાઈએ ફોન જોડયો અને મિસ્ટર મહેતાની વાત કરી દીધી.
'એક વાત કહું મિસ માનસી?' 'દેસાઈએ કહ્યું 'મારું માનશો? એ દિવસે તમે જયને જોઈને કેવા ખુશ થઈ ગયાં હતાં.... મમતાના પૂર કેવા ઉમટી પડયા હતા! હું એમ કહેવા માગું છું. એક બાળક તમે તમારા માટે પણ કેમ રાખી નથી લેતા? ભગવાને હવે આ તક આપી છે. અબોર્શન ન કરાવશો.'
માનસી અમરબાબુની વાત સાંભળી ઝાંખી પડી ગઈ. અમરબાબુની વાત પર એણે ખૂબ વિચાર કરી જોયો. કારકિર્દી દરમિયાન આવો પહેલો પ્રસંગ! કંઈ ન સૂઝતા એણે ગામના ઘરે કાગળ લખી નાખ્યો. પોતે થોડા દિવસ મહાબળેશ્વર જાય છે. કંઈ પણ કામ હોય તો ત્યાં કાગળ લખો. એણે મહાબળેશ્વર જવાનું નક્કી કરી દીધું. પોતાના નાનકડા બંગલામાં રહેવું એને બહુ ગમતું. લગભગ દરેક પ્રસુતિ બાદ એ થોડા મહિના ત્યાં આરામ કરવા ચાલી જતી,. પણ આ વખતની વાત સાવ નોખી છે. એના ઉદરમાં બે માસનો ગર્ભ માનવાકાર લઈ રહ્યો છે.
કેટલા દિવસો થઈ ગયા અહીં આવીન! છેલ્લા ચારેક દિવસથી બગીચામાં ટહેલવાને બદલે હવે એ રોજ સાંજે સફેદ બરફની પથારી જેવા આસ્ફોલ્ટના રસ્તા ઉપર ચાલતાં ચાલતાં દૂર સુધી નીકળી જતી. ભૂતકાળને વાગોળવાનું અને કલ્પનાઓમાં રાચવાનું એને ખૂબ ગમતું અને ધુમ્મસિયા વાતાવરણમાં એને ચાલવાની મજા પણ આવતી હતી. ખૂબ ચાલીને એ થાકી જતી ત્યારે દેવદાસના એક વૃક્ષ નીચે બેસી જતી.
રોજના ક્રમ મુજબ આજે પણ એ વૃક્ષ નીચે આવીને બેઠી અને થોડી પળો વીતી હશે ત્યાં જ ધુમ્મસનાં ગોળાઓને ભેદતો એક સોહામણો યુવક એની સમક્ષ આવીને ઊભો રહી ગયો. જાણે આકાશમાંથી કોઇ રાજકુમાર અવતર્યો ! તેજસ્વી કાયા, મોટી-મોટી પાણીદાર આંખો ગૌર વાન, તનબદનમાં એક અનોખી તાજગી ઘડીભર માનસી એને બસ જોતી જ રહી. એ હેન્ડશમ યુવાને માનસી પ્રત્યે સ્નેહાળ સિમત કર્યું, 'હેલો!' જવાબમાં સ્મિત કરતા માનસીએ સહેજ ગરદન નમાવી.
'હું રોજ જોઉં છું તમે એકલાં આ ઝાડ નીચે આવીને બેસો છો, લાગે છે જીવનમાં પણ તમે એકલા જ છો.'
'લગભગ' માનસીએ ટૂંકમાં કહી દીધું. એની સમજમાં નહોતું આવતું કે આ યુવાન શું ચાહે છે !
'બાય ધ વે.... મારું નામ પુનિત છે.' કહેતા યુવાન માનસીની બાજુમાં જરૂરી અંતર રાખીને બેસી ગયો.
'ઓહ! સુંદર નામ છે પુનિત.' યુવક હસ્યો, 'હું તમારી સાથે થોડી વાર વાતો કરવા બેસું તો તમને વાંધો તો નથી ને?'
'ના જરાય નહિ, હું ખુદ ઇચ્છુ છું કે મને કોઇ સારી કંપની મળે.'
'વેલ, તો પછી એક કામ કરીએ. જો તમને વાંધો ન હોય તો....' કહેતાં પુનિતે બજાર તરફ જતી સડક તરફ આંગળી ચીંધી. 'ત્યાં એક કોફી હાઉસ છે. બેસીને કોફી પીશું ?'
