Get The App

બરોળના રોગો અને આયુર્વેદ .

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
બરોળના રોગો અને આયુર્વેદ                             . 1 - image

આજના લેખમાં બરોળ વિશે વાત કરવા જઈ રહી છું. બરોળની તકલીફો ઘણીવાર સાવ સામાન્ય અને સસ્તા ઉપાયોથી નિવારી શકાય છે. આજે બરોળને લગતી સમસ્યાનાં સમાધાન વિશે જ વાત કરીશું.

બરોળના રોગમાં એક અદ્ભુત પ્રયોગ બતાવું છું જેમાં કોડીને લીંબુના રસમાં તથા ચોખાની કાન્જીમાં પલાળવાથી તે શુદ્ધ થાય છે. આ શુદ્ધ થયેલ કોડીને માટીની મટકીમાં મૂકી કમકમાટી કરી પકવવી અને સાત વખત લીંબુના રસમાં બોળવી. ફરી પાછી ઉપર મુજબ પકવવી આમ સાત વખત પકવવીને સાત વખત લીંબુના રસમાં બોળવી. તેમ કરવાથી બરોડના તમામ દર્દો મટે છે. વળી ખાંસી અને શ્વાસ જે રોગીઓને વધારે રહેતા હોય તેમને પણ આ ભસ્મ આપવાથી ખૂબ ફાયદો થાય છે. 

આ સિવાય બીજા કેટલાક ઉપાયો પણ સૂચવું છું જે દર્દીને આપવાથી બરોળના રોગમાં અસરકારક સાબિત થાય છે.

* થોરના ડીંડવાનો રસ સાકર સાથે ગરમ કરીને પીવાથી બરોળની બીમારી મટે છે.

* તાડના ઝાડને બાળીને તેની રાખ બનાવી તેનો ક્ષાર કાઢી બે-બે વાર આપવાથી બરોળની તમામ બીમારી મટે છે.

* મરી અને શુદ્ધ ટંકણખારનું સેવન કરવાથી બરોળ મટે છે.

* સરપંખાનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ દિવસમાં બે વાર આપવાથી બરોળના રોગમાં ખૂબ ફાયદો થાય છે.

* કુંવરપાઠાનો રસ લગભગ ૪૦ ગ્રામ લઈ તેમાં ૫ ગ્રામ હળદર મેળવી સવાર સાંજ પીવાથી બરોળ મટે છે.

* બરોળ તેમજ લોહીની ગાંઠ પડી ગઈ હોય તો, રોહિડાનું ચૂર્ણ ૩-૩-૩ ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે રોજ લેવું.

* ચૂના અને મધનો લેપ પણ બરોળની ગાંઠ પર અસરકારક સિદ્ધ થાય છે. ગાંઠ ઉપર પહેલા મધ ચોપડવું પછી ઉપર ચૂનો છાંટવો. તેની ઉપર રૂ લગાવી રાખવું.

* કુંવરપાઠાનો રસ અને હળદર મેળવી રોજ એક તોલો લેવો.

* બરોળ તથા કલેજાની બીમારી હોય તો તે માટે લીંડી પીપર ૪૦ ગ્રામ, જવ ખાર ૫૦ ગ્રામ, હરડે ચુર્ણના ૬૦ ગ્રામ. આ ત્રણેય ચૂર્ણ મિક્સ કરી રાખવા તેમાંથી રોજ સવાર સાંજ ૫-૫ ગ્રામ ચૂર્ણ લેવું.

આ ઉપાય ખૂબ સરળ અને અસરકારક છે.

* ફુલાવેલો ટંકણખાર, સંચોરો, સંચળ, જવખાર ફુલાવેલો ટંકણખાર આ બધું જ સરખા ભાગે લઈ, કુવરના રસથી ગોળી બનાવવી. ગોળી અને ચણાંના માપ બનાવવી તેમાંથી એકથી બે ગોળી રોજ એક વાર પાણી સાથે લેવી. તેનાથી બરોળ પેટમાં ગોળા આફરા જે કંઈ થયું હોય તે મટે છે.

* એક કિલો સુકા અંજીરમાં ૫૦૦ ગ્રામ સરકો રેડી મૂકી રાખવો. તેમાંથી રોજ ચાર અંજીર સરકા વાળા ખાવાથી બરોળના તમામ રોગો પર ઘણો ફાયદો થાય છે.

* ફુલાવેલો ટંકણખાર એકથી બે ગ્રામ જેટલો ચેવલીના પાન સાથે ખાવાથી બરોળ મટે છે.

* લીવરના (યકૃતના) દુખાવા માટે મૂળાના રસ ૨૫ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવો અને (બહારની બાજુ દર્દ વાળી જગ્યાએ પણ) મૂળાના રસની હળવે હળવે માલિશ કરવી.

* મેથી ખાવાથી પણ બરોળમાં ફાયદો થાય છે.

* અશ્વગંધા ૧૦ ગ્રામ. જવખાર ૧૦ ગ્રામ, સંચળ ૨૦ ગ્રામ, સિંધવ ૨૦ ગ્રામ, આંબા હળદર ૨૦ ગ્રામ આ બધા ચૂર્ણ મિક્સ કરી તેને નાળિયેરની એક આંખમાં કાણું પાડી તેમાં ભરી દેવું ને બંધ કરવું પછી તેને બાળવું. ઉપરની કાચલી બળી જાય ત્યાં સુધી બાળવું પછી ઠંડુ કરી અંદરની દવાઓ સાથે વાટીને એકરસ કરવું. પહેલા ત્રણ દિવસ નસોતરનો જુલાબ લઈ પેટ સાફ કરી લેવું પછી ઉપરની એકરસ થયેલી દવાઓમાંથી એક તોલો દવા રોજ એક વાર ખાવી. દવાના સેવન દરમિયાન કોઈપણ જાતની ચિકાસ ખાવી નહીં ખોરાકમાં ફક્ત જુવાર, ચોખા, મેથીની ભાજી, રીંગણનું ભડથું લેવું.

* જવખાર, ખડીયો ખાર, નવસાર, એળિયો, રેવંચીનો શીરો અને હીરાકસી આ બધી ચીજો સમય ભાગે લઈ કુવારના રસમાં ૧૨ કલાક ઘૂંટવું પછી ચણા જેવડી ગોળીઓ બનાવવી તેમાંથી બે ગોળી વરિયાળીના પાણીમાં આપવાથી બરોળ મટે છે.

- જ્હાનવીબેન  ભટ્ટ