Get The App

વાર્તા : લગ્નતિથિની ભેટ .

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
વાર્તા : લગ્નતિથિની ભેટ                                       . 1 - image

- હું આખો પગાર લાવીને તારા હાથમાં મૂકી દઉં છું. એટલે તું તારા માટે જે લાવે તે મારા તરફથી જ હોય છે ને.' અને આજે વળી અચાનક આટલી મોંઘી ભેટ આપીને તેમણે વર્ષોની ખામી પૂરી કરી દીધી હવે તેમના પ્રત્યે મારી પણ કોઈ ફરજ બને છે. હવે આવું એકાંત ક્યા મળે છે? જેનો ડર લાગતો હતો કે ક્યાંક મારું સુખ છીનવાઈ ન જાય.

'લાઈફ બીગીન્સ એટ ફોર્ટી' એટલે કે ૪૦ વર્ષ બાદ જ ખરું જીવન શરૂ થાય છે કારણ કે જીવનના ચાળીસ વર્ષ પૂરા થતાં સુધીમાં આપણે જિંદગીનો ખરો અર્થમાં સમજી શક્યા હોઈએ છીએ. તે દરમિયાન આપણા ગૃહસ્થ જીવનમાં પણ અનેક મુસીબનોનો સામનો કરીને, તેને દૂર કરીને જીવનને ફરી હસતું-રમતું બનાવવામાં સફળ થયા હોઈએ છીએ.

એક નવા એહસાસ સાથે મેં મારા ૪૧ વર્ષમાં પ્રવેશ કર્યો તે સાથે જ તનયમાં રહેલો સૂષુપ્ત પ્રેમી અચાનક જાગૃત થયો હોય એમ મને લાગ્યું. તે હમેશાં આવતા જતા કહેતા, 'સુમી આઈ લવ યુ' સાચે કહું છું સુમી હું તને આજે પણ ખૂબ પ્રેમ કરું છું. તારો દિવાનો છું. ક્યારેક તો મને તેમના ઉપર શંકા જતી કે અચાનક ઊભરાયેલા આ પ્રેમની પાછળ કોઈ રહસ્ય તો નથી?

અમારા લગ્નની ૨૦મી લગ્નતિથી ખુશનુમા સવારે તનયે તેના ભીના સ્પર્શથી મને ઊઠાડી અને મારા હાથમાં લાલ ગુલાબો વચ્ચે સુશોભિત મખમલની ડબ્બી મારા હાથમાં આપીને રોમેન્ટિક સ્વરે કહ્યું 'મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે'.

જાગૃત અવસ્થામાં જો ડબ્બી ખોલી તો મારી આંખો આશ્ચર્ય સાથે આખી ખુલી ગઈ, 'વાહ શું વાત છે.' 'આ તો બહુ મોંઘા હશે.' 'અરે જાનેમન, મારું ચાલે તો તને હીરાથી મઢી દઉ. પણ આ તને ગમ્યા?'

'ખૂબ જ' મે એકદમ ખુશ થઈને કહ્યું, ત્યાં તો તેણે મને બહુપાશમાં જકડી લઈને કહ્યું 'ચાલ પછી થોડા રોમેન્ટિક બની જઈએ.' આટલી સુંદર ભેટ મળ્યા બાદ ના પાડવાની કોઈ જરૂરત જ નહોતી.

મોટા દિકરો અપૂર્વ એન્જિયરિંગનું ભણવા પુણેની હોસ્ટેલમાં જ રહેતો હતો અને નાના આદિત્યને સ્કુલે મોકલાવીને તનયને મનગમતી સ્પેશ્યલ મસાલાવાળી ચા તૈયાર કરી હું તનય પાસે આવી.

'સુમી તને યાદ છે કે, આપણે લગ્નની શરૂઆતના દિવસોમાં આપણે 'તેરે મેરે મિલન કી યે રૈના.....' ગીત ગાતા હતા. ચાલ આજે ફરી તે ગાઈએ.'

'મને અમારા લગ્નની શરૂઆતના તે રોમેન્ટિક દિવસો યાદ આવ્યા અને હું હસી પડી. આવા ગીતો ગાવાની આ ઉંમર છે. હવે જો કોઈ નવું ગુલ ખીલશે તો આપણા છોકરાઓ વચ્ચે ફજેતી થશે.'

