Get The App

ત્વચાને તેજસ્વી બનાવતો આહાર .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ત્વચાને તેજસ્વી બનાવતો આહાર                       . 1 - image

ત્વચાને ચમકીલી કરવા માટે માનુનીઓ અથાગ પ્રયાસ તેમજ મહેનત કરતી હોય છે. પરતુ યોગ્ય ઉપાયો ન કરવાથી સફળતા મળતી નથી. અહીં નિયમિત રીતે રોજિંદા આહારમાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવાથી   ત્વચાને ચમકીલી કરી શકાય છે.  મોટા ભાગે ત્વચાને ચમકીલી કરવા માટે ચહેરા પર અલગ-અલગ ચીજો લગાડવામાં  આવતું જોવા મળ્યું છે. પરંતુ અહીં ત્વચાને ઉપરની સાથેસાથે આંતરિક રીતે પણ ે સ્વચ્છ કરીને ચમકીલી કરવાનું જણાવામાં આવ્યું છે. ત્વચાની સફાઇ માટે કોઇ  ક્રીમ કે લેપ ન લગાડવાની બદલે ડિટોક્સ ડ્રિંકની સલાહ આપવામાં આવી છે. જે સરળતાથી જ ઘરમાં તૈયાર કરી શકાતા હોય છે. 

મેથીનું પાણી

પ્રથમ દિવસની શરૂઆત મેથીના દાણાના પાણીનું સેવન કરીનેકરી શકાય છે. આ ડ્રિકને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં રાતના મેથીના થોડા દાણા પલાળવા  અને સવારે  નયણા કોઠે પાણી પી જવું. આ પાણીનના સેવનથી ચહેરા પરના ખીલ દૂર થાય છે. ઓઇલી ત્વચા ધરવાનારાની ત્વચામાંથી વધારાનું તેલ દૂર થાય છે. આ ડિટોક્સ ડ્રિંક ચહેરામાં ચમક લાવે છે. 

લીંબુ પાણી

લીંબુ શરીરની આંતરિક ગરમીને સાફ કરે છે. પાણીમાં લીંબુ નીચોવી  પીવાથી ચહેરા પરના ખીલ, ફોડલાથી રાહત થાય છે. તેમજ આ ડ્રિંક શરીર અને ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. લીંબુમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. 

સફરજનના સરકાનું પાણી

ત્રીજા દિવસે એક ગ્લાસ પાણીમાં સફરજનનો થોડો સરકો ભેળવીને પીવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. આ ડિટ્કોસ ડ્રિંક પીવાથી ત્વચા અને શરીમાં સમાયેલા ઝેરી તત્વો બહાર ફેંકાય જાય છે અને શરીરમમાં પીએચને બેલેન્સ કરવામાં મદદ કરે છે જેથી ત્વચા કુદરતી જ ચમકીલી થાય છે. 

તમકરિયા

તકમરિયા ત્વચા માટે ફાયદાકાર હોય છે. તેના સેવનથી ત્વચા મુલાયમ અને ચમકીલી થાય છે. એક ગ્લાસ પાણીમાં તકમિયાને રાતના ભીંજવી રાખવું અને સવારે આ પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ થાય છે અને ચહેરાની ચમક જળવાઇ રહે છે. 

સૂરજમુખીના બિયા

સૂરજમુખીના બિયાંમાં વિટામિન ઇ ભરપુર માત્રામાં સમાયેલું હોય છે જે ત્વચાને ચમકીલી કરે છે.સૂરજમુખીના બિયાંને રાતના એક ગ્લાસ પાણીમાં ભીંજવી રાખવા. સવારે આ પાણીનું સેવન કરવાથી ત્વચા પરના ડાઘા દૂર થાય છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. 

ધાણા

ધાણાને પાણીમાં ભેળવીને પીવાથી શરીર અને ત્વચા બન્નેમાંથી ઝેરી પોષક તત્વો બહાર ફેંકાઇ જાય છે. તેના સેવનથી પિગમેન્ટેશન ઓછા કરવામાં મદદ મળે છે જેથી ત્વચા કુદરતી ચમકીલી થાય છે. 

વરિયાળી

રાતના એક ગ્લાસ પાણીમાં વરિયાળીને ભેળળીને સવારે આ પાણી પીવાથી પાચનમાં સુધાર થાય છે. પેટ સાફ રહેવાથી ત્વચાને ફાયદો થતો હોય છે જે આંતરિક રીતે સ્વચ્છ રહેવાથી ચમકીલી થાય છે. 

ટામેટાનું સેવન

ટામેટામાં લાઇકોપીન હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટસનું કામ કરે છે. તે ત્વચાને યૂવી કિરણોથી થતાં નુકસાનથી બચાવે છે.ટામેટાના સેવનથી ટેનિંગનું જોખમ ઓછું થાય છે અને ત્વચા મુલાયમ થાય છે. 

સુકામેવા

સુકામેવામાં ખાસ કરીને બદામ અને અખરોટ ત્વચા માટે ફાયદાકારક પુરવાર થયા છે. તેમાં વિટામિન ઇ અને હેલ્ધી ફેટની માત્રા સમાયેલી  હોવાથી તેના સેવનથી ત્વચા પર કરચલીઓની સમસ્યા દૂર થાય છે. તેમજ તે ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. 

ગ્રીન ટી

ગ્રીન  ટી સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. તેમાં પોલીફેનોલ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે.  જે સોજાને ઓછા કરવાની સાથેસાથે ખીલને દૂર કરે છે. સંવેદનશીલ ત્વચા પર તે વધુ અસરકારાક નીવડે છે. 

શકરિયાં

શકરિયા બીટા-કેરોટીનથી ભરપુર હોય છે. જે  નવા સ્કિન સેલ્સ બનાવામાં મદદ કરે છે જેથી ત્વચા સાફ થઇને ચમકીલી થાય છે. 

- જયવિકા આશર