Get The App

વાસ્તુ ફેંગશુઇની સરળ ટિપ્સ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
વાસ્તુ ફેંગશુઇની સરળ ટિપ્સ 1 - image

પરિવાર સુખમય રહે અને ઘરમાં શાંતિ જળવાય તેમજ સમૃદ્ધિ આવે એ માટે ઘર શણગારમાં વિવિધ નુસખાઓ અજમાવતા હોય છે પરંતુ યોગ્ય જાણકારી વિના કરેલું ફળતું નથી હોતું.અહીં ફેંગશ્યુઇ તેમજ વાસ્તુની કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

નવા મકાન-ફેકટરી તથા ઉદ્યોગના પ્રારંભ પહેલા ભૂમિ પૂજન કરી ઇંટનું મુહૂર્ત અવશ્ય કરવું જોઇએ. આ મુહૂર્તમાં ચાંદીનો સાપ બનાવીને જમીનમાં દાટવો જોઇએ,

દરવાજા ખોલ-બંધ કરતી વખતે અટકવા ન જોઇએ.દરવાજા અટકવો એ જીવનમાં રુકાવટનો સંકેત છે.

મુખ્ય દ્વાર પરવિન્ડ ચાઇમ લગાડવું, તે ઘરમાં આવનારી ઉર્જાના પ્રવાહને તેજ કરે છે.

ઓફિસમાં ખુરશીની પાછળ દીવાલ જરૂર હોવી જોઇએ, તે નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે.

શૌચાલય અને રસોડાના દરવાજા આમને-સામને ન હોવા જોઇએ.

ઘરના મુખ્ય દ્વાર પર વેલ ન ચડાવવી.

ઘરની બારઓ બંધ રહેતી હોય કે તુટેલી-ફુટેલી હોય તો પરિવારની સંપન્નતા તથા ઐશ્વર્ય નષ્ટ થવાની શક્યતા છે.

સૂતી વખતે માથું પૂર્વ અથવા દક્ષિમ દિશામાં રાખવાની સાથેસાથે છેદવાલો તાંબાનો સિક્કો તકિયા નીચે રાખવો.

માછલી સાચા પ્રેમની પ્રતીક છે. યાત્રા શરૂ કરતા પહેલા માછલીના દર્શન કરવાથી કાર્ય સફળ થાય છે.શુભ મનાય છે.

કેકટસ ઘરમાં લગાડવું વર્જિત છે.

ઘરની સામે કચરાપેટી ન હોવી જોઇએ.

ઘરની બારીઓ સવારે ખુલી રાખવી અન્યથા સંબંધો પર નકારાત્મક પ્રભાવ પડે છે. 

સંબંધોમાં પ્રગાઢતા લાવવા રસોડું હંમેશા અગ્નિકોણ (દક્ષિણ-પશ્ચિમ)માં હોવું જોઇએ.

સમૃદ્ધિ તેમજ સારા સંબંધો બનાવવા ડ્રોઇંગરૂમમાં ક્રિસ્ટલ લટકાવું જોઇએ.

બગડેલા સંબંધોને સુધારવા માટે ઉપગાર સાથે કપૂર ભેટમાં આપવું.

પગથિયા નીચે રસોડું શુભ નથી. તેનાથી ગૃહસ્વામીની યશ તથા કિર્તીમાં કમી આવે છે તેમજ બાળકોનું અભ્યાસમાં મન નથી લાગતું.

ઘરમાં તૂટેલો અરીસો ન રાખવો તેમજ ઉપયોગ ન કરવો.

ઘરમાં લાંબા સમય સુધી ભંગાર તેમજ બિઉપયોગી ચીજો ન રાખવી.

ઘરમાં શાતિ માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ લગભગ ત્રીસ ઇંચની ઊંચાઇ પર મુખ દ્વારા સામે રાખવી, જેથી ઘરમાં પ્રવેશ કરતી વખતે એનો ચહેરો દેખાય.

ભણતી વખતે ટેબલ-ખુરશીની વ્યવસ્થા ઐવી હોય કે તેનું મોઢું પૂર્વ, ઇશાન અથવા ઉત્તર તરફ રહે.

પુસ્તકોને અધ્યન કક્ષના દક્ષિણ અથવા પશ્ચિમ ભાગમાં રાખવા જોઇએ.

અભ્યાસના ટેબલ સામ ેઅરીસો ન હોવો જોઇએ.

દુકાન પર નજર ન લાગે માટે પ્રત્યેક શનિવારે એક લીંબુ તથા સાત લીલા મરચાં લોકો જોઇ શકે તે રીતે બાંધવા.

સામે માતા સરસ્વતીનું ચિત્ર લગાડવું તેમના પ્રત્યે શ્રદ્ધા રાખવી યાદશક્તિ વધે છે.

ઓમનું ચિત્ર લગાડવું. ઓમના ધ્યાનથી બાળક ઉર્જાવાન રહે છે. મહાપુરુષોના પ્રેરણાદાયક ચિત્રો તેમના દ્વારા કહેલા પ્રેરણાદાયક વાક્યો નજર સામે રહે તે રીતે રાખવા.

મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ, જે પોતાની રીતે ઘસાઇને પડી જતી હોય છે તે લગાડવી. શનિ નો દોષ ઓછો ખશે તેમજ અન્ય વાસ્તુ દોષ દૂર થશે.

ઘરના ઇશાન, ઉત્તર અથવા પૂર્વમાં નાના એકવેરિયમમાં માછલી રાકવી અથવા માછલીનું સુંદર પેન્ટિંગ રાખવું.શુભ ફળ મળે છે.

