Get The App

ડેમેજ વાળને રિપેર કરવાના સરળ ઉપાયો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
ડેમેજ વાળને રિપેર કરવાના સરળ ઉપાયો 1 - image

વાળની સામાન્ય સમસ્યાઓ મોટા ભાગની મહિલાઓને સતાવતી હોય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે કેટલાક ઘરગત્થુ ઉપાયો અહીં આપવામાં આવ્યા છે. 

એવોકાડો

એવોકાડોમાં વિટામિન, આવશ્યક ફૈટી અસિડ અને મિનરલ્સ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. તે વાળની રૂક્ષતા દુર કરી તેને કુદરતી  ગ્લો આપવામાં મદદ કરે છે. થોડા દિવસો આનો ઉપાય કરવાની વાળ ચમકીલા અને સ્વસ્થ થાય છે. 

એક એવોકાડોને મેશ કરી તેમાં એક ઇંડુ ફીણી નાખવું અને ભીના વાળ પર ૨૦ મિનીટ સુધી લગાડી ધોઇ નાખવા. વાળ વધુ પડતા ક્ષતિગ્રસ્ત હોય તો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરવો નહીં તો મહિનામાં એક વખતથી પણ ફાયદો થશે.

માખણ

રૂક્ષ વાળ પર માખણનો મસાજ કરીને વાળને શાવર કેપથી ઢાંકી દેવા. અડધો કલાક પછી શેમ્પુ કરી વાળ ધોઇ નાખવા. વાળમાંથી માખણ બરાબર નીકળી જાય તેનું ધ્યાન રાખવું.મહિનામાં બે વાર કરવાથી વાળ મુલાયમ અને ચમકીલા થશે. 

ઓલિવ ઓઇલ

ઓલિવ અથવા તો જૈતુનનું તેલ નિસ્તેજ વાળ માટે ગુણકારી છે. ઓલિવ ઓઇલને એક વાસણમાં લઇ હુંફાળું કરી વાળના મૂળ સુધી પહોંચે તે રીતે મસાજ કરવો. વાળને શાવર કેપથી ઢાંકી દેવા અને ૪૫ મિનીટ પછી વાળને શેમ્પૂ કરવું.મહિનામાં બે વખત કરવાથી ફાયદો થાય છે. 

ચા

વાળને શેમ્પુ કર્યા પછી કાળી ચાથી વાળને અંતિમ વખત ધોવાથી વાળનો રંહ નિખરે છે તેમજ વાળનો ગ્લો વધે છે. 

એપ્પલ સાઇડર વિનેગર માસ્ક

એક ટી સ્પૂન એપ્પલ સાઇડર વિનેગર લઇ તેમાં ત્રણ ટી સ્પૂન ઓલિવ ઓઇલ ભેળવવું. તેમજ ત્રણ ઇંડાની સફેદ પણ મિક્સ કરવી. રૂક્ષ વાળમાં આ માસ્ક લગાડવાથી ફાયદો થાય છે. વાળ પર આ મિશ્રણ ૪૫ મિનીટ સુધીલગાડી રાખવું અને પછી શેમ્પુથી વાળ ધોઇ નાખવા. 

કોકોનટ ઓઇલ

કોકોનટઓઇલથી વાળને મસાજ કરી ૩૦મ મિનીટ પછી વાળ શેમ્પુથી ધોઇ નાખવા. 

ચંદનનું તેલ

ચંદનનું તેલ શીતલતા પ્રદાન કરનારું છે.ચંદનના તેલમાં જૈતુન અથવા જોજોબા ઓઇલના થોડા ટીપાં ભેળળી નિસ્તેજ વાળ પર મસાજ કરી થોડી વાર રહી ધોઇ નાખવાી વાળ મુલાયમ થાય છે. 

સમુદ્ર અથવા નદીમાં સ્નાન કરતી વખતે 

 સમુદ્રમાં અથવા તો નદીમાં સ્નાન કરવાથી પાણીમાં રહેલા સોલ્ટ અને મિનરલ્સ વાળને નુકસાન પહોંચાડે છે.આ પાણીથી વાળ ધોવાથી વાળની કુદરતી ચમક દૂર થઇજાય છે તેમ વાળ રૂક્ષ થઇજાય છે.વાળની નિસ્તેજતા દૂર કરવા માટે ત્રણ કપ પાણીમાં  પા કપ એપ્પલ સાઇડર વિનેગર ભેળવી વાળ ધોવા. સમુદ્રમાં અથવા નદીમાં સ્નાન કરતા પહેલા પણ આ ઉપાય કરી શકાય છે. 

સુતરાઉ ટુવાલ

સુતરાઉ ટુવાલને ભીના વાળ પર બાંધી દેવો. ભીના વાળને કદી પણ ઝાટકવાથી વાળ કમજોર થઇજતા હોય છે. તેથી વાળ પર સુતરાઉ ટુવાલ બાંદી દેવાથી વાળમાંનું પાણી શોષી લેતાં વાળને નુકસાન પહોંચવાની શક્યતા નહીંવત રહે છે. 

- મીનાક્ષી તિવારી