સાડી ડ્રેપિંગની નિરાળી સ્ટાઈલ
તહેવારની સિઝન આવી ગઈ છે અને સાડીઓનું ચલણ આજકાલ ધૂમ છે. સાડી એક સ્ટેટસ સિમ્બોલ છે કારણ કે સાદો ને સરળ લુક ખૂબ આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, તહેવારમાં સાડી પહેરવાની અવનવી રીત :
ચોલી સાડી
આ સ્ટાઈલ આજકાલ સામાન્ય છે અને લગ્ન પ્રસંગ તેમજ દિવાળીમાં પણ પહેરી શકાય છે. તાજેતરમાં દુલ્હનની ચોલી પણ આ પેટર્નમાં પ્રચલિત છે અને ચોલી સાડી રેડ કાર્પેટ ઈવેન્ટમાં પણ જોવા મળે છે. અડધી સાડીની આ પેટર્ન પહેરવાનો અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ છે. આ સ્ટાઈલ માટે તમારે કોંટ્રાસ્ટ કલરમાં ચોલી અને એક સાડીની જરૂર પડે છે, જેથી અડધી સાડીનો લુક ઊભો કરી શકાય.
ધોતી સ્ટાઈલ સાડી
ધોતી સ્ટાઈલ સાડી યુવતીઓમાં આજકાલ ખૂબ ફેમસ છે કારણ કે તે પહેરવામાં સરળ અને આરામદાયક હોય છે. આવી સાડીમાં કેટલાંય બોલીવૂડ કલાકારને જોયા છે જેમ કે સોનમ કપૂર, દિયા મિર્ઝા વગેરે.
આ ટ્રેન્ડ તમારા ફેશન સ્ટેટમેન્ટ લેવલને વધારે છે. તેને કટ બ્લાઉઝ અથવા ક્રોપ ટોપ અને શર્ટ સાથે પહેરી શકો છો. એકાદ-બે મહિના પછી ઠંડીની મોસમ પણ નજીકમાં જ છે. તો તમે જેકેટ અને બ્લેઝર સાથે પણ તેને પહેરી શકો છો.
મુમતાઝ સ્ટાઈલ સાડી
અભિનેત્રી મુમતાઝ ફંકી સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ખૂબ જાણીતી હતી. 'આજકાલ તેરે મેરે પ્યાર કે ચરચે..' ગીતમાં પહેરેલી સાડી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચમકતી બોર્ડર અને કૂલ પિંગ સ્ટાઈલ આજે પણ યુવતીઓને કેરી કરવી ગમે છે.
દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા સહિત કેટલીય અભિનેત્રીઓએ આ સાડી લુકને અપનાવ્યો છે. શિફોન સાડીમાં પેવી બોર્ડર અને પહોળી બોર્ડરમાં શિમર અને હેવી વર્કવાળી સાડી તમામ તહેવારમાં પહેરવા માટે પરફેક્ટ છે.
પતંગિયા સાડી ડ્રેપિંગ
પતંગિયા સાડી ડ્રેપિંગ પાતળી અને કમનીય મહિલાઓ માટે યોગ્ય વિકલ્પ છે. ડ્રેપિંગની પતંગિયા સ્ટાઈલ પણ સાડી સાથે ટ્રાય કરી શકો છો.
પરંતુ જો તમે કોટા અથવા શિફોન જેવી હળવી સાડી પસંદ કરો છો તો પતંગિયાની પાંખ ઊભી થાય છે. સાડી એવી પસંદ કરવી જોઈએ, જેમાં થોડું વર્ક પણ હોય. આ સ્ટાઈલ ફંટ પાલવ સાથે પહેરી શકો છો. સોનમ કપૂરને આવી સાડી પહેરવી ગમે છે. પરફેક્ટ લુક મેળવવા માટે હળવી સાડી સાથે ભારે પેપલમ બ્લાઉઝ કેરી કરો.
સ્કાર્ફ જેવી પાલવ સાડી
આ સ્ટાઈલ ખૂબ ઓછી જોવા મળે છે. તે '૯૦ ના દાયકામાં ખૂબ ફેમસ હતી. આ સ્ટાઈલ ફરીથી ફેશનમાં આવી છે અને બોહો પ્રેમી આ સ્ટાઈલને સ્કાર્ફ જેવા ઘરેણાં સાથે પહેરવાનું પસંદ કરી રહ્યા છે. આ રેટ્રો યુગની એક રસપ્રદ અને યાદગાર સ્ટાઈલ છે અને તે તમે થીમ પાર્ટીમાં કેરી કરી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારી ગરદનની ચારેય બાજુ પાલવને સ્કાર્ફની જેમ લપેટો.
આ સ્ટાઈલ માટે તમારે પાલવની લંબાઈ વધારે રાખવી પડશે. તમે સ્કાર્ફ સ્ટાઈલની સાથે વધારે એક્સપેરિમેન્ટ કરી શકો છો.
ગુજરાતી સ્ટાઈલ સાડી
આ સાડીમાં પાલવ આગળની સાઈડ હોય છે અને તેના ટ્રેન્ડી લુક મોટાભાગે ગરબા રમતી વખતે પહેરવામાં આવે છે, કારણ કે ગુજરાતી સ્ટાઈલની સાડી પરંપરાગત સ્ટાઈલ આપે છે. આ સ્ટાઈલ માટે શિફોન અને જોર્જેટની સાડીનો ઉપયોગ કરી શકો છો.
સાડીનો પાલવ વિનાનો ભાગ જમણી બાજુથી ટક કરો અને કમરથી ટક કરીને પાછળ લાવો અને પૂરી ટક કરો. પછી પૂરી ફેરવીને આગળ લાવો. તે પછી પાલવની પ્લીટ્સ બનાવો અને લંબાઈ ઓછી રાખતા પાછળથી ફેરવીને જમણા ખભા પર પિનઅપ કરો. જરૂર મુજબ સાડીમાં પિન લગાવો, જેથી લુક સારો આવે. સાડી એક એવો પહેરવેશ છે જેનાથી મહિલાઓની સુંદરતા નિખરી ઊઠે છે. સાડીથી મહિલાઓની સુંદરતા મનમોહક, અને રમણિય થવા લાગે છે. આકર્ષક લુક માટે, તમે તમારી સાડીના પાલવને ઢીલો રાખી શકો છો.