ફંગશુઇના અનુસાર ત્રણ પગવાળો દેડકો લકી ગણાય છે પરંતુ તેને બાછરૂમ,ટોઇલેટ અથવા કિચનમાં ન રાખવું.

સવારે ઊઠીને સર્વપ્રથમ દરવાજાની બહાર સફાઇ કરી દૂર્વાથી દૂધ છાંટવાથી વેપાર તેમજ ઘરમાં સંપન્નતા આવે છે.

લાકડાની અને માટીથી બનેલા વિંડ ચાઇમ્સ વિવાહ સંબંધી પરેશાનીઓથી છુટકારો પામવા ઉપયોગી છે.

પંચમુખી હનુમાનની ફોટો ઘરની અંદર એ રીતે લગાડવો કે તેની નજર પ્રવેશ દ્વાર પર પડે, એનાથી ઘમરાં નકારાત્મક ઊર્જા નહી 

પ્રવેશે.

વૈવાહિક કામ માટે ઘરની બહાર જાતી વખતે મીઠું દહીં ખાવું.

વિદ્યા ર્્જન માટે લાકડાના ફર્નિચરમેટલ તેમજ ગ્લાસની સરખામણીમાં વધારે સકારાત્મક પ્રભાવ પાડે છે.

તેજ ધાર વાલા ચાકુ આંખની સામે ન રાખવા.

તાજા ફુલ ઘરમાં ઊર્જા લાવે છે.

ડ્રેગન એકાગ્રતા વધારે છે, તેથી દક્ષિણ-પૂર્વ દિશામાં તેની મૂર્તિ અથવા ચિત્ર લગાડવું.

મીઠાના ઘોળથી પંદ દિવસ સુધી સતત પંદર દિવસો સુધી પોતું કરવાથી અને મીઠાના ઘોળના પાણીને રૂમમાં અથવા એક સ્થાનના ખૂણામાં વગર ઢાંક્યે રાખવામાં આવે, તો નકારાત્મક ઊર્જાનો દુષ્પ્રભાવ નષ્ટ પામે છે. આ જ રીતે નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત રૂમના લોફ્ટ પર જો પાંચ કિલોની આસપાસ મીઠું બાંધીને રાખવામાં આવે તો નકારાત્મક ઊર્જાથી મુક્તિ મળે છે અને સાથે ઘરમાં ધનાગમનના સાધન ઉત્પન્ન થાય છે.

ઘરની નજીક શ્મશાન ન હોવું જોઇએ.

બેડરૂમમાં માથાની નજીક અને તીરનુમા શાર્પ કોર્નર ન હોવી જોઇએ. 

જોડા બહાર કાઢીને જ ઘરમાં પ્રવેશ કરવું.

ગુલાબને છોડીને કોઇ પણ કાંટાવાળા છોડવા ઘરમાં લગાડવા નહીં, અન્યથા શત્રુ પરેશાન કરી શકે છે.

જે વૃક્ષો અથવા છોડવાના પાનમાંથી દૂધ જેવું દ્રવ નીકળતું હોય તેને કદી વાવવું નહીં. કારણ કે આ દ્રવ પણ નેગેટિવ ઊર્જાના સ્ત્રોત ગણાય છે.

જો કોઇ ફલહીન વૃક્ષની છાયા ઘર પર પડે તો  વિભિન્ન રોગોનો સામનો કરવો પડે છે અને એનેક વિપદાઓ આવે છે.

કોઇ વ્યક્તિ ઘર છોડીને જતી રહી હોય અને લાંબા સમય સુધી ઘરે પાછા ન ફરે તો તેના નક્ષત્ર સંબંધી એક વૃક્ષ લગાડી તેની સેવા કરવી.

પતિ-પત્નીમાં અણબનાવ ચાલી રહ્યો હયો તો પત્નને જણાવ્યા વગર પલંગના ગાદલા નીચે થોડા પીળા ચોખા એ ભાવનાથી રાખવા કે જલદી પૂર્વવત સ્નેહ થઇ જાય.

ઘરમાં અધિક ઊંચા, ઘાટા વૃક્ષોની છાયાથી અંધારું પડતું હોય અથવા તો સૂર્યના કિરણો અવરુદ્ધ થતા હોય તો, ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.

પ્રવેશ દ્વારની ચોખટ પર લાલ રિબન લગાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

પોતાના ઘરમાં પૂર્વ દિશામાં માથું રાખીને સુવું જોઇએ, સાસરામાં દક્ષિણ દિશામાં, પરદેશમાં પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં કદી પણ માથુ રાખીન ેસૂવું નહીં.

ધનની તિજોરીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઇએ.

બેડરૂમમાં ફાઉનટન, છોડવા તેમજ કુંડા ન રાખવા.

ઘરના પૂજાઘરમાં બહુ મોટી મૂર્તિઓ ન હોવી જોઇએ. એ પણ ધ્યાન રાખવું કે બે શિવલિંગ,ત્રણ ગણેશ, બે શંખ, બે શૂર્યની પ્રતિમાં ત્રણ દેવીઓની પ્રતિમા, બે ગોમતી ચક્ર તથા બે શાલિગ્રામ ન રાખવા જોઇએ.

રસોડામાં ઓછી રોશની કે અઁધારું પડતું હોય તો ગૃહિણી રોગી થઇ જાય છે.

ઘરમાં જો નૌઋત્યથી પ્રવેશ હોય તો ઘરની મહિલા તાણ અનુભવે છે.