- આરોગ્ય સંજીવની
- ભાગ-1
મારું તો વજન વધતું જ નથી કે મારું તો વજન ઘટતું જ નથી. આમ તો આપણે ઘણીવાર સાંભળીએ છીએ તો એને માટે જવાબદાર કોણ ?? પહેલાં આપણે અને પછી બીજા બધા. આપણી જાત સિવાય વજન વધારવા કે ઘટાડવા માટે જવાબદાર માટે પહેલો ક્રમ માતાનો કે પત્નીનો આવે. આમ તો નવાઈ લાગે પણ વાત તો સાવ સાચી જ છે.
મનુષ્ય ખોરાક લે છે, તે ભૂખ મટાડવા ઉપરાંત તેની અતૃપ્ત ઇચ્છાઓ તથા ચિંતાઓને કારણે માટે સ્વાદ ખાતર, ટેવ પડી છે માટે, એમ અનેક કારણોસર આહાર લેતો હોય છે. ગમે તે હોય પણ આપણા આહાર માટે આપણે જવાબદાર છીએ. સરસ આયોજન કરેલો આહાર હોય પણ આપણે જરૂરત કરતાં વધારે ખાતા હોઈએ કે અલ્પ આહાર લેતાં હોઈએ તો બીજા કોઈ શું કરી શકે ??
એક સત્ય તો સ્વકારવું જ રહ્યું કે આપણો આહાર આપણે પોતે જ ખાઈએ છીએ. માટે થોડું આપણે ધ્યાન રાખવું પડે. કોઈ પણ વ્યક્તિ ક્યાં તો પેટ જરા ઊણું રહે તેટલું, જરા ભરાય તેટલું અથવા ઠાંસીને ખાતો હોય છે. વધુ વજનવાળી વ્યક્તિઓ કે જેમના સર્વેમાં જાણવા મળ્યું હતું કે જેઓને બરાબર ઠસોઠસ ખાવાની ટેવ હતી અને તે નાનપણથી જ પડેલી હતી. મા હંમેશા આગ્રહ કરીને કહેતી, ચાલ આટલું ખાઈ લે. અગર વધુ પડતા લાડ કે વ્હાલમાં વધુ ખવડાવતી હતી અને નાનપણથી જ વધુ ખાઈએ તો પછી તે ટેવ પડી જાય કેમકે જ્યાં સુધી એટલું વધારે ન ખવાય ત્યાં સુધી સંતોષ થાય જ નહીં. વળી, નાનપણમાં રમતા હોઈએ, શરીર વધતું હોય અને પ્રવૃત્તિમય જીવન હોવાથી ખાસ જણાતું નથી અને પચી જાય છે અને ખાસ વજન વધુ ન લાગે, પણ શારીરિક વિકાસ બંધ થાય પછી પણ જો એટલી જ કેલરી શરીરમાં જાય તો વજન વધારામાં પરિણમે છે.
કામ કરતી બહેનો કામે જતા પોતાની માતાને ત્યાં કે બીજે કશે બાળકને મૂકીને જાય છે. ઘણીવાર એ બાળક માં ને યાદ કરી સોરે છે અને પરિણામે વધારે ખાય છે. સ્વાભાવિક રીતે વજન પણ વધે એટલે એમ અર્થઘટન થાય કે તે તંદુરસ્ત જ છે, નહિંતર વજન કેવી રીતે વધે ??
આમ વધુ ખાવાની ટેવ પડી જાય છે. એવું પણ જણાયું છે કે માં નું દૂધ પીવાથી બાળકને જે સંતોષ મળે છે તે (બહારના) બીજા કોઈ પણ પ્રકારના દૂધથી મળતો નથી અને અસંતોષને કારણે વધારે ખાવાની ટેવ પડે છે તે એટલે સુધી કે મોટા થયા પછી કાયમી એવી વ્યક્તિઓનો ખોરાક માતાનું દૂધ પીધેલા બાળક કરતાં વધુ જ રહે છે.