તનય કંઈ બોલવા જતા હતા ત્યાં ડોરબેલ વાગી કચરાવાળો હતો, તેને ડસ્ટબીન આપીને હું પાછી ફરતી હતી ત્યાં ફરી ડોરબેલ વાગી. આ વખતે ઇસ્ત્રીના કપડા લેવા ધોબી આવ્યો હતો.

તેને જોઈ તનય ગુસ્સેથી બોલ્યો, 'આજે કપડા નથી જાવ.' 'હાય રામ, શેઠ કેવી રીતે વાત કરે છે. આ તે કંઈ રીત છે.' વાત કરવાની એમ બબડતો ધોબી જતો રહ્યો.

'અરે તેને મોકલી કેમ દીધો તનય? હવે આદિત્યના યુનિફોર્મને મારે ઈસ્ત્રી મારવી પડશે.' મે ખોટો ગુસ્સો કરતા કહ્યું, 'હું તને ઈસ્ત્રી કરી દઈશ પણ તું બે ઘડી મારી પાસે બેસ' એમ કહી તનયે મારો હાથ પકડયો. 'કેમ ઓફિસ નથી જવું? ચાલો, તૈયાર થઈ જાવ, હું નાસ્તો બનાવું છું.' મેં હાથ છોડાવતા કહ્યું.

'તું પણ શું યાદ કરીશ ડાર્લિગ, આજે મેં રજા લીધી છે.'

'શું? તમે તો કોઈ દિવસ રજા નથી લેતા, આજે તો મને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું લાગે છે. ઊભા રહો જરા જોઈ લઉ, સુરજ પશ્ચિમમાં તો નથી ઊગ્યોને?'

'અરે આ વાત ઉપર તો નજીક આવ... એમ કહી તનયે તેને પાસે લેવા ગયો ત્યાં ફરી ડોરબેલ વાગી. દરવાજો ખોલવા તનય ગયા.'

'લે હવે તારી કામવાળી આવી.'

'એ તો એના સમયે આવે જ ને? હવે એમ નહીં કહેતા કે એને મોકલી દે' મેં કહ્યું.

હું કામવાળી પાસે કામ કરાવતી રહી અને તનય થોડીવાર પેપર વાંચતા, ટીવી જોતા કે રૂમમાં આંટા મારતા હતા.

મને વારંવાર વિચાર આવતો કે કહ્યા વગર એમણે રજા કંઈ રીતે લીધી અને આટલી મોંઘી ભેટ પણ લઈ આવ્યા! 'હું તો તેઓ મારા માટે ભેટ લાવે તે માટે ૨૦ વર્ષથી તડપતી હતી.  જ્યારે પણ હું તે બાબતની ફરિયાદ કરતી હતી તે મને કહેતા કે, હું આખો પગાર લાવીને તારા હાથમાં મૂકી દઉં છું. એટલે તું તારા માટે જે લાવે તે મારા તરફથી જ હોય છે ને.' અને આજે વળી અચાનક આટલી મોંઘી ભેટ આપીને તેમણે વર્ષોની ખામી પૂરી કરી દીધી હવે તેમના પ્રત્યે મારી પણ કોઈ ફરજ બને છે. હવે આવું એકાંત ક્યા મલે છે? જાને ડર લાગતો હતો કે ક્યાંક મારું સુખ છીનવાઈ ન જાય.

મેં કામવાળી પાસે ઉપર-ઉપરથી થોડું કામ કરાવ્યું અને તેને મોકલાવી દીધી. નાહી-ધોઈને હું ઝટપટ તનય પાસે પહોંચી ગઈ મને જોઈને તેઓ ખીલી ઉઠયા.

'ત્યારે મારા વાળ કુદરતી રીતે કાળા હતા. આજે હેરડાઈથી કાળા છે. મેં હસતા-હસતા કહ્યું, ત્યાં તો જોરથી ગેટનો દરવાજો કોઈએ ખખડાવ્યો, પહેલા તો અમે સાંભળ્યું જ કર્યું પણ ફરી પાછો અવાજ આવતા દરવાજો ખોલ્યો તો સામે પેન્ટીન શેમ્પુનો સેલ્સમેન હતો.

