Get The App

ચહેરાની ચમક વધારવાના સરળ કુદરતી ઉપાય

Updated: Nov 27th, 2023

GS TEAM

Google News
Google News
ચહેરાની ચમક વધારવાના સરળ કુદરતી ઉપાય 1 - image

ચહેરાને ચમકીલો કરવા માટે મોટા ભાગની યુવતીઓ બજારમાં મળતા ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તેનાથી કામચલાઉ ચમક જ આવે છે. ત્વચાને ચમકીલી કરવા માટે કુદરતી સરળ ઉપાય ્ કરવાથી લાંબા સમય સુધત્ચહેરા પર ગ્લો રહે છે. 

સવારે લીંબુ પાણીનું સેવન

સવારે ઉઠયા પછી લીંબુ પાણીનું સેવન કરવાની ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમક પ્રદાન કરે છે. 

પાણી

પાણી શરીરને ડિટોક્સીફાઇડ કરવામાં મદદ કરે છે. જે આપણા ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન ૧૫ ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે.  

મુલતાની માટી

મુલતાની માટી એક ચમચી લેવી તેમાં બે ચમચા ટામેટાનો રસ  અને અડધો ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા ચમકીલી થાય છે. 

એલોવેરા

સૂતા પહેલા ચહેરા પર એલોવેરા લગાડવું. એલોવેરા ચહેરા પરના ખીલને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ ત્વચાને હાઇડ્રેટ કરે છે. 

હળદરયુક્ત દૂધ

સૂતા પહેલા હળદરયુક્ત દૂધ પીવું જોઇએ. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફેલમેટરી ગુણ સમાયેલા હોય છે.તે ત્વચાને ચીકણી કરે છે અને ચહેરા પર ચમક લાવે છે. 

ટોનર

૨-૩ ચમચા ચોખાને રાતના પાણીમાં પલાળી દેવા અને સવારે અધકરચા વાટી નાખવા પછી તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી પ્રવાહી જેવું રાખી એક શીશીમાં ભરી દેવું. એક સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગમાં લેવું.  આ ટોનર લગાડતા પહેલા ચહેરો ધોઇ નાખી સ્વચ્છ ટુવાલથી લુછી નાખવો. ચહેરા પર ટોનર લહાડવાથી  ત્વચા  ચમકીલી થાય છે.

ફેસસ્ક્રબ

ફેસસ્ક્રબ ચહેરા પરની મૃત ત્વચા દૂર કરે છે. તેમજ ચહેરા પરના ડાર્ક પેચથી રાહત આપે છે.  કોફીનું એક નાનું પાઉચ લઇ તેમાં થોડી સાકર અને તેલ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર ૨-૩ મિનીટ સુધી સ્ક્રબ કરવું અને સામાન્ય પાણીથી ધોઇ નાખવું. અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થાય છે.  

એક ચમચો કોફી અને એક ચમચો ચોખાનો લોટ ભેળવી તની પેસ્ટ બનાવવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો.આ પેસ્ટમાં ઇચ્છા હોય તો મધ પણ  ઉમેરી શકાય છે. આ પેસ્ટ ચહેરા પર લગાડવી અને હળવે હાથે ત્વચાને મસાજ કરવો. સુકાઇજાય પછી ધોઇ નાખવું. 

દહીં

દહીંમાં તત્વચાને પોષણ આપનારા તત્વો સમાયેલા થાય તેમાંના લેક્ટિક એસિડ મોઇશ્ચરાઇજિંગ અને બ્લીચિંગના ગુમ સમાયેલા છે. તેથી દહીં ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી  થાય છે. દહીં સાથે ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવીને લગાડવું. 

મધ

ચહેરાપર મધ લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય  છે. મધ ચહેરા પર લગાડી થોડી વાર રહેવા દેવું અને પછી ચહેરો ધોઇ નાખવો.

દૂધ

દૂધ લગાડવાથી મૃત ત્વચા દૂર થાય છે તેમજ ચહેરા પરની ગંદકી દૂર કરીને ત્વચા સ્વચ્છ કરે છે. દૂધને રૂના પુમડાથી લગાડી ચહેરા પર ફેરવી થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. 

પપૈયું

પપૈયામાં પપાઇન સમાયેલું હોયછે. જે ત્વચાની રૂક્ષતા દૂર કરે છે અને નિસ્તેજ ત્વચાને ચમકીલી કરે છે. તેની પેસ્ટ બનાવીચહેરા પર લગાડી સુકાઇજાય પછી ધોઇ નાખવું. 

- સુરેખા મહેતા