માનસીએ કાંડા ઘડિયાળમાં જોયું 'ડોન્ટ વરી. અંધારું થતાં પહેલાં હું તમને તમારા ઘર સુધી મૂકી જઇશ. મારી પાસે ગાડી છે.' કહેતાં પુનિતે ઊભા થઇને દૂર સડક પાસે પાર્ક કરેલી પોતાની લાલ મારુતી બતાવી.
ઉંમરના પ્રમાણમાં પુનિત ઘણો મોટો બિઝનેસમેન હતો. કરોડપતિ બાપનું એક સંતાન. અમદાવાદમાં એના પોતાના અનેક પ્રકારના વેપારધંધા ધમધોકાર ચાલતા હતા.
'અહીં તમે શું કરો છો?' માનસીના સવાલના જવાબમાં પુનિત બોલ્યો 'હવાફેર, સૈરસપાટા અને તમારા જેવી કંપની મળી જાય તો ગપાટા.'
'વાહ ! બહુ કિસ્મતવાળા છો તમે !' સાંભળીને પુનિત મૌન થઇ ગયો. લગભગ ઉદાસ. 'કેમ ચૂપ થઇ ગયા ?'.... કંઇ નહિ....' સ્વસ્થ થવાની કોશિષ કરી.
'મિસ માનસી....' એક હલકો નિસાસો નાખીને પુનિત કહેવા લાગ્યો, 'તમે આ બધું જેટલું મારી પાસેથી મારે વિષે સાંભળ્યું ને? સો એ સો ટકા સાચું છે પણ....' ફરી એ ગંભીર બની ગયો. 'શું ?' માનસીએ કુતૂહલથી પૂછ્યું. પુનિત બોલ્યો, 'માત્ર મારું નસીબ જ ખોટું છે.'
પરંતુ પુનિતનો ચહેરો જેમનો તેમ ઉદાસ જ રહ્યો. 'ના, એવું નથી.' કોફી આવી. બંને ધીમે-ધીમે પીવા લાગ્યાં.
'તો?' કહેતા માનસી ફરી હસવા લાગી., 'શું કોઈ છોકરી પસંદ નથી આવતી?'
'માનસી....!' પુનિત ભાવવિભોર બની ગયો. ખુશખુશાલ માનસીનો તાજ ગીસભર ચહેરો એ ટીકી ટીકીને જોવા લાગ્યો.
'હું તને ચાહું છું. માનસી....! ભાવુકતાથી એ બોલી ગયો, ' તુ જ મને પસંદ છે. 'માનસીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કેટલી સહજતાથી એ બોલી ગયો!! જાણે વર્ષોથી એ પોતાને ઓળખતો હોય! આશ્ચર્ય અને અકળામણની રેખાઓ એના ચહેરા ઉપર પથરાઈ ગઈ. એ કંઈ કહેવા જતી હતી ત્યાં જ ફરી પુનિત બોલ્યો, 'હું તને ચાહવા લાગ્યો છું.' તુ મને બહુ પસંદ છે. પણ.... હું તારી સાથે લગ્ન નથી કરવાનો, કારણ... કારણ કે.... મારુ જીવન બહું જ ટૂંકુ છે, આ સુષ્ટિ ઉપર હું થોડાક જ મહિનાનો મહેમાન છું, મને બ્લડ કેન્સર છે.'
સાંભળતા જ માનસીના મસ્તિકમાં જાણે શૂન્યવકાશ પથરાઈ ગયો. સ્તબ્ધ બની ગઈ. પણ પુનિતે એનો હાથ પકડી લીધો. (મેં વચન આપ્યું છે, હું તમને તમારા ઘર સુધી મૂકી જઈશ.... આઈ એમ સોરી... હું મારી લાગણીઓને દબાવી ન શક્યો.'
હું તમારી મન: સ્થિતિ સમજી શકું છું. મિસ્ટર પુનિત, પણ પ્લીઝ, અત્યારે મને જવા દો. હું જતી રહીશ. હજી અંધારુ નથી થયું.' તો પણ
હું તમને મૂકવા આવું તો કંઈ વાંધો છે?' પુનિતની આત્મીયતા આગળ માનસી ઝૂકી પડી. 'ચાલો'
રસ્તામાં એક પણ શબ્દ બોલવાનું માનસીએ ઉચિત માન્યુ નહીં. પુનિત પણ શાંત જ રહ્યો. પણ દરવાજા આગળ માનસીને ઉતારીને ગાડીમાં રિવર્સમાં લેતા પહેલાં પુનિતે એ જ સહજતાથી પૂછી જ નાંખ્યૂ, 'શું કાલ કોફી હાઉસ ઉપર હું તમારી રાહ જોઉ?'
