Get The App

નારીને કોરી ખાતા એનિમિયાને ઊગતાં જ ડામો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
નારીને કોરી ખાતા એનિમિયાને ઊગતાં જ ડામો 1 - image

- આ રક્ત વિકારનો  ઉપચાર સમયસર ન થાય તો હ્રદય,ઈમ્યૂનિટી,પ્રજોત્પતિની ક્ષમતાને હાનિ થવાની શક્યતા

રાત્રીના ઊતરી આવનારા અંધકારના ઓળાની એંધાણી ઢળતી સાંજ આપે છે તેમ ઢળતી ઉંમર તબિયતની આવનારી ઉપાધિઓનો અણસાર આપે છે. પુરુષ અને ી સંસાર અર્થાત પરિવારને ચલાવનારાં બે ચક્ર છે.એમાં બન્નેની ભૂમિકા અને કામકાજ અલગ અલગ છે પણ બન્નેના સહયોગ અને સહકારના મૂળમાં પરિવાર હોય છે.   

સદીઓ પહેલાં રચાયેલા ર્શ્લોક મુજબ ધકાર્યેષુ મંત્રી,કરણેષુ દાસી, ભોજ્યેષુ   માતા--  એમ નારીએ આપણા પુરુષ પ્રધાન  સમાજમાં   પુત્રી, બહેન, જીવનસાથી,  માતા એમ વિવિધ સ્વરુપે  પારિવારિક, સામાજિક,વ્યાવસાયિક જેવી ત્રિવિધ જવાબદારીઓ અને કામગીરી સંભાળવી પડે છે.જેમાં તેના શરીરને ઘસારો વધુ પડે તે  સ્વાભાવિક છે. સંભાળ ન રખાય તો તે છેવટે આધિ,વ્યાધિ અને ઉપાધિ  જેવી  ત્રિવિધ મુશ્કલીઓનો ભોગ બને છે.

જીવનનાં સુખદુ:ખ,વૈભવ-ઐર્શ્વર્ય, સંધર્ષ કે સરળતા,સ્થિરતા કે  અસ્થિરતા એ સૌની સરવાળા કે બાદબાકી જેવી અસર  છેવટે   તો વ્યક્તિના શરીર પર જ થાય છે!જેનો ખ્યાલ ઢળતી ઉંમરે આવે છે! કુદરતના આ ક્રમની સીધી અને દેખીતી અસર નારીના  આરોગ્ય પર થાય એ સ્વાભાવિક છે.

એ મુજબ,મેડિકલ ટેસ્ટ કરાવતી ૩૫થી ૫૫ વર્ષની મહિલાઓ પૈકીની લગભગ ૪૦ ટકા મહિલાઓમાં અશતિ,ચક્કર આવવા  અને માથાના દુ:ખાવા જેવાં પાંડુરોગ અર્થાત

રક્તક્ષીણતા(એનિમિયા)નાં લક્ષણો જોવા જોવા મળે છે.આ ચોંકાવનારી ટકાવારીને   ધ્યાનમાં લેતાં એનિમિયાની વેળાસર ભાળ લાગે,સમયસર સારવાર થાય અને શરીરને વધુ નુકસાન થતું અટકાવવા હિમોગ્લોબિન તથા આયર્ન સ્ટડિઝ જેવા બ્લડ ટેસ્ટ  નિયમિતપણે કરાવવા   જરૂરી છે.

આજકાલ મહિલાઓમાં આરોગ્યની કેટલીક સમસ્યાઓ એવી છે કે ખબર ન પડે તેમ તે અત્યંત કામન બની ગઈ છે.એ સાથે તે તરફ ધ્યાન પણ અપાતું નથી!એમાંની એક

એનિમિયા છે.અતિશય કામકાજનો બોજ,  જાણકારીનો અભાવ અને બીમારીનાં  શરુઆતનાં લક્ષણોની અવગણના કરવાના  સ્વભાવને કારણે અનેક મહિલાઓ ખરા કારણથી અજાણ રહીને નબળાઈ,અશકિત  અને નાદુરસ્તીપૂર્ણ જીવન જીવે છે.પણ,  સમયસર બ્લડ ટેસ્ટ કરાવાય તો એનિમિયાનું  વેળાસર નિદાન થાય,ગૂંચવણભરી સ્થિતિ ટાળી શકાય અને મહિલાનું  એકંદર આરોગ્ય સુધારી શકાય. 

