Get The App

પગમાં થતી ખેંચાણ નિવારવા કેટલાંક પગલાં અત્યંત આવશ્યક

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
પગમાં થતી ખેંચાણ નિવારવા કેટલાંક પગલાં અત્યંત આવશ્યક 1 - image

વધુ પડતો શ્રમ કરવાથી કે શરીરના અમુક ભાગમાં લોહીનો પુરવઠો બરાબર પહોંચતો નહીં હોય કે પછી પૂરતા પ્રમાણમાં યોગ્ય ખોરાક ન લેવાતો હોવાથી ઘણીવાર પગમાં ખેંચ અનુભવાય છે. આ ખેંચ એટલી તીવ્ર હોય છે પગમાં શું થયું છે, એ જાણવું પણ મુશ્કેલ થઈ પડે છે. ઘણીવાર તો પથારીમાં સુતા પછી આવું થાય છે. આ સમયે તબીબની પણ જરૂર ઉદ્ભવી શકે છે. જો કે આવું થાય છે ત્યારે પગના સ્નાયું અનૈચ્છિક રીતે કડક થઈ જાય છે અને આરામ કરી શકતા નથી. આપણી વય જે રીતે વધે છે તે રીતે આવી ખેંચાણમાં વધારો થતો જાય છે. અથવા આવું સતત બનતું રહે છે. આવું થાય તો તબીબની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. આનું એક કારણ એ પણ છે કે વારંવાર ખેંચાણ રુધિરાભિષણ અથવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને લગતી અંતર્ગત તબીબી સ્થિતિ સૂચવી શકે છે આથી જો પગના સ્નાયુઓમાં ખેંચાણ તમારા રોજિંદા જીવનમાં વિક્ષેપ પાડે તો તબીબી સવલત-સલાહ લેવી આવશ્યક બની રહે છે.

અહીં અમે પગના ખેંચાણ અને તે કેવી રીતે વધે છે તેના કારણોનું અન્વેષણ કરીશું. રાત્રે પગનું ખેંચાણ કેમ વધે છે તેના કારણો જાણવા જરૂરી છે અને તેનો ઉપાય શોધવો પણ જરૂરી છે. અહીં તેની જ ચર્ચા કરવામાં આવી છે.

હાઇડ્રેશનનો અભાવ

બેશક, આ માટે ઘણાં કારણો જવાબદાર છે, પણ સામાન્ય કારણોમાં અંગુઠાની ખેંચાણનું એક સામાન્ય કારણ ડિહાઈડ્રેશન છે. જો તમે વારંવાર ખેંચાણનો અનુભવ કરો તો એ ખાતરી કરવી આવશ્યક છે કે તમે પૂરતું પાણી તો પીવો છોને? દિવસભરમાં પાણીની ઉણપ ડિહાઈડ્રેશન તરફ દોરી શકે છે. ખાસ કરીને રાત્રે, ઇલેકટ્રોલાઈટ અસંતુલન સ્નાયુ ખેંચાણ માટે વધુ શક્યતા ધરાવે છે. આવી પરિસ્થિતિમાં હાઇડ્રેટેડ રહેવું ચાવીરૂપ બની રહે છે. આથી પૂરતું પાણી પીવું જરૂરી છે.

અતિશય પરિશ્રમ

તમારા શરીર પર વધુ પડતું દબાણ લાવી કસરત કરવાથી સ્નાયુઓ સખત બની શકે છે જેને પરિણામે સ્નાયુને થાક લાગે છે અને ખેંચાણનું જોખમ વધે છે. જો તમને ખેંચાણનો અનુભવ થાય તો તીવ્ર શારીરિક શ્રમ ઓછો કરો અથવા વ્યાપક શ્રમ પછી તમારી જાતને આરામ આપવાનો વિચાર કરી તમારા સ્નાયુઓને સ્વસ્થ થવા માટે સમય આપો.