'નહીં'
'તમે તો કહેતા હતા કે તમે સારી કંપની ઈચ્છો છો....? અચ્છા! કદાચ હું તમને કંપની આપી શક્તો હોઈશ પણ સારી નહીં... ખરુ ને? માનસી એ તિરછી નજરે પુનિત સામે જોયું એવી નજરે જાણે એવું બોલવા બદલ એ પુનિતને ઠપકો આપતી હોય, 'કંપની જરૂર ઈચ્છું છું પણ એ માટે શું કોફી હાઉસ જ જવું જવું એવો તમારો નિયમ છે? બોલીને પાછળ જોયા વગર સડસડાટ માનસી બંગલા તરફ ચાલવા લાગી. પુનિત એને જતાં જોઈ જ રહ્યો. આખી રાત માનસી પુનિત વિષે જ વિચારતી રહી. એને માસૂમ ભાવૂક ચહેરો.... બાળક જેવી એની નિખાલસતા..... હું તને ચાહું છું. હું તને ચાહું છું' ના પડઘા એનાં કાનમાં ગુંજવા લાગ્યા. ચારે કોર પુનિતનો ભોળો ચહેરો ઘૂમરાવા લાગ્યો. બહાર જોરદાર પવન ફૂંકાત હતોો. ગરમ ઉનના કપડાં એણે આખા શરીરે પહેલી લીધા હતાં. ઉપરાંત જાડી રજાઈ પણ એણએ પગથી માથા સુધી ઓઢી રાખી હતી. એને ઉંઘ નહોતી આવતી. બહાર સૂસવાટા મારતો પવન બારી અને દરવાજા ઉપર સતત પછડાતો રહેતો હતો.... પુનિતને કાલે કહી દઉં કે હું તો તને પરણવા માગું છું! અનાયાસે એનો હાથ પેટ ઉપર ફરી વળ્યો. પણ.. એક શરત...! શું પુનિત બધું જાણ્યા પછી પણ લગ્ન માટે હા કહેશે?
અને ભગવાન જો ચમત્કાર કરે અન લગ્ન બાદ કદાચ પુનિતની બિમારી મટી પણ જાય તો...? ઓ ભગવાન! એ પળે આ દુનિયામાં મારા જેવી સુખી કોણ હશે?
સવાર પડતાં જ એની આંખો ખુલી. એને થયું કે કોઈ દરવાજો ખટખટાવી રહ્યું છે. 'મેમ સા'બ દરવાજો ખોલો ચાય લાયા હું.' માનસીએ દરવાજો ખોલ્યો એ સાથે જ સૂસવાટા મારતો ઠંડો પવન ઓરડામાં પથરાઈ ગયો. બહાર દૂર દૂર સુધી સ્મશાનવત શાંતિ જણાતી હતી. ગાઢ ધુમ્મસમાં બધું ભેંકાર જણાતું હતું.
ચાની ટ્રે મૂકીને જતાં જતાં રામુકાકા બોલ્યા 'રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો બગીચામાં ઝાડ ઢળી પડયા છે. હમણાં એને ઠીકઠાક કરી નાખીશ.'
'કાકા', મારુ જીવન પણ એક અનોખા મોડ પર ઢળી પડયું છે અને હું પણ એને ઠીકઠાક કરી લેવાનીા છું.'
'દરવાજા ઠીકસે બંધ કર લેના બિટિયા' રામુકાકાએ કહ્યું અને માનસીએ દરવાજો બંધ કરી દીધો. પરંતુ એ જ ક્ષણે ઝાડીઓથી અવાજ આવ્યો, 'માનસીજી, શું હું અંદર આવી શકું?' માનસી ચોંકી. અવાજ પુનિતનો હતો. એણે બારી ખોલીને જોયું. ધુમ્મસના ઓળા વચ્ચે પુનિતની આકૃતિ દેખાઈ. એ કદાચ સવાર પડવાની જ રાહ જોતો હતો! માનસી હરખાઈ ઊઠી. એને થોડું હસવું પણ આવી ગયું. ખાનદાન કુટુંબનો નબીરો.... દીવાનો થઈ ગયો છે!
'પુનિત... અંદર આવો ત્યાં કેમ ઊભા છો?'
'પણ તમે દરવાજો તો બંધ કરી રાખ્યો છે....!'
'હા, પવન બહુ છે. એમ કરોને આ બારીમાંથી જ આવી જાવ.'
'ઠીક છે.' કહેતા પુનિતે બંને હાથે બારીની બાર સાખ મજબૂતાઈથી પકડી લીધી અને સરળતાથી પોતાના શરીરને હિલોળીને અંદર લઈ લીધું એણે સફેદ ટીશર્ટ અને સફેદ હાફપેન્ટ પહેર્યા હા. અને સ્પોર્ટસ શૂઝ કદાચિત એ જોગિંગ કરવા નીકળ્યો હતો.
