Get The App

બાળકોને આત્મવિશ્વાસુ બનાવવાના સરળ ઉપાયો

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
બાળકોને આત્મવિશ્વાસુ બનાવવાના સરળ ઉપાયો 1 - image

આજની પેઢી ઝડપથી આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં સ્પર્ધા થઈ રહી છે, તેવામાં સંતાન પાછળ રહી જવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. ઘણા બાળકો શારીરિક અથવા તો માનસિક રીતે નબળા હોય છે. પરિણામે તેઓ સમય સાથે તાલ મિલાવી શકતા હોતા નથી. ખાસ કરીને આવા બાળકોને આત્મવિશ્વાસ બનાવવા એ પેરન્ટ્સ માટે એક પડકાર બની જતો હોય છે. પરિણામે એવું પણ બનતું જોવા મળ્યું છે કે માતા-પિતા પોતાના બાળકને અન્ય બાળકો સાથે સરખામણી કરીને ટીકાઓ કરી તેને ધમકાવતાં હોય છે. બાળકની આના પર વિપરિત અસર પડે છે અને માનસિક રીતે વધુ ગભરુ અને નબળો પડી જતો હોય છે.

બાળકને આત્મવિશ્વાસુ, નિર્ભય બનાવવા માટે સકારાત્મક, રચનાત્મક, તેને ઉત્સાહિત કરનારું વાતાવરણ બનાવવું જોઈએ.

નિર્ણય લેવા ઉત્સાહિત કરવું

બાળકને તેની વયના અનુસાર, નિર્ણય લેવાની અનુમતિ આપી તેને ઉત્સાહિત કરવો જોઈએ. જેથી તેનો આત્મવિશ્વાસ વધે છે. એક સંશોધનના અનુસાર બાળકનો મનોબળ શક્તિ મજબૂત કરવા માટે તેનો નિર્ણય યોગ્ય હોય તો તેને વધાવવો જોઈએ. કોઈ પણ બે-ત્રણ ચીજમાંથી એક માટેના નિર્ણયને પ્રોત્સાહિત કરવો જોઈએ.

તેના પ્રયાસોની પણ પ્રશંસા કરવી

એક સંશોધન દ્વારા પુરવાર થયું છે કે બાળકોના કાર્યની ફક્ત ઉપલબ્ધિની જ નહીં પરંતુ તેના પ્રયાસોની પણ પ્રશંસા મહત્વનો ભાગ ભજવે છે. કોઈ કારણોસર તે કોઈ કાર્યમાં નિષ્ફળ ગયું હોય તો તેની ટીકા કે ધમકાવવાને બદલે તેણે કરેલા પ્રયાસો તેમ જ બીજી વખત વધુ મહેનત કરવાની સલાહ આપી તેને નિરાશાથી દૂર રાખવો એ જ તેના હિતમાં છે.

સમ્માનજનક વ્યવહાર

જે બાળકના પેરન્ટસનું વર્તન, વાણી, વ્યવહાર સમાનજનક હોય છે તેથી અસર બાળકના માનસ પર પડે છે. તેનું મનોબળ મજબૂત થાય છે. આત્મવિશ્વાસ પડે છે. તે પણ સકારાત્મક વિચારોનો કરતો થાય છે. કોઈ પણ પડકાર દરમિયાન તે જોખમની સાથે સાથે અનુભવ મળવા બાબત વિચારે છે.

પડકારજનક સ્થિતિમાં પ્રોત્સાહિત કરવું

બાળકે દરેક પડકારજનક પરિસ્થિતિમાં નિર્ણયો લઈ પ્રોત્.ાહિત કરવું જોઈએ. એક સંશોધન દ્વારા સાબિત સાબિત થયું છે કે, તેમની નાની-નાની નિષ્પળતાઓના અનુભવ થવા દેવો જોઈએ તેમજ તેનું માર્ગદર્શન કરવું. તેની નિષ્ફળતાના કારણોની તેની સાથે ચર્ચા કરીને તેનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. તેની નિષ્ફળતા પર દબાણ, ટીકા કે પછી દબડાવીને તેને નિરાશ કરવાનું અવિચારીય પગલું ભરવું નહીં.

સામાજિક સંપર્ક અને ભાવનાત્મક બુદ્ધિમતા

સામાજિક અનુભવોના માધ્યમથી બાળકો આત્મવિશ્વાસુ બનવાની સાથે સાથે આત્મ-નિયંત્રણની પણ સમજ આવે છે. તેમને સામાજિક અને ભાવનાત્મક ક્ષમતાઓ પર કાબુ મેળવવા માટે રમત-ગમત તેમજ અન્ય સ્પર્ધાઓનો હિસ્સો  બનવા પ્રોત્સાહિત કરવી.

- જયવિકા આશર