Get The App

સુંદરતા વધારવાની સરળ ટિપ્સ .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
સુંદરતા વધારવાની સરળ ટિપ્સ                                  . 1 - image

ત્વચા તેમજ વાળની સુંદરતા કુદરતી રીતે સરળતાથી વધારી શકાય છે. 

ચમકીલી ત્વચા 

ત્વચાને ચમકીલી કરવા માટે મધ અને કેળાના માસ્કને ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાખવું. 

ક્લિન્જિંગ

દિવસમાં બે વખત સોમ્ય ક્લિન્જરથી ચહેરા સાફ કરવો

એલોવેરાજેલ

એલોવેરા જેલ ત્વચા પરના ડાઘ-ધાબા દૂર કરવા તેમજ સ્કિનને હાઇડ્કેટ રાખા એલોવેરા જેનો ઉપયોગ યોગ્ય ઇલાજ સાબિત થયો છે.

મોઇશ્ચરાઇઝિંગ

રાતના મોઇશ્ચરાઇઝર લગાડીને સૂઇ જવાથી ત્વચા  મુલાયમ રહે છે.

સનસ્ક્રીન

સૂર્યના તેજ કિરણોથી ત્વચાને રક્ષણ આપવા તડકામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાડવું. 

 વાળની સુંદરતા

તેલ મસાજ

વાળને ઘાટ્ટા અને મજબૂત બનાવવા માટે યોગ્ય ગુણ ધરાવતા તેલથી મસાજ કરવો.તેલને હુંફાળું કરીને ઉપયોગમાં લેવું. 

હેર માસ્ક

વાળમાં પોષય લાવવા માટે દહીં અથવા ઇંડાનો માસ્ક લગાડવો.

કંડિશનર

શેમ્પૂ કર્યા પછી વાળનમાં કંડિશનર કરવાથી વાળ મુલાયમ રહે છે.

કુદરતી ટિપ્સ

ભરપુર નિંદ્રા

નિયમિત સાત-આઠ કલાકની પૂરતી નિંદ્રા જરૂરી છે. 

પાણીનું સેવન

દિવસ દરમિયાન પાણીનું બે લીટર સેવન કરવાથી ત્વચા હાઇડ્રેટ થાય છે. 

હેલ્ધી ડાયટ

સ્વાસ્થ્યવધર્ક તાજો  આહાર કરવાથી તેમજ તાજા ફળ અને શાકનું સેવન કરવું જોઇએ. તેમજ ફાસ્ટફૂડ અને તળેલી વાનગીઓનું પ્રમાણ નિયંત્રિત કરવું.

તકિયાના કવર

તકિયાના કવર સિલ્કના હોય તો ચહેરા પર કરચલી પડતી નથી. 

લિપ બાલ્મ

હોઠની કાળજી અને મુલાયમ કરવા માટે હોઠ પર હાઇડ્રેટિંગ લિપ બાલ્મ લગાડવો.

હાથ-પગની ત્વચા

હાથ-પગની ત્વચાને મુલાયમ કરવા રોજ રાતના સુતા પહેલા મોઇશ્ચરાઇઝર લગાડવું અને મોજા પહેરીને સુવું.

- જયવિકા આશર