જીવનમાં અતૃપ્ત ઇચ્છાઓ કે ટેન્શન હોય ત્યારે પણ જરા જરા ચા પીધા કરવાથી અથવા કંઈક સારું ખાવાથી તો સારું લાગે અથવા કંઈક ચટાકેદાર ખાવાથી સારું લાગે તેની ઇચ્છા થાય છે અને માનવી વધારે પડતું ખાય છે. કોઈક વાર ચિંતાળુ વ્યક્તિ આહાર બરાબર લેતી જ નથી. પણ મોટાભાગના વધુ પડતું જ ખાતા હોય છે.
જો આપણું વજન વધારે હોય તો ઉપર જણાવેલ કોઈ કારણ તો નથી ને ?? તે ચકાસવું રહ્યું. જો તેમ હોય આહાર આયોજન સાથે માનસિક ચેન્જ પણ કરવો રહ્યો.
શારીરિક કારણો જોતાં ૨૫ વર્ષ સુધી શરીર વધતું હોવાથી તથા જીવન એક્ટીવ હોવાથી ખાસ વાંધો આવતો નથી પણ ૪૦ વર્ષ પછી આપણી ચયાપચયની ક્રિયા જરા શિથીલ બનવા લાગે છે. તેથી કેલેરીની જરૂરત ઘટે છે. માટે પહેલાં જેટલી કેલરી લેતાં હોય તેના કરતાં ઘટાડવી જોઈએ. આ એક અગત્યની સભાનતા જરૂરી છે અને એક વાત રહે છે કે મારો ખોરાક તો એટલો જ છે પણ વજન વધતું રહે છે. ઉપરાંત ૪૦ વર્ષની આસપાસ માણસ મોટેભાગે જીવનમાં એટલે કે કામ ધંધામાં સ્થિર થાય છે. જેથી જરા રિલેક્સ પણ થાય છે અને તેથી પણ અજાણપણે થોડું વધારે ખવાઈ જાય છે.
વ્યક્તિનું વજન જોઈએ તે કરતાં ૧૦ પાઉન્ડથી વધારે હોય તો તેને ઓવરવેટ એટલે કે વધુ વજનવાળામાં ગણવામાં આવે છે તથા જોઈએ તે કરતાં ૧૦ પાઉન્ડથી ઓછું વજનવાળો ગણવામાં આવે છે. આ બંનેમાંથી કોઈ પણ કારણ હોય તો વ્યક્તિએ પોતાના રોજિંદા ખોરાકમાં ફેરફાર કરવો જોઈે. આવા કિસ્સામાં આહાર આયોજન વધુ ચિવટ માંગી લે છે. પોષણમૂલ્યની દ્રષ્ટિ ખ્યાલમાં રાખી આવી વ્યક્તિનું આહાર આયોજન ખાસ કરવું જોઈએ.
હવે જોઈએ કે વ્યક્તિનું વજન કેટલું હોવું જોઈે. નીચેના કોઠા પરથી ખ્યાલ આવશે.
૧ કિલો = ૨.૨ પાઉન્ડ પણ સરળતા ખાતર ૧ કિલો = ૨ પાઉન્ડ પણ ગણવામાં આવે છે.
ઓછા વજનવાળા પુરુષનું આહાર આયોજન
ઓછા વજનવાળી વ્યક્તિઓની ઘણી તકલીફો હોય છે જેમકે ઝટ થાકી જાય, હાંફી જાય. જરા પણ વધુ કામ કરતાં થકાવટને કારણે માંદા પડી જાય અગર લગભગ જમી જ ન શકે. ભૂખ મરી જાય વગેરે આવી વ્યક્તિઓ વારંવાર અપૂરતો ખોરાક તેમજ પૂરતા પોષણવાળા ખોરાકને અભાવે પણ ઓછું વજન ધરાવતી હોય. એક વાત જરૂરી છે કે ઓછા વજનવાળી વ્યક્તિ જો પોતાનું વજન વધારવા માંગતી હોય તો એક વાર ડૉક્ટરી તપાસ કરાવવી જોઈએ, જેથી કોઈ રોગનું કારણ ન હોય, ઓછા વજનનું કારણ કોઈ રોગ ન હોય, તો પછી આહાર અગત્યનો બને છે.