મેં તેની વાત સાંભળ્યા વગર 'સોરી' કહીને ધડામ દઈને દરવાજો બંધ કર્યો ત્યાં તો ફોનની ઘંટડી વાગી, 'સુમી, શોપિંગ મોલમાં સેલ છે. તૈયાર થઈ જા હું હમણાં આવું છું. છોકરાઓ સ્કુલેથી પાછા આવશે ત્યાં આપણે આવી જઈશું.'

'અરે, સરિતા આજે હું નહિ આવી શકું, પ્લીઝ હવે શું કામ એમ નહિં પૂછતી, જ્યારે મળીશું ત્યારે વાત,' કહીને મેં ફોન મૂક્યો મને ડર હતો કે તનય હવે ગુસ્સે તઈને કહેશે કે, 'હું ઓફિસ જાવ છું.' હજી હું કંઈ બોલું તે પહેલા તો પાછી ડોરબેલ રણકી, તનયે દરવાજો ખોલ્યો.

'અરે, ભાઈ તમે આજે ઘરો છો, સોરી હું ભુલી જ ગઈ હતી. 'હેપી એનીવર્સરી' સુમી ક્યા છે? પાડોશના કુસુમભાભી જે દહીંનું મેળવણ લેવા આવ્યા હતા તે દસ મિનિટ વાત કરીને ગયા અને તનય ભડક્યો, 'કેવી રીતે જીવે છે તું સુમી? તને કેવી રીતે ચાલે છે?'

'અરે, કેવી વાત કરો છો. ગૃહસ્થ અને સમાજિક જીવનમાં તો આમ જ ચાલે તમને ખબર તો છે.' તનયના રોમેન્ટિક વિચારો ઉપર પાણી ફરી વળતું જોઈને મને પણ દુ:ખ થતું હતું એટલે મેં ફોનનું રીસીવર નીચે મૂકી દીધું તથા ડોરબેલનું બટન ઓફ કરી દીધું.

'હવે ખુશ, હવે કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી.'

'આના કરતા તો હું ઓફિસ જતો રહ્યો હોત તો સારું થાત. મને શું ખબર કે વીસ વરસના લગ્ન જીવનમાં મારાથી છીનવાઈ ગઈ છે. ચલો ક્યાંક આંટો મારીને આવીએ. તું તારો ગુલાબી લખનવી સુટ પહેરજે.'

હું હા પાડીને અંદર ગઈ કે ત્યાં દરવાજા પર જોરજોરથી સામૂહિક થાપ પડવા લાગી, જો બે ક્ષણની પણ વાર થાત તો દરવાજો તુટી ગયો હોત.

દરવાજો ખોલતા સુમન, વંદનાભાષી આરતીદીદી તથા નાનકી મધુએ 'હેપી એનીવર્સરી'ની વધાઈઓ આપવા ધસી આવ્યા.

'સુમી ફોર્ટી પ્લસની પહેલી એનીવર્સરીની મજા લઈ રહી છે અને અમને ખબર પણ ન કરી. છુપી રુસ્તમ નીકળી તું, ફોનનું રીસીવર પણ નીચે મૂકી દીધું એટલે કોઈ ડિસ્ટર્બ પણ ન કરે,' વંદનાભાભી બોલ્યા.

'મને તો યાદ પણ નહોતું, એ તો બાઈએ કહ્યું કે સાહેબ આજે ઘરે છે અને લગ્નની તિથિ છે. બહુ ઉત્સાદ છો તમે લોકો! એક સાથે બધા હસી પડયા.

'ફક્ત વાતોથી નહિ ચાલે, અમને પાર્ટી પણ જોઈએ છે. કોઈ બહાનું નહિ જોઈએ.' મધુએ કહ્યું.

વર્ષોથી બધા પાડોશીઓ ખૂબ પ્રેમભાવથી હળીમળીને રહેતા હતા એટલે તેમની વિનંતી ના કહી શકવાને બદલે તનય બહારથી ખાવા-પીવાની વસ્તુ લેવા તૈયાર થઈને ગયા.