પેશીજાળ(ટિસ્યૂ)ને આક્સિજન પૂરો  પાડતા લાલ રક્તકણ કે હિમોગ્લોબિન  શરીરમાં પૂરતા પ્રમાણમાં ન હોય એ સ્થિતિ  એટલે એનિમિયા.એનિમિયામાં રોજિંદા કામકાજમાં પણ શરીરને નબળાઈ અને થાક  લાગે છે.મહિલાઓમાં  સૌથી  કામન સ્વરુપે  આયર્ન(લોહ તત્વ)ની ઉણપવાળો એનિમિયા  જોવા મળે છે.

મહિલાઓને એનિમિયા થવાનાં કારણોમાં  બિનપોષક આહાર,માસિક ધર્મ દરમિયાન ભારે રક્તાવ,વારંવારની ગર્ભાવસ્થા,

ઓછા પ્રમાણમાં પોષક તત્વોનું લોહીમાં ભળવું,લાંબા વખતની માંદગી,વિટામીન બી  ૧૨ કે ફોલેટ(વિટામીન બી ૯)ની ઉણપ તથા અમુક મેડિકલ સ્થિતિનો સમાવેશ થાય છે.

એનિમિયા પીડિત મહિલા સતત થાક, ચક્કર,માથાનો દુથખાવો,રુક્ષ(લૂખ્ખી) ત્વચા, વાળ ખરવા,હાંફ ચડવી અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી જેવાં લક્ષણો અનુભવે છે.

જાણવા જેવી હકીકત એ છે કે આ લક્ષણો ધીરે ઘીરે વિકસે છે એટલે ઘણી મહિલાઓ તેમને ગંભીરતાથી લેવાને બદલે તેમને નજર  અંદાજ કરે છે!

એનિમિયાનું સમયસર નિદાન અને સારવાર  ન કરાય તો તે અતિશય થાક,રોગપ્રતિકારક શક્તિનો ઘટાડો,હ્રદયના તણાવ,ગર્ભાવસ્થા દરમિયાનની સમસ્યાઓ,માંદગીમાંથી બેઠા

થવામાંના વિલંબ અને જીવનની ગુણવત્તા નબળી થવામાં પરિણમી શકે છે.લાંબા સમય  સુધી આ બિમારીની સારવાર ન કરાય તો આરોગ્યની ગંભીર સમસ્યાઓનું જોખમ  ઊભું થઈ શકે છે.

ડાક્ટરોના મતે ૨૫થી ૫૫ વર્ષની મહિલાઓ  પૈકીની લગભગ ૭૦ ટકા મહિલાઓ રુટિન બ્લડ ટેસ્ટ કરાવતી નથી.પરિણામે,વર્ષો સુધી એનિમિયા છે એની નથી તેમને ખબર જ નથી પડતી કે નથી તો તેનો જરુરી ઉપચાર થતો! ટેસ્ટમાં  એનિમિયાનાં  લક્ષણો માલુમ  પડયાં હોય એવી માંડ ૪૦ ટકા મહિલાઓને  યોગ્ય ઉપચારની સલાહ અપાય છે.મોટા

ભાગની મહિલાઓ થાક અને નબળાઈને ધઆ તો રોજનું છેધ એમ ગણી લઈને  ખૂબ હળવાશથી લે છે પણ તેમને એ ખબર નથી હોતી કે આ બિમારીની સારવાર ન કરાય તો

હ્રદય,રોગપ્રતિકારક શક્તિ અને પ્રજોત્પતિ માટેની ક્ષમતાને હાનિ કરે તેવા ગૂંચવાડા  ઊભા થાય છે.