આવી વ્યક્તિઓએ સૌપ્રથમ તો પૂરતી ઊંઘ લેવા પ્રયત્ન કરવો જોઈએ કેમ કે ઊંઘ અને ભૂખને સીધો સંબંધ છે તથા જમતા પહેલા ૧૫-૨૦ મિનિટ જરા આડા પડવું જોઈએ અથવા આરામદાયક રીતે બેસવું જોઈએ, જેથી જમવાની સ્ફૂર્તિ રહે. કામની અતિ થકાવટથી ઘણીવાર આપણને નવાઈ લાગે પણ માણસ ખાઈ શકતો નથી અથવા ખાવાની રૂચિ પણ થતી નથી અને એમને એમ ચક્કર લાંબુ થયા કરે છે.
- જ્હાનવીબેન ભટ્ટ
|
ઊંચાઈ |
ઉંમર વર્ષમાં |
|
|
|
|
|
|
|
સેન્ટી.મી. |
૨૦ |
૨૫ |
૩૦ |
૩૫ |
૪૦ |
૪૫ |
૫૦ |
|
૧૪૮ |
૪૨.૭ |
૪૪.૨ |
૪૬.૨ |
૪૭.૬ |
૪૮.૮ |
૫૦ |
૫૦.૯ |
|
૧૫૦ |
૪૩.૬ |
૪૪.૯ |
૪૬.૯ |
૪૮.૫ |
૪૯.૭ |
૫૦.૮ |
૫૧.૫ |
|
૧૫૩ |
૪૫.૪ |
૪૭ |
૪૯ |
૫૦.૪ |
૫૧.૭ |
૫૨.૩ |
૫૩.૫ |
|
૧૫૫ |
૪૬.૬ |
૪૮.૧ |
૧૯.૯ |
૫૧.૧ |
૫૨.૭ |
૫૩.૫ |
૫૪.૨ |
|
૧૫૮ |
૪૮.૬ |
૫૦ |
૫૨ |
૫૩.૫ |
૫૪.૫ |
૫૫.૭ |
૫૬.૩ |
|
૧૬૦ |
૪૯.૭ |
૫૧.૧ |
૫૩.૧ |
૫૪.૭ |
૫૫.૬ |
૫૬.૭ |
૫૭.૪ |
|
૧૬૩ |
૫૧.૧ |
૫૨.૭ |
૫૪.૯ |
૫૬.૩ |
૫૭.૬ |
૫૮.૫ |
૫૯.૪ |
|
૧૬૫ |
૫૩.૧ |
૫૪.૭ |
૫૬.૯ |
૫૮.૫ |
૫૯.૭ |
૬૦.૬ |
૬૨ |
|
૧૬૮ |
૫૪ |
૫૬.૩ |
૫૮.૧ |
૬૦.૧ |
૬૧.૫ |
૬૨.૪ |
૬૩.૭ |
|
૧૭૦ |
૫૬.૫ |
૫૭.૯ |
૬૦.૩ |
૬૨.૨ |
૬૩.૭ |
૬૫.૭ |
૬૫.૮ |
|
૧૭૩ |
૫૮.૧ |
૬૦.૧ |
૩૨.૨ |
૬૪ |
૬૫.૮ |
૬૭ |
૬૮.૩ |
|
૧૭૮ |
૬૧.૯ |
૬૪ |
૬૬.૩ |
૬૮.૫ |
૭૦.૬ |
૭૧.૯ |
૭૨.૪ |
|
૧૮૦ |
૬૪ |
૬૬.૩ |
૬૮.૫ |
૭૧ |
૭૩.૩ |
૭૪.૪ |
૭૫.૧ |
|
૧૮૩ |
૬૬ |
૬૮.૫ |
૭૧ |
૭૩.૩ |
૭૫.૬ |
૭૭.૧ |
૭૭.૮ |