હજી મહિલામંડળની પાર્ટી ચાલુ હતી ત્યાં આદિત્ય સ્કુલેથી આવી ગયો.

જમ્યા પછી તનય મોઢુ ચડાવીને ચાદર ઓઢીને સૂઈ ગયો અને હું આખી બપોર આદિત્યને હોમવર્ક કરાવતી રહી.

સુંદર સાંજ આવી ગઈ, અને મેં મનમાંને મનમાં બહાર જવાની યોજના બનાવી. ફરીને સારી હોટલમાં ડિનર લઈને આવીશું અને બિલ હું મારા પાકેટમાંથી આપીશ. એમ મેં નક્કી કર્યું.

ગુલાબી લખનવી સુટ પહેરીને, વાળ ઓળીને હું મેકઅપ કરતી હતી ત્યાં તનયનો જીગરી દોસ્ત અસલમભાઈ અને તેમની બેગમ નફીસા કાર્ડ અને બેટ લઈને આવી પહોંચ્યા.

'મુબારક હો, બંનેને લગ્ન તિથિની ખૂબ ખૂબ શુભકામનાઓ, બરોબર મોકા ઉપર મળેલી રજાની મજા લીધી કે નહિં? એમ બંને તો ફિલ્મ જોઈને આવી રહ્યા છીએ.'

'તો શું આજે તમને રજા હતી અસલમભાઈ?'

'હા ભાભીજાન, સરકારે બે શિવાજી જયંતીના લફરામાં બંને દિવસે રજા જાહેર કરી દીધી અને અમને ફાયદો થઈ ગયો.'કેવી બેવકુફ બનાવી મને આ માણસે! હું ગુસ્સો જાહેર કરવા જતી હતી ત્યાં મારી નજર નફીસાના કાન ઉપર પડી. તેણે પણ એવી જ બુટ્ટી પહેરી હતી જેવી સવારે તનયે મને ભેટ આપી હતી.

'અસલમભાઈ શું કાલે તમે બંને સાથે ખરીદી કરવા ગયા હતા?' મેં પૂછ્યું.

'અરે અમારી કંઈ વિસાત કે અમે હીરા ખરીદવા જઈએ, એ તો કાલે ઓફિસમાં એક સેલ્સગર્લ હીરાની આવી હતી, તે અમે બંનેએ ભાવ-તાલ કરીને બે જોડી અમેરિકન ડાયમંડની બુટ્ટી ખરીદી લાગે છે ને બિલકુલ અસલી જેવા?' અસલમભાઈ પોતાની હોશિયારીના વખાણ કરતા બોલ્યા.

તનયનું મોઢુ તો જોવા જેવું હતું તેમને ખબર નહોતી કે તેમની હેરાફેરી આટલી જલદી પકડાઈ જશે.

પણ જ્વેલરી બોક્સ તો જ્વેલર્સની દુકાનનું છે, યા ખૂદા! ભાભીજાન આટલા વર્ષો સુધી પોતાના પતિની સાથે રહીને તેને ઓળખી ન શક્યા તમે જરા તમારો કબાટ તપાસજો, તમારો કબાટમાંથી કોઈ જુનું જ્વેલરી બોક્સ કાઢીને તેમાં મૂકીને તમને આપી હશે.' અસલમભાઈ હસતા-હસતા બોલ્યા.

'ભાભી, તમે પણ શું અસલી-નકલીની ઓળખ પણ તમે નથી કરી શકતા,' નફીસાએ મીઠા સ્વરમાં ઠપકો આપ્યો.

ક્યારેક અસલી હીરો પહેર્યો હોય તો અસલી-નકલીના ફરકની ખબર પડે ને નફીસા. હું પોતાનું અપમાન સહન કરતા બોલી. મનમાને મનમાં તો એમ થયું કે અત્યારે જ તનયની ખબર લઈ નાખું પણ બહારનાઓની સામે તો ખોટુખોટુ હસતી રહી. આ લોકોને જવા દો, પછી થોડી રોમેન્ટિક કેમ થવાય છે તે દેખાડું છું તમને....' એમ વિચારની તે રસોડામાં ગઈ.