'વાહ માનસી બોલી, 'કસરતની તમને સારી પ્રેક્ટિસ લાગે છે.' એણે હજી રજાઈ ઓઢી રાખી હતી. પલંગ ઉપર એ બેસી ગઈ. એ જાણતી હતી પુનિતને બેસવાનું કહેવું નહીં પડે. અને એવું જ થયું. પુનિત એની બાજુમાં બેસી ગયો. હેરતભરી નજરે એ પુનિત સામે જોઈ રહી. પુનિત તમે અહીં ક્યાં ઊતર્યા છો?'
'હોટેલ પાઈન વ્યૂમાં'
આપમેળે જ રામુકાકા ચાનો બીજો કપ લઈને આવી ગયા.
'અમારા કાકા બહુ સમજદાર છે. મહેમાનોને ચા પાવાનો એમને બહુ શોખ છે. કેમ કાકા! 'કહેતી માનસી વડીલ જેવા રામુકાકા સામે લાડ અને લજ્જાથી હસી પડી. રામુકાકાની અનુભવી બુઠી આંખોને સમજતાં વાર ન લાગી કે મામલો રોમાંસનો છે. સહેજ મલકાઈને એ બહાર નીકળી ગયા. 'તમે બિલકુલ સાચું કહ્યું. માનસી, બીમારીના કારણે તો મારા જીવનમાં કેટલાય ફેરફારો આવી ગયા છે. તમે જાણો છો? હવે હું ફૂલપત્તા ઝાડ-પાન, હિમવર્ષા, પહાડ અને પતંગિયામાં ખૂબ દિલચશ્પી લેવા શીખી ગયો ...!છું.'
'એ સારી જ વાત છે! જીવનમાં પરિવર્તન તો હોવું જ જોઈએ ને. પરિવર્તન વગર પ્રગતિ નથી.'
થોડીવાર સુધી બંને ચા પીતા-પીતા પરસ્પરને તાકી રહ્યાં જાણે એક-બીજાને મનોભવને ઉકેલતા હોય! 'ચાલો તો હવે હું જાઉં, ક્યાંક એવં ન બને કે મારી લાગણીઓ ઊછળી પડે અને....! ચાનો કપ પૂરો કરતાં પુનિતે કહ્યું અને આ વખતે માનસી હસી પડી.
માનસીએ રજાઈમાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો અન પુનિતના બાવડે ચીમટો ભર્યો. 'બારીમાંથી તો ચોર-લૂંટારા આવેને જાય છે, તમે તો શરીફ છો...' 'જૂઠું...' પુનિતે કહ્યું, 'હું પણ ચોર જ છું.... દિલનો! સાંભળીને માનસી હસી પડી. સાંજે કોફીહાઉસ ઉપર મળવાનું વચન આપીને એણે પુનિતને વિદાય આપી.
સાંજે કોફી હાઉસમાં પુનિતનો ચહેરો શાંત હતો. જાણે એના મનમાં ચક્રવાક ચાલી રહ્યો હતો.
માનસી પણ ઉદાસ હતી. એની ઉદાસી અને પુનિતની માયૂસીથી વાતાવરણ ભારેખમ બન્યું હતું. પુનિતની સામે માનસી પોતાના દિલની કિતાબ ખોલવા અધિરી બની ગઈ. છેવટે કિતાબ ખુલી જ ગઈ. પહેલે પાને ઈટાલિયન ફ્રેમવાળા મહાશય અમર દેસાઈનું પ્રકરણ... અને છેલ્લે પાને મિસ્ટર મહેતાની લાપરવાહી-બેચેની કે મજબૂરીથી અધૂરી કહાની.... કહીને માનસી અટકી ગઈ...
પુનિત વિચારોમાં ખોવાઈ ગયો. એના મનમાં પણ એક એવી યુવતીની તલાશ હતી જે ભલે એની સાથે લગ્ન કરવા રાજી ન હોય પણ કમસે કમ એને એક સંતાનનો પિતા બનાવી શકે કે જેને પોતાની કરોડોની મિલકત વારસદાર બનાવી શકે, એના માતા-પિતાની પણ એ જ ઈચ્છા હતી. અને પુનિતે પોતાની ઈચ્છા પણ માનસી આગળ જાહેર કરી દીધી.
માનસી બોલી, 'હા, પુનિત જરૂર બાળક તને હું જરૂર આપીશ પણ... બદલામાં હું કંઈક ચાહું છું.'