વ્યાપક ખેંચાણ ન કરવું

નિયમિત ખેમચાણના અભાવે સ્નાયુ કડક થઈ શકે-સખત બની શકે અને આથી ખેંચાણ થવાની સંભાવના જાગે છે. ખાસ કરીને શરીર ઉષ્ણ થાય એ પછી અથવા સ્નાન કર્યા પછી દૈનિક ખેંચાણની દિનચર્યાનો સમાવેશ કરવાથી સ્નાયુઓની સુગમતા અને શક્તિમાં સુધારો થઈ શકે છે. પગ અને પગમાં ખેંચાણ અટકાવવા માટે આવું કરવું ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે.

પોષણની સમસ્યા

અપૂરતો ખોરાક, પોષક તત્ત્વો વિનાનો ખોરાક પગના સ્નાયુના ખેંચાણમાં ફાળો આપી શકે છે. આનું કારણ એ છે કે તમારા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષક તત્ત્વોનું સંતુલન જરૂરી છે. 

તમારા આહારમાં વિવિધ પ્રકારના રંગેબેરંગી ફળો અને શાકભાજી જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી અને સફરજનનો સમાવેશ કરવાથી પર્યાપ્ત ઇલેકટ્રોલાઈટ સ્તર જાળવવામાં મદદ મળી શકે છે. યોગ્ય પોષણ સ્નાયુઓના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને ખેંચાણની શક્યતા ઘટાડે છે.

લોહીના યોગ્ય પરિભ્રમણની ખામી

સમય જતા વધતી જતી ખેંચાણની સમસ્યા નબળું પરિભ્રમણ પણ સૂચવે. રુધિરાભિસરણ સમસ્યાઓ રક્ત પ્રવાહ ઘટાડી શકે છે. જેના કારણે ખેંચાણ જેવો દુખાવો પણ થાય છે. જો તમને લોહનું પરિભ્રમણ બરાબર થતું નથી એવી શંકા હોય તો યોગ્ય મૂલ્યાંકન અને સારવાર માટે તબીબી સહાય લેવી જરૂરી છે.

અયોગ્ય પગરખાં

યોગ્ય ઘાટ વિનાના કે આરામદાયક નહીં હોય એવા બૂટ કે ચપ્પલ પહેરવાથી પણ અંગુઠામાં ખેંચાણ થઈ શકે છે. જો તમે તાજેતરમાં ફ્લેટ ચપ્પલ કે બૂટ છોડીને હાઈ-હિલ્સના ચપ્પલ-બૂટ પહેર્યા હોય તો તે શરીરને પૂરતો ટેકો આપી શકતા નથી. આથી તમારી પગરખાની યોગ્ય પસંદગી કરવી જરૂરી બની જાય છે. યોગ્ય રીતને ફિટિંગ, આરામદાયક બૂટ-ચપ્પલ ખેંચાણની શક્યતા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

અમુક દવાની ખરાબ અસર

સ્ટેટિન્સ અથવા ફ્યુરોસેમાઈડ જેવી મૂત્રવર્ધક પદાર્થો, આડઅસર તરીકે પગના સ્નાયુના ખેંચાણનું કારણ બને છે. જો તમને નવી દવા શરૂ કર્યા પછી ખેંચાણ શરૂ થાય તો તમારા ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી આવશ્યક છે. તેઓ તમારા ડોઝને સમાયોજિત કરી શકે છે અથવા સમસ્યાને દૂર કરવા માટે વિકલ્પો સૂચવી શકે છે.

ડાયાલિસીસ વેળા આ સમસ્યા સામાન્ય

કીડની ખરાબ થતાં શરીરમાંથી વધારાનું પાણી દૂર કરાવતા દર્દીઓના પગના સ્નાયુમાં ખેંચાણ થવું સામાન્ય છે. આવી સ્થિતિમાં દરદીએ તબીબને જાણ કરવી અને તેમની સલાહને અનુસરવું. આમ કરવાથી પગમાં થતી ખેંચાણ દૂર કરી શકાય અથવા ઓછી કરી શકાય છે.

આમ પગમાં થતી સામાન્ય ખેંચ મોટી સમસ્યા બની શકે છે આથી તબીબી સલાહ આવશ્યક બની રહે છે.

- ભૂપેન્દ્ર પટેલ