રોજિંદા જીવનમાં અનેક નાની-નાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાંથી રાહત પામવા માટે ઘરગથ્થુ સામાન્ય નુસખા અજમાવી શકાય છે.
લોખની કઢાઈને ચકચકિત કરવાની રીત
લોખંડની કઢાઈ તેમજ અન્ય વાસણોને જલદી કાટ લાગી જતો હોય છે. તેથી તેને સરળતાથી અને ઓછા ખર્ચે સાફ કરવા માટે ફટકડી, પાણી, ડિટર્જન્ટ અને સ્ક્રબની જરૂર પડે છે. આ દેશી અને કેમિકલ ફ્રી નુસખો હોવાથી અજમાવવાથી કોઈ નુકસાન થતું નથી.
કાટ લાગેલા વાસણમાં પાણી ભરીને ચુલા પર મુકવું પછી તેમાં ફટકીનો ભુક્કો, એક ચમચો ડિટર્જન્ટ પાવડર ઉમેરી પાંચથી છ મિનિટ સુધી ઉકાળવું. પામી ઉકળવા લાગે અને તેમાં ફીણ બનવા લાગે એટલે મિશ્રણ વાસણમાંથી કાટ દૂર કરવાની શરૂઆત કરી દેતું હોય છે. ફીણવાળા પાણીને વાસણની કિનારી પર ફેલાવતા જવું જેથી સંપૂર્ણ વાસણમાંથી કાટ દૂર કરી શકાય.
આ પછી ગેસ બંધ કરી વાસણનું પાણી ઠંડુ થાય પછી કાઢી નાખવું. સ્ટીલના સ્ક્રબથી કાટ લાગેલા હિસ્સા પર હળવું-હળવું સગડીને સુકા કપડાથી લુછી નાખવું. લોખંડના વાસણને કાટ ન લાગે તેથી તેની સપાટી પર સરસવનું તેલ લગાડીને રાખવું.
ફટકડી એક માઇલ્ડ એસિડિક એજન્ટની રીતે કામ કરે છે. તે લોખંડ ના કાટને પીગાળી નાખે છે. તેમજ તેલ, મસાલાની ચીકાશ પણ દૂર કરે છે.
ખાંડવી બનાવતી વખતે મિશ્રણમાં પાણી જરા વધુ લાગે તો ચણાનો લોટ ભભરાવી હલાવી નાખવું.
વાંદાનો નાશ
- સાકર અને બેકિંગ સોડાને સપ્રમાણ લઈ વાંદા થતા હોય ત્યાં એક બાઉલમાં આ મિશ્રણ રાખવાથી વાંદા સાકર ખાવા માટે આકર્ષશે અને બેકિંગ સોડા ખાવાથી તેનો નાશ થશે.
- પીપર મિન્ટ, ટી ટ્રી ઓઈલ, લેમનગ્રાસ ઓઈલ વાંદાનો નાશ કરે છે. કોઈ પણ એક ઓઈલના થોડા ટીપાં પાણી સાથે ભેળવી વાંદનો ઉપદ્રવ હોય ત્યાં સ્પ્રે કરવા.
એક બાઉલમાં લઈ તેમાં કેળાની છાલ મુકવી. બાઉલને છિદ્રો કરેલા પ્લાસ્ટિકથી ઢાંકી દેવું. કેળાની છાલથી વાંદા આકર્ષતા બાઉલમાં સપડાઈ જશે.
પેટની ચરબી ઘટાડવા માટે
પેટ પર વધેલા ચરબીના મેદને ઘટાડવા સરળ નથી. પરંતુ જો યોગ્ય ઉપાય અજમાવામાં આવે તો પેટ પરથી ચરબી દૂર કરી શકાય છે.
મેથીના દાણા પેટની ચરબી ઓછી કરવામાં મદદગાર પુરવાર થયા છે. મેથીના દાણામાં ફાઈબર ભરપૂર માત્રામાં સમાયેલું હોવાથી તેનાથી પેટ ભરેલું રહેલો હોવાનો અહેસાસ થાય છે. મેથીના દાણામાં ગેલકટેમાનનું સમાયેલું છે જે પાચનક્રિયાને તેજ કરવામાં મદદ કરે છે જેથી મેટાબોલિક્મ વધે છે અને બ્લડ સુગર પણ નિયંત્રણમાં આવે છે જેથી ખાવાની ઇચ્છા કાબુમાં રહે છે. મેટાબોલિકમ તેજ થવાથી શરીર ઝડપથી ચરબીને ઓગાળે છે. એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી સવારે ગાળીને એ પાણી પી જવું. મેથીના દાણા ખાઈ જવાથી પણ ફાયદો થાય છે.
મેથીના દાણાને હળવા શેકી તેનો પાવડર બનાવી સવારે હુંફાળા પાણીમાં ખાવો. અથવા તો સૂપ, જ્યૂસમાં ભેળવીને પણ પી શકાય છે.
- મીનાક્ષી તિવારી
વાળ વધારવાના નુસખા
- સરસવના તેલનો ઉપયોગ વાળ વધારવા માટે કરી શકાય છે.
કાંદાનો રસ અને સરસવ તેલનું મિશ્રણ કાંદાની તેજ ગંધ હોવા છતાં તે વાળ માટે ફાયદાકારક નીવડયા છે. તેમાં સમાયેલું સલ્ફર કોલાજેનમાં ઉત્પાદનને વધારે છે. વાળના ફોલિકલ્સને એકટિવ કરે છે. ગરમ સરસવના તેલમાં તેટલા જ પ્રમામમાં કાંદાનો રસ ભેળવી વાળમાં ૩૦-૪૦ મિનિટ લગાડી રાખવાથી ફાયદો થાય છે.
- મેથીના દાણા અને સરસવનું તેલ
મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ સમાયેલું હોય છે જે વાળના મૂળને પોષણ આપે છે. મેથીના દાણાને રાતના પલાળી સવારે પેસ્ટ કરી સરસવ તેલ સાથે ભેળવી વાળમાં લગાડી ૪૫ મિનિટ પછી ધોઈ નાખવાથી વાળના મૂળ મજબૂત થતાં વાળ ખરવાની પ્રક્રિયા ઓછી થાય છે અને વાળ વધારવામાં સહાય નીવડે છે.
- એલોવેરા અને સરસવનું તેલ
સરસવના તેલની તાસીર ગરમ હોય છે અને એલોવેરા ઠંડુ હોય છે. જેથી બન્નેનું મિશ્રણ વાળનાં ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. વાળમાંનો ખોડો દૂર કરે છે. નવા વાળ ઉગાડવામાં સહાયક થાય છે. એલોવેરાના તાજા રસમાં સરસવનું તેલ ભેળવી માલિશ કરીને ૩૦ મિનિટ બાદ ધોઈ નાખવું.
- લીમડો અને સરસવનું તેલ
લીમડામાં એન્ટી ઓક્સાઇન્ટ્સ અને બીટા-કેરોટીન ભરપુર પ્રમાણમાં સમાયેલું હોય છે. જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. ઉપરાંત વાળને સફેદ થતાં અટકાવે છે. લીમડાને શેકી તેનો ભુક્કો કરી સરસવના તેલમાં શેકી અઠવાડિયામાં બે વખત વાળમાં લગાડવાથી ફાયદો થાય છે.