'ુહું તને બેહદ ચાહું છું. માનસી....માગ, શું જોઈએ છે તારે? તું જે માંગે એ હું તને આપવા વચનબધ્ધ છું. બસ.'
'પુનિત , આપણે લગ્ન કરી લઈએ'
'લગ્ન' માનસી એનો અંજામ તું જાણે છે.'
'હું જાણતી હતી લગ્ન માટે તું રાજી નહીં જ થાય.' 'છતાં અરમાન રાખતી હતી?
'હા,' માનસીએ દ્દઢતાપૂર્વક ઉત્તર આપી દીધો.
'કારણ કે હું ઈચ્છું છું કે તમારી પત્નીના રૂપમાં હું સૌભાગ્યવતી બની રહું.' પરંતુ થોડા જ મહિના માટે? પુનિતે પૂછ્યું.
'ભલે ને.... જીવનમાં ઘણા દુખો સહન કર્યા છે એક ઓર સહી. પ્લીઝ પુનિત એક તમે જ છો જે મારી બગડતી જિંદગીને સુધારી શકો એમ છો... હાં કહો પુનિત' કહેતા માનસીએ પુનિતના બંને હાથ પકડી લીધા.
પુનિત ઊભો થયો અને બંને હાથ ફેલાવી દીધા. માનસી એના મજબૂત બાહુઓમાં સમાઈ ગઈ. પ્રેમનું મિલન થયું બે શરીર એક થઈ ગયા. બે આત્મા એક થઈ ગયા.
પ્રસવની અસહ્ય વેદનાથી માનસી ચીસો પાડવા લાગી. પુનિત ડરી ગયો. અત્યાર સુધી તો નર્સોએ એને સંભાળી રાખી હતી. ડૉ. પંડયા દોડતા આવી ગયા, 'હિંમત રાખ બેટી, હવે થોડી જ ક્ષણોની વાર છે. બધું ઠીક થઈ જશે.'
શ્વાસોચ્છવાસ તેજ બન્યો. દરિયાઈ લહેરોની જેમ છાતી ઊછળવા લાગી. અને અચાનક માનસી બેભાન થઈ ગઈ. 'ઓપરેશન કરવું પડશે....દરદીનો જીવ જોખમમાં છે. નર્સ જલ્દી કરો. ઈમરજન્સી સ્ટાફ બોલાવી લો. દોડો...દોડો.... જલ્દી નહીંતર પલકવારમાં ખેલ ખતમ થઈ જશે.'
છ ક્લાક બાદ માનસીએ આંખો ખોલી. આસ્તે આસ્તે આસપાસ નજર ફેરવી. એનાં ઓશિકા પાસે પુનિત ખુરશી ઉપરત બેઠો હતો.
'મારું બાળક?' માનસીએ સહસા સવાલ કર્યો. પુનિત ચૂપ જ રહ્યો. નર્સ દોડતી આવી ગઈ. પરંતુ એ પણ ચુપચાપ ઊભી જ રહી. કોણ શું જવાબ આપે? બાળક તો મરી ગયું હતું.
'ુુપુનિત!! ' માનસી ચીસ પાડવા લાગી પરંતુ માંડ અવાજ નીકળી શક્યો.
'આઈ એમ સોરી .... માનસી.' ડૉ. પંડયા ત્યાં આવી ગયા. હું આપના પતિ મિસ્ટર પુનિતને વોર્નિંગ આપી ચૂક્યો હતો. માતા અથવા બાળક બેમાંથી એક ને જ હું બચાવી શક્તો હતો.... મિસ્ટર પુનિતે નેચરલી.... આપને જ બચાવી લેવાની વાત કરી હતી.'
'ઓ .... પુનિત....!' કહીને માનસી મૌન બેેઠેલા પુનિત સામે એવી રીતે જોઈ રહી જાણે કહી રહી હોય, 'તમે ઈન્સાનના રૂપમાં દેવતા છો.... પુનિત!'
ડૉક્ટરોએ એ પણ નિર્ણય આપી દીધો કે માનસીનું ગર્ભાશય અતિશય કમજોર પડી ગયુ છે. ભવિષ્યમાં એ કદી મા પણ નહીં બની શકે. માનસીના ભાગ્યમાં કદાચ આ જ લખ્યું હતું.... નીયતિનો નિયમ એને ચાતરીને પણ કેમ ચાલે. નિ:સંતાનોના પરિવારોમાં હવે એ પણ શામિલ થઈ ચૂકી.
હવે એને પણ તલાશ હતી એક સ્ત્રીની જે એનાં પતિને એક હસતું - રમતું કિલકિલાટ કરતું બાળક આપી શકે!