આ જોતાં, વેળાસરનું  ટેસ્ટિંગ વર્ષોની    બિનજરૂરી વેદના અટકાવી શકે છે.સાવ સાધારણ બ્લડ ટેસ્ટ કરાવવાથી આખી પરિસ્થિતિ બદલાઈ શકે છે.તરુણ વયની

યુવતીઓ,પીડાદાયક માસિક ધર્મ આવતો  હોય તેવી,સગર્ભા,શિશુને સ્તનપાન કરાવતી, ખૂબ નિયંત્રણોવાળો આહાર લેતી અને અત્યંત થાકી જતી હોય એવી નોકરિયાત ીઓએ નિયમીતપણે બ્લડ  ટેસ્ટ કરાવવો જોઈએ.

બ્લડ ટેસ્ટ દ્વારા વેળાસર નિદાન થાય તો  આહારમાં ફેરફાર કરવો, જરૂરી વિટામિન્સની  ઉણપ દૂર કરવી તથા સારવારથી એનિમિયા

કાબૂમાં લઈ દર્દીને પાછો  સશક્ત કરી તેના  રોજિંદા જીવનને સુધારી શકાય.

એનિમિયાનો ભાળ મેળવવા કયા ટેસ્ટ  કરાવવા જોઈએ એવો પ્રશ્ન સ્વાભાવિક છે. માંસપેશીઓને આક્સિજન પહોંચાડવાની   લોહીની ક્ષમતા જાણવા તથા એનિમિયા છે કે નહીં તે નિશ્ચિત કરવા હિમોગ્લોબિન ટેસ્ટ  કરાવવો જોઈએ.આયર્ન સ્ટડિઝ (સીરમ  આયર્ન,ફેરિટિન,ટીઆઈબીસી)થી શરીરમાં લોહ તત્વની ઉણપ કેટલી અને તેનું પ્રમાણ કેટલું તે જાણી શકાય છે.એનિમિયા કેટલો ગંભીર છે તે તથા રક્તના  લાલ કણ વિશેની એકંદર માહિતી કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ(સીબી સી)ટેસ્ટ દ્વારા મેળવી શકાય.જ્યારે, ક્યાં પોષક તત્વોની ઉણપથી એનિમિયા થયો તે ફોલેટ અને વિટામીન બી ૧૨ના ટેસ્ટથી જાણી શકાય.આમ,એનિમિયાનો પત્તો લગાવવો અને તેની સારવાર કરવી સહેલું છે.    એનિમિયા વિશે આટલું જાણ્યા પછી તે કઈ રીતે દૂર થાય એ જીજ્ઞાાસા જરુર થાય!

આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય એવો આહાર,  સપ્લિમેન્ટસ(વિટામિન્સની અછત દૂર કરે તેવાં ટાનિક),એનીમિયાનાં મૂળભૂત કારણોનો ઈલાજ તથા નિયમીત ફોલો અપ ટેસ્ટ્સ એનિમિયામાં રાહત આપી શકે.  તંદુરસ્તીપૂર્ણ જીવન જીવવા એનિમિયાનું  વેળાસર નિદાન અને ઉપચાર તો મહત્વનાં છે જ પણ એ સાથે અતિ અગત્યની બાબત  એ કે તેને મહિલાઓના જીવનના એક સર્વ  સામાન્ય,સ્વાભાવિક(નોર્મલ) પાસા તરીકે  સ્વીકારી લેવો જોઈએ નહીં.  લોહીની આ બીમારીનું નિદાન અને તેની સારવાર એ દેશના ભાવિ નાગરિકોની  જનની, તેમનું ભરણપોષણ,લાલનપાલન  કરનારી માતા તથા બળવાન એવી નવી પેઢી તૈયાર કરનારી નારીને સશક્ત,તંદુરસ્તીપૂર્ણ અને નિરોગી બનાવવાની દિશામાંનું મહત્વનું પગલું બની રહેશે!

- મહેશ ભટ્ટ